18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 21: | Line 21: | ||
માણસ ફેંકાયેલો છે, પસંદગી, સ્વાતન્ત્ર્ય, અસ્તિત્વ ટકાવી રાખવું- આદિ અસ્તિત્વવાદની પરિભાષા આપણી નવલકથામાં ધ્યાન ખેંચે એવા પ્રાચુર્યથી ‘અમૃતા' દ્વારા જ પ્રવેશી છે. છતાં એ સૌ પદાર્થોનો વિચાર થવો ઘટે. | માણસ ફેંકાયેલો છે, પસંદગી, સ્વાતન્ત્ર્ય, અસ્તિત્વ ટકાવી રાખવું- આદિ અસ્તિત્વવાદની પરિભાષા આપણી નવલકથામાં ધ્યાન ખેંચે એવા પ્રાચુર્યથી ‘અમૃતા' દ્વારા જ પ્રવેશી છે. છતાં એ સૌ પદાર્થોનો વિચાર થવો ઘટે. | ||
માણસ મૂંઝાય છે કે પોતાના અનન્ત શકયતાભર્યા સ્વાતન્ત્ર્યનું શું કરવાનું છે. અમૃતા નારી છે, ભારતીય છે. તેથી સ્વાતન્ત્ર્યની શૂન્યાર્થતાનો અનુભવ તો કરે જ છે પણ ઉકેલ સમર્પણમાં શોધે છે. ઉદયન અસ્તિત્વવાદની ઝેરી અસિધારાએ જીવતો ગતિ કરે છે ને તેથી નિરર્થકતાનો અનુભવ કરતો બતાવ્યો છે, સમષ્ટિબુદ્ધિમાં સમાધાન મેળવતો બતાવ્યો છે. અનિકેત પણ થોડી રસિક બાંધછોડ કરે એવી યોજના છે. આમ બધાને લેખકે બદલાવ્યાં છે- બૌદ્ધિક હઠાગ્રહોથી ન જિવાય એ એમનો અભિપ્રાય છે. વ્યક્તિ છે તો સમષ્ટિ પણ છે. સમસ્યામાં અનિકેતનો એક સૂક્ષ્મ વિજય વાંચી શકાશે. આ વિજયમાં લેખકની પણ મદદ છે. ઉદયનની એના સિવાય બીજાં કોઈની પણ દૃષ્ટિમાં હાર વાંચી શકાય. લેખકનું પીઠબળ એને છેવટ લગી મળ્યું છે પણ અંતે એ લેખક વડે જ છેતરાયો છે. અમૃતાની દેખીતી રીતે જ હાર છે ને એ આપણા સમયનું એક જીવંત કરુણ નારીપાત્ર છે. | માણસ મૂંઝાય છે કે પોતાના અનન્ત શકયતાભર્યા સ્વાતન્ત્ર્યનું શું કરવાનું છે. અમૃતા નારી છે, ભારતીય છે. તેથી સ્વાતન્ત્ર્યની શૂન્યાર્થતાનો અનુભવ તો કરે જ છે પણ ઉકેલ સમર્પણમાં શોધે છે. ઉદયન અસ્તિત્વવાદની ઝેરી અસિધારાએ જીવતો ગતિ કરે છે ને તેથી નિરર્થકતાનો અનુભવ કરતો બતાવ્યો છે, સમષ્ટિબુદ્ધિમાં સમાધાન મેળવતો બતાવ્યો છે. અનિકેત પણ થોડી રસિક બાંધછોડ કરે એવી યોજના છે. આમ બધાને લેખકે બદલાવ્યાં છે- બૌદ્ધિક હઠાગ્રહોથી ન જિવાય એ એમનો અભિપ્રાય છે. વ્યક્તિ છે તો સમષ્ટિ પણ છે. સમસ્યામાં અનિકેતનો એક સૂક્ષ્મ વિજય વાંચી શકાશે. આ વિજયમાં લેખકની પણ મદદ છે. ઉદયનની એના સિવાય બીજાં કોઈની પણ દૃષ્ટિમાં હાર વાંચી શકાય. લેખકનું પીઠબળ એને છેવટ લગી મળ્યું છે પણ અંતે એ લેખક વડે જ છેતરાયો છે. અમૃતાની દેખીતી રીતે જ હાર છે ને એ આપણા સમયનું એક જીવંત કરુણ નારીપાત્ર છે. | ||
