ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/ધૂમકેતુ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 8: Line 8:
મૃત્યુતારીખ : ૧૧-૦૩-૧૯૬૫</poem>
મૃત્યુતારીખ : ૧૧-૦૩-૧૯૬૫</poem>

'''‘તણખા’ મંડળ ૧લું – ‘તણખા’ મંડળ બીજુંને આધારે'''
<big>'''‘તણખા’ મંડળ ૧લું – ‘તણખા’ મંડળ બીજુંને આધારે'''</big>

{{Poem2Open}}
{{Poem2Open}}
Line 345: Line 345:

'''‘અવશેષ’ (૧૯૩૨)'''
'''‘અવશેષ’ (૧૯૩૨)'''
{{Poem2Open}}
ધૂમકેતુનો સર્જનકાળ ગાંધીયુગનો હતો. આ યુગનું સાહિત્ય લોકાભિમુખ કે જીવનાભિમુખ બને છે ગાંધીવિચાર પ્રભાવે, પરંતુ ધૂમકેતુનો સમગ્ર વિચારપિંડ ગાંધીપ્રભાવિત છે એમ નહીં કહી શકાય. એમના સાહિત્યમાં દેખાતું દીનજનવાત્સલ્ય ગાંધીવિચારપ્રેરિત હોવાની સાથે પીડિત વર્ગ તરફની તેમની સહજ કરુણા અને સહાનુભૂતિપ્રેરિત પણ છે એવી પ્રતીતિ થાય છે. તેમના સાહિત્યમાં જીવનનાં કેટલાંક શાશ્વત મૂલ્યોની પ્રતિષ્ઠા થઈ છે. તેઓ માને છે કે, સાહિત્ય જીવનમાંથી ઘણું મેળવી શકે અને જીવનને ઘણું આપી શકે. જીવન અને સાહિત્ય પરસ્પર પોષક છે. સાહિત્ય અને જીવન એ જુદું ન પડી શકે એવું યુગ્મ છે. સાહિત્ય જીવનને ઘડવા માટે, બીજાનું જીવન સમજવા માટે છે. પ્રજાના સંસ્કારઘડતર માટે તેઓ સાહિત્યને મહત્ત્વનું ગણે છે. ધૂમકેતુની આ ભાવનાપરાયણ, જીવનાભિમુખ દૃષ્ટિ અને રંગદર્શી વ્યક્તિત્વને કારણે તેમના વાર્તાસાહિત્યમાં વાસ્તવ પણ ઊર્મિલ થઈને પ્રગટ્યું છે. ધૂમકેતુના સાહિત્યમાં રંગદર્શિતા અને જીવનલક્ષિતા એકસાથે ઊતર્યાં છે.

[[File:Dhoomketu-ni Varta-o 3 - Book Cover.png|200px|left]] [[File:Dhoomketu-ni Varta-o 4 - Book Cover.png|200px|left]]
{{Poem2Close}}<center>
[[File:Dhoomketu-ni Varta-o 3 - Book Cover.png|200px|left]][[File:Dhoomketu-ni Varta-o 4 - Book Cover.png|200px]]</center>
{{Poem2Open}}
ઘૂમકેતુ પાસે વાર્તાકથનનો વિશિષ્ટ કસબ છે. વાર્તાના ઉપાડમાં, પ્રસંગકથનના ક્રમિક વિકસનમાં, પાત્રરેખાઓને ઉઠાવ આપી એમના હૃદયગતને પ્રગટ કરતી નિરૂપણરીતિમાં તેમજ વાર્તાના ચમત્કારક વળાંકભર્યા અંતમાં એમની કલાસૂઝનાં આપણને દર્શન થાય છે. આ વાર્તાસંગ્રહમાં દસ વાર્તા છે. જેમાં માનવજીવનનાં વિવિધ પાસાંઓને સ્પર્શ કરવાનો વાર્તાકારે પ્રયાસ કર્યો છે.

