18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |

Line 823: | Line 823: | ||
{{સ-મ|૧૯૪૬}}
| {{સ-મ|૧૯૪૬}}

</poem> | |||
== છાયા == | |||
<poem> | |||
:::આ શી તારી માયા? | |||
રે ઓ છલનામયી છાયા! | |||
તું ઘડી આથમણે છાઈ, | |||
તો ઘડી ઉગમણે ધાઈ; | |||
રમણાને રંગ ન્હાઈ | |||
તારી ચંચલ કોમલ કાયા! | |||
તું જીવને શીદ ઝુલાવે? | |||
ને ભુલામણીમાં ભુલાવે? | |||
શું હેતમાં આમ હુલાવે? | |||
તું તો પ્રકાશની છો જાયા! | |||
{{સ-મ|૧૯૪૬}}

</poem> | |||
== એકલો == | |||
<poem> | |||
હું એકલો છું મુજ ગેહમાંહી, | |||
આ દેહમાંહી! | |||
મુજ બંધ દ્વાર, | |||
ને બ્હાર | |||
ઊભો ઘન અંધકાર, | |||
કહે, ‘મને તું હૃદયે જ ધાર!’ | |||
ઊભો વળી ચંચલ ત્યાં પ્રકાશ, | |||
કહે, ‘મને લે નિજ બાહુપાશ!’ | |||
હલંત ના હાથ, | |||
ન દ્વાર ખોલ્યું; | |||
ને હૈયું ત્યાં તો સહસા જ બોલ્યું : | |||
‘ના, સ્નેહસંધિ | |||
આવો રચીને ઉભયે જ, સાથ! | |||
ને ત્યાં લગી હ્યાં છ પ્રવેશબંધી | |||
મુજ ગેહમાંહી!’ | |||
હું એકલો છું મુજ દેહમાંહી! | |||
{{સ-મ|૧૯૪૮}}

</poem> | |||
== ઉદાસ == | |||
<poem> | |||
નહીં અશ્રુ, નહીં હાસ; | |||
મુજ ઉર એવું ઉદાસ! | |||
નહીં વૈશાખી તપ્ત ગગનની | |||
::: વ્યાકુલ વિહ્વલ લાય, | |||
નહીં આષાઢી શ્યામલ ઘનની | |||
::: જલશીતલ કો છાંય; | |||
નહીં તૃપ્તિ, નહીં પ્યાસ; | |||
મુજ ઉર એવું ઉદાસ! | |||
અરધ પોપચે પણ નહીં ખૂલ્યાં | |||
::: હજુય તિમિરનાં નેણ, | |||
અધર મૌનમાં હજુ નહીં ડૂલ્યાં | |||
::: મધુર તેજનાં વેણ; | |||
એ સાંધ્યભૂમિમાં વાસ, | |||
મુજ ઉર એવું ઉદાસ! | |||
{{સ-મ|૧૯૪૮}}

</poem> | |||
== તારલી == | |||
<poem> | |||
શાંત સાગરતટ હતો, | |||
મૂગો પવન, | |||
જલધિજલની લહરીઓનું લ્હેરતું ન્હોતું ગવન; | |||
વિજનતાના વાસ જેવો પૃથ્વીનો એ પટ હતો! | |||
અવકાશથી અંધારની લખધાર ત્યાં ચૂતી હતી, | |||
સ્તબ્ધ સાયંકાલને પડખે પડીને | |||
કંપહીણું ક્લાંત નિજ હૈયું જડીને | |||
સારી સૃષ્ટિ નીંદમાં સૂતી હતી! | |||
એકાંતમાં અપવાદ જેવો એ વિજનમાં એક હું વસતો હતો, | |||
એવો પરંતુ મૂઢ જેવો | |||
કે સ્વયં મુજને જ ના સુણાય એવું શાંત હું શ્વસતો હતો; | |||
એવી ગહનતામાં ક્ષણેક્ષણ હું ધીરે લસતો હતો | |||
કે હું જ મુજને લાગતો’તો ગૂઢ જેવો; | |||
મન હિ મનમાં હું ઘડી રડતો, ઘડી હસતો હતો! | |||
ત્યાં અચાનક એ અરવ એકાંતમાં, | |||
એ રહસ્યોથી ગહન ગંભીર એવા પ્રાંતમાં, | |||
અવકાશના અંધારની ઘેરી ઘટામાં, | |||
શી છટામાં | |||
તારલી ટમકી ગઈ! | |||
ને સુપ્ત સારી સૃષ્ટિ જાણે સ્વપ્નથી ચમકી ગઈ! | |||
ત્યારે વિજનતાના હૃદયનું મૌન ત્યાં ભાંગી ગયું! | |||
ત્યારે પવનની આછી આછી મર્મરોનું ગાન ત્યાં જાગી ગયું! | |||
સાગર જરી કંપી ગયો, | |||
ત્યારે પલકભરમાં જ તે મારો મૂંઝાતો જીવ પણ જંપી ગયો! | |||
{{સ-મ|૧૯૪૮}}

