નવલકથાપરિચયકોશ/હીર: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 6: Line 6:
{{Poem2Open}}
{{Poem2Open}}
(‘હીર’, પ્રકાશન વર્ષ : ૨૦૨૨, પ્રકાશક : પોતે, પ્રત : ૫૦૦)

રાજેશ વણકરનો જન્મ ૪ સપ્ટેમ્બર ૧૯૮૧ના રોજ પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના બાહી ગામમાં તેમના મોસાળ ખાતે થયો હતો. તેમનું વતન પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાનું રામપુરા (જોડકા) ગામ છે. પ્રાથમિક શાળાનો અભ્યાસ વતનમાં, હાઈસ્કૂલનું શિક્ષણ નજીકના મહેલોલ ગામમાં, સ્નાતકનું શિક્ષણ કાલોલ અને કાંકણપુરની કૉલેજોમાં, અનુસ્નાતકનો અભ્યાસ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગમાં કર્યો. UGCની રિસર્ચ ફેલોશિપ મેળવીને પ્રા. જયેશ ભોગાયતાના માર્ગદર્શન હેઠળ ‘ગુજરાતી ટૂંકી વાર્તામાં પરિવેશની કાર્યસાધકતા’ વિષય પર મહાશોધનિબંધ લખીને તેઓએ ૨૦૧૦માં પીએચ.ડી.ની ઉપાધિ મેળવી. આ સંશોધનગ્રંથને ગુજરાત સાહિત્ય અકાદમીનું ૨૦૧૨ના વર્ષનું સંશોધન વિભાગનું પ્રથમ પારિતોષિક પ્રાપ્ત થયું. તેમના પ્રથમ વાર્તાસંગ્રહ ‘માળો’ (૨૦૦૯)ને સાહિત્ય અકાદમી, દિલ્હીનો યુવા પુરસ્કાર ૨૦૧૫માં મળ્યો.
રાજેશ વણકરનો જન્મ ૪ સપ્ટેમ્બર ૧૯૮૧ના રોજ પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના બાહી ગામમાં તેમના મોસાળ ખાતે થયો હતો. તેમનું વતન પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાનું રામપુરા (જોડકા) ગામ છે. પ્રાથમિક શાળાનો અભ્યાસ વતનમાં, હાઈસ્કૂલનું શિક્ષણ નજીકના મહેલોલ ગામમાં, સ્નાતકનું શિક્ષણ કાલોલ અને કાંકણપુરની કૉલેજોમાં, અનુસ્નાતકનો અભ્યાસ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગમાં કર્યો. UGCની રિસર્ચ ફેલોશિપ મેળવીને, પ્રા. જયેશ ભોગાયતાના માર્ગદર્શન હેઠળ ‘ગુજરાતી ટૂંકી વાર્તામાં પરિવેશની કાર્યસાધકતા’ વિષય પર મહાશોધનિબંધ લખીને તેઓએ ૨૦૧૦માં પીએચ.ડી.ની ઉપાધિ મેળવી. આ સંશોધનગ્રંથને ગુજરાત સાહિત્ય અકાદમીનું ૨૦૧૨ના વર્ષનું સંશોધન વિભાગનું પ્રથમ પારિતોષિક પ્રાપ્ત થયું. તેમના પ્રથમ વાર્તાસંગ્રહ ‘માળો’ (૨૦૦૯)ને સાહિત્ય અકાદમી, દિલ્હીનો યુવા પુરસ્કાર ૨૦૧૫માં મળ્યો.
તેમની ‘હીર’ નવલકથા ૨૦૨૨માં પ્રગટ થઈ. નવલકથાના નિવેદનમાં લેખકે નોંધ્યું છે તે પ્રમાણે પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકાના વાંકોડ ગામમાં હીરબાઈ માતાનું સ્થાનક આવેલું છે. આ પ્રદેશની લોકકથા પ્રમાણે હીર નામની યુવતીએ આદિવાસી સ્ત્રીઓને સંગઠિત કરીને આઝાદીના પ્રથમ સ્વાતંત્ર્ય જંગમાં ઝંપલાવ્યું હતું. ગોધરાના કિલ્લા ઉપર આ સ્ત્રીઓએ સશસ્ત્ર હુમલો કર્યો હતો. આ આંદોલનનું કોઈ ઐતિહાસિક પ્રમાણ મળતું નથી, પરંતુ કંઠોપકંઠ ચાલતી વાતો અને કથાગીતોનો આધાર લઈને લેખકે તેને નવલકથાસ્વરૂપ આપ્યું છે. આ નવલકથા ૧૮૫૭નો વિદ્રોહ નિષ્ફળ ગયો એ પછીના સમયમાં આકાર લે છે.

