કવિ ગુલામમોહમ્મદ શેખની અનોખી કાવ્યસૃષ્ટિ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 34: Line 34:
મૂતરી કાઢું,
મૂતરી કાઢું,
બકું,
બકું,
લવું એની કવિતા.     (‘અથવા’, પૃ. ૭૩)
લવું એની કવિતા. (‘અથવા’, પૃ. ૭૩)
</poem>
</poem>

Line 62: Line 62:

{{Poem2Open}}
{{Poem2Open}}
ચન્દ્ર અને પૃથ્વીની ગતિને કારણે ચાંદની ધીમે ધીમે સરતી અનુભવાય છે. ચાંદની સાથે શૃંગાર (સમ્ભોગ/વિપ્રલમ્ભ)નો ભાવ પરમ્પરાથી જોડાયેલો છે એને કવિ તોડે છે. ચાંદનીને નહીં, ચન્દ્રને ભૂખ્યા ભૂંડ સાથે સરખાવી સર્જક, તેને રસ્તા પર જીભ ઘસતો ને આમતેમ ભટકતો દર્શાવે છે. ઘણાંને રાવજી પટેલનો ‘પરસાળ સૂંઘતો ચાંદો’ (‘અંગત’, પૃ. ૪) યાદ છે; પણ શેખનું આ અ-રૂઢ કલ્પન ભાગ્યે જ યાદ છે.
ચન્દ્ર અને પૃથ્વીની ગતિને કારણે ચાંદની ધીમે ધીમે સરતી અનુભવાય છે. ચાંદની સાથે શૃંગાર (સમ્ભોગ/વિપ્રલમ્ભ)નો ભાવ પરમ્પરાથી જોડાયેલો છે એને કવિ તોડે છે. ચાંદનીને નહીં, ચન્દ્રને ભૂખ્યા ભૂંડ સાથે સરખાવી સર્જક, તેને રસ્તા પર જીભ ઘસતો ને આમતેમ ભટકતો દર્શાવે છે. ઘણાંને રાવજી પટેલનો જુઓ, પણે ‘પરસાળ સૂંઘતો ચાંદો’ (‘અંગત’, પૃ. ૪) યાદ છે; પણ શેખનું આ અ-રૂઢ કલ્પન ભાગ્યે જ યાદ છે.
‘જેસલમેર’ અને ‘દિલ્હી’ જેવાં સ્થળવિશેષનાં કૃષ્ણલાલ શ્રીધરાણી, ઉમાશંકર જોશી, ઉશનસ્, રઘુવીર ચૌધરી, ચન્દ્રકાન્ત ટોપીવાળા, વગેરેનાં કાવ્યોની સરખામણીમાં ગુલામમોહમ્મદ શેખના નિરૂપણમાં કવિ અને ચિત્રકારની દૃષ્ટિની સહોપસ્થિતિ માણી શકાય છે. ‘જેસલમેર’ ગુચ્છના પ્રથમ કાવ્યમાં વર્તમાન સાથે ઇતિહાસના સંકેતો પરસ્પરમાં ભળી જતાં સ્થળવિશેષનું દૃશ્ય/રંગસભર સંવેદન ભાવક આસ્વાદી શકે છે. એક્સ્ટ્રીમ લોંગ શોટથી ક્લોઝ અપ સુધીની – બહારથી અંદર તરફની ગતિ કાવ્યના વિકાસમાં ઉપકારક બની છે. ‘અથવા’માં દૃશ્ય ને સ્પર્શ્ય સંવેદનનાં અનેક યાદગાર કલ્પનો મળે છે. ‘જેસલમેર’–૧માં દૃશ્ય અને સ્પર્શ્ય સંવેદનો પરસ્પરમાં કલાવાઈને આવ્યાં છે. જોઈએઃ

