અલ્પવિરામ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 63: Line 63:
છતાં ઉભયથી ઊજળું જોવું
છતાં ઉભયથી ઊજળું જોવું
::: સકલ વિશ્વ, શાં ’ડયનો!
::: સકલ વિશ્વ, શાં ’ડયનો!
</poem>
== કરોળિયો ==
<poem>
નર્યો મલિન, હૃષ્ટપુષ્ટ, શત ડાઘ, ભૂંડો ભખ;
સરે લસરતો, તરે શું પવનાબ્ધિ ઑક્ટોપસ;
કુરૂપ નિજ કાય આ પલટવા કયો પારસ?
અને નીરખવા યથાવત ચહે છ કોનાં ચખ?
છતાં મૃદુલ, સ્નિગ્ધ ને રજતવર્ણ કૈં તારથી
ગ્રથે સુદૃઢ જાળ, દેહ નિજથી જ, નિત્યે નવી;
કલાકૃતિ રચે શું ક્લાસિકલ સંયમી કો કવિ,
દબાય નહિ જે જરીય નિજ દેહના ભારથી.
અલિપ્ત અળગો રહે, અતિથિ અન્ય કો સૃષ્ટિથી;
જણાય જડ, સુસ્ત, સ્વસ્થ, અતિ શાંત, કેવો છળે!
સુગંધભર જાળને કુસુમ માનતી જે ઢળે
ન એક પણ મક્ષિકા છટકતી છૂપી દૃષ્ટિથી;
મુરાદ મનની  : (નથી નજર માત્ર પૃથ્વી ભણી)
કદીક પકડાય જો નભઘૂમંત તારાકણી.
</poem>
== મોર ==
<poem>
કલાપ નિજ પિચ્છનો વિવિધ વર્ણ ફેલાવતો,
પ્રસન્ન નીરખે વિશાળ નિજ વિસ્તર્યા દર્પને
(સદા સુલભ છાંય આ પ્રખર ગ્રીષ્મમાં સર્પને);
પ્રમત્ત નિજ કંઠનો મધુર સૂર રેલાવતો,
મથે નભ વલોવવા, ગજવવા ચહે સૌ દિક;
સવેગ નિજ બેઉ પાંખ વચમાં વળી વીંઝતો,
અને નિજ છટા પરે સતત ર્હે સ્વયં રીઝતો;
અહં પ્રગટતો ન હોય કવિ કોઈ રોમૅન્ટિક!
વિલાસપ્રિય સર્વ દૃષ્ટિ વરણાગથી આંજવી,
હિલોલ નિજ લોલ દેહ ગતિમાં લિયે, સર્વને
નિમંત્રણ દિયે ઉદાર ઉર, માણવા પર્વને;
અનન્ય રસરૂપરંગસ્વરસૃષ્ટિનો રાજવી.
મુરાદ મનની છતાં અતિવિચિત્ર (કોને કહે?)  :
અમૂલ્ય નિજ અશ્રુ કોઈ કદી ક્યાંક ઝીલી રહે.
</poem>
== પાઠાન્તર ==
<poem>
— કવિ!
— કહો, શું છે?
— નહીં, નહીં, જુઠ્ઠી તારી જાત, તને કોણ પૂછે?
— વાત કંઈ નથી નવી!
— ભલે, તો લે પૂછું  : તારે કેટલી છે પ્રિયા?
— પૂછ્યું, વાહ! બોલો હવે, ગણાવું હું નામ કિયાં કિયાં?
— બસ, બસ,
હવે નથી રસ;
પણ તારે જેટલી છે પ્રિયા
નથી એટલાં તો હિયાં!
— ઘેલા છોને! આ તો સહુ પાઠાન્તર, અસલ જે નામ...
— કયું?
— મારેય તે શોધવું જ રહ્યું!
જાણ્યા છતાં કવિ શું હું થયો હોત આમ?
</poem>
== પ્રતીતિ ==
<poem>
અચાનક જ આમ આ પ્રગટ એક આનંદની
ઘડી, દિન અનેકનું સતત મૌન મારું શમે,
ક્ષણેક અવકાશમાં વિહગ સ્હેજ આવી રમે,
યથા વિજનમાં સુણાય પગલાં, કડી છંદની.
ક્ષણેક મુજ શક્તિ તો પરમ કોઈ સર્જક સમી,
અનેકવિધ વિશ્વ હું અવ રચું, ઉથાપું અને
ફરી રચું, ઉથાપું, કોણ પૂછનાર સત્તા મને?
સ્વયં વિધિ પરેય તે વિજયપ્રાપ્તિની તક સમી.
