8,009
edits
No edit summary |
No edit summary |
||
Line 19: | Line 19: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
મણિપુર શબ્દ કાને પડતાં જ ભારતનું મણિપુરી નૃત્ય નજર સામે તરવરી રહે, ભારતની નૃત્યપરંપરામાં એનું અનોખું સ્થાન છે. ભારતને પૂર્વ સીમાડે નાગાલેન્ડની દક્ષિણે બર્માને અડીને આવેલું આ મણિપુર રાજ્ય એના | મણિપુર શબ્દ કાને પડતાં જ ભારતનું મણિપુરી નૃત્ય નજર સામે તરવરી રહે, ભારતની નૃત્યપરંપરામાં એનું અનોખું સ્થાન છે. ભારતને પૂર્વ સીમાડે નાગાલેન્ડની દક્ષિણે બર્માને અડીને આવેલું આ મણિપુર રાજ્ય એના સીમારાજ્ય માટે પણ જાણીતું છે. યુવાન સ્ત્રીઓ ઘરમાં બાળકોની સારસંભાળ રાખે અને વૃદ્ધ માતાઓ વેપારવણજ ચલાવતી હોય એવી એની પ્રથા સાથેનું ત્યાં રાજધાની ઈમ્ફાલમાં મોટું ‘ઈમા બજાર' છે. કહેવાય છે કે મા ઈમા બજા૨નું રક્ષણ કરે છે. ‘ઈમા'એ મણિપુરી ભાષાનો ‘મા' અંગેનો આદરવાચક શબ્દ છે. સ્ત્રીના ગૌરવને અને માના ઉત્તમ ચારિત્ર્યને રજૂ કરતી આ જ કારણે ‘ઈમા' નામની નવલકથા મણિપુરી ભાષાના લેખક રાજકુમાર શીતલજિત તરફથી મળે છે તો એમાં નવાઈ પામવા જેવું નથી. | ||
૧૯૧૩માં ઈમ્ફાલમાં જન્મેલા લેખક રાજકુમાર શીતલજિત ઇતિહાસના વિષયમાં સ્નાતક છે. તેઓ થોઈબી પુરસ્કાર, મણિપુર સાહિત્ય અકાદમી પુરસ્કાર તેમજ ગિરિ સાહિત્ય પુરસ્કારથી સન્માનિત છે. ‘કેતકી' (૧૯૪૫), ‘વાલ્મીકિ’ (૧૯૫૦), ‘શકુન્તલા’ (૧૯૭૨) જેવા કાવ્યસંગ્રહો અને કેટલાક વાર્તાસંગ્રહો એમણે આપ્યા છે. નેતાજી સુભાષચન્દ્ર પરનો એક ઇતિહાસગ્રન્થ પણ એમને નામે છે. ‘શ્રીમદ્ ભગવદ્ગીતા'નો અનુવાદ તેમજ ‘ચૈતન્ય ચરિતામૃત’ના આઠ ભાગ પણ એમને રચેલા છે. રાજકુમાર શીતજિતની ‘થાદોપા’ (૧૯૪૧), ‘રોહિણી’ (૧૯૪૮) વગેરે નવલકથાઓમાં ‘ઈમા’ (૧૯૪૭) જાણીતી છે. ધનિક વર્ગને હાથે અત્યાચાર પામેલી એક સ્ત્રીની ધીરજ અને એના વાત્સલ્યની આ કથા મણિપુરના જનજીવન વચ્ચે આપણને મૂકે છે અને છતાં ભારતના દૂરના છેડે ભારતીયતાને ધબકતી આપણે એમાં અનુભવીએ છીએ. | ૧૯૧૩માં ઈમ્ફાલમાં જન્મેલા લેખક રાજકુમાર શીતલજિત ઇતિહાસના વિષયમાં સ્નાતક છે. તેઓ થોઈબી પુરસ્કાર, મણિપુર સાહિત્ય અકાદમી પુરસ્કાર તેમજ ગિરિ સાહિત્ય પુરસ્કારથી સન્માનિત