2,669
edits
(+1) |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
Line 6: | Line 6: | ||
{{Poem2Open}}ગુજરાતના ઠીક ઠીક સાહિત્ય રસિક વાચકો સર્જક પ્રાગજીભાઈ ભામ્ભીને છેલ્લા બે દાયકાથી ઓળખે છે. ઈ. સ. ૨૦૦૦માં તેમનો નવલિકાસંચય ‘ફરી પાછા પૃથ્વી પર’ પ્રગટ થયો ત્યારે સુજ્ઞ વાચકોનું ધ્યાન ખેંચાયું હતું. તે સંગ્રહને ગુજરાત સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક પ્રાપ્ત થયેલું. તે પછી તેમના ત્રણેક વિવેચન ગ્રંથો ક્રમશઃ પ્રકાશિત થયેલા. જેમાં તેમની કળાદૃષ્ટિ તથા સાહિત્યની ઉત્તમ પરખશક્તિ કળાય છે. અગાઉ તેમની બે નવલકથાઓ (૧. ‘દિવાળીનો દિવસો’ ઈ. સ. ૨૦૦૨ અને ૨. ‘ઘેરાવ’ ઈ. સ. ૨૦૦૯) પ્રગટ થયેલી છે. જેમાંથી નવલકાર પ્રાગજીભાઈની પ્રથમ કક્ષાની કથનસૂઝ અને કળાસૂઝનો પરિચય થાય છે. | {{Poem2Open}}ગુજરાતના ઠીક ઠીક સાહિત્ય રસિક વાચકો સર્જક પ્રાગજીભાઈ ભામ્ભીને છેલ્લા બે દાયકાથી ઓળખે છે. ઈ. સ. ૨૦૦૦માં તેમનો નવલિકાસંચય ‘ફરી પાછા પૃથ્વી પર’ પ્રગટ થયો ત્યારે સુજ્ઞ વાચકોનું ધ્યાન ખેંચાયું હતું. તે સંગ્રહને ગુજરાત સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક પ્રાપ્ત થયેલું. તે પછી તેમના ત્રણેક વિવેચન ગ્રંથો ક્રમશઃ પ્રકાશિત થયેલા. જેમાં તેમની કળાદૃષ્ટિ તથા સાહિત્યની ઉત્તમ પરખશક્તિ કળાય છે. અગાઉ તેમની બે નવલકથાઓ (૧. ‘દિવાળીનો દિવસો’ ઈ. સ. ૨૦૦૨ અને ૨. ‘ઘેરાવ’ ઈ. સ. ૨૦૦૯) પ્રગટ થયેલી છે. જેમાંથી નવલકાર પ્રાગજીભાઈની પ્રથમ કક્ષાની કથનસૂઝ અને કળાસૂઝનો પરિચય થાય છે. | ||
નવલકાર પ્રાગજીભાઈ ભામ્ભીની ત્રીજી કૃતિ | નવલકાર પ્રાગજીભાઈ ભામ્ભીની ત્રીજી કૃતિ ‘મંછીભાભી’ (૨૦૧૯)ની કથા ગામડાના, વૈશાખ મહિનાના સાત-આઠ દિવસોના સીમિત ફલકમાં રજૂ કરાઈ છે. અહીં પણ ‘છબીકારની તટસ્થતાથી’ સુચારુ રીતે કથાનું આલેખન થયું છે. શીર્ષક જોતાં જ સમજી શકાય કે કૃતિ ચરિત્રકેન્દ્રી છે. કથાનાયકના કથન કેન્દ્રથી રજૂ થઈ છે. નાયક કરસન ઓગણસાઠ વરસની ઉમ્મરનો પ્રૌઢ છે. તેની આસપાસની ઉમ્મરનાં બે સ્ત્રી પાત્રો – જેમાં એક નાયકની પત્ની મંગુ અને બીજી, નાયકને જેના તરફ ખેંચાણ છે – પ્રેમ છે તે મંછીભાભી. એમ ત્રણેયની ક્ષણો વણાતી રહે છે, નાયકના આંતરમનમાં તેનાં આ સ્વજનો સાથે ઘટતી નાની મોટી પ્રસંગાવલિઓમાં કથાનું રેશમી ભાવપોત ગૂંથાતું રહે છે. નાયકના ચિત્તમાં આ પાત્રોનાં વર્તમાન અને