ગીત-પંચશતી/પૂજા: Difference between revisions

Intermittent Saving
(Intermittent Saving)
(Intermittent Saving)
Line 339: Line 339:
શ્રાવણના અંધકારમાં, મેઘ-રથે ચડીને આ…એ આવે, આવે, આવે !  

દુઃખ પછી પરમ દુઃખમાં એનાં જ ચરણ તારા હૃદયમાં વાગે છે. સુખમાં ક્યારે એ સ્પર્શમણિ ફેરવી દે છે, આ...એ આવે, આવે, આવે!

{{Poem2Close}}
૬૧
{{center|'''૬૧'''}}
 
{{Poem2Open}}
તમારા સિંહાસનના આસન પરથી તમે નીચે ઊતરી આવ્યા—મારા નિર્જન ઘરના દ્વાર પર આવીને નાથ, તમે અટકીને ઊભા રહ્યા.

હું એકલી બેઠી બેઠી મનમાં મનમાં ગીત ગાતી હતી. એ ગીતનો સૂર તમારા કાને પહોંચ્યો, તમે ઊતરી આવ્યા – મારા નિર્જન ઘરના દ્વાર પર આવીને, નાથ, તમે અટકી ને ઊભા રહ્યા.

તમારી સભામાં કેટલું સંગીત છે, કેટલાયે ગુણીજનો છે. પણ આ ગુણહીનના ગાને આજે તમારા પ્રેમને અસર કરી. તાનમાં એક કરુણ સૂર સંભળાયો. હાથમાં વરણમાળા લઈને તમે ઊતરી આવ્યા—મારા નિર્જન ઘરના દ્વાર પર આવીને, નાથ, તમે અટકી ને ઊભા રહ્યા.

૬૨
{{center|'''૬૨'''}}
 
{{Poem2Open}}
તેથી તને મારામાં આનંદ આવે છે, તેથી તું નીચે ઊતરી આવ્યો છે, હું ન હોત તો, હે ત્રિભુવનપતિ, તારો પ્રેમ નકામો થઈ જાત.

મને લઈને તેં આ મેળો વિસ્તાર્યો છે; મારા હૃદયમાં રસની રમત ચાલી રહી છે. મારા જીવનમાં તારી ઈચ્છા વિચિત્ર રૂપ ધરીને તરંગિત થઈ રહી છે.

તેથી તો પ્રભુ, તું રાજાનો રાજા થઈનેયે મારા હૃદય વાસ્તે કંઇ કંઈ મનોહર વેશે ફરી રહ્યો છે, નિત્ય જાગરણ કરી રહ્યો છે.  

તેથી તો જ્યાં આગળ તારો પ્રેમ ભક્તના પ્રેમમાં ઊતરી આવ્યો છે ત્યાં તારી મૂર્તિ યુગલ સંમિલનરૂપે પૂર્ણપણે પ્રકાશે છે.
તેથી તો જ્યાં આગળ તારો પ્રેમ ભક્તના પ્રેમમાં ઊતરી આવ્યો છે ત્યાં તારી મૂર્તિ યુગલ સંમિલનરૂપે પૂર્ણપણે પ્રકાશે છે.
 
{{Poem2Close}}
૬૩
{{center|'''૬૩'''}}
 
{{Poem2Open}}
હે પ્રભુ, મારો સઘળો પ્રેમ તારા તરફ વહો. હે પ્રભુ, મારી સઘળી ગભીર આશા તારા કાનમાં પહોંચો. મારું ચિત્ત જ્યારે જ્યાં હોય ત્યાંથી તારા સાદને ઉત્તર આપો. હે પ્રભુ તારા ખેંચાણથી સઘળાં બંધન તૂટી જાઓ. બહારની આ ભિક્ષાથી ભરેલી થાળી આ વખતે પૂર્ણપણે ખાલી થઈ જાઓ, હે પ્રભુ, મારું અંતર તારા દાનથી ગુપ્તપણે ભરાઈ જાઓ.  હે મારા સખા, હે અંતરતર, આ જીવનમાં જે કાંઈ સુંદર છે તે બધું જ આજે તારા ગીતરૂપે સૂરમાં બજી ઊઠો.

