નારીસંપદા : ટૂંકી વાર્તા/પ્રસ્તાવના: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 12: Line 12:
વર્ષા અડાલજા અને ઈલા આરબ મહેતાની ઘણી વાર્તાઓના કેન્દ્રમાં નારી છે. રોજિંદી ઘટમાળમાં ફસાયેલી, પોતાની રીતે રસ્તો કરવા મથતી, શોષાતી સ્ત્રીઓની આસપાસ એમની ઘણી વાર્તાઓ લખાઈ છે. શોષણના, મૂંઝવણના પ્રકારો બદલાતા રહ્યા છે. અહીં લગ્નેતર સંબંધો છે, તૂટતાં ઘર પરિવાર છે, પણ લગ્નના તૂટવા સાથે જિંદગીનો અંત આવે છે એવું ઈલા આરબ મહેતાની ‘વિસ્તાર’ વાર્તાની નાયિકા નથી માનતી. ઉંબરાની બહાર પગ મૂકતી સ્ત્રીના સૂક્ષ્મ પ્રકારના જાતીય શોષણની, હલકી મજાક-મશ્કરી, દ્વિઅર્થી ભાષા, તક મળ્યે હાથને કે ગમે ત્યાં અડી લેવું... આ પ્રકારના ત્રાસ નોકરી કરતી સ્ત્રીને રસ્તામાં, જાહેર વાહનમાં કે ઑફિસમાં વેઠવાના થાય જ છે. ઈલા બહેનની ‘શમિક તું શું કહેશે?’ વાર્તામાં જોકે વર્ષોથી આ રીતે શોષાતી સ્ત્રી હવે વધુ વેઠી લેવા તૈયાર નથી એવો સૂર પ્રગટ થાય છે.  

અગિયાર વાર્તાસંગ્રહમાં 215થી વધારે વાર્તાઓ આપનાર વર્ષા અડાલજાની સારી, સત્ત્વશીલ વાર્તાઓ 1975 પછી મળે છે. પોતાને અનુકૂળ, પરિચિત હોમપીચ પર જ સર્જન કરનારાં વર્ષાબહેનની મોટાભાગની વાર્તાઓમાં નાગરી પરિવેશ છે. અર્ધાથી વધારે વાર્તાઓમાં નારીજીવનની વિવિધ સમસ્યાઓ આલેખતાં વર્ષાબહેનની વાર્તાઓમાં વિષયવૈવિધ્ય ખાસ્સું પણ રચનાપ્રયુક્તિના પ્રયોગો જ્વલ્લે જ જોવા મળે. સીધી, સાદી, સરળ શૈલીમાં રચાયેલી એમની વાર્તા વાચક અને ભાવક બંને માણી શકે એવી છે. એમની વાર્તાઓની પોતાની રીતે મથવા, ટકવા તૈયાર સ્ત્રી શાંતચિત્તે પતિનું ઘર છોડી શકે છે. આખા ઘરનો ભાર વેંઢારતી, અર્થ વગરની જોહુકમી વેઠતી વહુ કે દીકરી શોષકો સામે માથું ઊંચકે છે, વિદ્રોહ કરે છે, પણ તોડી નાખું-ફોડી નાખું પ્રકારનો વિદ્રોહ નથી એમનો. સાવ ટાઢોબોળ, શોષકને સ્તબ્ધ કરી દે તેવો વિરોધ છે. એમનાં વિરોધમાં દુનિયા બદલી નાખવાના ધખારા નથી. માત્ર દૃઢતાથી, પોતાના વજૂદને, પોતાની લાગણીને, પોતાની વાતને સામો પક્ષ સમજે, સ્વીકારે એવી આ સ્ત્રી કોશિશ કરે છે. દા.ત. ‘ઘંટી’, ‘શાંતિ’ કે ‘ગાંઠે બાંધ્યું આકાશ’ કે ‘નામ : નયના રસિક મહેતા’. આ સ્ત્રીઓના હળવા નકારથી કે જરાક અમસ્તા વિરોધથી શોષકવર્ગને ભારે અચંબો કે આઘાત લાગે છે કારણ કે, એમના માટે આવો નકાર કે વિરોધ બિલકુલ જ અપ્રત્યાશિત હતો. એમની પાસેથી લગ્નેતર સંબંધ વિશેની, બળાત્કાર વિશેની, મેન્ટલી ચેલેન્જ્ડ બાળકો વિશે સારી વાર્તાઓ મળી છે. કોઈ સાહિત્યિક વાદ કે વલણના વળગણ વગર મનની ચાલનાએ સતત વાર્તા લખતાં રહેલાં વર્ષા અડાલજાના નવલકથાલેખનને કારણે એમની ટૂંકી વાર્તાને જરાક વેઠવાનું ચોક્કસ જ થયું હશે.  

