18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 308: | Line 308: | ||
અનન્યા શી ધન્યા ! ધ્રુવ અચલ સ્વત્વે તું હસતી ! | અનન્યા શી ધન્યા ! ધ્રુવ અચલ સ્વત્વે તું હસતી ! | ||
{{સ-મ|૧૯૫૨}} <br> | {{સ-મ|૧૯૫૨}}<br> | ||
(મૂળ કાવ્યસંગ્રહ ‘અલ્પવિરામ’માં આ કાવ્ય નથી) | (મૂળ કાવ્યસંગ્રહ ‘અલ્પવિરામ’માં આ કાવ્ય નથી) | ||
</poem> | |||
== તને જોઈને == | |||
<poem> | |||
તને જોઈને તો શિશુક વયનાં મુગ્ધ સમણાં, | |||
પરીની વાતોનાં, અરબ દુનિયાનાં, મૃત સમાં | |||
હતાં તે સૌ આજે સ્મરણપટથી જાગ્રત સમાં | |||
નિહાળું છું દૃષ્ટિ સમીપ કરતાં મૂર્ત રમણા. | |||
અકલ્પી કેવી આ મિલનક્ષણ! મારા વ્યતીતને, | |||
વીતેલાં વર્ષોને પુનરપિ જહીં જીવન મળ્યું; | |||
સુધાનું સોહાગી સુભગ તવ સંજીવન ઢળ્યું, | |||
ભવિષ્યે બાંધ્યો ત્યાં પલકમહીં મારા અતીતને. | |||
કશો તારે તે સાંપ્રત? નહિ, નહીં દેહ તુજને, | |||
મહા કો સ્રષ્ટાના સૃજનનિધિની રે સહ ચૂમી | |||
રહી છે હ્યાં જે આ મુજ હૃદયની કલ્પનભૂમિ | |||
તહીં ચાંચલ્યોમાં નિત પ્રગટતી નવ્ય સૃજને | |||
કશી સોહે છે તું વીનસ સરખી સંગમતટે! | |||
સદા તુંહી તુંહી પ્રણયતરસ્યું અંતર રટે. | |||
</poem> | |||
== નથી નીરખવી ફરી == | |||
<poem> | |||
નથી નીરખવી ફરી, પ્રથમ તો નિહાળી ક્ષણે– | |||
ક અર્ધ ક્ષણ વા, વિશાળ નગરી વિશે; બાળતી | |||
બપોર ભરગ્રીષ્મની, સઘન છાંય ત્યાં ઢાળતી; | |||
વિલોલ નિજ વક્ષપાલવ હિલોલતી, જે વણે | |||
કશો કસબતાર તપ્ત હળવી હવામાં, પલે | |||
પલે રસિક ચિત્ર નેત્ર મુજ જે હજીયે લચ્યું; | |||
ત્વરિત્ ગતિ જતી હતી, વિજન શૂન્ય કેવું રચ્યું | |||
અસંખ્ય જન ભીડમાં, મધુર મૌન કોલાહલે. | |||
તને પ્રથમ વાર આમ નીરખ્યા પછી હું ન હું, | |||
નથી ખબર કિંતુ તુંય પણ તું હશે ના, સ્થલે | |||
ન હોય યદિ એ જ, હોય બધું એ જ, તો હો ભલે; | |||
હશે ન ક્ષણ એ જ, તો નીરખવા ફરી શેં ચહું? | |||
સજીવ બધુંયે હજી અસલ એક મારા મન | |||
વિશે, જગતમાં નથી અનુભવોનું આવર્તન. | |||
</poem> | |||
== ફાગણ કેરું ફૂમતું == | |||
<poem> | |||
ફાગણ કેરું ફૂમતું એઈ પાતળિયાની પાઘે રે, | |||
ત્યાં ઘેલીનું ઉર ઘૂમતું એઈ ઘડી ન ર્હેતું આઘે રે. | |||
‘ફૂમતડાને લ્હેકે લ્હેકે ફૂલણજી ના ફરીએ રે, | |||
મઘમઘ એની મ્હેકે મ્હેકે અમે તો બ્હેકી મરીએ રે; | |||
એના રંગગુલાલે રાતા સૌને તે ના કરીએ રે, | |||
એમાં થૈને રાતામાતા ક્યાં જૈને અવ ઠરીએ રે?’ | |||
એવું કહીને લાડતી એઈ ઘેલી ઘૂંઘટ ત્યાગે રે, | |||
પડઘો એનો પાડતી એઈ કોયલ પંચમરાગે રે. | |||
</poem> | |||
== વાંકું મ જોશો == | |||
<poem> | |||
‘વાંકું મ જોશો વળી વળી, | |||
ઉર ઢાંકું ઢાંકું ને જાય ઢળી ઢળી.’ | |||
‘વાતવાતમાં જેને વાંકું પડે તે ક્હે છે નજર છે વાંકી, | |||
સૂરજના કિરણ શી સીધી છતાંય એને ઇન્દ્રધનુ જેમ ઉર આંકી; | |||
તમે લ્હેકો છો વાદળી શા લળી લળી.’ | |||
‘ભમરાળી આંખ દેખે દૂરથી છતાંય એનો ડંખ અહીં આવતો ઊડી, | |||
પોપચાની પાંખ, એનો ભારે ફફડાટ, મારે અંગે વીંઝાય છે ભૂંડી; | |||
મારી કંપે છે કાળજની કળી કળી.’ | |||
‘ફૂલ સમી કોમળ શું માનો છો જાતને? જાણે સુગંધ રહ્યાં ઢોળી, | |||
સાચું પૂછો તો ઊઠે ભડકા ભીતરમાં ને ઉપરથી રાખ રહ્યાં ચોળી; | |||
તમે છોગાના જાઓ છો છળી છળી.’ | |||
</poem> | |||
== તડકો == | |||
<poem> | |||
તગતગતો આ તડકો, | |||
ચારેકોર જુઓને કેવી ચગદઈ ગઈ છે સડકો! | |||
કહો, ચરણ ક્યાં ચાલે? એણે એક ન રાખ્યો રસ્તો, | |||
ઘણું હલાવા હવા મથે પણ તસુય તે ના ખસતો, | |||
અહીં ધરતી પર નક્કર જાણે ધાતુ શો તસતસતો | |||
સાવ અડીખમ પડ્યો, કશેયે જરીક તો કોઈ અડકો! | |||
જિદ્દીજનનું મન પણ જેની પાસે લાગે હળવું, | |||
વૈદેહીના ધનુષ્યને પણ રામ કને તો ચળવું, | |||
ગિરિ ગોવર્ધનનેયે ટચલી આંગળી ઉપર ઢળવું, | |||
પણ આને ઓગાળી દેવા કોણ મેલશે ભડકો? | |||
</poem> | |||
== અભ્ર == | |||
<poem> | |||
આકાશનો નીલ સમુદ્ર શાંત, | |||
શમી ગયું સર્વ તૂફાન, કોનું | |||
ડૂબી ગયું જહાજ? (ભરેલ સોનું?) | |||
હાવાં તરે ફક્ત આ સઢ, અભ્ર ક્લાંત. | |||
</poem> | |||
== એકસુરીલું == | |||
<poem> | |||
એ જ તેજ | |||
એ જ ભેજ | |||
એ જ સેજ | |||
એ જ એ જ | |||
એ જ બે પગા | |||
લગા લગા લગા લગા... | |||
</poem> | </poem> |
edits