‘અકસ્માત’ : વાર્તામાં કૌમાર્ય વયની ગુલાબનું મન ચંદ્રવદન માટે કેટલું સ્નેહસભર છે તેનું શબ્દચિત્ર ધૂમકેતુ ઊભું કરે છે. અકસ્માત થતાં ચંદ્રવદનને આંખે ઈજા થાય છે અને તે પથારીવશ થઈ જાય છે. સ્નેહવશ થયા વિના ચંદ્રવદન સમજુ માણસની જેમ તેના પિતાને કહે છે, ગુલાબને બીજે પરણાવવી એ સૌના હિતમાં છે. ગુલાબ ચંદ્રવદનથી દૂર થવા માગતી ન હતી અને વાર્તાના અંતે તે કહે છે કે અપંગ ચંદ્રવદનને ગુલાબના હાથની વધારે જરૂર છે, તેથી ગુલાબ દૂર નહીં જાય. ‘આપઘાત’ વાર્તામાં માનવ સ્વભાવની આંટીઘૂંટીનાં દર્શન થાય છે. આંતરશત્રુના કારણે માણસમાં રહેલી માણસાઈ મરી પરવારે છે. જગમોહન કમાવવા માટે મુંબઈ જાય છે અને લક્ષ્મીચંદ શેઠનો મુનીમ બની જાય છે. શેઠનો ખૂબ વિશ્વાસુ હોવાને લીધે તે શેઠાણીની સ્વછંદી જીવનશૈલીથી શેઠને ચેતવે છે. શેઠાણી નોકર દાદુની મદદથી જગમોહનને મારી નખાવે છે. બીજી તરફ સાસુના ત્રાસથી ત્રસ્ત થયેલા જગમોહનની પત્ની તેને શોધવા માટે મુંબઈ શેઠને ત્યાં જાય છે. દાદુ બળજબરી કરવા જાય છે ત્યારે પોતાનું શીલ બચાવવા તે બારીએથી પડતું મૂકે છે અને આ હત્યાને આપઘાત કહીને કેસ પતાવી દેવામાં આવે છે. વાર્તાનો અંત કરુણ છે. ‘દર્શનની પ્યાસ’ વાર્તામાં પ્રકૃતિની મનુષ્ય જીવન પર જે અસર થાય છે તેની વાત કહી છે કરી આધ્યાત્મિક સંવાદ સાથે અદમ્ય રહસ્ય છે. ‘છેલ્લું ચિત્ર’ અને ‘એક છબી’ વાર્તામાં ચિત્રકાર અને કળાપ્રેમી પ્રજાના સંવેદન જગતનો ચિતાર આપ્યો છે.

‘વૃદ્ધ માતાનાં નયન’ વાર્તામાં ભણેલો ગણેલો સુધીર સમાજના લોકોને તેજસ્વી વિચારથી તેમાં ચૈતન્ય ભરે છે ત્યારે સત્તાધીશોને તે આંખની કણાની જેમ ખૂંચે છે, માટે તેને કેદ કરી દે છે એક વર્ષ માટે. બીજી તરફ આ વાતથી અજાણ તેની અંધ વૃદ્ધ માતાની સેવા તારા કરે છે અને સુધીર વિશે કહે છે કે તે દવાખાનામાં સારવાર કરાવે છે. એક વર્ષ પછી જ્યારે સુધીર સરકારની કેદમાંથી છૂટે છે અને ઘરે આવે છે એ જ વખતે તારા સુધીરની હકીકત તેની માતાને જણાવે છે. આ આઘાત ન જીરવાતાં તેની માતા પ્રાણ છોડી દે છે અને તેનાં નયન સદાયને માટે તેના સુધીરની પ્રતીક્ષામાં જ રહી જાય છે. અત્યંત ભાવપૂર્ણ જગતનું આલેખન ધૂમકેતુ કરે છે. જીવનનાં સુખ દુઃખ, ડાહ્યા માણસો સાથે થતા કાવાદાવા, સત્તા સમૃદ્ધિમાં રહેલા દુર્ગુણો, સામંતશાહી સામે પ્રતિકાર, સશક્ત સ્ત્રીપાત્ર, હૃદય પરિવર્તન, વ્યક્તિજીવન, કુટુંબજીવન અને સમાજજીવનનો ચિતાર આપતી ‘રાધારાણી’ ‘દોસ્તી’, ‘માર્ગદર્શન’ અને ‘ભરતી અને ઓટ’ વાર્તાઓ છે. આ વાર્તાસંગ્રહની ‘એકવીસમી સદીનું પ્રભાતઃ બે દૃશ્યો’ નામની વાર્તા અન્ય વાર્તાઓ કરતાં ખૂબ અલગ પડે છે. વર્તમાનમાં ઊભા રહીને ભવિષ્ય કેવું હશે એની કલ્પના કરતી પ્રયોગશીલ વાર્તા છે. પ્રગતિના નામે જે અધોગતિ તરફ જતી લગ્નસંસ્થા અને કુટુંબસંસ્થામાં થયેલ મૂલ્યહ્રાસનું નિરૂપણ આ વાર્તામાં છે.

