18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 91: | Line 91: | ||
મારે એક અગનગીત ગાવું! | મારે એક અગનગીત ગાવું! | ||
{{સ-મ|૧૯૪૮}} <br> | {{સ-મ|૧૯૪૮}} <br> | ||
</poem> | |||
== વિદાય == | |||
<poem> | |||
વિદાય, પ્રિય કલ્પના, અવ વિદાય દેવી, સખી! | |||
અકેલ મનમ્હેલને શયન કૈંક રાતો રહી, | |||
મને સકલ સંગનાં સ્વપનની જ વાતો કહી; | |||
પરંતુ પ્રિય, અંતમાં તવ વિદાય લેવી લખી! | |||
વિદાય, પ્રિય, શેષ આ મિલનરાત રે કલ્પના! | |||
અહીં પલકવાર ર્હૈ નજરબ્હાર ચાલી જશે, | |||
છતાંય મન વેદનામુખર થૈ ન ખાલી થશે, | |||
હશે નયનમાં ન નીર, નહિ હોઠપે જલ્પના! | |||
હવે ક્ષિતિજપાર કો અવર ઝૂલણે ઝૂલજે, | |||
અહીં સ્મરણમાં ન એક પણ ગીત મૂકી જજે, | |||
અબોલ મુજ અંતરે અફળ પ્રીત મૂકી જજે, | |||
મને ક્ષણિક સંગના પથિકને હવે ભૂલજે! | |||
વિદાય પ્રિય, જા! તને મનકથાય ક્હેવી નહીં, | |||
હવે ગહન મૌનમાં મનવ્યથા જ સ્હેવી રહી! | |||
{{સ-મ|૧૯૪૪}} <br> | |||
</poem> | |||
== સપનું સરી જાય == | |||
<poem> | |||
:::મારું સપનું સરી જાય! | |||
નીલનિકુંજે ચંપાનું કોઈ ફૂલ રે ખરી જાય! | |||
ભ્રમર ન્હોતો ગુંજતો જેના કાનમાં ગોપનગીત, | |||
પ્રગટી ન્હોતી ક્યારેય જેના પ્રાણમાં મિલનપ્રીત, | |||
વિજન વાટે અબોલ જેવું જેને અધર સ્મિત, | |||
એને રે કોઈ વ્યાકુલ વાયુ શીદને હરી જાય? | |||
નમણી નારના શ્વાસ સમી એની વાસ ક્યાં રે ઢોળાય? | |||
કિયે તે ગોકુલગામ રાધાશો રંગ એનો રોળાય? | |||
ધૂપ સમું એનું રૂપ એને હવે ખોળ્યું તે કેમ ખોળાય? | |||
અજાણ એવી પ્રીત કોઈ એના પ્રાણને કરી જાય! | |||
:::મારું સપનું સરી જાય! | |||
{{સ-મ|૧૯૪૮}} <br>૧૯૪૮ | |||
</poem> | </poem> |
edits