શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/કવિ શ્રી ચંદ્રકાન્ત શેઠ : મૂળની સાથે મેળ, સત સાથે સુમેળ -યોગેશ જોષી: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 228: Line 228:


{{Right|(‘પડઘા અને પડછાયા વચ્ચે’, પૃ. ૭૫, ૭૬, ૭૭)}}
{{Right|(‘પડઘા અને પડછાયા વચ્ચે’, પૃ. ૭૫, ૭૬, ૭૭)}}
</poem>
{{Poem2Open}}
કવિની શોધ છે માણસના અને પોતાના સાચા ચહેરાની, ‘ચહેરા ભીતરના ચહેરા’ની, કવિતાના ચહેરાની, સત્યના ચહેરાની, શબ્દના ચહેરાની, છીપમાં મોતી પાકે એટલું પાણી આ કવિની આંખમાં છે —
‘અમે તો અમારા આ મૂળભૂત ચહેરા વિશે જ સાશંક.’
‘સંબંધોના સર્વ સેતુથી છિન્ન’ કાવ્યમાં તેઓ કહે છે —
‘બહેતર, મારું નામ આથમી જાય…’
તો, ‘સત્યનો ચહેરો’ કાવ્યમાં આ કવિ અન્યને મન પોતે કોણ છે તે તપાસે છે! —
{{Poem2Close}}
<poem>
'''‘કદાચ રસ્તાઓને મન હું કીડી છું,'''
'''કદાચ મકાનોને મન હું ઘુવડ છું.'''
'''કદાચ આકાશોને મન હું ધુમ્મસ છું,'''
'''કદાચ સમયને મન હું શૂન્ય છું.'''
'''મારી પગલી — મારી સ્મૃતિઓ — મારા શબ્દો —'''
'''બધું જ — બધું જ બનાવટ?’'''
<center>*</center>
'''અરીસાઓ ભેદી રીતે ચૂપ છે.'''
'''ને મારું સત્ય અપમાનથી મૂક છે.'''
'''મેં એનો ચહેરો લઈને ચાલવાનું કર્યું આ સરિયામ રસ્તેથી, તેથી,'''
'''ક્યારે આવશે અંત આ પ્રતિકૂળ ચાલનો?'''
'''ક્યારે સત્ય પોતે આવશે, આદરણીય રીતે, મારો ચહેરો લઈને?'''
{{Right|(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૬૭-૬૮)}}
</poem>
{{Poem2Open}}
આ કવિને પ્રકૃતિ, સંસ્કૃતિ, સંગીત, નાટક, ફિલ્મ, ચિત્ર, પ્રવાસ… બધાંમાં રસ છે. આથી એમની કવિતામાં પ્રકૃતિ ઉપરાંત સાંસ્કૃતિક સંદર્ભો સૂક્ષ્મતાથી પ્રગટ થાય છે. સત્-કૃતિ માટેનો એમનો રસ વધતો રહ્યો છે ને એ માટેનું તપ પણ સતત ચાલતું રહ્યું છે. સત્યના આગ્રહી એવા આ કવિ એમની કૅફિયત — ‘મારો વાગ્યોગ’માં નોંધે છે —
‘ક્યારેક મારા થકી નાનાં છમકલાં જેવાં અસત થાય ત્યારે મારી બેચેની ભારેની હોય છે અને કોઈ રીતે એની કબૂલાત કરાય ત્યારે જ મને આશ્વાસન રહે છે — મારો શ્વાસ હેઠે બેસે છે. આ મારી ભૂમિકાથી મારા કાવ્યના શબ્દને છુટ્ટો ન પાડવો જોઈએ. મારા શબ્દમાં જે કંઈ સામર્થ્ય કે પ્રભાવ આવે તે સત્-તત્ત્વ સાથેના યોગે કરીને જ આવી શકે.’