‘પ્રદીપ’ (૧૯૩૩)
{{Poem2Close}}
'''‘પ્રદીપ’ (૧૯૩૩)'''
{{Poem2Open}}
ગુજરાતી ટૂંકી વાર્તાને એક અલગ ઓળખ સંપડાવનાર ધૂમકેતુ વાર્તા કહેવાની કળાના કસબી છે. વાર્તામાં તેમણે સર્વજ્ઞ કથન, સાક્ષી કથન અને પ્રથમ પુરુષ એકવચન જેવી શૈલીઓનો વિનિયોગ કર્યો છે અને એ પ્રકારે વાર્તાની નિરૂપણ પદ્ધતિ કથનરીતિમાં યથોચિત વૈવિધ્ય આણવાનો પણ પ્રયાસ કર્યો છે. ‘પ્રદીપ’ વાર્તાસંગ્રહમાં ધૂમકેતુ અલગ અલગ વિષયને લઈને વાર્તા રચે છે. આ વાર્તાસંગ્રહમાં કુલ નવ વાર્તા છે.

આ વાર્તાસંગ્રહની અનેક વાર્તાઓ પ્રથમ પુરુષ એકવચનમાં લખાઈ છે. એવી જ એક વાર્તા ‘કીર્તિનો મુગટ’માં દિલ્હીના ખ્યાતનામ ચિત્રકાર ચંદ્રમોહનની વાત છે. તે તેની પત્ની સુભદ્રા અને પુત્ર અનંગ સાથે દિલ્હીમાં રહે છે. ચંદ્રમોહનનું સૌથી ઉત્તમ ‘નિરાશાનાં આંસુ’ નામનું જે ચિત્ર હોય છે તેના પર ચિત્રપ્રેમી લજ્જાવતી વારી જાય છે. ધીમે ધીમે તેની સાથે નિકટતા વધતી જાય છે અને સુભદ્રા સાથે અંતર વધવા લાગે છે. સમય જતાં સુભદ્રાનું શરીર લેવાતું જાય અને તેનું મૃત્યુ થયા પછી લજ્જાવતી પણ ચંદ્રમોહનને છોડીને જતી રહે છે. ભીતરથી ખાલી પડેલો ચંદ્રમોહન એક ચિત્ર દોરે છે અને એ ચિત્ર તેની પત્ની સુભદ્રાનું હોય છે, પણ તેમાં જે અધૂરપ હોય છે તે એક દિવસ અર્ધરાત્રીએ જાગીને દીકરો અનંગ પૂરી કરે છે. જેને જોઈને ચંદ્રમોહન ખૂબ ખુશ થાય છે.