{{Poem2Close}}
{{Poem2Close}}
Line 93: Line 93:
{{Poem2Open}}
{{Poem2Open}}
સામાન્ય રીતે તડકો આંખથી, સ્પર્શથી પામી શકાય છે. અહીં તો કવિએ તડકાને સ્વાદનો વિષય બનાવ્યો છે અને કિલ્લાને સ્વાદના વિષય એવા રોટલા સાથે સરખાવી દૃષ્ટિનો વિષય બનાવ્યો છે. કાચા મૂળાની તૂરી-તીખાશ તડકાની તીખાશ સાથે જોડાતાં સ્વાદ-સ્પર્શનું યુગપત્ સંવેદન પ્રગટે છે. દિલ્હીનો કુતુબમિનાર તો ઘણાએ જોયો હશે, પણ ‘પેટના મૂળથી અન્નનળી સુધી ઊભો થતો કુતુબ’ તો ગુલામમોહમ્મદ શેખનો જ.

જ્યોતિ ભટ્ટ અને જેરામ પટેલનાં રેખાંકનોના, ભૂપેન ખખ્ખર, સેઝાંની ચિત્રસૃષ્ટિના વિશેષોને નિજી કોણ તેમ જ અવનવી પદાવલિના સંયોજન દ્વારા કવિ વ્યક્ત કરે છે. આ કાવ્યોમાં કળાકારોનાં રેખાંકનો/ચિત્રોનો શબ્દોમાં અનુવાદ નથી, એ ચિત્રો/રેખાંકનો જોતાં અનુભવાયેલો ભાવવિશેષ છે. જેરામ પટેલનાં રેખાંકનોમાંથી પ્રગટતા સૂનકારને કવિ ‘પાશવી સૂનકાર’, ‘સહસ્રબાહુ સૂનકાર’, ‘તપ્ત તીખો સૂનકાર’ કહે છે ત્યારે આપણે સૂનકારની નવી ઓળખ પામીએ છીએ. સૂનકારનાં આ વિશેષણોને જરા અટકીને, ધ્યાનથી જોઈશું તો જેરામ પટેલનાં અરૂઢ રેખાંકનોની બીકાળવી, આદિમ સૃષ્ટિમાં પ્રવેશવાની એક બારી મળશે.
જ્યોતિ ભટ્ટ અને જેરામ પટેલનાં રેખાંકનોના, ભૂપેન ખખ્ખર, સેઝાંની ચિત્રસૃષ્ટિના વિશેષોને નિજી કોણ તેમજ અવનવી પદાવલિના સંયોજન દ્વારા કવિ વ્યક્ત કરે છે. આ કાવ્યોમાં કળાકારોનાં રેખાંકનો/ચિત્રોનો શબ્દોમાં અનુવાદ નથી, એ ચિત્રો/રેખાંકનો જોતાં અનુભવાયેલો ભાવવિશેષ છે. જેરામ પટેલનાં રેખાંકનોમાંથી પ્રગટતા સૂનકારને કવિ ‘પાશવી સૂનકાર’, ‘સહસ્રબાહુ સૂનકાર’, ‘તપ્ત તીખો સૂનકાર’ કહે છે ત્યારે આપણે સૂનકારની નવી ઓળખ પામીએ છીએ. સૂનકારનાં આ વિશેષણોને જરા અટકીને, ધ્યાનથી જોઈશું તો જેરામ પટેલનાં અરૂઢ રેખાંકનોની બીકાળવી, આદિમ સૃષ્ટિમાં પ્રવેશવાની એક બારી મળશે.
ચિત્રના જાણીતા પ્રકારોમાં ભૂદૃશ્ય (લેન્ડસ્કેપ), વ્યક્તિચિત્ર (પોર્ટ્રેટ), પદાર્થ/વસ્તુચિત્ર (સ્ટીલ લાઇફ) આદિને ગણાવી શકાય. ‘અથવા’નાં ત્રણ ‘સ્ટીલ લાઇફ’–કેન્દ્રી કાવ્યોમાંનું પ્રથમ (પૃ. ૧૭) દ્વિવિધ સ્તરે વિકસે છે. કવિએ ઓરડાની સામગ્રીને/વસ્તુઓને જે રીતે આલેખી છે એમાંથી રતિક્રીડા પછીનો ઓરડો આપણી સમ્મુખ થાય છે. એટલે કે આ કાવ્ય વસ્તુચિત્રની સાથે સાથે રતિક્રીડાના સંકેતોનું પણ બન્યું છે.

