2,670
edits
No edit summary |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
૨જી સપ્ટેમ્બર, ૧૯૨૦નો એ દિવસ. બુખારાના આકાશમાંથી અગનગોળા વરસવા લાગ્યા. બુખારાની નિર્દોષ પ્રજા આ બેફામ બૉમ્બવર્ષા અને ભીષણ તારાજીનું કારણ સમજી શકી નહીં. લોકોને થયું, પૃથ્વીની હયાતીનો આખરી દિવસ : ‘ડૂમ્સ ડે’ - અર્થાત્ પ્રલયનો દિવસ આવી ગયો છે. આખી દુનિયા નાશ પામશે, ત્યારે જ આ ચોમેર વરસતી અગ્નિવર્ષા અટકશે. ખરેખર તો તે દિવસે બોલ્શેવિકોએ બુખારા પર હવાઈ આક્રમણ કર્યું હતું. અગણિત લાશો અને અવર્ણનીય તારાજીમાં આ મોટા ચોગાનમાં ઊભેલું એક પ્રાચીન સ્થાપત્ય બચી ગયું હતું. એ હતો લોકપ્રિય ઉઝબેક રાજા ઇસ્માઈલ સામાનીનો મકબરો. બુખારા પર કબજો કર્યા પછી બોલ્શેવિકોએ મકબરાની ફરતેના ચોગાનમાં સેંકડો લાશોને દફનાવી, ઉપર એક બાગ ઉગાડવામાં આવ્યો. એ સ્થળને મિખાઈલ કીરોનું નામ આપાયું આમ એ સ્થળ ‘મિખાઈલ કીરો પાર્ક’ તરીકે ઓળખાવાયું. એક વંદનીય ઐતિહાસિક સ્થળને કબ્રસ્તાનમાં ફેરવી નખાયું. સન્ ૧૯૯૧માં ઉઝબેકિસ્તાન સ્વતંત્ર થયું. લોકોએ બોલ્શેવિકોની યાદ અપાવે તેવી તમામ સામગ્રીને તિલાંજલિ આપી. રશિયન નામો, રશિયનોનાં પૂતળાં, બધું ઉઝબેક પ્રજાએ ફેંકી દીધું. રશિયનોએ નામકરણ કરેલા સ્થાપત્યોના રશિયન નામો પણ તેમણે બદલી નાખ્યાં. તે દિવસથી આ ‘મિખાઈલ કીરો પાર્ક’ ફરી ઇસ્માઈલ સામાનીનો મકબરો કહેવાયો. | ૨જી સપ્ટેમ્બર, ૧૯૨૦નો એ દિવસ. બુખારાના આકાશમાંથી અગનગોળા વરસવા લાગ્યા. બુખારાની નિર્દોષ પ્રજા આ બેફામ બૉમ્બવર્ષા અને ભીષણ તારાજીનું કારણ સમજી શકી નહીં. લોકોને થયું, પૃથ્વીની હયાતીનો આખરી દિવસ : ‘ડૂમ્સ ડે’ - અર્થાત્ પ્રલયનો દિવસ આવી ગયો છે. આખી દુનિયા નાશ પામશે, ત્યારે જ આ ચોમેર વરસતી અગ્નિવર્ષા અટકશે. ખરેખર તો તે દિવસે બોલ્શેવિકોએ બુખારા પર હવાઈ આક્રમણ કર્યું હતું. અગણિત લાશો અને અવર્ણનીય તારાજીમાં આ મોટા ચોગાનમાં ઊભેલું એક પ્રાચીન સ્થાપત્ય બચી ગયું હતું. એ હતો લોકપ્રિય ઉઝબેક રાજા ઇસ્માઈલ સામાનીનો મકબરો. બુખારા પર કબજો કર્યા પછી બોલ્શેવિકોએ મકબરાની ફરતેના ચોગાનમાં સેંકડો લાશોને દફનાવી, ઉપર એક બાગ ઉગાડવામાં આવ્યો. એ સ્થળને મિખાઈલ કીરોનું નામ આપાયું આમ એ સ્થળ ‘મિખાઈલ કીરો પાર્ક’ તરીકે ઓળખાવાયું. એક વંદનીય ઐતિહાસિક સ્થળને કબ્રસ્તાનમાં ફેરવી નખાયું. સન્ ૧૯૯૧માં ઉઝબેકિસ્તાન સ્વતંત્ર થયું. લોકોએ બોલ્શેવિકોની યાદ અપાવે તેવી તમામ સામગ્રીને તિલાંજલિ આપી. રશિયન નામો, રશિયનોનાં પૂતળાં, બધું ઉઝબેક પ્રજાએ ફેંકી દીધું. રશિયનોએ નામકરણ કરેલા સ્થાપત્યોના રશિયન નામો પણ તેમણે બદલી નાખ્યાં. તે દિવસથી આ ‘મિખાઈલ કીરો પાર્ક’ ફરી ઇસ્માઈલ સામાનીનો મકબરો કહેવાયો. | ||