આમ, માનવમન અને માનવ સબંધોની આંટીઘૂંટીનું વર્ણન આ વાર્તામાં છે. ‘ગૃહત્યાગ’ વાર્તા એ પત્ર રૂપે લખાયેલ વાર્તા છે. રવીન્દ્રનાથ ટાગોર ‘એક સ્ત્રીનો પત્ર’ નામની વાર્તામાં પત્રનો વિનિયોગ કરે છે. ટાગોરની વાર્તામાં જે ઊંડાણ જોવા મળે છે એવું ઊંડાણ ધૂમકેતુની આ વાર્તામાં નથી. સમકાલીન તત્ત્વ આ વાર્તામાં જોવા મળે છે. બાળપણમાં લગ્ન થતાં સ્ત્રીઓની કથળતી કરુણ સ્થિતિનો ચિતાર આ વાર્તામાં જોવા મળે છે. ‘અજાણ્યો મદદગાર’ અને ‘જીવનકલા’ વાર્તામાં ઉદારતા, દૃઢ નિશ્ચય સાથે જીવન જીવતાં પાત્રોની આસપાસના સમાજજીવનના તાણાવાણા આ વાર્તામાં વણી લીધા છે. ‘વેષધારી’ વાર્તામાં સ્વભાવે બે વિરુદ્ધ પ્રકૃતિના પ્રેમચંદ અને નંદલાલ બી.એ.નો અભ્યાસ કરતી વખતે એક સાથે ઓરડીમાં રહે છે. પ્રેમચંદ રખડપટ્ટી, અસંયમી, જલસાવાળો અને બિન્દાસ હોય છે. જ્યારે નંદલાલ વ્યવસ્થિત રીતે રહેવાનું પસંદ કરે છે, પણ તે તેની જીવનશૈલીથી ખુશ નથી. નિયંત્રણને કારણે તેનું જીવન ઉદાસીન બનતું જાય છે. નંદલાલના આંતરવેશ અને બાહ્યવેશ બંનેમાં ભારે દ્વંદ્વ ઊભું થાય છે. વાર્તાના અંતે નંદલાલ પોતાનું ઝભ્ભાવાળું સંયમી જીવન છોડી દે છે. ‘સ્કૂલ માસ્તર’, ‘કેદારનાથ ભૈયો’ અને ‘ડોસો ભરવાડ’ આ ત્રણેય વાર્તા પાત્રકેન્દ્રી છે. આ ત્રણેય વાર્તામાં કથાવસ્તુ સામાન્ય છે પણ કથા થકી એક પાત્રને ઉપસાવવા માટે અન્ય પાત્રો મદદનીશ બને છે. જીવનનાં જૂનાં ખંડેરોનો અંત ન આવતાં નવાં ખંડેરો કેવી રીતે બને છે. તેના સૂક્ષ્મ તાણાવાણા ગૂંથતી વાર્તા ‘નવાં ખંડેરો’ છે. વિવિધ અને બહુપાત્ર સૃષ્ટિ ધરાવતી વાર્તા છે સમાજમાં જે શક્તિશાળી વર્ચસ્વ ધરાવતો નથી તેવા નથુ વાળંદ પર ખૂનનો આરોપ લાગે છે. જ્યારે હકીકતમાં વાઘજીના દીકરાએ મગન મહારાજના દીકરાને મારી નાખ્યો હોય છે. વાર્તાના અંતે બે નવાં ખંડેર ઊભાં થાય છે. જેમાં એક વિરુભા વાઘજીના દીકરાને બચાવવા માટે પૈસાની વ્યવસ્થા કરવા પોતાનું ખોરડું વેચી દે છે. બીજું મગન મહારાજ વકીલને ફી આપવા માટે પોતાનું ઘર વેચી દે છે.

‘મલ્લિકા’ (૧૯૩૭)
{{Poem2Close}}
'''‘મલ્લિકા’ (૧૯૩૭)'''
{{Poem2Open}}
ધૂમકેતુએ જીવન, સમાજ, માનવવ્યવહાર, તત્કાલીન દેશસ્થિતિના સંદર્ભમાં ઊભા થતા પ્રશ્નો આદિ વિશે ગંભીરતાથી અને પ્રામાણિકતાથી ચિંતન કરીને પોતાનાં મંતવ્યો તેમની કૃતિઓમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રજૂ કર્યાં છે. એક સર્જકમાં અપેક્ષિત સંવેદનશીલતા અને કલ્પનાશીલતા ધૂમકેતુમાં હતી, પરંતુ એમનામાં રહેલો ચિંતક ક્યારેક સર્જક ધૂમકેતુને પૃષ્ઠભૂમિ પર ખસેડી અગ્રભૂમિએ આવી જતો જોવાય છે. આથી એમના સમગ્ર સાહિત્યમાં જીવનલક્ષિતા કે માનવલક્ષિતા જ કેન્દ્રમાં રહેલી છે.