મૃત્યુ વિશે આપણે જે કંઈ વાંચ્યું, વિચાર્યું કે અનુભવ્યું છે તેનાથી તદ્દન જુદા કોણથી, વિધવિધ કલ્પનો દ્વારા કવિ ‘મૃત્યુ’ (પૃ. ૩૯)ને વ્યક્ત કરે છે. મોઝેઇક એટલે કાચ/પથ્થર/ટાઇલ્સ/કાગળ વગેરેનાં રંગીન ટુકડાઓ સર્જનાત્મક રીતે ગોઠવી રચાતી કૃતિ.

Line 144: Line 144:

{{Poem2Open}}
{{Poem2Open}}
ભાષા સાથે ગમ્ભીરતાથી ન વર્તતા કવિઓ માટેનો તીવ્ર અણગમો ‘કવિ’ (પૃ. ૭૨) રચનામાં ખાસ્સી મુખરતાથી વ્યક્ત થયો છે. ‘એવું થાય છે કે’ (પૃ. ૪૭) ગુલામમોહમ્મદ શેખની એકાધિક સ્તરે વિસ્તરતી કૃતિ છે:
ભાષા સાથે ગમ્ભીરતાથી ન વર્તતા કવિઓ માટેનો તીવ્ર અણગમો ‘કવિ’ (પૃ. ૭૨) રચનામાં ખાસ્સી મુખરતાથી વ્યક્ત થયો છે. ‘એવું થાય છે કે’ (પૃ. ૪૭) ગુલામમોહમ્મદ શેખની એકાધિક સ્તરે વિસ્તરતી મહત્વની કૃતિ છે:
{{Poem2Close}}
{{Poem2Close}}

Line 180: Line 180:
આ ઉપરાન્ત ‘સ્વજનને પત્ર’ (પૃ. ૧૩), ‘હરિદાસ માટે’ (પૃ. ૧૩), ‘સૈનિકનું ગીત’ (પૃ. ૬૫-૬૬) અને ‘અથવા’ પછીનાં ‘સ્વપ્નમાં પિતા’, ‘માંદગીના દિવસો’ કાવ્યો નિરાંતે આસ્વાદવા જેવાં છે.
આ ઉપરાન્ત ‘સ્વજનને પત્ર’ (પૃ. ૧૩), ‘હરિદાસ માટે’ (પૃ. ૧૩), ‘સૈનિકનું ગીત’ (પૃ. ૬૫-૬૬) અને ‘અથવા’ પછીનાં ‘સ્વપ્નમાં પિતા’, ‘માંદગીના દિવસો’ કાવ્યો નિરાંતે આસ્વાદવા જેવાં છે.
{{Center|•}}
{{Center|•}}
કોઈ પણ કળા અંગત પ્રત્યક્ષીકરણ – પર્સનલ પર્સોપ્શન-નું એક પરિણામ છે. મનોવિજ્ઞાન તો કહે છે કે પંચેન્દ્રિય દ્વારા અનુભવાતાં સંવેદનોમાં બુદ્ધિ દ્વારા નિજી અર્થ ઉમેરાય તે પ્રત્યક્ષીકરણ. ‘અથવા’ને પાને પાને આવાં પ્રત્યક્ષીકરણનાં ઉદાહરણો ભાવકોને મળે છે.
કોઈ પણ કળા અંગત પ્રત્યક્ષીકરણ – પર્સનલ પર્સેપ્શન-નું એક પરિણામ છે. મનોવિજ્ઞાન તો કહે છે કે પંચેન્દ્રિય વડે અનુભવાતાં સંવેદનોમાં બુદ્ધિ દ્વારા નિજી અર્થ ઉમેરાય તે પ્રત્યક્ષીકરણ. ‘અથવા’ને પાને પાને આવાં પ્રત્યક્ષીકરણનાં ઉદાહરણો ભાવકોને મળે છે.
‘ભીની વનસ્પતિના પેટમાં’-થી આરમ્ભાતી રચનામાં કવિ ઘુવડની નહીં, એના પડછાયાની ગતિવિધિ આલેખે છે. એમાં રંગ, સુગન્ધ, સ્પર્શનાં તાજાં અને સંકુલ કલ્પનોનું જાળું રચાય છે. તેમ છતાં કેટલુંક વાયવી રહી જાય છે. એના સંકેતો જોડવા મુશ્કેલ બને છેઃ

