રણ તો રેશમ રેશમ/ગાલના તલ ઉપર કુરબાન : સમરકંદ-બુખારા: Difference between revisions

no edit summary
(added pic)
No edit summary
 
Line 54: Line 54:
૧૪મી સદીનો સૌથી માન્યવર કવિ શમ્સુદ્દીન મુહમ્મદ હાફિઝ શિરાઝી. ‘શિરાઝી’ શબ્દ કવિની જન્મભૂમિ ‘શિરાઝ’ નામના ગામ પરથી આવ્યો છે. અસલના પર્શિયામાં વસેલું આ ગામ હાલ ઈરાનમાં છે.

શિરાઝ અર્થાત્ નાઈટિંગેલ પંખી અને ગુલાબનાં ફૂલોનું શહેર. ‘હાફિઝ’ એમનું ઉપનામ હતું. હાફિઝનો અર્થ થાય કંઠસ્થ કરનાર. એમને આખું કુરાન કંઠસ્થ હતું, એટલે એ ‘હાફિઝ’ કહેવાયા. આજે પણ જેને આખું કુરાન મોઢે હોય, તેને ‘હાફિઝ’ના ખિતાબથી નવાજાય છે.

કાવ્યસર્જનના શરૂઆતના વરસોમાં કવિ હાફિઝે શિરાઝેના રાજ્યદરબારમાં રાજાનો મહિમા ગાયો. ત્યારબાદ શિરાઝ આમિર મુબારેઝ નામના ધર્માંધ શાસકના હાથમાં ચાલ્યું ગયું. એણે કવિઓનો દેશનિકાલ કર્યો અને લલિતકલાઓ પર પ્રતિબંધ ફરમાવ્યો. વિદ્રોહની ભાવનામાં હાફિઝે ધર્મને નામે ચાલતા દંભ વિરુદ્ધ કટાક્ષભરી રચનાઓ રચી. ઈરાનના શાહે હાફિઝને બગદાદ નોતર્યા, પણ કોઈ અગમ્ય કારણોસર હાફિઝ ઈરાન ન ગયા. ત્યારબાદ દખ્ખણના મહેમૂદશાહે એમને ભારત નોતર્યા. હાફિઝ ભારત આવવા પણ નીકળ્યા, પરંતુ અફસોસ! રસ્તામાં સમુદ્ર તોફાને ચડ્યો. હાફિઝે દરિયાની વિડંબનાઓ કરતાં નક્કર કિનારાને વધારે પસંદ કર્યો ને હિન્દુસ્તાનની દરિયાઈ સફર છોડી, જમીનમાર્ગે પોતાના વતન શિરાઝ પાછા ફર્યા.  
કાવ્યસર્જનના શરૂઆતના વરસોમાં કવિ હાફિઝે શિરાઝના રાજ્યદરબારમાં રાજાનો મહિમા ગાયો. ત્યારબાદ શિરાઝ આમિર મુબારેઝ નામના ધર્માંધ શાસકના હાથમાં ચાલ્યું ગયું. એણે કવિઓનો દેશનિકાલ કર્યો અને લલિતકલાઓ પર પ્રતિબંધ ફરમાવ્યો. વિદ્રોહની ભાવનામાં હાફિઝે ધર્મને નામે ચાલતા દંભ વિરુદ્ધ કટાક્ષભરી રચનાઓ રચી. ઈરાનના શાહે હાફિઝને બગદાદ નોતર્યા, પણ કોઈ અગમ્ય કારણોસર હાફિઝ ઈરાન ન ગયા. ત્યારબાદ દખ્ખણના મહેમૂદશાહે એમને ભારત નોતર્યા. હાફિઝ ભારત આવવા પણ નીકળ્યા, પરંતુ અફસોસ! રસ્તામાં સમુદ્ર તોફાને ચડ્યો. હાફિઝે દરિયાની વિડંબનાઓ કરતાં નક્કર કિનારાને વધારે પસંદ કર્યો ને હિન્દુસ્તાનની દરિયાઈ સફર છોડી, જમીનમાર્ગે પોતાના વતન શિરાઝ પાછા ફર્યા.  
વળી થોડાં વર્ષ પછી તૈમૂરે શિરાઝ પર વિજય મેળવ્યો. અહીં તલવારના અધિપતિ તૈમૂરની કલમના અધિપતિ હાફિઝ સાથે મુલાકાત થઈ. તૈમૂરે હાફિઝની પેલી ગાલ ઉપરના તલ પર સમરકંદ–બુખારા ન્યોચ્છાવર કરી દેવા વાળી વિખ્યાત પંક્તિઓ સાંભળી. લોકવાયકા છે કે હાફિઝની આ પંક્તિઓને કારણે તૈમૂર રોષે ભરાયો. એણે કવિને પકડી લાવવા કહ્યું. બંધક બનાવી લવાયેલ કવિ હાફિઝને તૈમૂરે ભરસભામાં પૂછ્યું : ‘મેં યુદ્ધમાં મહામહેનતે તથા મહાપરાક્રમે જીતેલ સમરકંદ અને બુખારા તું એમ શી રીતે માશૂકાના એક તલ પર લૂંટાવી દઈ શકે?’ તૈમૂરનો તીખો મિજાજ પારખતાં હાજરજવાબી કવિએ તરત ઉત્તર આપ્યો : ‘બેઅદબી માફ હો જહાંપનાહ, મારી આ ઉડાઉગિરિએ જ તો મને કોડીની કિંમતનો કરી નાખ્યો છે!’ કહેવાય છે કે આ જવાબથી ખુશ થઈને આમિર તૈમૂરે કવિને મુક્ત કર્યા!  

