રચનાવલી/૯૩: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 6: Line 6:
{{Poem2Open}}
{{Poem2Open}}
પશ્ચિમમાંથી આયાત થયેલું નવલકથાનું સ્વરૂપ ૧૯ મી સદીના ઉત્તરાર્ધમાં લગભગ ભારતીય ભાષાઓમાં એક યા બીજી રીતે પ્રયોજાવું શરૂ થઈ ગયેલું. દક્ષિણ ભારતની તમિળ ભાષામાં ૧૮૭૦માં પહેલી નવલકથા લખાયેલી. વેદનાયકમ્ પિલ્લેની ‘પિરતાપ મુદવિચાર ચિરિત્તમ્' પહેલી નવલકથા ભદ્રવર્ગની રહેણીકરણી અને એમના વિકાસને અનુલક્ષીને લખાયેલી. એમાં સામાજિક સુધારો મુખ્ય હેતુ હતો. પરંતુ ત્યાર પછી તમિળ નવલકથાએ ઘણા ઘણા તબક્કાઓ પસાર કર્યા છે. જાનકીરામન્, રાજમ કૃષ્ણન્, જયકાંતન, કલ્કિ, ઈન્દુ પાર્થસારથી, વરદરાજન વગેરે તમિળ ભાષાસાહિત્યના મહત્ત્વના નવલકથાકારો છે. આ બધામાં નીલ પદ્મનાભનનું નામ પણ મોખરાનું છે.  

૧૯૩૮માં જન્મેલા નીલ પદ્મનાભન કેરાલામાં ઍક્ઝિક્યુટિવ એન્જિનિયર છે. ટૂંકી વાર્તા, કવિતા ક્ષેત્રે પણ એમનું પ્રદાન છે. એમણે ઘણી નવલકથાઓ લખી છે, એમાં એમની પેઢીઓ’ (‘તલૈયુરૈકલ’ – ૧૯૬૩) નવલકથાનો ક. ના. સુબ્રહ્મણ્યપ દ્વારા અંગ્રેજીમાં અનુવાદ થયો છે; જ્યારે એમની બીજી મહત્ત્વની નવલકથા યાત્રાનો અંત’ (‘પલ્લિકોંડપુરમ્’) નેશનલ બૂક ટ્રસ્ટ દ્વારા પસંદગી પામી છે અને અનેક ભારતીય ભાષામાં અનુવાદિત થઈને ઊતરી છે. ગુજરાતીમાં ચન્દ્રકાન્ત બક્ષીએ એનો અનુવાદ આપ્યો છે.  
૧૯૩૮માં જન્મેલા નીલ પદ્મનાભન કેરાલામાં ઍક્ઝિક્યુટિવ એન્જિનિયર છે. ટૂંકી વાર્તા, કવિતા ક્ષેત્રે પણ એમનું પ્રદાન છે. એમણે ઘણી નવલકથાઓ લખી છે, એમાં એમની પેઢીઓ’ (‘તલૈયુરૈકલ’ – ૧૯૬૩) નવલકથાનો ક. ના. સુબ્રહ્મણ્યપ દ્વારા અંગ્રેજીમાં અનુવાદ થયો છે; જ્યારે એમની બીજી મહત્ત્વની નવલકથા ‘યાત્રાનો અંત’ (‘પલ્લિકોંડપુરમ્’) નેશનલ બૂક ટ્રસ્ટ દ્વારા પસંદગી પામી છે અને અનેક ભારતીય ભાષામાં અનુવાદિત થઈને ઊતરી છે. ગુજરાતીમાં ચન્દ્રકાન્ત બક્ષીએ એનો અનુવાદ આપ્યો છે.  
‘યાત્રાનો અંત' ૪૮ કલાકમાં કથાનાયક અનંતન નાયરના જીવનમાં ઘટેલી ઘટનાઓને આવરે છે પણ એ ૪૮ કલાક દરમ્યાન કથાનાયકના મનમાં ચાલેલી ઘટનાઓ, ભૂતકાળનાં સ્મરણો, અને ભાવોની ભરતી ઓટની ગતિને ઝાલવાનો પ્રયત્ન થયો છે. ૪૮ કલાકમાં બહારની ઘટનાઓ સાથે કથાનાયકના લાંબા ભૂતકાળને અને એની મહત્ત્વની કડીઓને લેખકે ગૂંથી છે. આથી કથા સળંગ ચાલતી નથી. વર્તમાનની સાથે સાથે ભૂતકાળને જોડતાં જોડતાં અટકી અટકીને આગળ વધે છે. તેથી છેવટ સુધી ખાસ્સું કૂતુહલ જળવાયેલું રહે છે. કથાનાયક ચિંતન કરતો હોય એ રીતે કથાનો ઘણો ભાગ રોકાયેલો છે અને લેખકને પણ બનતી કે બનેલી ઘટનાઓ કરતાં એ ઘટનાઓની કથાનાયક પર શી અસર થઈ એને રજૂ કરવામાં તેમજ કથાનાયકના મનમાં વિવિધ પ્રકારના ભાવોનો એક મૂંગો સંઘર્ષ ચાલી રહ્યો છે દર્શાવવામાં વધુ રસ છે.  

અનંતન નાયર સવારના પહોરમાં વહેલા ઊઠી સાડા ત્રણેક વાગતામાં ત્રિવેન્દ્રમ્‌ના પદ્મનાભસ્વામીના મન્દિરમાં પહોંચી જાય છે. ત્યાંથી પાછા ફરી વૈરવન પિલ્લેની દુકાને હિસાબકિતાબ સંભાળે છે. દુકાનેથી માલિકને ઘેર જઈ હિસાબનો ચોપડો લઈ આવે છે. રાત્રે મેદાનમાં સમય ગાળી ઘેર પહોંચે છે. બીજે દિવસે મોડા ઊઠી દુકાને પહોંચી ઇન્કમટેક્સ ખાતામાં પહોંચે છે. ત્યાંથી દુકાને આવી રાતે વહેલા ઘેર પહોંચે છે. બહારથી કથાનાયક આટલી ક્રિયાઓ કરે છે.  