</poem> | |||
== અનિદ્ર નયને == | |||
<poem> | |||
અનિદ્ર નયને | |||
હું એકલો રે મુજ શૂન્ય શયને, | |||
જોઈ રહું છું નભની દિશામાં, | |||
જે મેઘભારે નમતી, નિશામાં | |||
મુજ બારી બ્હાર! | |||
ઝરી રહી ઝર્ઝર નીરધાર, | |||
મલ્હારગીતે | |||
એની સુણી ઝંખનઝંકૃતિ રે | |||
મુજ વ્યગ્ર ચિત્તે | |||
સરી રહી કૈં ગતની સ્મૃતિ રે! | |||
{{સ-મ|૧૯૪૮}}

</poem> | |||
== પારેવાં == | |||
<poem> | |||
ઝૂકી ઝૂકી આભથી સારા | |||
ઝીંકાતી આષાઢધારા, | |||
ઝીલે છે નેહથી એને ઘરનાં નેવાં; | |||
નીચે એક નીડમાં હાંફે નમણાં ને નિર્દોષ પારેવાં! | |||
જ્યારે ઝૂકી આભથી સારા | |||
ઝીંકાતી આષાઢધારા. | |||
જલભીંજેલી શિથિલ પાંખો | |||
શીત સમીરે કેટલું ધ્રૂજે, | |||
જાણે કોઈ દીપક બૂઝે | |||
એમ એ રાતા રંગની આંખો | |||
પરે વળી વળી પોપચાં ઢળે, | |||
ડોલતી એવી ડોકનોયે શો ગર્વ ગળે! | |||
ક્યારેય એમની કશીય ના હલચલ, | |||
એવું શું સાંકડું લાગે સ્થલ? | |||
નાનેરું તોય સમાવે એવડું તો છે નીડ, | |||
ભીંસે છે તોય શી એવી ભીડ? | |||
પાંખ પસારી સ્હેલનારાંનું | |||
આકાશે ટ્હેલનારાંનું | |||
મૂંઝાતું મન કેમે અહીં માનતું નથી! | |||
આખાયે આભને લાવી મેલવું શેમાં? | |||
નાનેરું નીડ છે એમાં? | |||
એની આ વેદના શું એ જાણતું નથી? | |||
એથી એના દુ:ખને નથી ક્યાંય રે આરા! | |||
ઝીંકાતી જોરથી જ્યારે આષાઢધારા | |||
ઝૂકી ઝૂકી આભથી સારા! | |||
{{સ-મ|૧૯૪૮}}

</poem> | |||
== ઝરઝર == | |||
<poem> | |||
ઝરઝર | |||
શ્રાવણની જલધાર | |||
ધરણીને દ્વાર | |||
ઝરી જાય | |||
ઝરઝર... | |||
નયનેથી મુજ નીંદ હરી જાય, | |||
સુખનું રે મુજ સ્વપ્ન સરી જાય; | |||
વારંવાર | |||
ક્ષિતિજની પેલી પાર | |||
મારું મન મને મેલી ભાગી જાય, | |||
પર્ણ સમા મુજ પ્રાણે જાગી જાય | |||
મરમર... | |||
ક્ષણ પણ જરીય ના જંપી જાય, | |||
મેઘલી આ મધરાતે | |||
સુગંધિત મંદ શીત સમીરને ઘાતે | |||
અંગેઅંગ અવિરત કંપી જાય | |||
થરથર... | |||
શ્રાવણની જલધાર | |||
ધરણીને દ્વાર | |||
ઝરી જાય | |||
ઝરઝર... ઝરઝર... | |||
{{સ-મ|૧૯૪૮}}

</poem> | |||
== શુષ્ક પર્ણ == | |||
<poem> | |||
નહીં રૂપ, નહીં રંગ, | |||
:::: નહીં વસંતનો સંગ; | |||
:::: શીત અંગેઅંગ | |||
:::::: રે હું પીત વર્ણ! | |||
:::: જાવું અહીં, જાવું ત્યહીં; | |||
:::: કોણ જાણે ક્યહીં ક્યહીં, | |||
:::: વાયુ સંગ વહી? | |||
:::::: રે હું શુષ્ક પર્ણ! | |||
{{સ-મ|૧૯૪૮}}