નવલકથાનો આરંભ ‘હીર’ની યાદમાં વર્ષોથી ભરાતા મેળાથી થાય છે. મેળામાં ભેગા થયેલા લોકોની ભક્તિભાવપૂર્ણ વાતોમાંથી આ નવલકથાની નાયિકા હીરનો પ્રથમ પરિચય ભાવકને મળે છે. બીજા પ્રકરણથી હીરના પાત્ર સાથેનું સ્પષ્ટ અનુસંધાન રચાય છે. આરંભે જ હીરના પિતા જનકાનું અંગ્રેજ સિપાહીની ગોળીથી થયેલ મૃત્યુનો કરુણ પ્રસંગ આલેખાયો છે. આ ઘટનાથી જ હીરના મનમાં અંગ્રેજો પ્રત્યે વિદ્રોહનાં બીજ રોપાય છે. નવલકથામાં નોંધાયું છે એ પ્રમાણે આ ડુંગરાળ જંગલોમાંથી આદિવાસીઓને અંગ્રેજો મજૂરી કરવા લઈ જતા. તેમાંથી બહુ ઓછા લોકો પાછા પોતાના વતનમાં આવી શકતા. જે ખોવાઈ જતાં એમની કોઈ ભાળ મળતી નહીં, પરંતુ જાંબુઘોડા તરફ ગયેલા જનકાની અંગ્રેજો દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવે એવી ઘટના આ પંથકમાં પ્રથમ વાર બની હતી. આ ઘટના પછી ક્યાંક દૂરથી આવેલા એક જ્યોતિષ(ગોરબાપા)ને હીર અંગ્રેજો કેવા હોય એ વિશે જિજ્ઞાસાવશ પ્રશ્ન પૂછે છે ત્યારે ગોરબાપા તેને અંગ્રેજ બતાવવાનું વચન આપે છે. જાંબુઘોડાના ચોરામાં અંગ્રેજો આવવાના છે એવી માહિતી ગોરબાપા દ્વારા મળતાં હીર પોતાની બહેનપણીઓ સાથે ત્યાં પહોંચે છે. ત્યાં હીર જુએ છે કે અંગ્રેજોના ભારતીય સિપાહીઓ અર્ધઉઘાડા દેહવાળા આદિવાસીઓને જંગલમાંથી પકડી લાવ્યા છે અને તેમની પાસે કર ઉઘરાવવા માટે બળજબરી કરી રહ્યા છે. આ દૃશ્ય જોઈને હીરના મનમાં તેના પિતાનું મૃત્યુ ફરીથી તાદૃશ થાય છે. હીરના ચહેરા પર આક્રોશ જોઈને તેની બહેનપણીઓ તેને પકડીને ઘરે લઈ આવે છે. આ ગામની ભાનુ નામની છોકરીને લગ્ન માટે પરગામના લોકો માંગું લઈને આવ્યા હતા તે જ સાંજે ભાનુ, હીર અને બીજી યુવતીઓ જગલમાં લાકડાં લેવા માટે જાય છે. ત્યાં કોઈ અંગ્રેજ સિપાહી ભાનુને પકડીને તેના પર બળાત્કાર ગુજારવાની કોશિશ કરે છે. આ જોઈને ગુસ્સે ભરાયેલી હીર સિપાહીનો પૌરુષીય જુસ્સાથી સામનો કરે છે. અચાનક એક યુવતી દ્વારા થયેલા હુમલાથી ડઘાઈ ગયેલો સૈનિક ત્યાંથી ભાગી છૂટે છે, પરંતુ ગભરામણમાં પોતાની રાઈફલ ત્યાં જ છોડી આવે છે. મૂંઝાઈ ગયેલી હીર એ રાઈફલ સંતાડીને પોતાને ઘેર લઈ જાય છે. અંગ્રેજોની છાવણીમાં આ ઘટનાની બહુ ઘેરી અસર પડે છે. વાંકોડ ગામના મંગળ મુખીને અંગ્રેજો બોલાવે છે. મુખી આ વાત જાણીને ગભરાઈ જાય છે. અંગ્રેજ તેને દંડરૂપે દારૂ, મરઘાં અને બકરાં આપવા કહે છે. મુખી ગામના લોકોને ભેગા કરીને અંગ્રેજોએ માંગેલા દંડની વાત રજૂ કરે છે ત્યારે ગામલોકો તેની આ વાત સાથે સહમત થતાં નથી. મુખી કહે છે કે અંગ્રેજો ગામમાં આવીને લોહી વહેવડાવશે ત્યારે હીર ગુસ્સાથી લાલચોળ થઈને આખા ગામવચ્ચે વિદ્રોહના સૂરમાં બોલે છે કેઃ