૬૪
{{Poem2Close}}
 
{{center|'''૬૪'''}}
{{Poem2Open}}
રાત્રિનું સ્વપ્ન છૂટયું રે છૂટયું. બંધન તૂટયું રે તૂટયું. હવે પ્રાણને કોઈ આડશ રહી નહીં; હું જગતમાં બહાર આવ્યો. હૃદય-કમળની બધી પાંખડીઓ આ ફૂટી રે ફૂટી. મારું દ્વાર ભાંગી અંતે જેવા તે પોતાની મેળે આવીને ઊભા રહ્યા કે હૃદય નયનજળમાં વહી તેમના ચરણતલમાં લેટી પડ્યું. આકાશમાંથી પ્રભાતના પ્રકાશે મારા તરફ હાથ લંબાવ્યો. તૂટેલા કારાગારના દ્વારે મારો જયધ્વનિ ગુંજી ઊઠયો, રે ગુંજી ઊઠ્યો.

૬૫
{{center|'''૬૫'''}}
 
{{Poem2Open}}
પ્રભુ, આજે તારા જમણો હાથ ઢાંકી રાખ નહીં. હે નાથ, તને રક્ષા બાંધવા આવ્યો છું, જો તારા હાથે રક્ષા બાંધું તો બધાંની સાથે બંધાઈશ. જ્યાં જે છે (તેમાંથી) કોઈ બાકી રહેશે નહીં.  

પોતા-પરાયામાં ભેદ ના રહે, તને ઘરમાં અને બહાર એક રૂપે દેખું એવું થાઓ. તારી સાથેના વિરહને કારણે રડતા રડતા ભટકતો ફરું છું. તેથી, એક ક્ષણ માટે (તેને) દૂર કરવા તને સાદ પાડું છું.

૬૬
{{center|'''૬૬'''}}
 
{{Poem2Open}}
વજ્રમાં તારી વાંસળી બજે છે, તે શું સહજ ગીત છે! તે સૂરથી હું જાગું, મને તેવા કાન આપ. હવે સહેજમાં નહિ ભૂલું કે મૃત્યુની વચ્ચે જે અન્તહીન પ્રાણ છે, તે પ્રાણથી મન મત્ત થઈ ઊઠશે, જે ઝંકારથી સપ્તસિંધુ અને દશ દિગંતને ઝંકારે છે, ચિત્તવીણાના તારમાં તે આંધીને આનંદપૂર્વક સહું તેમ થાઓ. આરામથી વિચ્છિન્ન કરીને મને તે ગભીરમાં ગ્રહણ કર, જ્યાં અશાંતિના અંતરમાં સુમહાન શાંતિ છે.

૬૭
{{Poem2Close}}
 
{{center|'''૬૭'''}}
{{Poem2Open}}
રાત્રિ પૂરી થઈ. સવાર થયું. રસ્તો પૂરો થયો. પણે સાંભળો, લોકેલોકમાં પ્રકાશનાં ગીત ગાજે છે. કે રાતના ઉજાગરાથી થાકેલા પથિક, તું ધન્ય થયો; ધૂળથી ભૂખરા થયેલા તારા પ્રાણ ધન્ય થયા.

વનના ખોળા પાસે વાયુ જાગ્યો છે, કુંજને દ્વારે મધુભિક્ષુઓ (ભ્રમર) આવ્યા છે. તારી યાત્રા પૂરી થઈ, આંસુની ધારા લૂછી નાખ. લજ્જા અને ભય ખરી પડયાં, અભિમાન દૂર થયું.

૬૮
{{center|'''૬૮'''}}
 
{{Poem2Open}}
જ્યાં સૌથી અધમ અને દીનમાં દીન માણસો વસે છે ત્યાં તમારા ચરણ વિરાજે છે, સૌની પાછળ, સૌથી નીચે, જેમણે સર્વસ્વ ગુમાવ્યું છે તેવાઓમાં.

હું જ્યારે તમને પ્રણામ કરું છું ત્યારે મારા પ્રણામ ક્યાંક અટકી જાય છે. તમારાં ચરણ અપમાનોની તળે જ્યાં ઊતરી જાય છે, ત્યાં મારા પ્રણામ પહોંચતા નથી, સૌની પાછળ, સૌની નીચે, જેમણે સર્વસ્વ ગુમાવ્યું છે તેવાઓમાં.

તમે શણગાર ઉતારી નાખી, દીન દરિદ્ર વેશે સૌની પાછળ, સૌની નીચે, જેમણે સર્વસ્વ ગુમાવ્યું છે તેવાઓમાં જ્યાં ફરતા હો છો ત્યાં અહંકાર પહોંચી શકતો નથી.