અતીતની ક્રિયા-પ્રતિક્રિયાઓની ઝીણી ઝીણી ભાવછબીઓ ઝિલાતી આવે છે. સાથે નાયક પરિવાર અને મંછીભાભીનાં કુટુમ્બીજનોનાં જરૂરી કેટલાંક પાત્રો ક્યાંક દેખાતાં રહે છે ખરાં પરંતુ સર્જક તો એ ત્રણે પાત્રો વચ્ચેના સંબંધ-વિશ્વની અભિવ્યક્તિને તાકે છે. નાયક ચિત્તમાં ખાસ તો મંછીભાભી અને મંગુ સંદર્ભે ઊઠતાં રાગાવેગનાં વિવિધ પ્રકારનાં રંગવર્તુળ – યાને કશ્મકશનાં વાસ્તવિક વર્ણનોથી કૃતિનો ગર્ભભાગ બંધાયો છે. કૃતિની ધરી આ મંછીભાભીનું ચરિત્ર છે, એ અર્થમાં શીર્ષક ઉચિત જણાય છે. | ||
કૉલેજના સહાધ્યાયી મગને મંછીભાભીના રૂપની તથા વ્યક્તિત્વની વાતો કરેલી. સાસરીમાં મંછીભાભી સાથેની પ્રથમ મુલાકાતમાં નાયક કરસનને થાય છે કે આ તો તેનાથી પણ વધારે સુંદર છે, રૂપાળાં છે. સાસરીમાં નાયક પત્ની સાથે બેઠેલો છે ને ત્યાં મંછીભાભી આવી ચડે છે. સહજ રીતે જાણે પતિને મંછીભાભીને સોંપી મંગુ વાડામાં જાય છે. તેને લીધે નાયક અને મંછીભાભી માટે એકાંત સર્જાયું. રૂપનો છાક તો અનુભવાયેલો જ હતો. ઓચિંતો જ નાયકે મંછીભાભીના ગાલે સ્નેહસિક્કો લગાવી દીધો. મંછીભાભીએ વિરોધ પણ ના કર્યો, એટલાથી તો નાયકનું મન તર તર થઈ ગયું! એ પછીય આવું તેવું વર્તન ક્યારેક થયું છે પણ ક્યારેક મર્યાદારૂપ ‘પાળ તોડી શકાઈ નથી.’ મંછીભાભીને એકે સંતાન થયું નથી, તે કારણે તેમનું રૂપ એવું ને એવું રહ્યું છે, ઓસર્યું નથી. | કૉલેજના સહાધ્યાયી મગને મંછીભાભીના રૂપની તથા વ્યક્તિત્વની વાતો કરેલી. સાસરીમાં મંછીભાભી સાથેની પ્રથમ મુલાકાતમાં નાયક કરસનને થાય છે કે આ તો તેનાથી પણ વધારે સુંદર છે, રૂપાળાં છે. સાસરીમાં નાયક પત્ની સાથે બેઠેલો છે ને ત્યાં મંછીભાભી આવી ચડે છે. સહજ રીતે જાણે પતિને મંછીભાભીને સોંપી મંગુ વાડામાં જાય છે. તેને લીધે નાયક અને મંછીભાભી માટે એકાંત સર્જાયું. રૂપનો છાક તો અનુભવાયેલો જ હતો. ઓચિંતો જ નાયકે મંછીભાભીના ગાલે સ્નેહસિક્કો લગાવી દીધો. મંછીભાભીએ વિરોધ પણ ના કર્યો, એટલાથી તો નાયકનું મન તર તર થઈ ગયું! એ પછીય આવું તેવું વર્તન ક્યારેક થયું છે પણ ક્યારેક મર્યાદારૂપ ‘પાળ તોડી શકાઈ નથી.’ મંછીભાભીને એકે સંતાન થયું નથી, તે કારણે તેમનું રૂપ એવું ને એવું રહ્યું છે, ઓસર્યું નથી. | ||