Line 198: Line 198:
હોલીની યોનિની અગાશીમાં થઈને
હોલીની યોનિની અગાશીમાં થઈને
સૂર્યનું એક કિરણ
સૂર્યનું એક કિરણ
મારી આંખોમાં ઘોંચાય છે. (‘અથવા’, પૃ. ૬૦)
મારી આંખોમાં ઘોંચાય છે. (‘અથવા’, પૃ. ૬૦)<br>
મહાબલિપુરમ્‌ની બે પંક્તિઓઃ
 
મહાબલિપુરમ્‌ની બે પંક્તિઓઃ<br>
 
ભૂંડણના ઢીલા આંચળમાંથી લથડતો
ભૂંડણના ઢીલા આંચળમાંથી લથડતો
તેરસો વરસનો ઘરડો પવન પસાર થાય છે (‘અથવા’, પૃ. ૫૦)
તેરસો વરસનો ઘરડો પવન પસાર થાય છે (‘અથવા’, પૃ. ૫૦)
Line 207: Line 209:
ગુલામમોહમ્મદ શેખે ‘અથવા’માં રંગ, સુગન્ધ, સ્પર્શ અને સ્વાદનાં તદ્દન તાજાં કલ્પનો વડે જે જગત આપણી સામે ધર્યું છે એને આધારે કહી શકાય કે તેઓ આધુનિકતાવાદી અછાન્દસ ગુજરાતી કવિતાના પ્રથમ બળૂકા કવિ છે. એમના કાવ્યસર્જનને ચિત્રકારની વિલક્ષણ દૃષ્ટિનો પણ લાભ મળ્યો છે. અંતે, આ કવિની ઉપમાસમૃદ્ધિનો માત્ર ઉલ્લેખ કરી અટકું છું.  

''(આટ્‌ર્સ એન્ડ કોમર્સ કોલેજ, ધોરાજીમાં ‘અછાન્દસ કવિતા અને ગુજરાતી અછાન્દસ કવિતા’ વિશે ૭ – ૮ જાન્યુઆરી, ૨૦૧૨ દરમિયાન યોજાયેલા પરિસંવાદમાં રજૂ કરેલું વક્તવ્ય – થોડા સુધારાવધારા સાથે.)''
''(આટ્‌ર્સ ઍન્ડ કૉમર્સ કૉલેજ, ધોરાજીમાં ‘અછાન્દસ કવિતા અને ગુજરાતી અછાન્દસ કવિતા’ વિશે ૭–૮ જાન્યુઆરી, ૨૦૧૨ દરમિયાન યોજાયેલા પરિસંવાદમાં રજૂ કરેલું વક્તવ્ય – થોડા સુધારાવધારા સાથે.)''

{{Right|''(‘સમીપે’-ચોવીસ, પૃ. ૭૨-૮૦)''}}
{{Right|''(‘સમીપે’-ચોવીસ, પૃ. ૭૨-૮૦)''}}
{{Poem2Close}}
{{Poem2Close}}