</poem> | |||
== સ્પંદવું == | |||
<poem> | |||
હાસ્ય હિલ્લોળમાં | |||
એક પળ નંદવું, | |||
અશ્રુની છોળમાં | |||
અન્ય પળ ક્રંદવું; | |||
ને છતાં દૈવને વંદવું! | |||
ઉરમહીં જે વ્યથા | |||
સ્હેવી, સ્હેવાય ના; | |||
સૂરમહીં જે કથા | |||
ક્હેવી, ક્હેવાય ના; | |||
ને છતાં હૃદયને સ્પંદવું! | |||
{{સ-મ|૧૯૪૮}}

</poem> | |||
== ગર્વ == | |||
<poem> | |||
તારે હતો એ પરિહાસ માત્ર? | |||
કહે, વિધાતા, છલના હતી વા? | |||
મને મળ્યું જે રસપાન પીવા | |||
એ માહરું આ છલકંત પાત્ર | |||
તેં છીનવીને કીધ ચૂર્ણ ચૂર્ણ! | |||
તને હશે કે : ‘ક્ષણમાં જ સિક્ત ને | |||
અખંડ એ પાત્ર કરીશ, રિક્તને | |||
ભરીશ રે હું જ પુન: પ્રપૂર્ણ!’ | |||
જાણું ભલા, અકળ એ તવ શક્તિ સર્વ; | |||
એ કિન્તુ છે તવ દયામય ભિક્ષુદાન! | |||
ને હું ન દીન, નહિ હીન, મને સ્વમાન; | |||
હું માનવી! બસ હવે મુજ એ જ ગર્વ! | |||
ને આ કટાક્ષ સમ ખંડિત શુષ્ક પાત્ર, | |||
જાણીશ એય મુજ ગૌરવનું જ ગાત્ર! | |||
{{સ-મ|૧૯૪૮}}

</poem> | |||
== જલધિને આરે == | |||
<poem> | |||
જા, જનહીન તહીં જલધિને આરે, | |||
એ ના કેવળ સુણશે, | |||
કિન્તુ આ તવ અધીર વ્યથાને વારેવારે | |||
ગભીર ઘેરી નિજ વાણીમાં સહસ્રશતવિધ ગુણશે! | |||
{{સ-મ|૧૯૪૮}}

</poem> | |||
== સ્વયં તું == | |||
<poem> | |||
જાણું ન જાવું અવ કઈ દિશામાં, | |||
આષાઢની ગાઢ થતી નિશામાં? | |||
કેડી મને તું પ્રતિ જેહ લાધી | |||
હતી, હવે લુપ્ત કરાલ આંધી | |||
મહીં, રહી ના દૃગની ય દીવી! | |||
ક્યાંથી હવે તેજલધાર પીવી? | |||
હાવાં અહીં આ અધવાટ, સીંચી | |||
અશ્રુભરી અંજલિ, નેત્ર મીંચી | |||
હું પ્રેમનું પુષ્પ રહ્યો છું મોરી; | |||
કે એહની ફોરમ મત્ત ફોરી | |||
આ આંધીનો વાયુ જ વ્હૈ જશે રે, | |||
તને કથા સર્વ કહી જશે રે! | |||
ત્યારે સ્વયં તું નિજને જ હાથે | |||
મેલીશ એ પુષ્પ સગર્વ માથે! | |||
{{સ-મ|૧૯૪૮}}

</poem> | |||
== નયન હે == | |||
<poem> | |||
નહીં, નહીં, નયન હે! નીર વ્હેશો નહીં, વારજો! | |||
અશ્રુની અંજલિ પક્ષ્મના પુટ મહીં ધારજો! | |||
આજ લગ જે જતું રે દ્રવી | |||
મૃદુલ મુજ હૃદય, આદિ કવિ! | |||
પ્રગટ કીધો તમે એહનો શોક, | |||
હે નયન, છો તમે સૃષ્ટિનો કરુણતમ શ્લોક! | |||
રે આજ તો કિન્તુ આ પ્રાણને પ્રાંગણે, | |||
નવ્ય આનંદનું આગમન; | |||
એહને નમ્ર નત નયન રે હો તમારું નમન! | |||
આ ક્ષણે | |||
ધૂમ્ર શું ધૂસર નિજ અશ્રુનું અંચલ | |||
આડું વચમાં જ ધરશો નહીં! | |||
દૃશ્યને ધૂંધળું જરીય કરશો નહીં! | |||
ના થશો ચંચલ! | |||
આજ આનંદને આરતી | |||
સ્મિત તણાં કોટિ કિરણો થકી છો થતી! | |||
ને તમે એહના ચરણમાં | |||
અશ્રુની અંજલિને અભિષેકમાં ધારજો! | |||
મૌનના શરણમાં | |||
કરુણ નિજ કાવ્યના સ્રોતને સારજો! | |||
નહીં, નહીં, નયન હે! નીર વ્હેશો નહીં, વારજો! | |||
{{સ-મ|૧૯૪૮}}