મંછીભાભીને દુખાવો ઊપડ્યો છે, કેન્સર હૉસ્પિટલમાં બતાવ્યું છે. આ વાતની જાણ થતાં નાયક અને પત્ની મંગુ ખબર જોવા સાસરીમાં આવે છે. મંછી સંબંધની રીતે મંગુના કાકાના દીકરા અમરાભાઈની પત્ની છે, એ રીતે મંગુની ભાભી છે. આ ઉંમરેય નાયકને મંછીભાભી તરફનો મોહ ઘટ્યો નથી! મંછીભાભીનો પ્રતિભાવ પણ નાયકને ગમી જાય તેવો રહ્યો છે. મંછીના જીવનમાં કેટલાંક સ્ખલનો પણ બન્યાં છે. પણ હવે તે કળણમાંથી બહાર આવવા મથામણ કરી રહી છે. લગ્નજીવનના પ્રારંભમાં પતિ સાથે જ અણગમો હતો તે ત્રીજા આણાથી ગયો ને તે પતિ તરફ ઢળી. તેણે પોતાના અતીત ઉપર ચોકડી મારી દીધી... ધીમે ધીમે સદ્વર્તન કરવાનો સંઘર્ષ કરતી રહી. પોતાના તરફ ‘સખીભાવ’ રાખતા નાયક આગળ પોતાનાથી થયેલાં ‘પાપ’ (સ્ખલન)ની વાતો કબૂલીને તે પ્રાયશ્ચિત્ત કરે છે. તેમાંથી તેના ‘કાચ’ જેવા પારદર્શક વ્યક્તિત્વનો પરિચય થાય છે. પોતે હવે દામ્પત્યથી ચલિત થવા માગતી નથી તેથી નાયકને પણ કહે છે : ‘હવે મને પાપમાં ના પાડશો.’ આમ મંછીભાભીનું પાત્ર સંઘર્ષરત ડાયનેમિક કેરેક્ટર છે. નાયક અને મંગુ મંછીભાભીના દુઃખમાં સતત પડખે રહી જીવનોત્સાહ પૂરો પાડવા પ્રયત્નશીલ છે. મંછીભાભી એકલી ના પડે તેથી રિપોર્ટ લેવા તેઓ અમદાવાદ સાથે જાય છે. એ પ્રકારે દરકાર રાખે છે. | મંછીભાભીને દુખાવો ઊપડ્યો છે, કેન્સર હૉસ્પિટલમાં બતાવ્યું છે. આ વાતની જાણ થતાં નાયક અને પત્ની મંગુ ખબર જોવા સાસરીમાં આવે છે. મંછી સંબંધની રીતે મંગુના કાકાના દીકરા અમરાભાઈની પત્ની છે, એ રીતે મંગુની ભાભી છે. આ ઉંમરેય નાયકને મંછીભાભી તરફનો મોહ ઘટ્યો નથી! મંછીભાભીનો પ્રતિભાવ પણ નાયકને ગમી જાય તેવો રહ્યો છે. મંછીના જીવનમાં કેટલાંક સ્ખલનો પણ બન્યાં છે. પણ હવે તે કળણમાંથી બહાર આવવા મથામણ કરી રહી છે. લગ્નજીવનના પ્રારંભમાં પતિ સાથે જ અણગમો હતો તે ત્રીજા આણાથી ગયો ને તે પતિ તરફ ઢળી. તેણે પોતાના અતીત ઉપર ચોકડી મારી દીધી... ધીમે ધીમે સદ્વર્તન કરવાનો સંઘર્ષ કરતી રહી. પોતાના તરફ ‘સખીભાવ’ રાખતા નાયક આગળ પોતાનાથી થયેલાં ‘પાપ’ (સ્ખલન)ની વાતો કબૂલીને તે પ્રાયશ્ચિત્ત કરે છે. તેમાંથી તેના ‘કાચ’ જેવા પારદર્શક વ્યક્તિત્વનો પરિચય થાય છે. પોતે હવે દામ્પત્યથી ચલિત થવા માગતી નથી તેથી નાયકને પણ કહે છે : ‘હવે મને પાપમાં ના પાડશો.’ આમ મંછીભાભીનું પાત્ર સંઘર્ષરત ડાયનેમિક કેરેક્ટર છે. નાયક અને મંગુ મંછીભાભીના દુઃખમાં સતત પડખે રહી જીવનોત્સાહ પૂરો પાડવા પ્રયત્નશીલ છે. મંછીભાભી એકલી ના પડે તેથી રિપોર્ટ લેવા તેઓ અમદાવાદ સાથે જાય છે. એ પ્રકારે દરકાર રાખે છે. |