2,669
edits
Shnehrashmi (talk | contribs) No edit summary |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
Line 156: | Line 156: | ||
{{Heading|કૃતિ-પરિચય}} | {{Heading|કૃતિ-પરિચય}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
વિવેચક ચંદ્રકાન્ત ટોપીવાળાનું ‘રચનાવલી’ ગુજરાતી,ભારતીય અને વિશ્વ સાહિત્યના સર્જકોની ઉત્તમ રચનાઓનો આસ્વાદાત્મક પરિચય કરાવતું સંપાદન છે. જેમાં ગુજરાતી મધ્યકાલીન સાહિત્યની ૧૮, અર્વાચીન આધુનિક ગુજરાતી સાહિત્યની ૫૧, ભારતીય સાહિત્યમાં અસમિયા ભાષાની ૪, અંગ્રેજીની ૫, ઉર્દૂની ૫, કન્નડની ૬, તમિળની ૪, તેલુગુની ૩, પંજાબી ૨, બંગાળી ૪, મણિપુરી ૧, મરાઠી ૮, મલયાલમ ૮, સંસ્કૃત ૨૮, સિન્ધિ ૨, હિન્દી ૮, વિશ્વ સાહિત્યમાં અમેરિકન ૯, અરબી ૧, અલ્જેરિયન ૧, અંગ્રેજી ૧૪, આફ્રિકી ૫, ઇજીપ્શિયન ૧, ઇટાલિયન ૫, ઉઝ્બેકિસ્તાન ૧, ગ્રીક ૩, જાપાની ૧, જર્મન ૩, ઝેક ૨, પોર્ટુગીઝ ૧, ફારસી ૧, ફ્રેન્ચ ૬, રશિયન ૬, લેટિન ૧, સ્પેનિશ ૩, હિબ્રૂ ૨ એમ લગભગ ૨૨૦ જેટલી કૃતિઓ વિષેની માહિતી ભાવકને આ સંપાદનમાંથી મળશે. અહીં વલ્લભ મેવાડો છે તો સાથે કલાપી પણ છે. અહીં | વિવેચક ચંદ્રકાન્ત ટોપીવાળાનું ‘રચનાવલી’ ગુજરાતી,ભારતીય અને વિશ્વ સાહિત્યના સર્જકોની ઉત્તમ રચનાઓનો આસ્વાદાત્મક પરિચય કરાવતું સંપાદન છે. જેમાં ગુજરાતી મધ્યકાલીન સાહિત્યની ૧૮, અર્વાચીન આધુનિક ગુજરાતી સાહિત્યની ૫૧, ભારતીય સાહિત્યમાં અસમિયા ભાષાની ૪, અંગ્રેજીની ૫, ઉર્દૂની ૫, કન્નડની ૬, તમિળની ૪, તેલુગુની ૩, પંજાબી ૨, બંગાળી ૪, મણિપુરી ૧, મરાઠી ૮, મલયાલમ ૮, સંસ્કૃત ૨૮, સિન્ધિ ૨, હિન્દી ૮, વિશ્વ સાહિત્યમાં અમેરિકન ૯, અરબી ૧, અલ્જેરિયન ૧, અંગ્રેજી ૧૪, આફ્રિકી ૫, ઇજીપ્શિયન ૧, ઇટાલિયન ૫, ઉઝ્બેકિસ્તાન ૧, ગ્રીક ૩, જાપાની ૧, જર્મન ૩, ઝેક ૨, પોર્ટુગીઝ ૧, ફારસી ૧, ફ્રેન્ચ ૬, રશિયન ૬, લેટિન ૧, સ્પેનિશ ૩, હિબ્રૂ ૨ એમ લગભગ ૨૨૦ જેટલી કૃતિઓ વિષેની માહિતી ભાવકને આ સંપાદનમાંથી મળશે. અહીં વલ્લભ મેવાડો છે તો સાથે કલાપી પણ છે. અહીં ‘શ્રીમદ્ ભગવદ્ગીતા’ છે તો ‘ધમ્મપદ’ પણ છે. અહીં ‘શિવમહિમ્નસ્તોત્ર’ છે તો ‘ભક્તામરસ્તોત્ર’ પણ છે. અહીં ‘હનુમાનચાલીસા’છે ને ‘ગીતગોવિંદ’ પણ છે. આ સંપાદનનો અભ્યાસ અનેક વિષયોમાં અભ્યાસ કરવાના દરવાજા ખોલી આપે છે. નિદર્શન