ન આજ લગ હું હતો મૃત, ન’તો ત્યક્ત હું,
સગાં, સ્વજન, મિત્ર પાસ રસ, પ્રેમ લૂંટ્યો હતો,
અને જગત નિંદતાં પણ ન ક્યાંય ખૂટ્યો હતો,
વળી કુદરતે હતો પ્રથમથી જ આસક્ત હું!
ઋણી છું સહુનો, છતાં ન ક્ષણ આ તમા અન્યની,
પ્રતીતિ મુજને મળી સકલ આત્મચૈતન્યની.
</poem>
== તંત્રીને પ્રત્યુત્તર ==
<poem>
‘વિલંબ કરશો ન, કાળ મૃગફાળ શો ધાય છે.’
નિમંત્રણ મહીં લખ્યું, પણ કલારહસ્યો સહુ
તમેય સમજો જ છો, કહું શું સુજ્ઞને હું બહુ?
છતાંય કહું  : કાળનો વિજય કાળથી થાય છે.
</poem>
== પ્રેમનું ગીત ==
<poem>
હું પ્રેમનું ગીત હવે રચીશ,
રે પ્રેમ ક્યાં વ્યર્થ કર્યો જ ગીતને
મેં મૌગ્ધ્યથી આજ લગી અતીતને?
હું પ્રેમનું ગીત હવે રચીશ.
આ ગીતમાં કિંતુ હવે ન મૂકવો
કો અલ્પ કે પૂર્ણ વિરામ, ચૂકવો
ક્યારેક ક્યારેક (ન શોચ) પ્રાસને
ને છંદનેયે–
</poem>
== સર્જકતા ==
<poem>
આ માનવીદેહ તણા સલાટે
સેવ્યું હશે સ્વપન જે ઘડી પૂર્ણ ઘાટે
ઉતારવા સર્જન કોઈ ધન્ય
સર્જી તને, પ્રિય, તદા અશી તું અનન્ય!
ને એટલેથી પણ એહ તૃપ્ત
જાણે થયો નહિ જરી, પ્રિય, એમ ગુપ્ત
અર્પી તને સૌ રસરૂપરંગે
સંપૂર્ણ તે નિજ કલા, તવ અંગઅંગે
હજીય એ સર્જકતા છ વ્યાપ્ત
કે થાય જ્યાં, પ્રિય, મને તવ સ્પર્શ માત્ર
શૂન્યત્વમાં જે મુજ લુપ્ત ગાત્ર
અસ્તિત્વ એ સકલને ફરી થાય પ્રાપ્ત.
</poem>
== પાર ન પામું ==
<poem>
::તારો પાર ન પામું, પ્રીત!
મારે અધર મૌન છાયું, એણે ગાયું ગીત!
::એવું શું તેં કવ્યું?
::જેથી ઉભયનું ઉર દ્રવ્યું,
મારું કરુણ જલ બન્યું ને એનું કોમલ સ્મિત.
::વસમી તારી વાતો,
::મારી નીંદરહીણી રાતો,
એનાં તે સૌ સમણાંમાં હું ભ્રમણા કરું નિત.
</poem>
== એક ઘડી ==
<poem>
પરિપૂર્ણ પ્રણયની એક ઘડી,
:: જાણે મધુર ગીતની ધ્રુપદ કડી.
એના સહજ સરલ સૌ પ્રાસ,
જાણે જમુનાતટનો રાસ;
એનો અનંતને પટ વાસ,
:: અણજાણ વિના આયાસ જડી.
એનો એક જ અંતરભાવ,
બસ ‘તુંહી, તુંહી’નો લ્હાવ,
એ તો રટણ રટે  : પ્રિય, આવ,
આવ, અવ આવ અંતરા જેમ ચડી!
</poem>
== ચિરતૃષા ==
<poem>
સુરાપ્યાલી
હોઠ લગી લઈ જઈ કહું  :
‘જોઈને આ લાલી,
હવે લહું...’
‘બસ, હવે બસ,
વધુ નથી રસ;
અહીં ઉત્સવનો અંતકાલ,
વિદાયની વેળા, ચાલ...’
અને એમ સુરાસિક્ત અધરની કને
અધર બે ઝૂમે, જાણે મધુમત્ત અલિ;
એ જ ક્ષણે કોઈ અણજાણ વને
મોરે ઓ  રે! દ્રાક્ષની રે શત શત કલિ!
</poem>
== શેષ સ્મરણો ==
<poem>
અરે ઘેલા હૈયા,
જુઓ પેલી નૈયા ક્ષિતિજ પરથી પાર સરતી,
તરલ ગતિ સંચાર કરતી!