ધનથી અને માનથી જ્યાં બધું ભર્યુંભર્યું છે, તમારા સંગની આશા જ રાખું છું, પણ તમે જ્યાં સંગીહીનોના ઘરમાં સંગી થઈને રહ્યા છો ત્યાં સૌની પાછળ, સૌની નીચે, જેમણે સર્વસ્વ ગુમાવ્યું છે તેવાઓમાં મારું હૃદય ઊતરતું નથી.

૬૯
{{center|'''૬૯'''}}
 
{{Poem2Open}}
અરૂપરતનની આશા સેવીને મેં રૂપસાગરમાં ડૂબકી મારી છે. મારી જીર્ણ નાવડી તરાવતા તરાવતા હવે મારે ઘાટે ઘાટે ફરવું નથી.  

મોજાંની થપાટો ખાવાનું પતાવી દેવાનો હવે સમય આવે તો સારું. હવે મારે સુધામાં ડૂબી જઈને મરીને અમર થઈ રહેવું છે.

જે ગીત કાને સંભળાતું નથી તે ગીત જ્યાં સદા બજ્યા કરે છે, તે અતલની સભામાં પ્રાણની વીણા લઈને મારે જવું છે.

શાશ્વતીના સૂર મેળવીને, છેલ્લા ગીતમાં તેનું રુદન રડી લઈને, જેઓ નીરવ છે તેમને ચરણે નીરવ વીણા ધરી દઈશ.

૭૦
{{Poem2Close}}
 
{{center|'''૭૦'''}}
{{Poem2Open}}
સીમાની અંદર, હે અસીમ તું પોતાનો સૂર બજાવે છે. મારી અંદર તારું પ્રાકટ્ય એટલે આટલું મધુર છે. કેટલા રંગમાં, કેટલી ગંધમાં, કેટલા છંદમાં હે અરૂપ, તારા રૂપની લીલાથી હૃદયઆવાસ જાગે છે! મારી અંદર તારી શોભા આવી સુમધુર છે. તારું અને મારું મિલન થતાં બધું ખૂલી જાય છે, વિશ્વસાગર મોજાં ઉછાળીને ત્યારે દોલાયમાન થઈ (નાચી) ઊઠે છે. તારા પ્રકાશમાં તો છાયા નથી, મારી અંદર તે કાયા પામે છે, તે મારા અશ્રુજળથી સુંદર વ્યથિત બને છે. મારી અંદર તારી શોભા આવી સુમધુર છે.

૭૧
{{Poem2Close}}
 
{{center|'''૭૦'''}}
{{Poem2Open}}
હે વિરહી, તું કોના મિલનને ઝંખે છે? હે શાન્તિસુખહીન મન, આ કુટિલ જટિલ ઘોર ભવ-અરણ્યમાં તું તેમને ક્યાં શોધે છે? જો જો, ચિત્તકમળમાં એમનાં ચરણપદ્મ શોભે છે. હે મન, એ અમૃતજયોતિ કેવો સુંદર છે!

૭૨
{{center|'''૭૨'''}}
 
{{Poem2Open}}
હે કવિ, તારા વિચિત્ર આનંદનો જય હો, તારી કરુણાનો જય હો ! તમામ કલુષનો નાશ કરનારી તારી ભીષણ રુદ્રતાનો જય હો ! તારા અમૃતનો જય હો, તારા મૃત્યુનો જય હો. તારા શોકનો જય હો, સાન્ત્વનાનો જય હો!

તારા પૂર્ણ જાગ્રત જ્યોતિનો જય હો, તિમિરિનિબિડ, ભયદાયિની નિશીથિનીનો જય હો ! તારા પ્રેમમધુમય મિલનનો જય હો, અસહ્ય વિરહવેદનાનો જય હો !

૭૩
{{center|'''૭૩'''}}
 
{{Poem2Open}}
રાત્રિની પેલી પાર નિર્મળ નેત્રે જાગો, મુક્તિના અધિકારમાં અંતરક્ષેત્રે જાગો !

