મનીષા જોષીની કવિતા/મનીષા જોષીની કવિતા: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|કવિ-પરિચય|}}
{{Heading|મનીષા જોષી : મુક્તિશોધની ઝંખનાનો બળવત્તર અવાજ|– પન્ના ત્રિવેદી}}

{{Poem2Open}}
{{Poem2Open}}
મનીષા જોષીનો જન્મ ૬ એપ્રિલ, ૧૯૭૧ ગુજરાતમાં કચ્છ જિલ્લાના માંડવી ખાતે થયો. કચ્છમાં પ્રાથમિક શિક્ષણ લીધા બાદ કૉલેજ અભ્યાસ વડોદરામાં. ૧૯૯૫માં વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીમાંથી એમ.એ.ની ડિગ્રી. કારકિર્દી માટે મુંબઈ તથા લંડનમાં વર્ષો સુધી પ્રિન્ટ તેમજ ટેલિવિઝન મીડિયામાં પત્રકાર રૂપે કાર્યરત. હાલ અમેરિકામાં કેલિફોર્નિયા ખાતે સ્થાયી.
મનીષા જોષીએ ગુજરાતી સાહિત્યને ચાર કાવ્યસંગ્રહોનું યોગદાન આપ્યું છે. પ્રથમ સંગ્રહ ‘કંદરા’ (૧૯૯૬), ‘કંસારા બજાર’ (૨૦૦૧), ‘કંદમૂળ’ (૨૦૧૩) તથા ‘થાક’ (૨૦૨૦). તે ઉપરાંત ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ચૂંટેલી કવિતાનું સંપાદન વર્ષ ૨૦૨૦માં પ્રકાશિત થયેલ છે. તેમના ‘કંદમૂળ’ કાવ્યસંગ્રહને ગુજરાત સાહિત્ય અકાદમીનું વર્ષ ૨૦૧૩નું પ્રથમ પારિતોષિક એનાયત થયેલ છે. ગુજરાતી લિટરરી એકેડમી ઓફ નોર્થ અમેરિકાએ વર્ષ ૨૦૧૮માં રમેશ પારેખ ઍવૉર્ડથી સન્માનિત કર્યાં છે. તેમનાં કાવ્યોની પસંદગી અનેક અંગ્રેજી પોએટ્રી એન્થોલોજી માટે થયેલ છે જેમાં ‘બીયોન્ડ ધી બીટન ટ્રેક : ઓફબીટ પોએમ્સ ફ્રોમ ગુજરાત’, ‘બ્રેથ બીકમિંગ અ વર્ડ’, ‘જસ્ટ બિટવીન અસ’, ‘ઇન્ટીરીઅર ડેકોરેશન’, ‘ધી ગાર્ડેડ ટંગ : વિમેન્સ રાઇટીંગ ઍન્ડ સેન્સરશીપ ઇન ઇન્ડિયા’, ‘વીમેન, વીટ ઍન્ડ વિઝડમઃ ઇન્ટરનેશનલ મલ્ટીલિન્ગ્યુઅલ પોએટ્રી એન્થોલોજી ઑફ વિમેન પોએટ્‌સ’, ‘અમરાવતી પોએટીક પ્રિઝમ’ વગેરે સમાવિષ્ટ છે. આ ઉપરાંત તેમની કવિતાઓના અંગ્રેજી તથા હિન્દી અનુવાદ ‘ઇન્ડિયન લિટરેચર’, ‘ધ વુલ્ફ’, ‘ન્યૂ ક્વેસ્ટ’, ‘પોએટ્રી ઇન્ડિયા’, ‘ધ મ્યૂઝ ઇન્ડિયા’, ‘સદાનીરા’ વગેરે પ્રતિષ્ઠિત સામયિકો તથા વેબજગતમાં ઉપલબ્ધ છે.
'''મનીષા જોષી : મુક્તિશોધની ઝંખનાનો બળવત્તર અવાજ'''
'''– પન્ના ત્રિવેદી'''
ગુજરાતી કવિતાવિશ્વમાં નોખું તરી આવતું એક નામ એટલે મનીષા જોષી, આપણા સમયના અને છતાં સમસ્ત સમયખંડના અનુભવી શકાય એવા એક ગુજરાતી કવિયત્રી. ગુજરાતી ભાષાની આ વિશિષ્ટ કવિયત્રીએ ચાર કાવ્યસંગ્રહો આપ્યા છે. ‘કંદરા’ (૧૯૯૬), ‘કંસારા બજાર’ (૨૦૦૧), ‘કંદમૂળ’ (૨૦૧૩) અને ‘થાક’ (૨૦૨૦). ગુજરાત સાહિત્ય અકાદમી પારિતોષિક તેમજ ગુજરાતી લિટરરી એકેડેમી ઑફ નોર્થ અમેરિકા અને શ્રી રમેશ પારેખ ઍવૉર્ડથી સન્માનિત આ કવિયત્રીનું ભાવવિશ્વ પરિચિત છતાં સાવ અપરિચિત અનુભવાય છે.

આ સંપાદન કાર્ય આપ સહુ સુધી પહોંચી રહ્યાનો અનેરો આનંદ વ્યક્ત કરું છું. આ નોખી કવિયત્રીની કવિતાઓમાંથી પસાર થવાનો અનુભવ પણ એવો જ નોખો રહ્યો. તેમની કવિતાઓના ચયન અર્થે એકાધિક વાર તેમની રચનાઓમાંથી પસાર થવાનું બન્યું. કાવ્ય પસંદગીની પ્રક્રિયાએ ખાસ્સી મથાવી. એમ પણ બન્યું કે એક જ વિષય પર લખાયેલ અનેક બળવત્તર રચનાઓ સાંપડી પણ એ સર્વ કાવ્યોને સમાવિષ્ટ કરવા શક્ય ન બને તે સ્વાભાવિક છે. આપણી ભાષાની આ કવિયત્રીનું કાવ્યવિશ્વ બહુઆયામી રહ્યું છે. અન્ય સશક્ત રચનાઓમાં રહેલ વિસ્તૃત અને ઊંડું એવું વિશિષ્ટ ભાવવિશ્વ પણ કાવ્યરસિકો અને ભાવકો સમક્ષ આ પહોંચાડી શકું તે જ મારો ઉદ્દેશ્ય.