બાર વાર્તાસંગ્રહમાં લગભગ 185 ઉપર વાર્તાઓ આપનાર હિમાંશી શેલતની કલમ ટૂંકી ક્ષેત્રે હજુ આજે પણ સક્રિય છે એટલે આ સંખ્યા વધી શકે. સ્ત્રી સ્વાતંત્ર્ય કે એવી તેવી પ્રચારાત્મક વાતોથી દૂર રહીને લખતાં હિમાંશી શેલતની લગભગ 35 જેટલી વાર્તાઓના કેન્દ્રમાં સ્ત્રી છે. નારી સંવેદનાનાં અને નારીની એકલતાનાં અનેક પરિમાણો આલેખતાં હિમાંશી શેલતની વાર્તાઓમાં સ્ત્રીની કેટલી તો વિવિધરંગી છબી ઝિલાયેલી છે! સ્ત્રીની ખમી ખાવાની, સમાધાન કરવાની, જતું કરવાની, વેઠવાની, ચાહવાની આંતરિક તાકાતને આલેખતાં આ વાર્તાકાર સ્ત્રીનાં નકારાત્મક પાસાંને પણ પૂરાં તાટસ્થ્યથી આલેખે છે. દા.ત. ‘સુવર્ણફળ’, ‘બળતરાનાં બીજ’, ‘દાહ’, ‘કોઈ એક દિવસ’, ‘સમજ’, ‘રેશમી રજાઈમાં બાકોરું’, ‘આક્રમણ’, ‘સામેવાળી સ્ત્રી’, ‘બે સ્ત્રીઓ’, ‘મુઠ્ઠીમાં’, ‘ગર્ભગાથા’, ‘વિભીષિકા’ ઉપરાંત બીજી કેટલીય વાર્તાઓમાં સ્ત્રીની વિવિધરંગી છબિ ઝિલાયેલી છે. જે સમયે હિમાંશી શેલતે વાર્તા લખવાનો આરંભ કર્યો ત્યારે ગુજરાતી ટૂંકી વાર્તા આધુનિકતાથી સ્પષ્ટપણે છેડો ફાડી ચૂકી હતી. આઝાદી પછીનો આ સૌથી વિકટ અને સંકુલ સમયગાળો હતો. બબ્બે અનામત આંદોલનોએ ગુજરાતના સમાજજીવનને ખળભળાવી મૂકેલું. એમાં રામજન્મભૂમિ આંદોલને થાગડથીગડ કરી માંડ માંડ સાચવેલાં સમાજજીવનના લીરે લીરા કરી નાખ્યા. બાબરી ધ્વંસ અને મુંબઈના વિસ્ફોટ પછી સાવ વેરવિખેર થઈ ગયેલ સમાજજીવનને 2001નો ધરતીકંપ જરાક સાંધે એ પહેલાં 2002નાં વરવા કોમી તોફાનોએ એને સાવ જ તારતાર કરી નાખ્યું. આ કુદરતી અને માનવસર્જિત આપત્તિઓની સમાંતરે બદલાઈ રહેલાં માનવમનને, સમૂહની બદલાયેલી માનસિકતાને, તંત્રની બધિરતાને હિમાંશી શેલતે કળાના ધોરણે આલેખવાની કોશિશ કરી છે. આ વાર્તાકાર વાર્તાકસબ વિશે બિલકુલ સભાન છે, પરંતુ કસબ જ એમના માટે સર્વેસર્વા નથી. ‘વાંચવાનો રસ સાવ સુકાઈ જાય એટલી હદે પહોંચતી ક્લિષ્ટતા, ટૅક̖નિકની વધુ પડતી ચિંતા અને આળપંપાળ કે ભાષાના આંજી દે એવા ઝગમગાટ કે ચબરાકીની તરફેણમાં હું નથી.’ એવું માનનારાં હિમાંશી શેલતે એમની લગભગ તમામ વાર્તાઓમાં આંતરબાહ્ય વાસ્તવને, સંકુલ સંવેદનને સરળ અને સાફ અભિવ્યક્તિથી નિરૂપ્યાં છે. બાહ્ય વાસ્તવને, પોતાના સાંપ્રત સમયને કલાના વાસ્તવમાં ફેરવતાં હિમાંશી શેલત સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવાની સમાંતરે કળા પ્રત્યેનું ઉત્તરદાયિત્વ જરાય નથી વિસર્યાં.  