‘અમૃતા’માં અસ્તિત્વવાદને એક જવાબ અપાયો છે એવું | ‘અમૃતા’માં અસ્તિત્વવાદને એક જવાબ અપાયો છે એવું વિવેચન<ref>જુઓ ‘સામ્પ્રત સાહિત્ય', ધીરુભાઈ ઠાકર, પૃ. ૨૭૦</ref> વાંચવા મળે, તો તે સ્વાભાવિક છે. પરંતુ આ વાતમાં ખાસ વજૂદ નથી. અસ્તિત્વવાદની સામે અહીં જે મૂકવામાં આવ્યું છે- ઉદયનાદિનાં પરિવર્તન- એમાં સામે પલ્લે બેસતાં જોઈએ તેટલું તુલ્યબળ વજન નથી. ઉદયનનાં વિધેયાત્મક વલણો, ઈશ્વરની હસ્તી વિશેનો એને થવા માંડેલો સંશય; કે અમૃતાને સ્વાતન્ત્ર્યભર જિન્દગીની, કે સ્વાતન્ત્ર્ય ખોર જિન્દગીની, વાગેલી ધાર- વગેરેને જે અસરકારકતાથી નિષ્પન્ન કરનારાં બૃહત્ પરિમાણની અહીં જે જરૂર વરતાય છે તે ઉવેખી શકાય એવી નથી. એ માટે જે ઘટકોની અનિવાર્યતા રહે છે તે અહીં, હોવા છતાં, કમજોર છે. બધું બુદ્ધિની કક્ષાએ રહે છે, એક્ચ્યુલાઈઝ નથી થતું. અમતાની સ્વાતન્ત્ર્ય ‘વિશે’ની ખેવના પણ એવી જ, સપાટી પરની છે- એને મૅટાફિઝિકલ ફ્રીડમની કક્ષામાં મૂકી શકાય નહિ. એ જ રીતે અનિકેતની વિભાવનાઓ ઉદયનની જેટલી સારી રીતે પ્રતીત થાય છે તેટલી સારી રીતે થતી નથી. ‘અમૃતા’ એ રીતે એક ખયાલી નવલકથા છે, એનો અસ્તિત્વવાદ અને અસ્તિત્વવાદને અપાયેલો ઉત્તર જીવનઘટમાળમાંથી સ્ફુરતાં દર્શન નથી, બુદ્ધિની ભૂમિકાથી આખી કથાસૃષ્ટિ અન્યથા વિકસી પણ નથી. | ||
<center>*</center> | <center>*</center> | ||
ઉદયન અમૃતાને જાગ્રત રાખી, વિકાસ સાધતી જોવા ઝંખે છે. પ્રેમીને પામવાનો એનો આ અભિગમ એના જીવનાભિગમમાં બંધબેસતો છે. એ મોટેભાગે સાચી સમીક્ષા આપે છે કે અમૃતા અનિકેત વિશે મુગ્ધ છે. આ મુગ્ધતાનું ભાન કરાવતા રહેવામાં ઉદયનની પ્રેમીસહજ ઈર્ષાવૃત્તિ ભાગ ભજવતી હશે કે શું એવી શંકાને અહીં સ્થાન નથી. એની પ્રેરણાનું સ્થાન તો છે પેલી સમજ : અમૃતા સમજે. આ ભાન કરાવવા જતાં ઉદયનને ઘણું ચૂકવવું પડ્યું, કદાચ એ બધું જ ગુમાવી બેઠો, પોતાની રીતે ગુમાવ્યું છે તેથી તે આનન્દમાં છે. અમૃતાની જાગ્રતિએ અમૃતાને વૈફલ્યનો અનુભવ કરાવ્યો, તુચ્છતા પ્રતીત કરાવી અને પરિણામે ન પૂરી શકાય તેવું અંતર વિસ્તર્યું. | ઉદયન અમૃતાને જાગ્રત રાખી, વિકાસ સાધતી જોવા ઝંખે છે. પ્રેમીને પામવાનો એનો આ અભિગમ એના જીવનાભિગમમાં બંધબેસતો છે. એ મોટેભાગે સાચી સમીક્ષા આપે છે કે અમૃતા અનિકેત વિશે મુગ્ધ છે. આ મુગ્ધતાનું ભાન કરાવતા રહેવામાં ઉદયનની પ્રેમીસહજ ઈર્ષાવૃત્તિ ભાગ ભજવતી હશે કે શું એવી શંકાને અહીં સ્થાન નથી. એની પ્રેરણાનું સ્થાન તો છે પેલી સમજ : અમૃતા સમજે. આ ભાન કરાવવા જતાં ઉદયનને ઘણું ચૂકવવું પડ્યું, કદાચ એ બધું જ ગુમાવી બેઠો, પોતાની રીતે ગુમાવ્યું છે તેથી તે આનન્દમાં છે. અમૃતાની જાગ્રતિએ અમૃતાને વૈફલ્યનો અનુભવ કરાવ્યો, તુચ્છતા પ્રતીત કરાવી અને પરિણામે ન પૂરી શકાય તેવું અંતર વિસ્તર્યું. | ||
