કંદમૂળ/પ્રારંભિક: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 81: Line 81:
કોઈ વાર સવાલ થાય કે મારી જમીન ખરેખર કઈ? અમેરિકા એક એવો દેશ છે જ્યાં અનેક વૃક્ષો પણ સ્થળાંતર કરીને આવ્યાં છે. એટલે જ મને લાગે છે કે દૂરના સ્ત્રોતો સાથે બોલાયેલી ભાષા કદાચ વધુ આત્મીય હોય છે. પપ્પાના ગયા પછી જીવનથી મૃત્યુ તરફના, અજ્ઞાત તરફના સ્થળાંતર પ્રત્યેનું મારું આકર્ષણ વધ્યું છે તો બીજી તરફ ડૉ. દીપક સાહની સાથેની મુલાકાત અને તેની સાથેના સભર, આનંદિત લગ્નજીવનથી નિયતિ પ્રત્યે પણ આકર્ષણ થાય છે. વિશ્વના બે સાવ જુદા છેડે જન્મેલી, બે અજાણી વ્યક્તિઓ, કોઈ એક સાંજે મળે અને એકબીજા માટે જીવન બની જાય એ ઘટના જેટલી સામાન્ય છે એટલી જ અસામાન્ય પણ છે. મને એમ કહેવાનું ગમશે કે મારી જમીન, દીપક છે. મારાં મૂળ જ્યાં છે, એ જમીન, તે જ છે.  

આ કાવ્યોના પ્રકાશન માટે ઇમેજ પબ્લિકેશન્સનો આભાર. મને સ્નેહથી આવકારનાર ગુજરાતી સાહિત્યના અનેક આદરણીય કવિઓ, લેખકો, સંપાદકો, વિવેચકો અને અનુવાદકોની હું ખૂબ ખૂબ આભારી છું અને વિશેષ આભાર મારા વાચકોનો. અંતે તો, માત્ર વાંચવાની પ્રક્રિયા જ છે, જે જીવંત રાખે છે સાહિત્યને.  

{{સ-મ|||'''મનીષા જોષી'''}}
{{Poem2Close}}
<br>
<hr>
{{Heading|આ ઈ-પ્રકાશન નિમિત્તે}}
{{Poem2Open}}
“કંદરા”, “કંસારા બજા” અને “કંદમૂળ” - મારા આ ત્રણે કાવ્યસંગ્રહો એક નેજા હેઠળ, ઈ-બુક સ્વરૂપે ઓનલાઈન ઉપલબ્ધ કરાવવા બદલ એકત્ર ફાઉન્ડેશનનો ખૂબ આભાર. આ સાથે આ પુસ્તકોના મૂળ પ્રકાશકો - ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ (કંદરા, ૧૯૯૬) અને ઈમેજ પબ્લિકેશન, મુંબઈ (કંસારા બજાર, ૨૦૦૧ તથા કંદમૂળ, ૨૦૧૩) નો પણ વિશેષ આભાર. આશા છે કે હવે આ કવિતાઓ ઈન્ટરનેટ પર સરળતાથી પ્રાપ્ય થતાં વાચકો માટે વધુ અનુકૂળતા રહેશે.
આ પ્રસંગ જોકે મારા માટે તો દરેક પ્રકાશન વેળાએ થતા એક પરિચિત આશ્ચર્ય સમાન છે કે, “શું આ કવિતાઓ મારી છે?” મને ક્યારેય મારી કવિતાઓ પ્રત્યે આધિપત્યની લાગણી નથી અનુભવાઈ કારણકે આ કવિતાઓ હજી પૂરી થઈ હોય એમ મને નથી લાગતું. કવિતાઓ કદાચ ક્યારેય પૂરી થતી પણ નથી. કવિતાનું સમાપન એક છળ છે. મને હંમેશ એમ લાગ્યું છે કે મેં મારી કવિતાઓ પૂરી કરવાને બદલે મેં તેમને અડધે જ ત્યજી દીધી છે. મને તો હજી એ સવાલનો પણ પૂરેપૂરો જવાબ નથી મળ્યો કે, હું લખું શા માટે છું? સમયના એક અતિ વિશાળ આયામ પર હું, ક્યાં અને કોની સામે વ્યક્ત થઈ રહી છું?
કોઈ કવિ માટે પોતાની કવિતા સુધી પહોંચવાની યાત્રા જેટલી જટિલ હોય છે તેટલી જ મુશ્કેલ યાત્રા કોઈ વાચકની, એ કવિતા સુધી પહોંચવાની હોય છે, જેને એ પોતાની કહી શકે. આ બંને સદંતર અંગત છતાં સમાંતર યાત્રાઓ છે. મારી સ્મૃતિઓના રઝળતા પ્રતીકો કોઈ વાચકના માનસપટ પર પોતાની થોડીક જગ્યા કરી શકશે તો મને ગમશે.
{{સ-મ|||'''મનીષા જોષી'''}}
{{સ-મ|||'''મનીષા જોષી'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}