ભક્તિનો તીર્થમાં પૂજા-પુષ્પની સુગંધે જાગો, ઉન્મુખ ચિત્તે જાગો, અમ્લાન પ્રાણે જાગો, સુધાસિન્ધુના કિનારે નંદનનૃત્યે જાગો, સ્વાર્થના પ્રાંતે પ્રેમમંદિર દ્વારે જાગો!, ઉજ્જવળ પુણ્યે જાગો, નિશ્ચલ આશાએ જાગો, નિઃસીમ શૂન્યમાં પૂર્ણના બાહુપાશમાં જાગો, નિર્ભય ધામમાં જાગો, સંગ્રામના સાજમાં જાગો, બ્રહ્મના નામે જાગો, કલ્યાણના કામે જાગો ! જાગો, હે દુર્ગમ યાત્રી, દુ:ખના અભિસારમાં જાગો, સ્વાર્થના પ્રાંતે પ્રેમમંદિરદ્વારે જાગો !

૭૪
{{center|'''૭૪'''}}
 
{{Poem2Open}}
હે મારા પ્રભુ, મારા પ્રિયતમ, મારા પરમ ધન, હે મારા ચિરજીવન, (તમે) શાશ્વત પથના સંગી છો. (તમે) મારી તૃપ્તિ અને અતૃપ્તિ, મારી મુક્તિ અને બંધનદોરી છો. સુખદુઃખના મારા ચરમ જીવન-મરણ રૂપ છો.

મારી સકળગતિમાં (તમે) પરમ ગતિ છો. નિત્ય પ્રેમના ધામમાં મારા પરમ પતિ છો. હે બધાના, હે મારા (પ્રભુ), વિશ્વમાં થઈને ચિત્તમાં આવો, તમારી અનંત લીલા નિત્યનૂતન છે.

૭૫
{{center|'''૭૫'''}}
 
{{Poem2Open}}
તમે અગ્નિવીણા શી રીતે બજાવો છો? તારાગણના પ્રકાશના ગાનના નશામાં આકાશ કાંપે છે, એ જ રીતે તમારા હાથથી મારી વેદનાને તમે સ્પર્શ કર્યો. મને લાગ્યું કે જીવતરમાં નવી સૃષ્ટિ જાગી ઊઠી. એ વાગી ઊઠે છે માટે જ તમે બજાઓ છો. એ ગર્વથી હે પ્રભુ મારા પ્રાણ બધું સહી શકશે. તમારા કઠણ વહ્નિપ્રહારથી વારંવાર મારી રાત્રિમાં વ્યથાથી ભરીને નવીન તારા તમે પ્રજવલિત કરી દીધા.

૭૬
{{center|'''૭૬'''}}
 
{{Poem2Open}}
અગ્નિનો પારસમણિ પ્રાણને અડકાડો, દાહનું દાન દઈને આ જીવનને પવિત્ર કરો. મારા આ દેહને ઉઠાવી લો, તમારા એ દેવાલયમાં એને પ્રદીપ બનાવો, રાતદિવસ તેજશિખા (તમારા) ગાનમાં જળ્યા કરો. અંધકારને ગાત્રે ગાત્રે તમારો સ્પર્શ સારી રાત નવા નવા તારા ખીલવો. આંખોની દૃષ્ટિ આગળથી કાળપ દૂર થઈ જશે, જ્યાં જ્યાં એ પડશે ત્યાં પ્રકાશ જ દેખશે. મારી વ્યથા ઊર્ધ્વમુખી બનીને પ્રજળી ઊઠશે.

૭૭
{{center|'''૭૭'''}}
 
{{Poem2Open}}
જો તું ફરી ઇચ્છતો હોય તો હું ફરી આ દુઃખસુખના તરંગો ઉછાળતા સાગરને તીરે આવું. ફરી પાણીમાં તરાપો તરાવું, ધૂળમાં રમત રમું, અને હાસ્યની માયામૃગીની પાછળ અશ્રુમાં તણાઈ જાઉં.

ફરીથી કાંટાળા માર્ગે અંધારી રાત્રે યાત્રા કરું, આઘાત ખાઈને જીવું અથવા આઘાત ખાઈને મરું. ફરીથી તું છદ્મ વેશે મારી સાથે હસીને રમે,  હું ફરીથી નવા પ્રેમથી ધરણી ઉપર પ્રેમ કરું.

૭૮
{{center|'''૭૮'''}}
 
{{Poem2Open}}
હે સુંદર, આ મને તમારો સંગ મળ્યો. મારાં અંગ પવિત્ર થયાં, મારું અંતર ધન્ય થયું, પ્રકાશથી મારાં નયનો મુગ્ધ થઈને ખીલી રહ્યાં, હૃદયગગનમાં સૌરભથી મંથર ગતિએ વાયુ વહેવા લાગ્યો.