આ વાર્તાસંગ્રહમાં કુલ તેર વાર્તાઓ છે. આ સંગ્રહની પહેલી જ વાર્તા ‘મલ્લિકા’. જેમાં વાર્તામાં નાયક એક વાર્તા લખે છે જેમાં એની વાર્તાની નાયિકા મલ્લિકા હોય છે અને વાર્તાનાયકે જોયેલી એક મલ્લિકા. આ બંનેને સમાંતરે વાર્તામાં મૂકે છે. મલ્લિકાનો પતિ અભિલાષ પરદેશથી પાછો આવતો હોય છે જેનો સંદેશો મલ્લિકાને મળતાં તે શૃંગાર સજીને તેના પ્રિયતમને મળવા માટે સ્ટેશન પર જાય છે. રેલગાડી આવતાં એક દુઃખદ સમાચાર મળે છે કે મલ્લિકાના પતિને હૃદયનો હુમલો આવતાં આગળના સ્ટેશન પર તેનું મૃત્યુ થાય છે અને તેની લાશ આવે છે. પતિના અવસાનનો આ ઊંડો ઘા મલ્લિકા જીરવી શકતી નથી, તે અસ્થિર મગજની થઈ જાય છે. વર્ષો થયાં પછી આજે પણ મલ્લિકા રોજ સાંજે સ્ટેશન પર શૃંગાર સજીને પોતાના પતિ અભિલાષની રાહ જુએ છે.

અત્યંત સંવેદનાસભર વાર્તા છે. બીજી એક વાર્તા ‘સ્ત્રીત્વ’માં પિતૃસત્તા ધરાવતા સમાજમાં હંમેશા મક્કમ મનની સ્ત્રી પુરુષોને આંખની કણીની જેમ ખૂંચે છે. અનિલ અનાથ થતાં શેઠ મનમોહન અને તેનો ભત્રીજો હર્ષવર્ધન અનાથ આશ્રમમાં મૂકી દેવાની વાત કરે છે. તરલા બીજાં લગ્ન કરવાની જગ્યાએ અનિલની મા બનીને જીવન જીવવાનું પસંદ કરે છે. તેના આ નિર્ણયથી બંને પુરુષો નાખુશ થાય છે. છતાં પોતે સ્ત્રીત્વ જાળવી રાખીને મા બનીને જીવવાનું પસંદ કરે છે. સ્ત્રી શક્તિ છે તો સ્ત્રી સંવેદન પણ છે. આ બંને વાતનું ચિત્રણ આ વાર્તામાં કરેલ છે. ‘કુલવધૂઓ’ વાર્તામાં બે અલગ સામાજિક મોભો ધરાવતી સ્ત્રીઓની વાત છે. પતિના મૃત્યુ પછી યમુના અને વસંતબેન બંનેની સ્થિતિ કફોડી બનતી જાય છે. સામાજિક હેરાનગતિની સાથે માનસિક દ્વન્દ્વના લીધે વસંતબેન અગ્નિસ્નાન કરે છે અને સાથે સાથે તેઓ યમુનાને પણ પકડી લે છે. આમ બંને કુલવધૂઓ જીવન કરતાં મૃત્યુનો રસ્તો અનિચ્છાએ પસંદ કરે છે. અહીંયાં કુટુંબસંસ્થા, લગ્નસંસ્થા અને સમાજમાં થતી પતિ વિનાની સ્ત્રીની અવહેલનાનું નિરૂપણ છે. ‘કિશોરી’ વાર્તામાં સ્વતંત્રતા આંદોલનનું નિરૂપણ છે તેની સાથે જ કૌટુંબિક, સામાજિક વિખવાદ અને સંવાદની વાર્તા છે. હરદયાલને જેલ થાય છે અને એ જેલમાં કિશોરીને મળે છે અને તેને પ્રેમ થઈ જાય છે. તે કિશોરીને ભોગવે છે અને તે ગર્ભવતી બને છે. બીજી તરફ હરદયાળનું સગપણ ઉર્મિલા સાથે હોય છે અને આ તરફ કિશોરી ગર્ભવતી હોય છે. કિશોરીના લગ્ન થયાં ન હતાં અને આમ કુંવારી મા બને તો તેને સમાજમાં પણ જીવવું મુશ્કેલ બની જાય છે. હરદયાલની પત્ની ઉર્મિલાને જ્યારે આ બધી જ વાતની ખબર પડે છે ત્યારે તે હરદયાળની માનવીય સહજ ભૂલ સમજીને માફ કરે છે અને સ્વીકારે છે. આમ આદર્શ ચરિત્રનું નિરૂપણ ઉર્મિલા જેવા પાત્રમાં દેખાય છે.

