૮૬મે: Difference between revisions

2,845 bytes added ,  07:28, 9 August 2022
no edit summary
No edit summary
No edit summary
Line 117: Line 117:
{{space}} તમને જે અજાણ એવા તમને હું માણું છું;
{{space}} તમને જે અજાણ એવા તમને હું માણું છું;
{{space}} એથી જ તો તમારું જે સુખદુ:ખ તે મારું થયું, તે ક્યાંથી મારું થાત?
{{space}} એથી જ તો તમારું જે સુખદુ:ખ તે મારું થયું, તે ક્યાંથી મારું થાત?
{{સ-મ|૨૦૧૨}}

</poem>
== બળો છો ને બાળો છો ==
<poem>
તમે તો બળો છો ને બાળો છો,
એમાં તમે પ્રેમનું આ એવું તે ક"યું સૂત્ર પાળો છો?
તમારે બળવું હોય તો બળો, ના નથી,
તમે બીજાને પણ બાળો એમાં હા નથી;
છતાં તમારા પ્રેમની જ્વાળા બીજાની પર ઢાળો છો.
પ્રેમમાં જો એક બળે તો બીજું યે બળે,
શું પ્રેમની આ નિયતિ છે? ટાળી ન ટળે?
એથી તમે શું આમ બાળ્યા વિના બળવાનું ટાળો છો?
{{સ-મ|૨૦૧૧}}

</poem>
== દયા ખાશો નહિ ==
<poem>
હવે તમે મારી કોઈ દયા ખાશો નહિ,
તમે જો ચ્હાતા ન હો તો હવે મને ચ્હાશો નહિ.
દયા એ તો અહમ્ની અધમ અભિવ્યક્તિ,
એમાં નથી કોઈ શક્તિ, નથી કોઈ ભક્તિ;
એમાં નથી વિરક્તિ કે નથી અનુરક્તિ;
એવા અહમ્નો આસવ હવે મને પાશો નહિ.
હવે ભલે હું સદાય એકાંતમાં રહું,
ભલે હું સદાય એની એકલતા સહું;
પણ તમે તો ‘હું નહિ ચહું, નહિ ચહું.’
એવા અહમ્નો પ્રલાપ તારસ્વરે ગાશો નહિ.
{{સ-મ|૨૦૧૧}}

</poem>
== શું તમારું મન મેલું નથી? ==
<poem>
હૃદયથી કહો, શું તમારું મન મેલું નથી?
જ્યાં ને ત્યાં, જ્યારે ને ત્યારે એ ઘેલું થાય તો યે તમે તો ક્હેશો,
:::::: ‘ના, એ ઘેલું નથી.’
જો જે ને તે એને તરડતું હોય,
જેને ને તેને એ ખરડતું હોય;
તો એને ગંગાજળથી ધોવાનું, કમલપત્રથી લ્હોવાનું કંઈ સ્હેલું નથી.
જો કોઈની કાયા-છાયા જોઈ હોય,
કોઈની આંખોમાં આંખો પ્રોઈ હોય;
તો એ કળણમાં ખૂંપવામાં ને એ કાદવમાં છૂપવામાં શું એ પ્હેલું નથી?

{{સ-મ|૨૦૧૨}}

{{સ-મ|૨૦૧૨}}

</poem>
</poem>
18,450

edits