તમારા આ સ્પર્શરૂપી રંગથી ચિત્ત મારું રંગાયું છે, તમારી આ મિલનસુધા પ્રાણમાં સંગ્રહાયેલી રહી.

આ રીતે મને તમારામાં જે નવીન કરી લો છો, હે સુંદર, તેને લઈને આ જન્મમાં જ મારો જન્મજન્માંતર કરાવી લીધો છે.
આ રીતે મને તમારામાં જે નવીન કરી લો છો, હે સુંદર, તેને લઈને આ જન્મમાં જ મારો જન્મજન્માંતર કરાવી લીધો છે.
 
{{Poem2Close}}
૭૯
{{center|'''૭૯'''}}
 
{{Poem2Open}}
બધી સૂકી ધૂળને મેં આંખનાં આંસુથી ભીંજવી કેમ ન દીધી? વણતેડ્યો તું આવી ચઢશે તે કોણ જાણતું હતું?

તું રણ પાર કરીને આવ્યો છે, ત્યાં તો છાયા આપનાર વૃક્ષ સુધ્ધાં નથી—હું એવી અભાગી કે મેં તને આવો માર્ગ કાપવાનું દુઃખ દીધું ! હું તો મારા ઘરની છાયામાં આળસમાં બેસી રહી હતી, ડગલે ડગલે તારે કેટલી વ્યથા ભોગવવી પડશે તે મેં જાણ્યું નહીં ! એ વેદના મારા હૃદયમાં ગુપ્ત દુઃખરૂપે રણકી ઊઠી હતી — એણે મારા મર્મ ઉપર ઊંડો હૃદયનો ઘા આંકી દીધો છે.

૮૦
{{center|'''૮૦'''}}
 
{{Poem2Open}}
તમારા સૂરે ગાઉં એવી વીણા મને આપો, તમારી જ વાણી સાંભળું એવો અમર મંત્ર મને આપો. તમારી સેવા કરું એવી પરમ શક્તિ મને આપો, તમારું મુખ જોઈ રહું એવી અચળ ભક્તિ મને આપો. તમારો આઘાત સહી શકું એવું વિપુલ ધૈર્ય મને આપો, તમારો ધ્વજ ઉપાડું એવી અટલ સ્થિરતા મને આપો. હું સકળ વિશ્વને સ્વીકારી શકું એવા પ્રબળ પ્રાણ મને આપો, હું મને અકિંચન કરી નાખું  એવા પ્રેમનું દાન મને કરો. તમારી સાથે હું ચાલી નીકળું એ માટે તમારો જમણો હાથ મને આપો, તમારા યુદ્ધમાં લડી શકું એવું તમારું અસ્ત્ર મને આપો. તમારા સત્યમાં જાગું એવું જ આહ્વાન મને આપો, સુખનું દાસત્વ છોડી દઈ શકું એવું કલ્યાણ મને આપો.

૮૧
{{center|'''૮૧'''}}
 
{{Poem2Open}}
મને તમારાં ચરણ પકડવા દો, ખેંચી ન લેશો, ખેંચી ન લેશો, હું  જીવન મરણ સુખ દુઃખ વડે તમને છાતીસરસા જકડી રાખીશ. સ્ખલિત શિથિલ કામનાનો ભાર વહી વહીને હજી ક્યાં સુધી ફર્યા કરીશ? તમે તમારે હાથે જ હાર ગૂંથી લો, મને તરછોડી મૂકશો નહીં. મારી સદાની તરસી વાસનાને અને વેદનાને મારીને મને બચાવી લો. તમારી આગળ હારીને એ આખરી જયમાં એ વિજયી થાઓ. હું ગરીબડી મારી જાતને વેચતો વેચતો બારણે બારણે ફરી શકતો નથી, વરમાળા પહેરાવીને તમે મને તમારો બનાવી લો.

૮૨
{{center|'''૮૨'''}}
 
{{Poem2Open}}
જાણું છું, દિન વીતી જશે, આ દિન વીતી જશે. એક વખત કોક સાંજે મ્લાન સૂરજ કરુણ હાસ્ય કરીને અંતિમ વિદાયની નજરે મારા મોં સામે જોશે.

