રણ તો રેશમ રેશમ/દંતકથા સરીખો રણદ્વીપ : બુખારા: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 9: Line 9:
સન્ ૧૭૧૨ની વાત. બુખારાનો રાજા સુખાનકુલેખાન હજ પઢવા ગયો. એ પાછો ફરે ત્યારે એને ભેટ આપવા બેગમે એક મસ્જિદ બંધાવી. મસ્જિદનું સ્થળ બરાબર કિલ્લાની સામે મહેલમાંથી જોઈ શકાય તેવું પસંદ કરવામાં આવ્યું, જેથી રાણી એના ઉપર દૂરથી દેખરેખ રાખી શકે. તત્કાલીન ઇસ્લામિક રિવાજ મુજબ પતિ બહારગામ ગયો હોય, ત્યારે પત્નીથી બહાર નીકળાતું નહીં. કોઈ પુરુષ સંદેશો આપવા કે કોઈ અગત્યના કામે એકલી સ્ત્રી પાસે આવે, તો તેણે દવાજો ખટખટાવવાનો. જવાબમાં સ્ત્રીએ બોલવાનું નહીં, બંધ દરવાજાની અંદરથી માત્ર એક કાંકરો દરવાજા ઉપર ફેંકવાનો. જેનો અવાજ સાંભળીને બહાર ઊભેલો પુરુષ સમજી જાય કે અંદરની સ્ત્રી એને સાંભળે છે. સંદેશો બોલીને સેવકે બહારથી જ ચાલ્યા જવાનું.  

સુખાનકુલેખાનની રાણી વિચારશીલ હતી. મસ્જિદના પ્રવેશદ્વાર ઉપર તેણે લાકડાના પાતળા કોતરણીદાર સ્તંભો ઉપર ચાર માંડવા જેવી રચના કરાવી. દરેક મંડપની છત ઉપરના નકશીકામમાં જીવન પ્રત્યેની ફિલસૂફીના ગૂઢાર્થવાળી કારીગરી છે. એ છત દ્વારા રાણી કહેવા માગે છે કે, વરસની ચાર ઋતુઓની જેમ જીવનમાં પણ ચાર મોસમ હોય છે. વસંત, ગ્રીષ્મ, પાનખર અને શિયાળો. છત પરની નકશી તથા એના ઉપરનું રંગકામ સૂચવે છે કે જીવન વિવિધ રંગોથી ભરેલું હોય છે.  

પહેલી છત ઉપર લીલા રંગનું ચિત્રકામ છે. લીલો રંગ વસંત સૂચવે છે. મનુષ્યની બાલ્યાવસ્થાને અહીં વસંત સાથે સરખાવી છે. બીજી છત ઉપર લાલ, ભૂરો તથા સફેદ રંગ છે. આ રંગો ઉનાળાનું સૂચન કરે છે. પચીસેક વર્ષના ઇન્સાનને લાગે છે કે પચાસ-સાઠની ઉંમર સુધી પહોંચવાનો ગાળો ઘણો લાંબો છે. આટલા લાંબા સમયખંડમાં એ ઘણું ઘણું કરવાના સપનાં જુએ છે, પણ ખરેખર તો એ વરસો ક્યાં પસાર થઈ જાય છે, એને ખબર પણ પડતી નથી! અને જીવન ત્રીજી છત પર દર્શાવેલ પાનખરના પ્રતીક જેવા આસમાની રંગ જેવું થઈ જાય છે. આ છત પર માત્ર ભૂરો રંગ છે. અંત તરફ ધસી જતા જીવનનું આ પ્રતીક. અને છેલ્લી છત શિયાળાને સૂચવતા માત્ર સફેદ રંગની છે. કબર ઉપર છવાયેલ બરફની સફેદી! મસ્જિદમાં નમાજ પઢવા આવેલ વ્યક્તિ જીવનની વાસ્તવિકતાઓ ભૂલે નહીં, તે માટેનો રાણીનો પ્રયત્ન સરાહનીય લાગ્યો. ઉઝબેકિસ્તાનમાં રાજા રાજ્યવિસ્તાર કરવા જાય અથવા હજ પઢવા લાંબા સમય માટે દૂર જાય, ત્યારે પરત ફરતા રાજાને ભેટ આપવા રાણીઓમાં આવાં સ્થાપત્યો બંધાવવાનો રિવાજ જોવા મળ્યો. સમરકંદમાં પણ એવા મહેલો તથા મસ્જિદો અમે જોયાં.