બાર વાર્તાસંગ્રહમાં લગભગ 185 ઉપર વાર્તાઓ આપનાર હિમાંશી શેલતની કલમ ટૂંકી ક્ષેત્રે હજુ આજે પણ સક્રિય છે એટલે આ સંખ્યા વધી શકે. સ્ત્રી સ્વાતંત્ર્ય કે એવી તેવી પ્રચારાત્મક વાતોથી દૂર રહીને લખતાં હિમાંશી શેલતની લગભગ 35 જેટલી વાર્તાઓના કેન્દ્રમાં સ્ત્રી છે. નારી સંવેદનાનાં અને નારીની એકલતાનાં અનેક પરિમાણો આલેખતાં હિમાંશી શેલતની વાર્તાઓમાં સ્ત્રીની કેટલી તો વિવિધરંગી છબી ઝિલાયેલી છે! સ્ત્રીની ખમી ખાવાની, સમાધાન કરવાની, જતું કરવાની, વેઠવાની, ચાહવાની આંતરિક તાકાતને આલેખતાં આ વાર્તાકાર સ્ત્રીનાં નકારાત્મક પાસાંને પણ પૂરાં તાટસ્થ્યથી આલેખે છે. દા.ત. ‘સુવર્ણફળ’, ‘બળતરાનાં બીજ’, ‘દાહ’, ‘કોઈ એક દિવસ’, ‘સમજ’, ‘રેશમી રજાઈમાં બાકોરું’, ‘આક્રમણ’, ‘સામેવાળી સ્ત્રી’, ‘બે સ્ત્રીઓ’, ‘મુઠ્ઠીમાં’, ‘ગર્ભગાથા’, ‘વિભીષિકા’ ઉપરાંત બીજી કેટલીય વાર્તાઓમાં સ્ત્રીની વિવિધરંગી છબિ ઝિલાયેલી છે. જે સમયે હિમાંશી શેલતે વાર્તા લખવાનો આરંભ કર્યો ત્યારે ગુજરાતી ટૂંકી વાર્તા આધુનિકતાથી સ્પષ્ટપણે છેડો ફાડી ચૂકી હતી. આઝાદી પછીનો આ સૌથી વિકટ અને સંકુલ સમયગાળો હતો. બબ્બે અનામત આંદોલનોએ ગુજરાતના સમાજજીવનને ખળભળાવી મૂકેલું. એમાં રામજન્મભૂમિ આંદોલને થાગડથીગડ કરી માંડ માંડ સાચવેલાં સમાજજીવનના લીરે લીરા કરી નાખ્યા. બાબરી ધ્વંસ અને મુંબઈના વિસ્ફોટ પછી સાવ વેરવિખેર થઈ ગયેલ સમાજજીવનને 2001નો ધરતીકંપ જરાક સાંધે એ પહેલાં 2002નાં વરવા કોમી તોફાનોએ એને સાવ જ તારતાર કરી નાખ્યું. આ કુદરતી અને માનવસર્જિત આપત્તિઓની સમાંતરે બદલાઈ રહેલાં માનવમનને, સમૂહની બદલાયેલી માનસિકતાને, તંત્રની બધિરતાને હિમાંશી શેલતે કળાના ધોરણે આલેખવાની કોશિશ કરી છે. આ વાર્તાકાર વાર્તાકસબ વિશે બિલકુલ સભાન છે, પરંતુ કસબ જ એમના માટે સર્વેસર્વા નથી. ‘વાંચવાનો રસ સાવ સુકાઈ જાય એટલી હદે પહોંચતી ક્લિષ્ટતા, ટૅકનિકની વધુ પડતી ચિંતા અને આળપંપાળ કે ભાષાના આંજી દે એવા ઝગમગાટ કે ચબરાકીની તરફેણમાં હું નથી.’ એવું માનનારાં હિમાંશી શેલતે એમની લગભગ તમામ વાર્તાઓમાં આંતરબાહ્ય વાસ્તવને, સંકુલ સંવેદનને સરળ અને સાફ અભિવ્યક્તિથી નિરૂપ્યાં છે. બાહ્ય વાસ્તવને, પોતાના સાંપ્રત સમયને કલાના વાસ્તવમાં ફેરવતાં હિમાંશી શેલત સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવાની સમાંતરે કળા પ્રત્યેનું ઉત્તરદાયિત્વ જરાય નથી વિસર્યાં.  