રસ્તાના કિનારે બંસી બજશે; નદીના કિનારે ગાયો ચરશે;  આંગણામાં બાળકો રમશે, પંખીઓ ગીત ગાશે,—તો પણ દિન વીતી જશે, આ દિન વીતી જશે.

તારી આગળ મારી આ વિનંતિ છે, જાણે જતાં પહેલાં હું જાણવા પામું કે શ્યામલ વસુમતીએ આકાશ ભણી આંખો કરીને મને કેમ બોલાવ્યો હતો; રાત્રિની નીરવતાએ તારાઓની વાત કેમ સંભળાવી હતી; અને દિવસના જ્યોતિએ પ્રાણમાં મોજા કેમ જગાડ્યાં હતાં.- તારી આગળ મારી આ વિનંતિ છે.

પૃથ્વી પરનો મારો ગીત-અભિનયનો વેશ પૂરો થાય ત્યારે જાણે મારું ગાન પૂરું થતાં, હું સમ પર આવીને અટકી શકું, અને છયે ઋતુનાં ફૂલફૂલથી મારી છાબ ભરી શકું! આજ જીવનના પ્રકાશમાં તેને જોઈ જઈ શકું, મારી ડોકની માળા તને પહેરાવી જઈ શકું—પૃથ્વી પરનો મારો ગીત-અભિનયનો વેશ પૂરો થાય ત્યારે!

૮૩
{{center|'''૮૩'''}}
 
{{Poem2Open}}
તમે મારા પ્રાણમાં સૂરની જે આગ લગાડી દીધી તે આગ બધી જગાએ ફેલાઈ ગઈ.

જેટલાં ભરેલાં સૂકાં ઝાડ હતાં તે બધાંની ડાળે ડાળે આગ તાલે તાલે નાચે છે, અને આકાશમાં શી ખબર કોની તરફ એ હાથ ઊંચા કરે છે.

અંધકારના બધાયે તારા અવાક્ થઈને જોઈ રહે છે, ક્યાંકથી હવા ગાંડી બની દોડતી આવે છે. આ જુઓ, નિશીથના હૃદયમાં અમલ સુવર્ણકમલ ફૂટી નીકળ્યું ! આગમાં કયા ગુણ છે તેની કોને ખબર છે !

૮૪
{{center|'''૮૪'''}}
 
{{Poem2Open}}
તમે મારા ભવનમાં આવ્યા છે એ વાત આખા ભુવનમાં ફેલાઈ ગઈ છે. નહિ તો ફૂલમાં શાનો રંગ લાગ્યો છે? ગગનમાં કયું ગીત જાગ્યું છે, પવનમાં કયો પરિમલ વ્યાપો છે?

દુ:ખસુખની વેદના દ્વારા મારામાં તમારી સાધના ચાલે છે. મારી વ્યથામાં પગ દઈને તમે તમારા સૂર છેડતા આવ્યા, મારા જીવનમાં આવ્યા.  
દુ:ખસુખની વેદના દ્વારા મારામાં તમારી સાધના ચાલે છે. મારી વ્યથામાં પગ દઈને તમે તમારા સૂર છેડતા આવ્યા, મારા જીવનમાં આવ્યા.  
 
{{Poem2Close}}
૮૫
{{center|'''૮૫'''}}
 
{{Poem2Open}}
આવ્યો, આવ્યો, આવ્યો, હે પુરવાસી, તારો એ આનંદદ્વારે આવ્યો. છાતીનો અંચળો આંગણાની ધૂળમાં પાથરી દે. એના પગ મલિન ન થાય એટલા વાસ્તે રસ્તામાં સુગંધિત જળનું સિંચન કર. આવ્યો, આવ્યો, આવ્યો, તારો એ સુંદર દ્વારે આવ્યો. દે, રે, આકુલ હૃદયને તેની સામે પાથરી દે! તારું બધું આજે ધન્ય થઈ ગયું, સાર્થક થઈ ગયું !

વિશ્વજનના કલ્યાણ માટે આજે ઘરનાં દ્વાર ખોલ. જો, આકાશ આખુ રાતું થયું છે, ચિત્ત આનંદમગ્ન બની ગયું છે.  

આવ્યો, આવ્યો, આવ્યો, તારો નિત્ય પ્રકાશ દ્વારે આવ્યો. એ પ્રકાશથી પેટાવીને તારા પ્રાણનો પ્રદીપ ઊંચો ધર.

