26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 784: | Line 784: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ બોલ જ્યાં જ્યાં ન ઝિલાયો, ત્યાં ત્યાં યુદ્ધનો અગ્નિ ઝર્યો. જે ફાવ્યો તે આજે વિજેતા ગણાયો, ન ફાવ્યો તેના લલાટમાં ‘લૂંટારો’ શબ્દ લખાયો. વિજેતાનાં વિરાટ સૈન્યોએ તેમ જ બહારવટિયાએ, બન્નેએ કરી તો કતલ જ. પણ બન્નેનાં કૃત્યો વિશે ભાષાપ્રયોગો ભિન્ન થયા. ઊલટું, લોકવાયકા બહારવટિયાનાં આચરણોનો જે ચિતાર આપે છે, તેમાં તો પેલા વિજયી સૈન્યના સંહારચિત્ર જેટલા લાલ રંગો નથી દેખાતા. બહારવટિયો પોતાની લૂંટફાટમાંથી મૂઠી ભરી ભરી બીજે હાથે દેતો જતો, પરમાર્થે વાપરતો, ગજાસંપત જ એ ઉપાડી જતો. અને અન્યના કાયદા ઉથાપતો પણ પોતે પોતાને કાજે કરેલા નેકીના નિયમો તો જીવસાટે પણ જાળવતો. બીજી બાજુ, વિજેતાનાં દળકટક જ્યાં થઈને હાલતાં ત્યાં ધરતીનું પડ ઉજ્જડ વેરાન બનાવી દેતાં; સ્ત્રીઓ, બાળકો કે ધર્મસ્થાનકો પ્રત્યેનો વિવેક ન રાખતાં. | આ બોલ જ્યાં જ્યાં ન ઝિલાયો, ત્યાં ત્યાં યુદ્ધનો અગ્નિ ઝર્યો. જે ફાવ્યો તે આજે વિજેતા ગણાયો, ન ફાવ્યો તેના લલાટમાં ‘લૂંટારો’ શબ્દ લખાયો. વિજેતાનાં વિરાટ સૈન્યોએ તેમ જ બહારવટિયાએ, બન્નેએ કરી તો કતલ જ. પણ બન્નેનાં કૃત્યો વિશે ભાષાપ્રયોગો ભિન્ન થયા. ઊલટું, લોકવાયકા બહારવટિયાનાં આચરણોનો જે ચિતાર આપે છે, તેમાં તો પેલા વિજયી સૈન્યના સંહારચિત્ર જેટલા લાલ રંગો નથી દેખાતા. બહારવટિયો પોતાની લૂંટફાટમાંથી મૂઠી ભરી ભરી બીજે હાથે દેતો જતો, પરમાર્થે વાપરતો, ગજાસંપત જ એ ઉપાડી જતો. અને અન્યના કાયદા ઉથાપતો પણ પોતે પોતાને કાજે કરેલા નેકીના નિયમો તો જીવસાટે પણ જાળવતો. બીજી બાજુ, વિજેતાનાં દળકટક જ્યાં થઈને હાલતાં ત્યાં ધરતીનું પડ ઉજ્જડ વેરાન બનાવી દેતાં; સ્ત્રીઓ, બાળકો કે ધર્મસ્થાનકો પ્રત્યેનો વિવેક ન રાખતાં. | ||
{{Poem2Close}} | |||
<center>'''યુગલક્ષણ'''</center> | |||
{{Poem2Open}} | |||