પૂરતું કહેવાય કે ભારતીય સાહિત્ય અને પરદેશી ભાષાની રચનાઓનો તુલનાત્મક અભ્યાસ કરવો હોય તો અહીંથી સામગ્રી મળી શકશે એ જ રીતે ધાર્મિક સંદર્ભની રચનાઓ વિશેના અભ્યાસ માટે પણ અહીં ઘણી સામગ્રી સંગ્રહાયેલી છે. વાચકના વિચારક્ષેત્રને વિસ્તૃત કરતું અને અનુભવજગતને સમૃદ્ધ કરતું આ સંપાદન મનનીય છે. | ||
{{સ-મ|||'''—કીર્તિદા શાહ'''}} | {{સ-મ|||'''—કીર્તિદા શાહ'''}} | ||
{{Poem2Close}} | |||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | |||
{{Heading| સર્જક-પરિચય}} | |||
[[File:Writer Chandrakant Topiwala.jpg|frameless|center]]<br> | |||
<center><big>'''ચન્દ્રકાન્ત ટોપીવાળા'''</big></center> | |||
{{Poem2Open}} | |||
'''ડૉ. ચન્દ્રકાન્ત ટોપીવાળા''' : (જન્મ : ૭ ઓગસ્ટ, ૧૯૩૬) ગુજરાતી સાહિત્ય પરિષદના ક. લા. સ્વાધ્યાય મન્દિરના નિવૃત્ત નિયામક અને ગુજરાતીના અધ્યાપક. અગાઉ તે દાહોદની નવજીવન આર્ટસ્ એન્ડ કોમર્સ કૉલેજના આચાર્યપદે હતા. | |||
તેમણે કવિતા, વિવેચન અને સંપાદન ક્ષેત્રે ગુણવત્તાવાળું કામ કર્યું છે. છેલ્લા બે દાયકાથી વિવેચનક્ષેત્રે જે શક્તિશાળી સાહિત્યકારો કામ કરે છે એમાં ડૉ. ટોપીવાળાનું સ્થાન પહેલી હરોળમાં છે. વિવેચનમાં ભાષાકીય વિશ્લેષણ, શૈલીવિજ્ઞાન, સંરચનાવાદ, સંરચનાવાદોત્તર વિચારણા અને ડિ-કન્સ્ટ્રકશન વ. વિભાવો ગુજરાતીમાં સમજાવવાનું અને એનો પ્રત્યક્ષ સાહિત્યકૃતિઓમાં વિનિયોગ કરવાનું કાર્ય તેમણે કર્યું છે. તેમણે લેખન-કારકિર્દીનો આરંભ કવિતાથી કરેલો. ‘કાન્ત તારી રાણી’, ‘પક્ષીતીર્થ’ વ. તેમના કાવ્યસંગ્રહો પ્રગટ થયેલા છે, પણ તેઓ સવિશેષ વિવેચક તરીકે પ્રસિદ્ધ છે. ‘અપરિચિત અ, અપરિચિત બ’, ‘પ્રતિભાષાનું કવચ’, ‘સંસર્જનાત્મક કાવ્યવિજ્ઞાન’, ‘વિવેચનનો વિભાજિત પટ’, ‘ગ્રંથઘટન’ વ. તેમના વિવેચનગ્રંથો છે. તેમણે અનેક સંપાદનો અને અનુવાદો પણ કર્યા છે. પરિષદ તરફથી પ્રગટ થયેલા ‘ગુજરાતી સાહિત્યકોશ : ભાગ-૨ અને ૩ના મુખ્ય સંપાદક છે. | |||
અનેક સાહિત્યસંસ્થાઓ સાથે તે સંકળાયેલા છે. ભારતીય જ્ઞાનપીઠ, સાહિત્ય અકાદમી, દિલ્હી અને નેશનલ બુક ટ્રસ્ટને તેમની સેવાઓ મળી છે. | |||
{{સ-મ|||'''—રમણલાલ જોશી'''<br>'''(ગુજરાતી ગ્રંથશ્રેણી-૪૩ ‘સુરેશ જોષી’માંથી સાભાર)'''}} | |||
<br> | |||
{{Poem2Close}} | {{Poem2Close}} |