એમની પાસેથી લગ્નેતર સંબંધોની સંકુલતા અને પીડાના વિવિધ આયામ પ્રગટાવતી લગભગ 6-7 વાર્તા મળી છે. દા.ત. ‘ઈતરા’, ‘અવલંબન’, ‘ખાંડણિયામાં માથું’, ‘સાંજનો સમય’, ‘અગિયારમો પત્ર’, ‘એ નામ’, ‘જોગણી’, ‘ગૂંચ’ વગેરે. થોડાક અંશે વણસ્પર્શ્યું રહી ગયેલું ગુજરાતી વાર્તાનું ક્ષેત્ર એટલે વેશ્યાજીવનને લગતી વાતો. દરેક વેશ્યા પહેલાં સ્ત્રી હોય છે અને એનું વેશ્યા હોવું મોટાભાગે એની લાચારી હોય છે એ વાત સમાજ કદી નથી સ્વીકારતો. હિમાંશી શેલતે ‘કિંમત’, ‘શાપ’, ‘ખરીદી’, ‘મોત’, ‘એ સવાર’ જેવી વાર્તાઓમાં આવી સ્ત્રીઓની વેદનાને સાવ નજીકથી જોઈ છે અને આલેખી છે. 2002નાં કોમી તોફાનોમાં કોમી વૈમનસ્યને પરિણામે પ્રજાકીય સ્તરે જે પ્રશ્નો થયા તેના વિશે સમૂહની માનસિકતા સામે સંવેદનશીલ વ્યક્તિઓની લાચારી વિશે, તરડાઈ ગયેલા સહજીવન વિશે હિમાંશી શેલતે સ્વસ્થ, તટસ્થ દૃષ્ટિકોણથી વાર્તાઓ લખી છે. દા.ત. ‘આજે રાતે’, ‘વામન’, ‘વળતી મુસાફરી’, ‘સજા’, ‘સાતમો મહિનો’, ‘વહેમ’ વગેરે. છેલ્લાં પંદર-વીસ વર્ષથી વાર્તાઓમાં એમને જે કહેવું છે તે પીડાની ચીસરૂપે વિસ્ફોટની જેમ પ્રગટ થાય છે. ગૂંગળાવી દેનારી પરિસ્થિતિ, લોકશાહી મૂલ્યોનાં સતત ધોવાણ સામે વકરતી જતી ટોળાંશાહી, સમજાય નહીં એવાં રાજકીય દબાણો, સ્ત્રીઓની બદહાલી, વિરોધી વિચારોનો ગોળીથી થતો ફેંસલો, ઘેટાંનાં ટોળાંની જેમ દોરવાતી પ્રજા... આપણાં સમયની આ કારમી સમસ્યાઓને એમની વાર્તાઓ ઊંડળમાં લે છે. ગુજરાતી સર્જક ભાગ્યે જ સ્પર્શતો હોય તેવા વિષયવસ્તુ પર એમની વાર્તાઓ મળે છે. દા.ત. વિધવાઓનાં જીવનને આલેખતી ફિલ્મનો ટોળાં દ્વારા હિંસક વિરોધ (‘એકાવનમો એપિસોડ’), પોલીસ કસ્ટડીમાં કોઈનું મરી જવું (‘ઑન ડ્યૂટી’), સાવ નાનકડી બાળકી પર થતો બળાત્કાર (‘કોઈ બીજો માણસ’), કારગિલ યુદ્ધ પછી પાકિસ્તાની નેતાના આગમન સમયે ભારતનું વરસી પડવું (‘વરસી’), ધરતીકંપ (‘ઘર ઊભેલાં અને પડેલાં’ તથા ‘ભંગુર’), કોમી તોફાનો (‘આજે રાતે’, ‘સજા’, ‘વામન’ વગેરે), ગેંગ રેઈપ અને પછી કોઈને સજા જ નહીં (‘કમ્પાસ બૉક્સમાં પડેલી પાંખો’ અને ‘મુઠ્ઠીભર હવા’), ગાંધીને બદલે ગોડસેની પૂજા (‘વીરપૂજા’), ગૌરી લંકેશ કે કલબુર્ગીની હત્યા (‘ધારો કે આ વાર્તા નથી’), ઑનર કિલિંગ (‘નગર ઢિંઢોરા’), સત્યને ગૂંગળાવનાર માહોલ (‘ધુમ્મસિયા સવારનો સૂરજ’), ભ્રૂણહત્યા (‘ગર્ભગાથા’) વગેરે... આપણા સમયની મોટાભાગની જાણીતી સમસ્યાઓને હિમાંશી શેલત કળાના ધોરણે આલેખે છે. આ ટોળાંશાહી, આ પરિસ્થિતિ એક સ્વસ્થ નાગરિકસમાજને ક્યાં લઈ જશે? એવું વિચારવા આ વાર્તાઓ આપણને મજબૂર