9,286
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|નિયા માકરીમાં અચાનક મળી ગયેલો એ ચંદ્ર | ભારતી રાણે}} | {{Heading|નિયા માકરીમાં અચાનક મળી ગયેલો એ ચંદ્ર | ભારતી રાણે}} | ||
<hr> | |||
<center> | |||
◼ | |||
<br> | |||
{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/e/e2/PARTH_NIYA_MAKRI.mp3 | |||
}} | |||
<br> | |||
ગુજરાતી નિબંધસંપદા • નિયા માકરીમાં અચાનક મળી ગયેલો એ ચંદ્ર - ભારતી રાણે • ઑડિયો પઠન: પાર્થ મારુ | |||
<br> | |||
◼ | |||
</center> | |||
<hr> | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
દરિયાકિનારો અમારા રિસોર્ટના પાછલા ભાગને અડીને વિસ્તરેલો હતો. અમારા રૂમમાંથી તો દરિયો દેખાતો નહોતો. પણ રિસોર્ટના રેસ્ટોરાંમાં બેઠાં હોઈએ, તો દિવસભર દરિયાના બદલાતા મિજાજને નિરખી શકાય. ગોલ્ડન કોસ્ટ હૉલિડે ક્લબની પાછલી દીવાલમાં એક નાનો દરવાજો હતો, જે દરિયાકિનારે ખૂલતો હતો. મેરેથોન વિલેજથી પાછાં ફર્યાં પછીથી એ સાંજે, સૂર્યાસ્ત જોઈશું – એમ વિચારીને અમે દરિયાકિનારે ગયાં. દરવાજાને લાગીને એક પાકી પગથાર હતી, જે દૂર સુધી લંબાતી જોઈ શકાતી હતી. એ પગથારની આસપાસ થોડે થોડે અંતરે પ્રફુલ્લિત ફૂલક્યારીઓ હતી. એની આસપાસ ઉગાડેલાં સાયકસ અને એરિકા પામનાં પર્ણો પવનને જામે તરંગિત કરી રહ્યાં હતાં. રસ્તામાં અંતરે-અંતરે ફુવારા મૂકેલા હતા. વળી ત્યાં ઠેરઠેર દરિયાને નિહાળવા-માણવા માટે પથ્થરના બાંકડા મૂકેલા હતા. સાંજના શીતળ પવનમાં નાહવા બાળકો, યુવાનો, વૃદ્ધો સૌ જાણે ત્યાં ઊમટી પડેલાં હતાં. વાતાવરણ ઉલ્લાસમાં તરબતર હતું. એ લાંબી કેડી, જાણે એના પર ચાલવા માટે અમને આમંત્રણ આપી રહી હતી! અમે દરિયાને આલિંગતી એ પગથાર પર ચાલવા માંડ્યું. પાણી પરથી વહી આવતા પવનની જુબાનમાં દરિયોય જાણે વાતે વળગ્યો. મેં એનું નામ પૂછ્યું, તો એ કહે, મારું નામ એજિયન સમુદ્ર. પછી આગળ કહે, આકાશમાંથી જોશો તો અહીંથી દક્ષિણે જ્યાં ભૂમધ્ય સમુદ્રનાં ઘેરાં ભૂરાં પાણી મારાં આછા ભૂરાં પાણીને મળે છે, છેક ત્યાં સુધી કોઈએ છુટ્ટે હાથે માણેક વેર્યાં હોય, તેવા ગ્રીસના સેંકડો ટાપુઓ ઝળહળતા દેખાશે. મારે સામે છેડે જશો, તો ટર્કી દેશનો રળિયામણો કિનારો મળશે. અને ઉત્તરે મારા પર હિલ્લોળતાં ચાલ્યાં જાવ તો માર્મરાના અખાતને પસાર કરીને છેક ઇસ્તંબૂલ પહોંચી જવાય… | દરિયાકિનારો અમારા રિસોર્ટના પાછલા ભાગને અડીને વિસ્તરેલો હતો. અમારા રૂમમાંથી તો દરિયો દેખાતો નહોતો. પણ રિસોર્ટના રેસ્ટોરાંમાં બેઠાં હોઈએ, તો દિવસભર દરિયાના બદલાતા મિજાજને નિરખી શકાય. ગોલ્ડન કોસ્ટ હૉલિડે ક્લબની પાછલી દીવાલમાં એક નાનો દરવાજો હતો, જે દરિયાકિનારે ખૂલતો હતો. મેરેથોન વિલેજથી પાછાં ફર્યાં પછીથી એ સાંજે, સૂર્યાસ્ત જોઈશું – એમ વિચારીને અમે દરિયાકિનારે ગયાં. દરવાજાને લાગીને એક પાકી પગથાર હતી, જે દૂર સુધી લંબાતી જોઈ શકાતી હતી. એ પગથારની આસપાસ થોડે થોડે અંતરે પ્રફુલ્લિત ફૂલક્યારીઓ હતી. એની આસપાસ ઉગાડેલાં સાયકસ અને એરિકા પામનાં પર્ણો પવનને જામે તરંગિત કરી રહ્યાં હતાં. રસ્તામાં અંતરે-અંતરે ફુવારા મૂકેલા હતા. વળી ત્યાં ઠેરઠેર દરિયાને નિહાળવા-માણવા માટે પથ્થરના બાંકડા મૂકેલા હતા. સાંજના શીતળ પવનમાં નાહવા બાળકો, યુવાનો, વૃદ્ધો સૌ જાણે ત્યાં ઊમટી પડેલાં હતાં. વાતાવરણ ઉલ્લાસમાં તરબતર હતું. એ લાંબી કેડી, જાણે એના પર ચાલવા માટે અમને આમંત્રણ આપી રહી હતી! અમે દરિયાને આલિંગતી એ પગથાર પર ચાલવા માંડ્યું. પાણી પરથી વહી આવતા પવનની જુબાનમાં દરિયોય જાણે વાતે વળગ્યો. મેં એનું નામ પૂછ્યું, તો એ કહે, મારું નામ એજિયન સમુદ્ર. પછી આગળ કહે, આકાશમાંથી જોશો તો અહીંથી દક્ષિણે જ્યાં ભૂમધ્ય સમુદ્રનાં ઘેરાં ભૂરાં પાણી મારાં આછા ભૂરાં પાણીને મળે છે, છેક ત્યાં સુધી કોઈએ છુટ્ટે હાથે માણેક વેર્યાં હોય, તેવા ગ્રીસના સેંકડો ટાપુઓ ઝળહળતા દેખાશે. મારે સામે છેડે જશો, તો ટર્કી દેશનો રળિયામણો કિનારો મળશે. અને ઉત્તરે મારા પર હિલ્લોળતાં ચાલ્યાં જાવ તો માર્મરાના અખાતને પસાર કરીને છેક ઇસ્તંબૂલ પહોંચી જવાય… | ||