પહેલી છત ઉપર લીલા રંગનું ચિત્રકામ છે. લીલો રંગ વસંત સૂચવે છે. મનુષ્યની બાલ્યાવસ્થાને અહીં વસંત સાથે સરખાવી છે. બીજી છત ઉપર લાલ, ભૂરો તથા સફેદ રંગ છે. આ રંગો ઉનાળાનું સૂચન કરે છે. પચીસેક વર્ષના ઇન્સાનને લાગે છે કે પચાસ-સાઠની ઉંમર સુધી પહોંચવાનો ગાળો ઘણો લાંબો છે. આટલા લાંબા સમયખંડમાં એ ઘણું ઘણું કરવાના સપનાં જુએ છે, પણ ખરેખર તો એ વરસો ક્યાં પસાર થઈ જાય છે, એને ખબર પણ પડતી નથી! અને જીવન ત્રીજી છત પર દર્શાવેલ પાનખરના પ્રતીક જેવા આસમાની રંગ જેવું થઈ જાય છે. આ છત પર માત્ર ભૂરો રંગ છે. અંત તરફ ધસી જતા જીવનનું આ પ્રતીક. અને છેલ્લી છત શિયાળાને સૂચવતા માત્ર સફેદ રંગની છે. કબર ઉપર છવાયેલ બરફની સફેદી! મસ્જિદમાં નમાજ પઢવા આવેલ વ્યક્તિ જીવનની વાસ્તવિકતાઓ ભૂલે નહીં, તે માટેનો રાણીનો પ્રયત્ન સરાહનીય લાગ્યો. ઉઝબેકિસ્તાનમાં રાજા રાજ્યવિસ્તાર કરવા જાય અથવા હજ પઢવા લાંબા સમય માટે દૂર જાય, ત્યારે પરત ફરતા રાજાને ભેટ આપવા રાણીઓમાં આવાં સ્થાપત્યો બંધાવવાનો રિવાજ જોવા મળ્યો. સમરકંદમાં પણ એવા મહેલો તથા મસ્જિદો અમે જોયા.
અસલના સમયમાં દર શુક્રવારે કિલ્લાથી મસ્જિદ સુધીના રસ્તા ઉપર લાલ ગાલીચો બિછાવવામાં આવતો. એના પર થઈને રાજા નમાજ પઢવા અહીં આવતો. આ સમયે રાજાના દર્શન કરવા લોકમહેરામણ ઊમડતું. રસ્તાની બંને તરફ ઊભા રહી લોકો રાજાના દર્શન કરતા. યુરોપિયન ચિતારાઓ ત્યારે અહીં ઊભા રહી રાજાની એક ઝલક આંખોમાં ભરી લેતા અને એમ મહિનાઓ સુધી દર શુક્રવારે રાજાને નિહાળી, એના આધારે ચિત્રો બનાવતા. આ રીતે સત્તરમી સદીના રાજવીઓનાં ચિત્રો આજે પણ ઉપલબ્ધ થઈ શક્યાં છે.  

મસ્જિદનો પરિસર સૂનો હતો. દરવેશોને રહેવાની ઓરડીઓમાં અંધારાં આરામ ફરમાવતાં હતાં. સામે દેખાતા કિલ્લામાં સમારકામ ચાલી રહ્યું હતું, જેને કારણે એ કોઈ સારવારાધિન ઓર્થોપીડિક પેશન્ટ જેવો લાગી રહ્યો હતો. હવે કોઈ ત્યાં લાલ જાજમ બિછાવતું નથી ને કોઈ રાજા અલ્લાહના દરબારમાં માથું ટેકવા હવે અહીં આવતું નથી. રાણીની બારીય સૂની છે, પણ જર્જરિત લાકડાના મંડપોની છતો પરનું ચિત્રકામ જાણે તાજું જ હોય તેવું લાગે છે, કારણ કે, એ છતો પર માનવજીવનનું સત્ય ચીતરેલું છે.
મસ્જિદનો પરિસર સૂનો હતો. દરવેશોને રહેવાની ઓરડીઓમાં અંધારાં આરામ ફરમાવતાં હતાં. સામે દેખાતા કિલ્લામાં સમારકામ ચાલી રહ્યું હતું, જેને કારણે એ કોઈ સારવારાધિન ઓર્થોપીડિક પેશન્ટ જેવો લાગી રહ્યો હતો. હવે કોઈ ત્યાં લાલ જાજમ બિછાવતું નથી ને કોઈ રાજા અલ્લાહના દરબારમાં માથું ટેકવા હવે અહીં આવતો નથી. રાણીની બારીય સૂની છે, પણ જર્જરિત લાકડાના મંડપોની છતો પરનું ચિત્રકામ જાણે તાજું જ હોય તેવું લાગે છે, કારણ કે, એ છતો પર માનવજીવનનું સત્ય ચીતરેલું છે.