સાહિત્ય અને ઇતિહાસનો જૂનો સંબંધ છે. આ બંને એકબીજાના પૂરક છે. ઐતિહાસિક કથા પરથી લીધેલી વાર્તાઓમાંની એક વાર્તા એટલે ‘વાણીના દેવતા’. કાન્હડદેપ્રબંધ લખવા માટે કવિરાજ પદ્મનાભને અખેરાજજી બોલાવે છે. આ કૃતિની રચના પદ્મનાભ સંભળાવે છે ત્યારે રાજકુંવરી કહે છે કે તમને જે પ્રસંગ ગમે તે વિશે મને અંતે જણાવજો. થોડા દિવસો જતાં પ્રબંધ કથા પૂરી થઈ ત્યારે કવિ પદ્મનાભ નાની રાજકુમારીને બોલાવીને પૂછે છે કે કયો પ્રસંગ તમને ખૂબ ગમ્યો? બધાને એમ હતું કે હીરાદેવીનો પ્રસંગ દરેકે દરેક રાજપૂતાણીના દિલમાં બેસી ગયો હતો, તેથી રાજકુમારી પણ એ જ જવાબ આપશે. પણ રાજકુમારી કહે છે કે મને સૌથી વધારે ઝાલોર ગઢનો દરવાન સોલ્હા જે દરવાજો છોડતો નથી અને અણનમ રહીને એકલા હાથે સેંકડોની સામે લડતાં મરે છે પણ સ્થાન છોડતો નથી એ વાત મને બહુ જ ગમી ગઈ! આ સાંભળી કવિ પદ્મનાભ પોતાની પાસે બોલાવે છે અને એના માથા પર હાથ મૂકીને જાણે કે વાણીના દેવતાએ તેમની પાસે બોલાવ્યું હોય તેમ કહે છે, દીકરી! તને ગમ્યો એ જ પ્રસંગ અમને પણ ગમ્યો છે તું જગતમાં એક અણનમ રજપૂતાણીનું બિરુદ સાચવજે બેટા! તે રાજકુમારી એટલે વીર શ્રેષ્ઠ ચિત્તોડના મહારાણા પ્રતાપની માતા. માતૃ-પિતૃ દેવો ભવ એ આપણી સંસ્કૃતિ ઓળખાણ છે. નાના બાળકના મન પર બચપણના સંસ્કાર કેવા અસર કરે છે. જેનો એક સૂક્ષ્મ તંતુ આ ‘વાઘોજી’ વાર્તામાં જોવા મળે છે. મા દીકરાની અત્યંત સંવેદનસભર આ વાર્તા છે. નાનપણમાં વાઘોજીએ સત્યવાદી રાજા હરિશ્ચંદ્રની વાર્તા સાંભળી હોય છે કે રાજા પોતાની જાતને વેચી દે છે. જીવનની કટોકટીમાં એક સમય એવો આવે છે કે વાઘોજીની મા બીમાર હોય છે અને સારવાર ન મળે તો માને ગુમાવી બેસે. ત્યારે વાઘોજી પોતાની જાતને વેશ્યાને ત્યાં વેચી દે છે અને પૈસા મોકલે છે અને માના પ્રાણ બચાવે છે. તો ‘જીવનપંથ’ વાર્તામાં આદર્શ અને વાયવી દાંપત્યજીવનનું નિરૂપણ છે.

‘ત્રિભેટો’ (૧૯૩૮)
{{Poem2Close}}
'''‘ત્રિભેટો’ (૧૯૩૮)'''
{{Poem2Open}}
ધૂમકેતુએ તેમના સાહિત્યમાં જીવનની વાસ્તવિકતા નિરૂપીને વાસ્તવિકતા કેવી હોવી જોઈએ તે દર્શાવ્યું, અને એમાં તેમનાં રંગદર્શી વૃત્તિવલણો ભળી ગયાં, ધૂમકેતુનો યુગ જીવનને સારું અને ખરાબ એવાં બે ખાતામાં વહેંચીને જોનારો હતો. કેમ કે તેમાં ‘કળા જીવનને માટે’નો અભિગમ હતો.

