8,009
edits
No edit summary |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading| | {{Heading|મનીષા જોષી : મુક્તિશોધની ઝંખનાનો બળવત્તર અવાજ|– પન્ના ત્રિવેદી}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ગુજરાતી કવિતાવિશ્વમાં નોખું તરી આવતું એક નામ એટલે મનીષા જોષી, આપણા સમયના અને છતાં સમસ્ત સમયખંડના અનુભવી શકાય એવા એક ગુજરાતી કવિયત્રી. ગુજરાતી ભાષાની આ વિશિષ્ટ કવિયત્રીએ ચાર કાવ્યસંગ્રહો આપ્યા છે. ‘કંદરા’ (૧૯૯૬), ‘કંસારા બજાર’ (૨૦૦૧), ‘કંદમૂળ’ (૨૦૧૩) અને ‘થાક’ (૨૦૨૦). ગુજરાત સાહિત્ય અકાદમી પારિતોષિક તેમજ ગુજરાતી લિટરરી એકેડેમી ઑફ નોર્થ અમેરિકા અને શ્રી રમેશ પારેખ ઍવૉર્ડથી સન્માનિત આ કવિયત્રીનું ભાવવિશ્વ પરિચિત છતાં સાવ અપરિચિત અનુભવાય છે. | ગુજરાતી કવિતાવિશ્વમાં નોખું તરી આવતું એક નામ એટલે મનીષા જોષી, આપણા સમયના અને છતાં સમસ્ત સમયખંડના અનુભવી શકાય એવા એક ગુજરાતી કવિયત્રી. ગુજરાતી ભાષાની આ વિશિષ્ટ કવિયત્રીએ ચાર કાવ્યસંગ્રહો આપ્યા છે. ‘કંદરા’ (૧૯૯૬), ‘કંસારા બજાર’ (૨૦૦૧), ‘કંદમૂળ’ (૨૦૧૩) અને ‘થાક’ (૨૦૨૦). ગુજરાત સાહિત્ય અકાદમી પારિતોષિક તેમજ ગુજરાતી લિટરરી એકેડેમી ઑફ નોર્થ અમેરિકા અને શ્રી રમેશ પારેખ ઍવૉર્ડથી સન્માનિત આ કવિયત્રીનું ભાવવિશ્વ પરિચિત છતાં સાવ અપરિચિત અનુભવાય છે. | ||
આ સંપાદન કાર્ય આપ સહુ સુધી પહોંચી રહ્યાનો અનેરો આનંદ વ્યક્ત કરું છું. આ નોખી કવિયત્રીની કવિતાઓમાંથી પસાર થવાનો અનુભવ પણ એવો જ નોખો રહ્યો. તેમની કવિતાઓના ચયન અર્થે એકાધિક વાર તેમની રચનાઓમાંથી પસાર થવાનું બન્યું. કાવ્ય પસંદગીની પ્રક્રિયાએ ખાસ્સી મથાવી. એમ પણ બન્યું કે એક જ વિષય પર લખાયેલ અનેક બળવત્તર રચનાઓ સાંપડી પણ એ સર્વ કાવ્યોને સમાવિષ્ટ કરવા શક્ય ન બને તે સ્વાભાવિક છે. આપણી ભાષાની આ કવિયત્રીનું કાવ્યવિશ્વ બહુઆયામી રહ્યું છે. અન્ય સશક્ત રચનાઓમાં રહેલ વિસ્તૃત અને ઊંડું એવું વિશિષ્ટ ભાવવિશ્વ પણ કાવ્યરસિકો અને ભાવકો સમક્ષ આ પહોંચાડી શકું તે જ મારો ઉદ્દેશ્ય. | આ સંપાદન કાર્ય આપ સહુ સુધી પહોંચી રહ્યાનો અનેરો આનંદ વ્યક્ત કરું છું. આ નોખી કવિયત્રીની કવિતાઓમાંથી પસાર થવાનો અનુભવ પણ એવો જ નોખો રહ્યો. તેમની કવિતાઓના ચયન અર્થે એકાધિક વાર તેમની રચનાઓમાંથી પસાર થવાનું બન્યું. કાવ્ય પસંદગીની પ્રક્રિયાએ ખાસ્સી મથાવી. એમ પણ બન્યું કે એક જ વિષય પર લખાયેલ અનેક બળવત્તર રચનાઓ સાંપડી પણ એ સર્વ કાવ્યોને સમાવિષ્ટ કરવા શક્ય ન બને તે સ્વાભાવિક છે. આપણી ભાષાની આ કવિયત્રીનું કાવ્યવિશ્વ બહુઆયામી રહ્યું છે. અન્ય સશક્ત રચનાઓમાં રહેલ વિસ્તૃત અને ઊંડું એવું વિશિષ્ટ ભાવવિશ્વ પણ કાવ્યરસિકો અને ભાવકો સમક્ષ આ પહોંચાડી શકું તે જ મારો ઉદ્દેશ્ય. |