૮૬
{{Poem2Close}}
 
{{center|'''૮૬'''}}
{{Poem2Open}}
તારી આ માધુરી આકાશમાંથી ઊભરાઈને વરસશે. એ મારા પ્રાણમાં નહિ તો બીજે ક્યાં માશે?

સૂર્ય, ગ્રહ અને તારાઓને જે આ પ્રકાશ લાખો ધારાઓમાં વરસી રહ્યો છે, તે આ પ્રાણ ભરાશે ત્યારે પૂરો થશે.

તારાં ફૂલોમાં ઊંઘના જેવો જે રંગ લાગ્યો છે, તે મારા મનમાં લાગ્યો ત્યારે તો જાગ્યો.

જે પ્રેમ વિશ્વવીણાને પુલકથી કંપિત કરે છે તે જે દિવસે મારા સમસ્ત હૃદયનું હરણ કરશે તે દિવસે પલકમાં સંગીતમાં વહેવા માંડશે.  
જે પ્રેમ વિશ્વવીણાને પુલકથી કંપિત કરે છે તે જે દિવસે મારા સમસ્ત હૃદયનું હરણ કરશે તે દિવસે પલકમાં સંગીતમાં વહેવા માંડશે.  
 
{{Poem2Close}}
૮૭
{{center|'''૮૭'''}}
 
{{Poem2Open}}
તમે મારા ગાનની પેલે પાર ઊભા છો. મારા સૂર તમારા ચરણને પામે છે, (પણ) હું તમને પામતો નથી. કેવા અદ્દભૂત પવન વાય છે ! હવે નૌકાને બાંધી ના રાખો. પાર થઈને મારા હૃદયમાં આવો, આવો. તમારી સાથેની ગીતની રમત દૂરની રમત છે; આખો વખત વેદનાના સૂરે વાંસળી વાગે છે. આનંદભરી નીરવ રાતના ગાઢ અંધકારમાં મારી વાંસળી લઈ જાતે જ ક્યારે વગાડશો!

૮૮
{{center|'''૮૮'''}}
 
{{Poem2Open}}
દુ:ખની વર્ષાથી જેવાં આંખનાં આંસુ ખર્યાં કે હૃદયનાં દ્વાર આગળ પ્રિયનો રથ આવીને ઊભો રહ્યો. મિલનનું પાત્ર વિરહ અને વેદનાથી ભરેલું છે, તે તેના હાથમાં આપી દીધું; ખેદ નથી, મને હવે ખેદ નથી; બહુ દિવસોથી વંચિત અંતરમાં કેટલી આશાઓ ભરેલી છે! આંખના પલકારામાં જ સ્પર્શની તૃષ્ણા મટી ગઈ. આટલા દિવસે જાણ્યું કે જે રુદન કર્યું. તે કોને માટે હતું. આ જાગરણ ધન્ય છે, ધન્ય છે.

૮૯
{{center|'''૮૯'''}}
 
{{Poem2Open}}
પ્રભુ, તમારી વીણા જેવી અંધકારમાં બજે છે કે તરત જ તારા ઊગે છે. તે જ વીણા ગભીર તાનમાં મારા પ્રાણમાં તે જ રીતે બજો.  

ત્યારે, હૃદયના અંધકારમાં કેવા ગૌરવથી નૂતન સૃષ્ટિ પ્રકટ થશે !

Line 487: Line 492:
ત્યારે, તમારું પ્રસન્ન હાસ્ય નવજીવન પર આવીને પડશે,  

ત્યારે, તમારા આનંદ-અમૃતથી હંમેશ માટે ધન્ય થઈશ.
ત્યારે, તમારા આનંદ-અમૃતથી હંમેશ માટે ધન્ય થઈશ.
 
{{Poem2Close}}
૯૦
{{center|'''૯૦'''}}
{{Poem2Open}}

હે માર્ગના સાથી, તને વારંવાર નમસ્કાર. પથિકજનના નમસ્કારને સ્વીકારી લો. હે વિદાય, હે ક્ષતિ, હે દિનાન્તના સ્વામી, ભાંગેલા વાસના નમસ્કાર સ્વીકારો. હું નવપ્રભાતના જ્યોતિ, ચિરદિનની ગતિ, નવ આશાના નમસ્કાર સ્વીકારો, જીવનરથના હે સારથિ, હું તમારા માર્ગનો નિત્યનો  પથિક છું, માર્ગ પર ચાલવાના નમસ્કાર સ્વીકારો.

17,611

edits