18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |

Line 173: | Line 173: | ||
{{સ-મ|૨૦૧૨}}
| {{સ-મ|૨૦૧૨}}

</poem> | |||
== આ મારો અહમ્ == | |||
<poem> | |||
આ મારો અહમ્ મને કેટકેટલો નડી રહ્યો, | |||
વરસોનાં વરસોથી એ મારી સાથે કેટકેટલો લડી રહ્યો. | |||
જીવનમાં એક વાર પ્રેમ આવ્યો’તો મારે બારણે, | |||
ઘરમાં પ્રવેશી ન શક્યો મારા અહમ્ને જ કારણે; | |||
રાહુની જેમ જ્યાં ને ત્યાં આમ સદા એનો પડછાયો પડી રહ્યો. | |||
ચિરકાલનું એ બંધન હશે? કદીક તો તૂટશે! | |||
કે પછી શું એ મારા મૃત્યુની સાથે સાથે જ છૂટશે? | |||
અસહાય એવો મારો પ્રાણ એકાન્તમાં મૂગો મૂગો રડી રહ્યો. | |||
{{સ-મ|૨૦૧૨}}

</poem> | |||
== એક જ્યોત == | |||
<poem> | |||
હવે મને કોઈ દુ:ખ નથી, | |||
હવે મને તમારા દેહની ભૂખ નથી. | |||
મેં તમારી આ આંખોમાં એક જ્યોત જોઈ, | |||
ને તમારી આંખોમાં મેં મારી આંખો પ્રોઈ; | |||
એ જ્યોતની જ્વાળામાં શું ઝાઝું સુખ નથી? | |||
હવે આપણા દેહમાં ક્યાંય કામ નથી, | |||
આપણાં કોઈ રૂપ ને કોઈ નામ નથી; | |||
હવે આપણે પરસ્પર સન્મુખ નથી. | |||
{{સ-મ|૨૦૧૦}}

</poem> | |||
== ભ્રષ્ટ નહિ કરું == | |||
<poem> | |||
હું તમને કદી ભ્રષ્ટ નહિ કરું. | |||
બીજાઓની જેમ તમારું માન-સન્માન કદી નષ્ટ નહિ કરું. | |||
ભલે તમે આભ જેવા અચલ હો, | |||
ભલે તમે અબ્ધિ જેવા ચંચલ હો; | |||
તમે શું છો એ જાણવાનું, પ્રમાણવાનું કદી કષ્ટ નહિ કરું. | |||
હું શું છું તે તમે જાણી નહિ શકો, | |||
મારું હૃદય પ્રમાણી નહિ શકો; | |||
એનું જે કંઈ રહસ્ય છે તે તો તમને કદી સ્પષ્ટ નહિ કરું. | |||
{{સ-મ|૨૦૧૨}}

</poem> | |||
== મિથ્યા નથી આ પ્રેમ == | |||
<poem> | |||
તમે ક્હો છો, ‘મિથ્યા, મિથ્યા, મિથ્યા, મિથ્યા છે આ પ્રેમ.’ | |||
સૂર્ય, ચન્દ્ર, તારા સૌ સત્ય ને મિથ્યા માત્ર પ્રેમ? | |||
આકાશથીય વધુ અસીમ છે આ પ્રેમ, | |||
સમુદ્રથીય વધુ અતલ છે આ પ્રેમ, | |||
પૃથ્વીથી પણ વધુ વિપુલ છે આ પ્રેમ, | |||
કાળથીય વધુ નિરવધિ છે આ પ્રેમ, | |||
વિશ્વ જ્યારે ન’તું ત્યારેય હતો આ પ્રેમ, | |||
વિશ્વ નહિ હોય ત્યારેય હશે આ પ્રેમ, | |||
સત્યનો પર્યાય નહિ, સ્વયં સત્ય છે આ પ્રેમ, | |||
ના, નથી, નથી, નથી, નથી, નથી મિથ્યા આ પ્રેમ. | |||
{{સ-મ|૨૦૦૮}}

</poem> | |||
== અતિપ્રેમ == | |||
<poem> | |||
આપણે ‘અતિ સર્વત્ર વર્જયેત્’નું સૂત્ર કદી પાળ્યું નહિ, | |||
પરસ્પર પ્રેમમાં એવા અંધ કે આઘું પાછું ન્યાળ્યું નહિ. | |||
વર્ષાઋતુની નદીની જેમ ધસમસ ધસ્યા હર્યું, | |||
વચ્ચે વચ્ચે વમળોને સદા ચૂપચાપ હસ્યા કર્યું; | |||
જેણે બન્ને તટ તોડ્યા એ પ્રલયના પૂરને ખાળ્યું નહિ. | |||
હવે સદા વિરહના અગ્નિમાં જ બળવાનું, | |||
હવે અંતે એક માત્ર મૃત્યુમાં જ મળવાનું; | |||
પ્રેમની પાવક એવી જ્વાળામાં તૃષ્ણાનું તૃણ બાળ્યું નહિ. | |||
{{સ-મ|૨૦૦૯}}

</poem> | |||
== અતિલજ્જા == | |||
<poem> | |||
મેં કહ્યું, ‘મારી સામે જુઓ!’ ત્યાં તમે આંખો મીંચી, | |||
મેં કહ્યું, ‘જરીક ઊંચે જુઓ!’ ત્યાં તમારી દૃષ્ટિ તો નીચી ને નીચી. | |||
હવે તમે તમારા અંતરના એકાંતમાં શું જોતાં હશો? | |||
તમારી અંતર્યાત્રી મૂર્તિને જોઈ જાતને શું ખોતાં હશો? | |||
તમે લજામણીના છોડ પર એવા કેવા જલની ધારા સીંચી? | |||
તમે આંખો મીંચી, તે તમારી લજ્જા એવી તે કેવી કઠોર? | |||
તમે ઊંચે મારી સામે ન જુઓ, એ એવી તે કેવી નઠોર? | |||
તમે એને હુલાવી-ઝુલાવી! એવા કેવા હેમના હિંડોળે હીંચી? | |||
{{સ-મ|૨૦૦૯}}

</poem> | </poem> |
edits