બુલ્લાહાઉસ મસ્જિદની સામે જ એક લોખંડ જેવી કોઈ ધાતુના ઊંચા ઊંચા પાયા ઉપર પૃથ્વીના ગોળાના આકારની મોટી ટાંકી જેવો ઢાંચો જોઈને નવાઈ લાગી. ગાઇડે કહ્યું, ‘સન્ ૧૯૧૭માં બુખારાના છેલ્લા મીરે છેક સેન્ટ પીટ્સબર્ગથી ઇજનેરો બોલાવીને રણની વચ્ચે આ પાણીની ટાંકી બનાવડાવેલી, જેમાંથી ખેંચેલી પાઇપલાઇન સામેના આર્કના કિલ્લાને પાણી પહોંચાડે. આ એ જ ઇજનેર હતો, જેણે સેન્ટ પીટ્સબર્ગમાં સેન્ટ્રલ એશિયાનો પહેલો ટેલિવિઝન ટાવર સ્થાપ્યો. સમયાંતરે બોલ્શેવિકોનું રાજ આવ્યું. તેમણે આખાય બુખારાને આવરી લેતાં પાણી પુરવઠાનું આયોજન કર્યું, એટલે આ ટાંકી નકામી થઈ ગઈ. ઢાંચાનો સદુપયોગ કરવા એમાં એક રેસ્ટોરાં બનાવવામાં આવ્યું, પણ એક દિવસ કોઈ એના પરથી પડીને મૃત્યુ પામ્યું, ત્યારથી રેસ્ટોરાં પણ બંધ કરી દેવાયું. લોકોએ કહ્યું, આ તો આપણું ગૌરવ છે, માટે એને દૂર નથી કરવું. આમ આ પ્રદેશની પ્રગતિશીલતાના પ્રતીક સમું ધાતુનું એ અતિશય ઊંચું સ્ટ્રક્ચર આજે પણ બુખારાની મધ્યમાં ઊભેલું દેખાય છે.  
બુલ્લાહાઉસ મસ્જિદની સામે જ એક લોખંડ જેવી કોઈ ધાતુના ઊંચા ઊંચા પાયા ઉપર પૃથ્વીના ગોળાના આકારની મોટી ટાંકી જેવો ઢાંચો જોઈને નવાઈ લાગી. ગાઇડે કહ્યું, ‘સન્ ૧૯૧૭માં બુખારાના છેલ્લા મીરે છેક સેન્ટ પીટ્સબર્ગથી ઇજનેરો બોલાવીને રણની વચ્ચે આ પાણીની ટાંકી બનાવડાવેલી, જેમાંથી ખેંચેલી પાઇપલાઇન સામેના આર્કના કિલ્લાને પાણી પહોંચાડે. આ એ જ ઇજનેર હતો, જેણે સેન્ટ પીટ્સબર્ગમાં સેન્ટ્રલ એશિયાનો પહેલો ટેલિવિઝન ટાવર સ્થાપ્યો. સમયાંતરે બોલ્શેવિકોનું રાજ આવ્યું. તેમણે આખાય બુખારાને આવરી લેતા પાણી પુરવઠાનું આયોજન કર્યું, એટલે આ ટાંકી નકામી થઈ ગઈ. ઢાંચાનો સદુપયોગ કરવા એમાં એક રેસ્ટોરાં બનાવવામાં આવ્યું, પણ એક દિવસ કોઈ એના પરથી પડીને મૃત્યુ પામ્યું, ત્યારથી રેસ્ટોરાં પણ બંધ કરી દેવાયું. લોકોએ કહ્યું, આ તો આપણું ગૌરવ છે, માટે એને દૂર નથી કરવું. આમ આ પ્રદેશની પ્રગતિશીલતાના પ્રતીક સમું ધાતુનું એ અતિશય ઊંચું સ્ટ્રક્ચર આજે પણ બુખારાની મધ્યમાં ઊભેલું દેખાય છે.  
બુખારા ગામ નાનું છે, પણ એની મહત્તા મોટી છે. સિલ્કરૂટની વણજારોના સમયથી ચાલી આવતી બજાર હજીય ધમધમતી દેખાય છે. અહીંના પ્રવાસન વિભાગે એવી ગોઠવણ કરી છે કે, બુખારાના પુરાણા સ્થાપત્યોને જોવા હોય, તો એ બજાર સોંસરવું પસાર થવું જ પડે. આજેય ત્યાં બેસીને લુહારો કલાત્મક કાતર, સૂડી, ચપ્પુ જેવાં ઓજાર તથા તલવાર, કટારી જેવાં શસ્ત્રો ટીપે છે. કારીગરો જાતે બનાવેલ પરંપરાગત વાજિંત્રો વેચે છે. ચિનાઈ માટીનાં રમકડાં, ભૂરા રંગનું નકશીકામ કરેલાં કાચનાં પાત્રો, પથ્થરનાં આભૂષણો વગેરેની હાટ લાગેલી જોઈને સિલ્કરૂટ પર વ્યાપાર અર્થે નીકળેલી વણજારો તાદૃશ થઈ જાય છે.

{{Poem2Close}}
{{Poem2Close}}