મતલબી ઇન્સાનોની રાજ્ય લાલસાને કારણે આદિકાળથી માંડીને આજ સુધી વિશ્વભરમાં કેટકેટલા જીવો અને કેટકેટલી ઐતિહાસિક ધરોહરોનો નાશ થયો હશે! અને એ સઘળી તારાજીમાંથી બચી ગયેલું કેટલુંક જે વિશ્વભરમાં જોવા મળે છે, તે કેટલું વિસ્મયકારક અને અભિભૂત કરી મૂકે તેવું હોય છે! તે દિવસે બોલ્શેવિકોના આક્રમણમાં બચી ગયેલ તે – નવમી સદીમાં બંધાયેલ રાજા ઇસ્માઈલ સામાનીનો મકબરો – મધ્ય એશિયાનું જૂનામાં જૂનું સ્થાપત્ય મનાય છે. | મતલબી ઇન્સાનોની રાજ્ય લાલસાને કારણે આદિકાળથી માંડીને આજ સુધી વિશ્વભરમાં કેટકેટલા જીવો અને કેટકેટલી ઐતિહાસિક ધરોહરોનો નાશ થયો હશે! અને એ સઘળી તારાજીમાંથી બચી ગયેલું કેટલુંક જે વિશ્વભરમાં જોવા મળે છે, તે કેટલું વિસ્મયકારક અને અભિભૂત કરી મૂકે તેવું હોય છે! તે દિવસે બોલ્શેવિકોના આક્રમણમાં બચી ગયેલ તે – નવમી સદીમાં બંધાયેલ રાજા ઇસ્માઈલ સામાનીનો મકબરો – મધ્ય એશિયાનું જૂનામાં જૂનું સ્થાપત્ય મનાય છે. | ||
આ સ્થળની નજીકમાં જ ચશ્મા ઐયુબ નામનું એક મકાન છે. લોકવાયકા છે કે એક સમયે બુખારામાં પાણીની અસહ્ય તંગી સર્જાઈ. પાણી વગર પશુઓ તથા મનુષ્યોને તરફડતાં જોઈ, સંત ઐયુબના મનમાં કરુણા ઊભરાવા લાગી. તેમણે એક તીર કમાન પર ચડાવી મરુભૂમિ પર માર્યું ને તે સ્થળે સ્વચ્છ શીતળ જળની સરવાણી ફૂટી નીકળી. કાળક્રમે ભાવુક લોકોએ એ સરવાણી આસપાસ મકાન બાંધ્યું. આજે પણ ચશ્મા ઐયુબ નામના એ મકાનમાં ખળખળ વહેતું જળ જોવા મળે છે. આ પાણીને પવિત્ર તથા બીમારી મટાડનાર માનવામાં આવે છે. પ્રવાસીઓ એનું આચમન કરીને સંત ઐયુબના આશીર્વાદ મેળવે છે. પુરાણા સમયમાં રણમાં મુસાફરી કરી અહીં આવતા સૂફી સંતો–દરવેશોનો ઉતારો રહેતો. મકાનના | આ સ્થળની નજીકમાં જ ચશ્મા ઐયુબ નામનું એક મકાન છે. લોકવાયકા છે કે એક સમયે બુખારામાં પાણીની અસહ્ય તંગી સર્જાઈ. પાણી વગર પશુઓ તથા મનુષ્યોને તરફડતાં જોઈ, સંત ઐયુબના મનમાં કરુણા ઊભરાવા લાગી. તેમણે એક તીર કમાન પર ચડાવી મરુભૂમિ પર માર્યું ને તે સ્થળે સ્વચ્છ શીતળ જળની સરવાણી ફૂટી નીકળી. કાળક્રમે ભાવુક લોકોએ એ સરવાણી આસપાસ મકાન બાંધ્યું. આજે પણ ચશ્મા ઐયુબ નામના એ મકાનમાં ખળખળ વહેતું જળ જોવા મળે છે. આ પાણીને પવિત્ર તથા બીમારી મટાડનાર માનવામાં આવે છે. પ્રવાસીઓ એનું આચમન કરીને સંત ઐયુબના આશીર્વાદ મેળવે છે. પુરાણા સમયમાં રણમાં મુસાફરી કરી અહીં આવતા સૂફી સંતો–દરવેશોનો ઉતારો રહેતો. મકાનના કાતરિયાં જેવાં માળિયાં બનાવવામાં આવેલાં હતાં, જેના પર ઝરૂખા મૂકવામાં આવ્યા હતા. એ સમયમાં દરવેશો માળિયા પર આરામ કરતા તથા ઝરૂખામાં ઊભા રહી દર્શન આપતા અને ઉપદેશ સંભળાવતા. ઝરૂખા આજે સૂના હતા, પણ સમયનો અરવ ઉપદેશ વાતાવરણને સભર બનાવી રહ્યો હતો. આ મકાન પર સામાન્ય રીતે મુસ્લિમ સ્થાપત્યોમાં જોવા મળે છે તેવો પહોળો ગુંબજ નહોતો. એના પરનો સાંકડો શંકુ આકારનો ગુંબજ હંગેરીમાં બુડાપેસ્ટમાં જોયેલા ફિશરમૅન્સ બાસ્ટિયોનની યાદ અપાવતો હતો. પૂર્વ યુરોપની સ્થાપત્યશૈલીની મધ્ય એશિયા પર આટલી અસર. ચશ્મા ઐયુબના ઝરણા પાસે એક લાકડી પર નાનકડા ટોપકા પર ચોટલીની જેમ (ઘોડાના કે ઊંટના?) વાળ ટીંગાડેલા હતા. કહે છે કે, આ નિશાની વંશ–વારસાથી જેનું લોહી શુદ્ધ હોય, જે–તે વંશમાં પેઢી દર પેઢીથી કોઈ વર્ણસંકર ન હોય, તેવું સૂચવે છે. સંત ઐયુબનું લોહી એવું હતું, તેથી આ વાળની નિશાની મુકાયેલી છે તેવું અમારા ગાઇડે સમજાવ્યું. | ||
ચશ્મા ઐયુબના મકાનની બરાબર સામે ઇમામ અલ બુખારીનું વીસમી સદીમાં બનાવાયેલ પુસ્તક આકારનું સ્મારક હતું. અને એનાંથી જરાક આગળ જતાં જ દેખાયો રીંછના પગના આકારના બુર્જવાળો બુખારાનો ઐતિહાસિક કિલ્લો આર્ક ઑફ બુખારા. | ચશ્મા ઐયુબના મકાનની બરાબર સામે ઇમામ અલ બુખારીનું વીસમી સદીમાં બનાવાયેલ પુસ્તક આકારનું સ્મારક હતું. અને એનાંથી જરાક આગળ જતાં જ દેખાયો રીંછના પગના આકારના બુર્જવાળો બુખારાનો ઐતિહાસિક કિલ્લો આર્ક ઑફ બુખારા. | ||
સન્ ૧૭૧૨ની વાત. બુખારાનો રાજા સુખાનકુલેખાન હજ પઢવા ગયો. એ પાછો ફરે ત્યારે એને ભેટ આપવા બેગમે એક મસ્જિદ બંધાવી. મસ્જિદનું સ્થળ બરાબર કિલ્લાની સામે મહેલમાંથી જોઈ શકાય તેવું પસંદ કરવામાં આવ્યું, જેથી રાણી એના ઉપર દૂરથી દેખરેખ રાખી શકે. તત્કાલીન ઇસ્લામિક રિવાજ મુજબ પતિ બહારગામ ગયો હોય, ત્યારે પત્નીથી બહાર નીકળાતું નહીં. કોઈ પુરુષ સંદેશો આપવા કે કોઈ અગત્યના કામે એકલી સ્ત્રી પાસે આવે, તો તેણે દવાજો ખટખટાવવાનો. જવાબમાં સ્ત્રીએ બોલવાનું નહીં, બંધ દરવાજાની અંદરથી માત્ર એક કાંકરો દરવાજા ઉપર ફેંકવાનો. જેનો અવાજ સાંભળીને બહાર ઊભેલો પુરુષ સમજી જાય કે અંદરની સ્ત્રી એને સાંભળે છે. સંદેશો બોલીને સેવકે બહારથી જ ચાલ્યા જવાનું. | સન્ ૧૭૧૨ની વાત. બુખારાનો રાજા સુખાનકુલેખાન હજ પઢવા ગયો. એ પાછો ફરે ત્યારે એને ભેટ આપવા બેગમે એક મસ્જિદ બંધાવી. મસ્જિદનું સ્થળ બરાબર કિલ્લાની સામે મહેલમાંથી જોઈ શકાય તેવું પસંદ કરવામાં આવ્યું, જેથી રાણી એના ઉપર દૂરથી દેખરેખ રાખી શકે. તત્કાલીન ઇસ્લામિક રિવાજ મુજબ પતિ બહારગામ ગયો હોય, ત્યારે પત્નીથી બહાર નીકળાતું નહીં. કોઈ પુરુષ સંદેશો આપવા કે કોઈ અગત્યના કામે એકલી સ્ત્રી પાસે આવે, તો તેણે દવાજો ખટખટાવવાનો. જવાબમાં સ્ત્રીએ બોલવાનું નહીં, બંધ દરવાજાની અંદરથી માત્ર એક કાંકરો દરવાજા ઉપર ફેંકવાનો. જેનો અવાજ સાંભળીને બહાર ઊભેલો પુરુષ સમજી જાય કે અંદરની સ્ત્રી એને સાંભળે છે. સંદેશો બોલીને સેવકે બહારથી જ ચાલ્યા જવાનું. |