ત્રિભેટો વાર્તાસંગ્રહમાં કુલ ચૌદ વાર્તાઓ છે. ‘રાજભાગ’ વાર્તામાં સત્ત્વશીલ માણસ જાદવજી સમાજમાં રહેલાં દૂષણોનો પ્રતિકાર કરે છે, જ્યારે વ્યવસ્થા તેને એમ કરતાં રોકે છે ત્યારે પોતે અંતર આત્માનો અવાજ સાંભળી પોલીસની નોકરીમાંથી રાજીનામું આપી દે છે. જાદવજીનો સ્વભાવ એવો મીઠો હોય છે કે ગામમાં કોઈપણ વાતનો કજિયો થયો હોય તો જાદવજી સમજાવતા અને લોકો એમની વાત માની પણ જતા. આ વાર્તામાં તત્કાલીન સમયની રંગપૂરણી દેખાય છે. અસમર્થ ખેડૂતો રાજભાગ આપતા નથી ત્યારે સત્તાધીશો ક્રૂર રીતે વસૂલાત કરે છે. વસૂલાત નહીં થાય તો છોકરીઓને સાસરે જતાં અટકાવી અને સાસરી પક્ષના માણસો પૈસા ભરે તો જ તેને મોકલવી અને સાસરીવાળા જો પૈસા ન ભરે તો છોકરીઓને બીજે બેસાડીને પૈસા વસૂલ કરવા. આમ સ્ત્રી જાણે કે કોમોડિટીનું સાધન હોય તેમ વર્તન કરતો સત્તાધીશ નજરે પડે છે.

સમાજમાં સ્ત્રીને માત્ર ભોગનું સાધન ગણવામાં આવે છે આ કથાવસ્તુને લઈને ધૂમકેતુ ચાર વાર્તાઓ આપે છે. જેમાં ‘દેવદાસી’ વાર્તામાં દેવદાસીને ભોગનું સાધન ગણવામાં આવે છે અને તેની જાતને અન્ય સમક્ષ ધરવી એ ધર્મ કાર્ય છે એ વાત સમજાવવામાં મોટો હાથ તેના માતાપિતાનો છે. આમ, વિકૃત ધર્મસંસ્થા અને વિકૃત કુટુંબસંસ્થા અહીંયા જોવા મળે છે. તો ‘રૂપરાણી’ વાર્તામાં એક નર્તકી કે જે વૃદ્ધ થઈ ગઈ છે એને એનો ભૂતકાળ યાદ આવે છે કે જ્યારે તેનામાં યૌવન હતું ત્યારે તેના કલા રસિક અનેક લોકો હતા અને હવે દેહ શિથિલ થતાં તેનાથી ઓછી કલાજ્ઞ એવી નર્તકી કે જે રૂપની રાણી હતી તેનાથી વધુને વધુ લોકો આકર્ષિત થતા હતા. એક પદજ્ઞ સાધુ, નર્તકીને જીવનનું વાસ્તવ સમજાવે છે કે વૃદ્ધાવસ્થા એ તત્ત્વજ્ઞાનીઓને આનંદ આપે છે અને કલાકારોને શોક આપે છે. આયુષ્યના અવશેષે પહોંચેલ રૂપરાણી નર્તકીને સમજાય છે કે, તેની લોકપ્રિયતા જે હતી તે તેના દેહમાં હતી તેની કળામાં નહીં. આમ સફળતાના શિખરે પહોંચ્યા પછી જ્યારે અસ્ત થવા લાગે છે ત્યારે રૂપરાણીનાં મનોસંચલનનું ચિત્રાત્મક વર્ણન ધૂમકેતુ કરે છે. તો ‘રજનીનાં આંસુ’ વાર્તા વેશ્યાજીવન પરની વાર્તા છે. એક સ્ત્રીનું મૃત્યુ થાય છે અને તેના મૃત્યુદીપ ઉપર નજર કરવાનો પણ સમય નથી કેમ કે સાંજ પડતાં જ ઘરાકી શરૂ થઈ જાય છે. એક વૃદ્ધાનું મૃત્યુ થાય છે અને એ દિવસે મેના ધંધો કરવાની ના પાડે છે. શરીરની સ્થૂળતા સમજાય છે પણ વાસ્તવ સ્વીકાર્યા વિના છૂટકો નથી, છતાં તમામ સ્ત્રીવૃંદ તે દિવસે વૃદ્ધાના મૃતદીપ પાસે બેસે છે અને આસું સારે છે. ‘રત્નપ્રભા’ નામની વાર્તામાં શેઠ મનમોહન અને રત્નપ્રભા વચ્ચે આડ સબંધને કારણે ઇન્દિરા નામની એક પુત્રી થઈ હતી. જેને રત્નપ્રભા ત્યાગી દે છે. જેની જાણ રત્નપ્રભા સિવાય કોઈને ન હતી. સમય જતાં એમ બને છે કે શેઠ મનમોહનની પત્ની સુરેખાનું મૃત્યુ થાય છે અને શેઠ ફરીવાર લગ્ન કરવા તૈયાર થાય છે એ વખતે જે કન્યાને પસંદ કરે છે તે ઇન્દિરા હોય છે. આ વાતની જાણ જ્યારે રત્નપ્રભાને થાય છે તો તેના પગ નીચેથી જમીન ખસી જાય છે. બીજી તરફ એમ બને છે કે રત્નપ્રભાનો દીકરો નવનિધ અને તેની ત્યક્તા દીકરી ઇન્દિરા એકબીજાને પ્રેમ કરતાં હોય છે અને એકબીજા સાથે લગ્ન કરવા માગતા હોય છે, જે વાસ્તવમાં ભાઈબહેન હોય છે. આમ જીવનમાં કરેલ એક ભૂલને કારણે રત્નપ્રભા જીવનભર દ્વન્દ્વમાં રહે છે.