</poem> | |||
== ઘડીક સંગ == | |||
<poem> | |||
કાળની કેડીએ ઘડીક સંગ, | |||
રે ભાઈ, આપણો ઘડીક સંગ; | |||
આતમને તોય જનમોજનમ લાગી જશે એનો રંગ! | |||
ધરતીઆંગણ માનવીના આ ઘડીક મિલનમેળા, | |||
વાટમાં વચ્ચે ક્યારેક નકી આવશે વિદાયવેળા! | |||
તો કેમ કરીનેય કાળ ભૂલે ના એમ ભમીશું ભેળા! | |||
હૈયાનો હિમાળો ગાળી ગાળીને વહશું હેતની ગંગ! | |||
પગલે પગલે પાવક જાગે ત્યાં ઝરશું નેનની ઝારી, | |||
કંટકપથે સ્મિત વેરીને મોરશું ફૂલની ક્યારી; | |||
એકબીજાને જીતશું, રે ભાઈ, જાતને જાશું હારી! | |||
ક્યાંય ન માય રે એટલો આજ તો ઉરને થાય ઉમંગ! | |||
{{સ-મ|૧૯૪૬}}

</poem> | |||
== ધરતીની પ્રીત == | |||
<poem> | |||
મને તો ધરતીની પ્રીત રે! | |||
મારી તે મનમોરલીમાં ધરતીની ધૂળનાં હો ગીત રે! | |||
::: ક્યારેક કોમલ ફૂલશયને | |||
:::: નીંદરની સોડ તાણું, | |||
::: ક્યારેક પાંપણભીનાં નયને | |||
:::: કંટકનું શૂળ માણું; | |||
મનખાની માયા મને, આવો આંસુ ને આવો સ્મિત રે! | |||
::: ન્હાવું નથી સુરગંગાને નીરે, | |||
:::: નથી રે સુધા પીવી; | |||
::: ઝૂરી ઝૂરી જગજમુના તીરે | |||
:::: મૃત્યુમાં જાવું છે જીવી, | |||
વૈકુંઠ મેલીને વ્રજમાં મોહ્યો તે નથી ભૂલ્યો હું ભીંત રે! | |||
મને તો ધરતીની પ્રીત રે! | |||
{{સ-મ|૧૯૪૭}}

</poem> | |||
== ત્રેવીસમા વૈશાખમાં == | |||
<poem> | |||
શુક્લ વૈશાખની સપ્તમી, | |||
પ્રખર મધ્યાહ્ન જ્યારે હતો પાસમાં, | |||
ત્યાહરે મેં લીધી સૃષ્ટિને શ્વાસમાં! | |||
ત્યારથી જીવનનો ખેલ હું અહીં રહ્યો છું રમી! | |||
જન્મ શું, એ નથી જાણતો, | |||
ને છતાં વર્ષવર્ષે રહ્યો જન્મદિન માણતો! | |||
જન્મ શું, એની અનુભૂતિની ના સ્મૃતિ; | |||
મૃત્યુમાં જન્મ, નવજન્મની છે કૃતિ; | |||
તો પછી એક દિન એહને ત્યાં પુન: લહી શકું! | |||
– કિન્તુ ત્યારેય નહીં કહી શકું! | |||
{{સ-મ|૧૯૪૮}}

</poem> | |||
== પિતા– == | |||
<poem> | |||
પિતા, મરણનેય તેં પરમ મિત્ર માન્યો હતો! | |||
તને જીવન જ્યાહરે પુનિત પૂર્ણ લાગ્યું ન’તું, | |||
તદા સતત મૃત્યુનું શરણ તેં ન માગ્યું હતું? | |||
પિતા, મરણનેય તેં જીવનમંત્ર જાણ્યો હતો! | |||
તને પ્રબલ એક આશ હતી એ જ કે : ‘છો મરું, | |||
પરંતુ નિજ દેહનાં જ બસ પંચ તે ભૂતનેમિટાવશું રે કથા? | |||
કરું નહિ સુધન્ય, કિન્તુ મુજ આત્મના ઋતને | |||
કરું પ્રગટ, વિશ્વના સકલ રોમરોમે ધરું!’ | |||
અને કરુણ અંતના જીવનની બની એ વ્યથા! | |||
પરંતુ પ્રિય મૃત્યુએ સદય થૈ મિટાવી, પિતા, | |||
જલાવી તવ દેહનાં સકલ બંધનોની ચિતા! | |||
– અમે નિજ કલંકની શીદ મિટાવશું રે કથા? | |||
નહીં, ઘટમહીં તને કદીય તે ન ઝાલ્યો જતો, | |||
વિરાટમય તું ભલે અભયમુક્ત ચાલ્યો જતો! | |||
૧૨–૨–૧૯૪૮ | |||
</poem> | </poem> |
edits