બુખારામાં ફરતાં શિરાઝીનું કાવ્ય મનમાં પડઘાતું રહ્યું. મનમાં એ પ્રશ્ન ઘુમરાતો હતો કે કોઈ એક ક્ષણ માટે, કોઈ એક તલ માટે ન્યોચ્છાવર થઈ જનાર લોકોની આ ભૂમિ પર હું કઈ ક્ષણ શોધું? પેલું આકાશમાં નૃત્ય કરતું હુમાપંખીનું યુગલ આંખો સમક્ષ આવી ગયું. પોતાની જ રાખમાંથી નવસર્જિત થતા દેવહુમા પંખીના પુરાકલ્પનનું ઉઝબેક સંસ્કૃતિમાં ખૂબ મહત્ત્વ છે. તાશ્કંદના ગૌરવવંતા ઇન્ડિપેન્ડન્સ સ્ક્વેરના મુખ્ય પ્રવેશદ્વારને ‘આર્ચ ઑફ નોબલ એસ્પિરેશન્સ’ કહેવાય છે. એની મધ્યસ્થ કમાન પર નૃત્ય કરતા હુમાપંખીના યુગલનું નમણું રૂપેરી શિલ્પ જોયેલું. સોનેરી સુશોભનોથી શોભતા તાશ્કંદના ઓપ્રાહાઉસના ભવ્ય શ્વેત મકાનના ગુંબજ ઉપર પણ નૃત્ય કરતા દેવહુમા યુગલનું શિલ્પ જોયેલું. આ અપાર્થિવ પંખીની પરિકલ્પના અનેક સંસ્કૃતિઓના પુરાકલ્પનોમાં જોવા મળે છે. ગ્રીક પુરાણોમાં ને પ્રાચીન ઇજિપ્તના આલેખનોમાં; ચીનમાં, તિબેટમાં ને જાપાનમાં; ભારતમાં, ઈરાનમાં ને આખાય પર્શિયામાં, રશિયામાં ને ટર્કીમાં; અનેક દેશોના પુરાકલ્પનોમાં અલગ અલગ નામોથી આ અમરપંખીની પરિકલ્પના છે. દેવહુમાનું એ યુગલ થરકતું મારા મનમાં નૃત્ય કરવા લાગે છે! હું આંખ બંધ કરી ઊતરતી જાઉં છું મારી પોતાની અંદર. ત્યાં મળે છે એક આકાશ. એ આકાશમાં હું જીવનસાથી સંગાથે ચક્કર-ચક્કર ફરવા લાગું છું. તન્મયતાની પળોમાં આકાશ પગ નીચેથી સરકી જાય છે, અમે ચકરાવા લાગીએ છીએ અસીમ બ્રહ્માંડના અનંત અવકાશમાં. સમષ્ટિના વિરાટ રંગમંચ પર નિજાનંદમાં સરાબોર નૃત્યની તાલબદ્ધ ગતિશીલતામાં દેવહુમા યુગલની તન્મયતાથી લયલીન થઈ જવાની એ ક્ષણ પર આખાય અસ્તિત્વને સમર્પિત કરી દેવા ઝંખું છું, માશૂકાના ગાલ પરના તલ ઉપર ન્યોચ્છાવર સમરકંદ–બુખારાના દેશમાં!