આજે યુગ બદલાયો છે. શાંતિ, સ્વસ્થતા, સત્તા, કાયદો, અહિંસા, ભ્રાતૃભાવ અને નિઃશસ્ત્ર દશા : એ તમામનું વાતાવરણ આપણી ચોપાસ ઘનિષ્ઠ બની છવાઈ ગયું છે. આજે એકાદ માણસનો એક જ જખ્મ જોતાં આપણને અરેરાટી છૂટે છે. એકાદ માણસ ધીંગાણે મરતાં આપણે કોચવાઈએ છીએ. પણ યુગેયુગની હિંસા તો ચાલુ જ છે. માત્ર ચાલુ હિંસા પ્રત્યે આપણી દૃષ્ટિ ટેવાય છે; એટલે જ ખાણોમાં ને કારખાનામાં ચાલી રહેલો લાખો નિર્દોષોનો સંહાર અત્યાર સુધી આપણી નજર પણ ખેંચતો નહોતો. આપણે એ જ ખાણના કોલસા કે સોનાં-રૂપાં, ને એ જ કારખાનાનાં કાપડ ઇત્યાદિ સેંકડો પદાર્થો પ્રેમથી પહેરીએ-ઓઢીએ છીએ. એ જ મૂડીદાર સંહારકો આ યુગના ઉદ્યોગવીરો બની આપણાં સન્માન પામે છે. બહારવટિયાઓએ આટલી કતલ કે લૂંટફાટ તો કદાપિ કરી જ નથી. ને જેટલી કરતા તેટલી પ્રકટપણે દિલનો સંકલ્પ છુપાવ્યા વગર કરતા, તેમ જ તેઓને સામે થવાનું દ્વાર પણ સહુને માટે ખુલ્લું હતું. કોઈ કાયદો એને ઓથ નહોતો દેતો. એ નિખાલસપણું અને સાફદિલી હતાં તે કારણે જ તેમાંથી અન્ય નેકીના સંસ્કારો આપોઆપ કોળ્યા હતા. લૂંટફાટ હતું એ યુગનું યુગપૂરતું લક્ષણ, અને બહારવટિયા બનનાર વ્યક્તિઓનું ચિરંજીવ લક્ષણ તો હતું ‘શિવલ્રી’ (પ્રેમ-શૌર્ય) : એ ચિરંજીવ હતું અને બલવાન હતું. વળી હતું સ્વયંભૂ. એમ ન હોત તો કોઈ ધાર્મિક સંસ્કારના અભાવે, કોઈ ઉચ્ચ રાજનીતિશાસ્ત્રના અધ્યયન વગર, અને કોઈ ધર્મનીતિશાસ્ત્રના સંસર્ગ સિવાય એ શી રીતે પ્રકટ થાત? ને પ્રકટ થયા પછી આવા વિઘાતક જીવન-પ્રવાહ વચ્ચે શી રીતે એની ડાળીઓ મહોરી હોત? પરનારી પ્રત્યેનું અદ્ભુત સન્માન, બ્રાહ્મણસાધુ પ્રત્યે દાનવૃત્તિ, શત્રુ પ્રત્યે વીરધર્મ વગેરે વસ્તુઓ પ્રકૃતિગત બદમાશીમાંથી ન નીપજે. ક્ષારભૂમિમાં સુગંધી ફૂલો ન ફૂટે. | |||
{{Poem2Close}} | |||
<center>'''બહારવટિયાની મનોદશા'''</center> | |||
{{Poem2Open}} | |||
આપણે એની મનોદશાનો વિચાર કરીએ. | |||
1. બિનગુને પોતાની જમીન ઝૂંટવી લેનાર બળિયા રાજની અદાલતને બારણે ધક્કા ખાધા પછી પણ એને ઇન્સાફ ન મળ્યો ત્યારે એનો આત્મા ઊકળી ઊઠ્યો. | |||
2. ચારેય દિશામાં નજર કરતાં કોઈ એને ઇન્સાફ અપાવે તેવું ન દેખાયું. ઊલટું, રાજકોટની એજન્સી સત્તાએ તો હમેશાં મોટાં રાજ્યોનો જ પક્ષ લઈ એ નાનાને પાયમાલીને છેલ્લે પાટલે મૂકી દીધો. | |||
3. અન્યાયનો ઘૂંટડો એ ખુન્નસભર્યો, ખમીરભર્યો, સ્વમાની અને ટેકીલો ગરાસિયો કેમ કરીને ગળી જાય? ગળી જાય તો એની મર્દાનગી શા ખપની? | |||