કરે છે. સામાજિક વાસ્તવને કળાના વાસ્તવમાં રૂપાંતરિત કરતાં આ સર્જકની વાર્તાઓમાં પ્રતિબદ્ધતા અને કલાત્મકતાનું વિરલ મિશ્રણ જોવા મળે છે. વણખેડાયેલાં વિષયવસ્તુ સાથે કામ પાડતાં હિમાંશી શેલત વાર્તાકાર તરીકે સતત વિકસતાં રહ્યાં છે. એમની વાર્તાઓ સંવેદનશીલ ભાવકને દિવસો સુધી અજંપ બનાવી શકે છે. જ્યાં લખવા, બોલવા પર જાતજાતના અદૃશ્ય પ્રતિબંધો લદાયેલા હોય એવા ગૂંગળાવતા, બરછટ અને નીંભર સાંપ્રતમાં, અનેક વાડાઓમાં વહેંચાયેલી, ખુશામતખોર, ડરપોક, નિર્માલ્ય પ્રજા વચ્ચે આ પ્રકારની વાર્તાઓ લખવી એ જરાય ઓછી હિંમતનું કામ નથી. સરળ, ગળચટ્ટા શીરા જેવાં સાહિત્ય અને એવું જ માણતા વાચકોની વચ્ચે આવી વાર્તાઓ લખાય એનો આનંદ. ગુજરાતી સાહિત્યમાં બહુમુખી પ્રદાન કરનાર હિમાંશી શેલત ગુજરાતી ટૂંકી વાર્તાનું જ નહીં, પણ ભારતીય ટૂંકી વાર્તાનું એક અતિ મહત્ત્વનું નામ છે એ આપણે સ્વીકારવું જ રહ્યું.

મોના પાત્રાવાલા ગુજરાતી સ્ત્રીવાર્તાકારો વચ્ચે સાવ નોખો પડી જતો અવાજ છે એટલે એમની અલગથી નોંધ લેવી રહી. મોના પાત્રાવાલા ‘રાની બિલાડો’ની વાર્તાઓમાં વાંસદાની આસપાસ વસતા પારસીઓ અને દુબળાઓ, કોળીઓના પરસ્પર સંબંધોને, એમની પ્રાકૃત જીવનશૈલીને જંગલના આદિમ વર્ણનોની સમાંતરે આલેખે છે. આવું આદિમ જગત ગુજરાતી વાર્તામાં પહેલીવાર પ્રગટ્યું છે. નિશાચર જેવા રાતના ઓળા, કાળઝાળ દિવસ, જંગલી ફૂલોની ગંધ... અડાબીડ સાગ, સીસમ કે ખેરનાં વૃક્ષો, રાનીપશુની આંખ જેવો લબકારા મારતો પ્રકાશ, ભૂંજેલી કલેજીને મહુડાના દારૂમાં મસ્ત પારસી અને જાડી, માંસલ બદનની જંગાડ બાઈઓ વચ્ચેના પ્રાકૃત સંબંધો, ઝાકળના દદડતા રગેડા, અડધો તૂટેલો ને અડધો ખવાયેલો પીળા બરફના ગોળા જેવો ચાંદો, ચેંહુડોળા ને રાની બિલાડાના ટોળાં, વાગળાની આંખ જેવા ઝબકતા તારા... આ ગીચ જંગલ, એનું ભેજીલું વાતાવરણ, આ રાક્ષસી અંધારાં, આ ધુમાડાથી કાળા પડી ગયેલા, ભૂકી ખેરવતા લાકડાના તાઉદાન જેવા હવડ ઘર, અને એમાં રહેતા આ આદિમ લોકો અને એમની આદિમ વૃત્તિઓ... ગુજરાતી વાર્તાજગતમાં પહેલીવાર પ્રવેશે છે. નમ્ર, મીઠાબોલી અભિજાત પારસી કોમથી પરિચિત ગુજરાતી પ્રજાને મોના પાત્રાવાલાના આ પ્રાકૃત પારસીઓનો પરિચય જ ક્યાં હતો? સ્ત્રી-પુરુષ વચ્ચેના પ્રાકૃત અવસ્થાએ પહોંચતા જાતીય સંબંધોને નિરૂપતી ભાષા આપણા રૂઢ થઈ ગયેલા નીતિવિષયક સુષ્ઠુ ખ્યાલોને નથી ગાંઠતી. આ વાર્તાકારને વાંચવા-સમજવા માટે વાચકે રુચિનાં ધોરણોને જરાક ઉદાર કરવાં પડે. આ પ્રકારની વાર્તાઓ લખનાર અન્ય સ્ત્રીસર્જક આપણે ત્યાં તો નથી એ પણ નોંધવું રહ્યું.   