Line 47: | Line 47: | ||
આ પ્રકારની ચિન્તનાત્મક નવલકથાઓને માથે debateની પ્રાસંગિકતામાં પુરાઈ જવાનો ભય સતત તોળાતો હોય છે. અહીં કેન્દ્રમાં સ્થૂળ કાર્ય જેવું કશું હોતું નથી, તેથી જ પાત્રોની માનસસૃષ્ટિને પૂરી સંકુલતાસમેત આકારિત કરવામાં સર્જકપ્રતિભાને એક ભારે પડકાર ઝીલી લેવાનો હોય છે. ‘અમૃતા'માં લેખકે કંઈક દ્વિધા અનુભવી છે? તેઓ એક તરફથી, સ્થૂળ ઘટનાપટીયસીનો ‘આનન્દ’ જતો કરી શકતા નથી; અને બીજી તરફથી માનસમૃષ્ટિને મૂર્ત કરવા જે કંઈ નવ્ય કલારૂપની દિશામાં સર્જકતાને ઢંઢોળવાનું કરવું પડે તે સાહસ પ્રત્યે કુણ્ઠિત છે. આ દ્વિધા ઘટનાઓનાં બાહ્ય પરિમાણોને તકલાદી બનાવે છે ને સૂક્ષ્મ આંતર્ઘટનાઓને પૂરા અવકાશે અવતરવા દેતી નથી. અને એક બે સ્થળે પાત્રના ચૈતસિક સંઘર્ષની જે ખરેખરી પળો અનુભવવા મળે છે તે સાર્વત્રિક રીતે બનતું નથી. આ સંદર્ભમાં ભિલોડામાં ઉદયનને અમૃતા-સમેતનું બધું છલનામય લાગે છે એ નિર્ભાન્તિ- જેમાં એ ગતિશૂન્યતાનો અનુભવ કરે છે, તે નોંધપાત્ર છે, એના જીવ્યાની એ ફલશ્રુતિ છે. એમાંથી છૂટવાના છેલ્લા ઉપાય તરીકે એણે કરેલો આત્મઘાતનો પ્રયાસ વગેરે નિરૂપણ આસ્વાદ્ય છે. આવું જ નોંધપાત્ર નિરૂપણ અમૃતાની અસ્તિત્વની નિરર્થકતા ભરી દેવાની કોશિશનું છે. ભિલોડાની અમૃતાનો motive શો છે? વિચ્છેદાઈ રહેલા ઉદયનની શૂન્યતામાં પોતાની જિન્દગી ઉમેરીને અમૃતા પોતાના ખાલીપણાને ભરી દેવા માગે છે. એના મૌગ્ધ્યને ઉદયને પ્રહાર્યું તેથી પ્રાપ્ત થયેલી જાગ્રતિએ પ્રતીત કરાવેલા વૈફલ્યને અમૃતા વિદારવા માગે છે. પોતે હવે અધીર પર્યુત્સુક છે, સમગ્રને હોડમાં મૂકવા સજ્જ થઈને આવી છે. આ હોડમાં મૂકવાની વાતમાં જ એની હાર છે. એના જ શબ્દો એની ઉદયન સાથેની દૂરતા છતી કરે છે. આ અંતર કેવી રીતે પુરાય? અમૃતાનો એ માટેનો પુરુષાર્થ –ફાનસ સાફ કરતી વગેરે અમૃતાનો ઉદ્યોગ- એની ભારે કરુણતા છે. અહીં સમ્ભોગ-શૃંગારનાં ઉદ્દીપનની મોહક ભરમાર છે છતાં આલમ્બન જ હાથ આવતું નથી પછી નિષ્પન્ન તો શું થાય? લેખકે આ તસુ બે તસુના અંતરને, ખરેખર તો જોજનોના અંતરને અને એમાં વસેલી રિક્તતાને સુન્દર ઉઠાવ આપ્યો છે. આ કરુણ આપણા ચીલાચાલુ રસથી જુદો પડતો નવો જ રસ છે. એના સ્વાદમાં યુગચેતનાની કટુતા છે. | આ પ્રકારની ચિન્તનાત્મક નવલકથાઓને માથે debateની