4. એ ઊઠ્યો : મારવાનો નિશ્ચય કરીને એ ઊઠ્યો : એણે પોતાનાં પ્યારાં બાળબચ્ચાં કોઈ પરાયાં ઘરને ભરોસે ભળાવ્યાં. એણે પોતાના વહાલા ઘર તરફ પીઠ વાળી ‘turned his back on the homestead where his families lived for centuries’. અને વેરાનમાં ઘર કર્યું. | |||
5. એ શા કારણે? શા પરિણામની આશા કરીને? જીતવાની કે જીવવાની નહિ, પણ મૃત્યુ વડે, પોતાના શોણિતાક્ષરે અન્યાય સામે અવાજ દેવાની. યાદ કરો હીપા ખુમાણનું વચન : ‘મારે તો પાલિતાણાના દરબારગઢમાં મારો રણસગો ખોડાવવો છે!’ બહારવટિયો વૈભવ માણતો નહોતો, સાત સાત લાંઘણ સહેતો, રાત-દિવસ પહાડો ને નદીઓમાં ભાગતો ને સંતાતો, ઘાયલ થતો, પીડાતો, અસહ્ય કષ્ટ સહેતો, બાળબચ્ચાંના લાંબા વિજોગ સહેતો. અને ક્યાં ક્યાં સુધી? બાર-બાર, ચૌદ-ચૌદ વર્ષના અથવા સદાના એ વસમા દેશવટા હતા. અને છેવટે એના મિત્રો દ્વારા જ રાજસત્તાની કુટિલ દગલબાજી વિષથી, કતલથી કે આગ વડે એના જીવનનો કરુણ અંત આણતી. | |||
6. એને પોતાને અન્યાયનો પ્રતિકાર કરવા અથવા તો બદલો લેવા માટે સૈન્યની જરૂર હતી. એની પાસે રાતી પાઈ નહોતી, લોકોએ એ સૈન્ય નભાવવું જ પડે એ એની વિચારણા હતી. શિવાજીએ પોતાની ફોજ સૂરતની લૂંટ ઉપર — એક નહિ પણ સાત-સાત વારની લૂંટ પર — નભાવી. એ છત્રપતિ, ક્રાંતિદર્શી, શાસક, નિયામક અને મરાઠી મહારાજ્યનો સ્થાપક તો લૂંટફાટમાંથી સાધનો મેળવ્યા પછી થયેલો. | |||
7. એણે લૂંટો કરીને ધન સંઘર્યું નહિ. પોતાનાં સ્નેહી-સબંધીઓને નિહાલ કરી ન દીધાં. (રામ વાળાએ પોતાની બહેનોને કહેરાવ્યું મનાય છે કે ‘રગતનો પૈસો તમને નહિ ઝરે. માટે હું તમારા સારુ લૂંટ નહિ કરું’.) માત્ર પોતાનો ટકાવ કરી, બાકીનું ખેરાતોમાં દીધું. | |||
8. એનાં બાળબચ્ચાં ને સગાંવહાલાં પર જુલમ અને અપમાન ગુજરતાં,એની પોતાની સામે પણ શત્રુરાજ્ય એકલું જ નહોતું, પણ અન્ય મિત્રરાજ્યો, બહારની સત્તાઓ વગેરેનાં જૂથ જામતાં. એથી બહારવટિયાની અકળામણ વધતી, ખુન્નસ વધુ તપતું, ઘાતકી મનસૂબા ઊપડતા. | |||
9. શત્રુ પ્રત્યેની દાઝ જેમ વખતોવખત ક્ષમા અને ખેલાડીનીતિની કક્ષાએ ચડી વંદનીય બનતી, તેમ કોઈ વખત કિન્નાનું સ્વરૂપ ધરી ભીમા જતની માફક, એક જ સંધીની દગલબાજીનો બદલો લેવા આખી સંધી કોમની કતલનું કરુણાજનક સ્વરૂપ ધરતી. એ વિચિત્ર માનવીઓનું આ બધું વિલક્ષણ અને વ્યક્ગિત સારું-માઠું માનસ હતું. | |||
{{Poem2Close}} | {{Poem2Close}} |
edits