છે. ‘કેતકી' (૧૯૪૫), ‘વાલ્મીકિ’ (૧૯૫૦), ‘શકુન્તલા’ (૧૯૭૨) જેવા કાવ્યસંગ્રહો અને કેટલાક વાર્તાસંગ્રહો એમણે આપ્યા છે. નેતાજી સુભાષચન્દ્ર પરનો એક ઇતિહાસગ્રન્થ પણ એમને નામે છે. ‘શ્રીમદ્ ભગવદ્ગીતા'નો અનુવાદ તેમજ ‘ચૈતન્ય ચરિતામૃત’ના આઠ ભાગ પણ એમને રચેલા છે. રાજકુમાર શીતજિતની ‘થાદોપા’ (૧૯૪૧), ‘રોહિણી’ (૧૯૪૮) વગેરે નવલકથાઓમાં ‘ઈમા’ (૧૯૪૭) જાણીતી છે. ધનિક વર્ગને હાથે અત્યાચાર પામેલી એક સ્ત્રીની ધીરજ અને એના વાત્સલ્યની આ કથા મણિપુરના જનજીવન વચ્ચે આપણને મૂકે છે અને છતાં ભારતના દૂરના છેડે ભારતીયતાને ધબકતી આપણે એમાં અનુભવીએ છીએ. | ||
નવલકથા નિર્ધન દંપતી મધુચન્દ્ર અને રાધાને ગલીની સીમના આછા અંધારામાંથી બે વર્ષનું બાળક જડે છે, ત્યાંથી શરૂ થાય છે. આવા કસમયે બાળકને કોણ છોડી ગયું હશે એની ચિંતામાં દંપતી પડે છે. બાળકનાં માબાપની મહોલ્લામાં શોધ કરી પણ કોઈ જાણકારી મળી નહીં. છેવટે દંપતી પોલિસ સ્ટેશને પહોંચે છે. જમાદાર વિગતો નોંધી બાળકને લઈ જવા સૂચવે છે. મેઘચન્દ્ર રાધાને કહે છે : ‘રાધા આપણું કોઈ સંતાન નથી. ઈશ્વરે જ આપણને આ બાળક ભેટ આપ્યું છે.' દંપતી ઘેર પહોંચે છે. રાધા બાળકને ક્બોફ્ (ચોખા, તેલ, ચોળા અને ગોળમાંથી બનેલી મણિપુરી મીઠાઈ) આપી રાજી કરે છે. મેઘચન્દ્ર એનું નામ રણજિત પાડે છે. દંપતીને થાય છે કે એનાં કોઈ માતાપિતા પૂછપરછ કરતાં આવે નહીં અને બાળક હંમેશ માટે પોતા પાસે રહે. | નવલકથા નિર્ધન દંપતી મધુચન્દ્ર અને રાધાને ગલીની સીમના આછા અંધારામાંથી બે વર્ષનું બાળક જડે છે, ત્યાંથી શરૂ થાય છે. આવા કસમયે બાળકને કોણ છોડી ગયું હશે એની ચિંતામાં દંપતી પડે છે. બાળકનાં માબાપની મહોલ્લામાં શોધ કરી પણ કોઈ જાણકારી મળી નહીં. છેવટે દંપતી પોલિસ સ્ટેશને પહોંચે છે. જમાદાર વિગતો નોંધી બાળકને લઈ જવા સૂચવે છે. મેઘચન્દ્ર રાધાને કહે છે : ‘રાધા આપણું કોઈ સંતાન નથી. ઈશ્વરે જ આપણને આ બાળક ભેટ આપ્યું છે.' દંપતી ઘેર પહોંચે છે. રાધા બાળકને ક્બોફ્ (ચોખા, તેલ, ચોળા અને ગોળમાંથી બનેલી મણિપુરી મીઠાઈ) આપી રાજી કરે છે. મેઘચન્દ્ર એનું નામ રણજિત પાડે છે. દંપતીને થાય છે કે એનાં કોઈ માતાપિતા પૂછપરછ કરતાં આવે નહીં અને બાળક હંમેશ માટે પોતા પાસે રહે. |