સઢો કેવા ફૂલ્યા,
ઢળી એમાં ઝૂલ્યા પવન, પળમાં તો વહી જશે
:::: સપન સરખી, હ્યાં નહીં હશે.
છતાં ઝૂમી ઝૂમી
નિહાળો છો ભૂમિ, પ્રિયચરણ જ્યાં અંકિત, વ્રણો
:::: મિલનપળના, શેષ સ્મરણો.
અરે ઘેલા હૈયા,
સરે પેલી નૈયા નયનપથથી, ઓ... સરી ગઈ,
:::: પવનલહરી રે હરી ગઈ.
હવે એની એ રે,
અહીં વ્હેતી લ્હેરે, વિજન તટપે વેળુકણના,
:::: પ્રિયચરણનાં ચિહ્ન પણ ના.
</poem>
== માનુનીને ==
<poem>
હે માનુની, હ્યાં જડતા ધરીને
પાષાણ છે જે તુજ પાસમાં પડ્યો,
જે રુક્ષતા અંતર સંભરીને
જણાય છે નિત્ય કઠોર શો ઘડ્યો;
કાલાંતરેયે કદી કોઈ કાળે,
ઉત્ક્રાંતિના આ ક્રમમાં, અજાણ
એ મંજરી થૈ મૃદુ કોઈ ડાળે
પ્રફુલ્લશે, પથ્થરમાંય પ્રાણ;
એ ભાવિના પંથપ્રયાણને વિશે
પળી, હવે કૈંક વિકાસલ્હાણે
પડ્યો અહીં છે તુજ પાસમાં દીસે;
સંભાળ, જાણે અથવા અજાણે
એને જરી ચરણ રે તવ જો, અડે ના;
ને ભૂતકાલ નિજનો સ્મરણે ચડે ના!
</poem>
== મિલનોન્મુખીને ==
<poem>
પળેપળ ઢળે લળે લલિત લોચનો, પંથને
વિમુગ્ધ વયની નરી રસિકતાથી રંગી રહે;
અને ઉર ઉદાસ અન્ય ક્ષણ જ્યાં અસૂયા દહે,
વદે વિકલ, ‘પંથ આ પ્રથમ સ્પર્શશે કંથને.’
પ્રપૂર્ણ, મિલનોન્મુખી, હૃદયપાત્ર છે પ્રીતિથી,
અપાર તુજનેય તે પ્રણયમાંહી વિશ્વાસ છે;
કશું અવ કહું તને? અધર એટલે હાસ છે,
પરંતુ અણજાણ તું પ્રણયની જુદી રીતિથી.
લહ્યો પ્રણયથી કદાપિ પરિતોષ પ્રેમીજને?
નથી કદીય એહની હૃદયપ્યાસને પાજ, ન
સદાય બનશે તું ત્યાં ચરમરોષનું ભાજન?
હજીય પ્રિયનું ન આગમન, કાળ તારી કને
અસીમ, તવ પંથનેય પણ કોઈ સીમા નથી;
હજીય મુખ ફેરવી નયન વારી લે માનથી!
</poem>
== તને જોવાને જ્યાં — ==
<poem>
તને જોવાને જ્યાં નયન પરના પક્ષ્મ-પરદા
ઉપાડું છું, – જાણે ઘનતિમિરઘેરી પૃથિવીની,
ઉષાકાલે, જોવા અધિક સુષમા, પૂર્વરવિની
પ્રકાશે આંજેલી અભિનવ ખુલે દૃષ્ટિ વરદા.
તને ત્યાં તો ન્યાળું પલપલ નિરાલી, નિત નવી,
લહું તારા પૃથ્વી જલલહર ને વાયુ સરખી,
બધાં ચાંચલ્યોમાં અતિવ તુજને ચંચલ સખી;
ઉરે ના અંકાતી અસલ તુજ શી રે તુજ છવિ.
અને ત્યારે પાછા નયન પરના પક્ષ્મ-પરદા
પડે, ત્યાં તો શી સત્વર અચલ અંધારમહીં રે
રહસ્યોની સૃષ્ટિ સરલ ઉઘડે, સ્પષ્ટ લહી રે
તને ત્યાં તો, ન્યાળું અસલ જ, જહીં તું તું જ સદા !
કશી અંધારા શી અવિચલ તહીં તું વિલસતી !
અનન્યા શી ધન્યા ! ધ્રુવ અચલ સ્વત્વે તું હસતી !
{{સ-મ|૧૯૫૨}} <br>
(મૂળ કાવ્યસંગ્રહ ‘અલ્પવિરામ’માં આ કાવ્ય નથી)
</poem>
</poem>
18,450

edits