(‘સર્જકની આંતરકથા’, સં. ઉમાશંકર જોશી, પુનર્મુદ્રણ ૨૦૧૧, પૃ. ૧૦)
ભીતરની આવી સચ્ચાઈથી આ કવિનો શબ્દ ઝળહળે છે ને કવિતાની ત્રિજ્યા વિસ્તરે છે. આ કવિનો શબ્દ અધ્યાત્મના ઊંડાણમાંથી પ્રગટે છે અને ઊંચાણમાં લઈ જાય છે, આ કવિને ૧૯૭૪માં પ્રશ્ન થાય છે —
{{Poem2Close}}
<poem>
'''‘છંદની છ હજાર વર્ષ જૂની ચાલથી'''
'''ઓગણીસોચુમ્મોતેરને કેમ ચલાવવો?’'''
</poem>
{{Poem2Open}}
આ સમસ્યા કવિએ કઈ રીતે ઉકેલી? તો એ કહે, ‘મેં મારા છંદને ખોલી, એ દ્વારા જ અછાંદસમાં પ્રવેશ મેળવ્યો.’
આ કવિ કાજે ભાષાએ શુદ્ધ બ્રાહ્મણિયા રસોઈ જમવાનો આગ્રહ છોડી દીધો છે ને એ ચાલવા માંડી છે રોજના જીવવાના માર્ગે ને ભાષા હવે આ કવિની જેમ ખાય છે, પીએ છે ને હરેફરે છે! આકાશનો સોદો કરવા નીકળેલા આ કવિએ એમની કાણી હોડીથી ઇકોતેર પેઢીઓને સામે પાર લઈ જવાની નૈતિક જવાબદારી હવે છોડી દીધી છે. આ કવિની સંવેદનશીલતા એવી તીવ્ર છે કે કોઈ ટાંકણી પતંગિયાની પાંખમાંથી સીધી પછી કવિની અંદર ઊંડે ઊતરે છે! આથી જ તો એમની કવિતાની range — એની સીમા વિષય તથા બાનીના સંદર્ભે વિસ્તરતી જાય છે. ‘કક્કાજીની અ-કવિતા!’ રચનાર આ કવિ કોથળામાં પ્લાસ્ટિક વીણનાર વિશેય કવિતા રચે. ચિત્રકળામાંનો એમનો રસ ‘ચિત્રચેતનાના અજવાશે’ જેવી કવિતાય પ્રગટાવે. એમની તીવ્ર સંવેદનશીલતા ‘સંવેદન-ચિત્રો’ જેવી વિલક્ષણ કૃતિઓય રચાવે. એમની કવિતામાં ખીલતા ફૂલ જેવો બાળક ગાંધીની લાકડીનો છેડો પકડીને કહી શકે:
{{Poem2Close}}
<poem>
'''‘ચાલો, બાપુ! આપણે જઈએ'''
'''પેલા સૂરજદાદા કને!’'''
</poem>
{{Poem2Open}}
એમની ભીતરનો હાસ્યકાર, જાતની તથા બનાવટી કવિતાની વિડંબના કરતી હળવી શૈલીની કૃતિઓ પણ રચાવે. કવિતામાં તેઓ ભાત ભાતના ખેલ ખેલી શકે છે. કવિતામાં અકસ્માતની એમને બીક નથી, બલકે, એક આલાગ્રાન્ડ ઍક્સિડન્ટનું અરમાન છે! ક્યારેક કશી ધીર ગંભીર વાત આ કવિ બાળકોની શૈલીમાંય પ્ર-ભાવક રીતે રજૂ કરી દઈ કાવ્ય-વિસ્મય જગવે છે! —
{{Poem2Close}}
<poem>
'''‘બેસ, બેસ, દેડકી!'''
'''ગાવું હોય તો ગા,'''
'''ને ખાવું હોય તો ખા;'''
'''નહીં તો જા…'''
'''મારે તો પાંચ શેર કામ'''
'''ને અધમણ આરામ બાકી છે.'''
<center>*</center>
'''દેડકી! ડાહી થા,'''
'''મળે તે ખા,'''
'''સૂઝે તે ગા'''
'''ને નહીંતર જા… પાવલો પા…’'''
{{Right|(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૨૬)}}
</poem>
</poem>
26,604

edits