પ્રાસંગિકતામાં પુરાઈ જવાનો ભય સતત તોળાતો હોય છે. અહીં કેન્દ્રમાં સ્થૂળ કાર્ય જેવું કશું હોતું નથી, તેથી જ પાત્રોની માનસસૃષ્ટિને પૂરી સંકુલતાસમેત આકારિત કરવામાં સર્જકપ્રતિભાને એક ભારે પડકાર ઝીલી લેવાનો હોય છે. ‘અમૃતા'માં લેખકે કંઈક દ્વિધા અનુભવી છે? તેઓ એક તરફથી, સ્થૂળ ઘટનાપટીયસીનો ‘આનન્દ’ જતો કરી શકતા નથી; અને બીજી તરફથી માનસમૃષ્ટિને મૂર્ત કરવા જે કંઈ નવ્ય કલારૂપની દિશામાં સર્જકતાને ઢંઢોળવાનું કરવું પડે તે સાહસ પ્રત્યે કુણ્ઠિત છે. આ દ્વિધા ઘટનાઓનાં બાહ્ય પરિમાણોને તકલાદી બનાવે છે ને સૂક્ષ્મ આંતર્ઘટનાઓને પૂરા અવકાશે અવતરવા દેતી નથી. અને એક બે સ્થળે પાત્રના ચૈતસિક સંઘર્ષની જે ખરેખરી પળો અનુભવવા મળે છે તે સાર્વત્રિક રીતે બનતું નથી. આ સંદર્ભમાં ભિલોડામાં ઉદયનને અમૃતા-સમેતનું બધું છલનામય લાગે છે એ નિર્ભાન્તિ- જેમાં એ ગતિશૂન્યતાનો અનુભવ કરે છે, તે નોંધપાત્ર છે, એના જીવ્યાની એ ફલશ્રુતિ છે. એમાંથી છૂટવાના છેલ્લા ઉપાય તરીકે એણે કરેલો આત્મઘાતનો પ્રયાસ વગેરે નિરૂપણ આસ્વાદ્ય છે. આવું જ નોંધપાત્ર નિરૂપણ અમૃતાની અસ્તિત્વની નિરર્થકતા ભરી દેવાની કોશિશનું છે. ભિલોડાની અમૃતાનો motive શો છે? વિચ્છેદાઈ રહેલા ઉદયનની શૂન્યતામાં પોતાની જિન્દગી ઉમેરીને અમૃતા પોતાના ખાલીપણાને ભરી દેવા માગે છે. એના મૌગ્ધ્યને ઉદયને પ્રહાર્યું તેથી પ્રાપ્ત થયેલી જાગ્રતિએ પ્રતીત કરાવેલા વૈફલ્યને અમૃતા વિદારવા માગે છે. પોતે હવે અધીર પર્યુત્સુક છે, સમગ્રને હોડમાં મૂકવા સજ્જ થઈને આવી છે. આ હોડમાં મૂકવાની વાતમાં જ એની હાર છે. એના જ શબ્દો એની ઉદયન સાથેની દૂરતા છતી કરે છે. આ અંતર કેવી રીતે પુરાય? અમૃતાનો એ માટેનો પુરુષાર્થ –ફાનસ સાફ કરતી વગેરે અમૃતાનો ઉદ્યોગ- એની ભારે કરુણતા છે. અહીં સમ્ભોગ-શૃંગારનાં ઉદ્દીપનની મોહક ભરમાર છે છતાં આલમ્બન જ હાથ આવતું નથી પછી નિષ્પન્ન તો શું થાય? લેખકે આ તસુ બે તસુના અંતરને, ખરેખર તો જોજનોના અંતરને અને એમાં વસેલી રિક્તતાને સુન્દર ઉઠાવ આપ્યો છે. આ કરુણ આપણા ચીલાચાલુ રસથી જુદો પડતો નવો જ રસ છે. એના સ્વાદમાં યુગચેતનાની કટુતા છે. | ||
એ કટુતા ‘અમૃતા'માં સાદ્યત, કલાત્મક ભૂમિકાએ, સ્ફુરાવી શકાઈ હોત તો? તો ‘અમૃતા’ આ દાયકાની અદ્વિતીય કલાકૃતિ બની હોત. | એ કટુતા ‘અમૃતા'માં સાદ્યત, કલાત્મક ભૂમિકાએ, સ્ફુરાવી શકાઈ હોત તો? તો ‘અમૃતા’ આ દાયકાની અદ્વિતીય કલાકૃતિ બની હોત. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
edits