એકોત્તરશતી/ભૂમિકા: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| ભૂમિકા)}} {{Poem2Open}} રવીન્દ્રનાથ સર્વકાલના અગ્રગણ્ય સાહિત્યકારોમાંના એક છે. કેવળ રચનાના જથ્થાની દૃષ્ટિએ બહુ જ ઓછા લેખકો એમની બરાબરી કરી શકે. એમની રચનાઓમાં હજારથી વધુ કાવ્યો અન...")
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}

{{Heading| ભૂમિકા)}}
{{Heading| ભૂમિકા}}

{{Poem2Open}}
{{Poem2Open}}
Line 42: Line 42:
કોઈ કવિના ચિત્તના વિકાસનો આલેખ દોરવો એ અશક્ય નહિ તોય મુશ્કેલ તો છે જ. અનુભવનાં અન્ય ક્ષેત્રમાં વિકાસનું એક સાતત્ય હોય છે જે અમુક નિયમોને વશ વર્તતું લાગે છે. પણ કવિતાની બાબતમાં પ્રેરણામાં કોઈ ગૂઢ અને ન સમજાવી શકાય એવી રીતે વૃદ્ધિ અને ક્ષય થતાં હોય છે. કોઈ કવિનાં કેટલાંક મહાનમાં મહાન કાવ્યો તેની જુવાનીની શરૂઆતમાં લખાયેલાં હોય છે, તો પોતાની પુખ્ત વયમાં તે કેવળ મધ્યમ કક્ષાનાં કે પરંપરાગત કાવ્યો જ આપે છે. રવીન્દ્રથનાથ પણ આ નિયમને અપવાદ નથી, અને આપણે જોઈએ છીએ કે એમના શરૂઆતના ગાળામાં એમણે કેટલાંક ઉત્કૃષ્ટ કાવ્યો લખેલાં છે અને પોતાની ઉત્તર વયમાં એમણે કેટલાંક પ્રેરણાશૂન્ય કાવ્યો લખેલાં છે. તેમ છતાં એંસી વર્ષના દીર્ઘ આયુષ્ય દરમ્યાન એમણે જે રીતે પ્રેરણાને ટકાવી રાખી હતી તેને કારણે એઓ સર્વ કાળના મોટામાં મોટા કવિઓની હરોળમાં સ્થાન પામે છે. જે શક્તિ અને પ્રાણોદ્રેકને કારણે એઓ આ સિદ્ધિ મેળવી શક્યા તેનાં મૂળ એમના વ્યક્તિત્વની એકતા અને સુસંકલિતતામાં રહેલાં છે. જે ભિન્નભિન્ન ધાગાઓ મળીને આજની ભારતની સંમિશ્ર સંસ્કૃતિ બનેલી છે તે બધા એમનામાં એકત્ર થયા હતા. ભારતના બહુમુખી જીવનનાં વિવિધ પાસાંને ઝીલીને પ્રતિબિંબિત કરવામાં જ એમનો વિશેષ મહિમા છે. એમણે સંસ્કૃત સાહિત્યમાંથી પુષ્કળ લીધું છે અને બંગાળીના શબ્દ ભંડોળમાં અને છંદોમાં ખૂબ વધારો કર્યો છે. એમણે વૈષ્ણવ ઊર્મિકાવ્યત્વ અને સુફી અગમ્યવાદી સંવેદનને લગભગ સંપૂર્ણપણે એકરસ બનાવી દીધાં હતાં. મધ્યયુગીન સામંતશાહીની પાછળ પાછળ જે દરબારી રીતરસમો વિકસી હતી તેને એમણે સમભાવ અને કલ્પનાપૂર્વક સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. એની સાથોસાથ બહુજન સમાજના જીવનની સામગ્રી જે અત્યાર સુધી વણવપરાઈ રહી હતી તેને પણ એમણે ઉપયોગ કર્યો. બંગાળનાં ગામડાંનાં ભાવચિત્રો અને પ્રતીકો એમનાં કાવ્યના પટમાં અપૂર્વ કૌશલપૂર્વક વણાઈ ગયેલાં છે. ઉપરાંત એમણે યુરોપના આદર્શો અને મનઃસ્થિતિઓને પણ બંગાળી સાહિત્યમાં દાખલ કર્યાં છે. ‘બલાકા’નાં ઘણાંખરાં કાવ્યોમાં શક્તિ અને ગતિનો જે ભાવ છે તેનાં મૂળ આપણે યુરોપમાંથી બતાવી શકીએ. બધું જ ક્ષણિક છે એ તો માણસની બહુ જ પ્રાચીન શોધ છે, પણ રવીન્દ્રનાથે એને સર્વ વસ્તુઓમાં સુપ્ત રહેલી ગતિનું પ્રતીક બતાવીને એને નવો જ અર્થ અર્પ્યો છે.

ટૂંકમાં, રવીન્દ્રનાથની કવિતા પ્રાચીન ભારતનો સમૃદ્ધ પ્રશિષ્ટ વારસો, મોગલ દરબારની મોકળાશભરી જીવનરીતિઓ, બંગાળની જનતાના જીવનની સાદી હકીકતો અને અર્વાચીન યુરોપની પ્રવૃત્તિપ્રવણ શક્તિ અને બૌદ્ધિક વીર્ય—એ બધાંના મિશ્રણમાંથી જન્મેલી છે. એઓ સર્વ યુગોના અને  સંસ્કૃતિઓના વારસદાર છે. અનેક જુદાજુદા તંતુઓ અને વિષયોના આ સંચેાજનને લીધે જ એમની કવિતાને લવચીકતા, સર્વદેશીયતા અને અપાર હૃદયગ્રાહિતા પ્રાપ્ત થઈ છે.<br>

{{સ-મ|||'''-હુમાયૂન કબીર ( અનુ. નગીનદાસ પારેખ)'''}} <br>
{{સ-મ|||'''- હુમાયૂન કબીર (અનુ. નગીનદાસ પારેખ)'''}} <br>