અહીં વાર્તાકારે ભારોભાર લાગણીયુક્ત દ્વન્દ્વનું આલેખન કર્યું છે.

‘આકાશદીપ’ (૧૯૪૭)
{{Poem2Close}}
'''‘આકાશદીપ’ (૧૯૪૭)'''
{{Poem2Open}}
ધૂમકેતુનો ‘આકાશદીપ’ વાર્તાસંગ્રહ ૧૯૪૭માં પ્રગટ થયો હતો, જેમાં કુલ ૧૪ વાર્તાઓ છે. આ વાર્તાસંગ્રહની વિશેષતા એ છે કે તેમાં માનવીની કરુણતા અને કરુણાને એમણે પ્રભાવકતાથી પ્રગટ કરી છે. માનવહૃદયનો ઉષ્માભર્યો ધબકાર એમાં સહજતાથી ઝિલાયો છે અને મનુષ્ય માટેના પ્રેમની ઉપાસના કરી એનો એમણે મહિમા કર્યો છે. સમાજનો ઉત્કર્ષ કરીને સમાજને મૂલ્યનિષ્ઠ બનાવવાની આકાંક્ષા ધૂમકેતુની વાર્તાઓમાં પ્રગટ થતી અનુભવાય છે. તેમની વાર્તામાં ઘટનાનું પ્રાધાન્ય વધુ જોવા મળે છે અને ક્યાંક ક્યાંક તો ઘટનાના પ્રાધાન્યમાં બહુલતા પણ વર્તાય છે. કથાપ્રવાહ, સંવેદનશીલતા, ભાવનામયતા હૃદયને સ્પર્શી જાય છે તો કથાસંકલનની કેટલીક ખામીઓ પણ વાર્તાય છે.

આ વાર્તાસંગ્રહની પહેલી વાર્તા ‘શાપિત રાજલક્ષ્મી’ પ્રથમપુરુષ એકવચનમાં લખાયેલી વાર્તા છે. માણસનું મન હંમેશાં અભ્યાસનો વિષય રહ્યો છે. આ વાર્તામાં ગોવિંદરામ ધીમે ધીમે ‘વ્યક્તિ મટી બને છે વિશ્વમાનવી’ તેની કથા છે. આ વાર્તામાં કથાનકનું નામ નથી. આ કથાનકની મિત્રતા ગોવિંદરામ અને તેના પુત્ર સુબંધુ બંનેની સાથે હોય છે. એક વાર એવું બને છે, કથાનક ગોવિંદરામને તેના ઘરે એક ચંદનની ફ્રેમમાં ચિત્ર અને રત્ન બતાવી જણાવે છે કે “આ શાપિત રત્ન છે, એના લીધે અનેક લોકોનું મૃત્યુ થઈ ગયું છે.” જેની પાસે ગયું છે તેનો સર્વનાશ થઈ ગયો છે. કથાનકના પુત્રનું મૃત્યુ પણ આ શાપિત રત્નના લીધે જ થયું હતું. રત્ન હવે ગોવિંદરામ પાસે હતું. તેને આ શાપિત રત્નનાં ભયાનક સ્વપ્નો આવતાંની સાથે સાથે તેને સુબંધુની પણ ચિંતા થવા લાગી કે ભૂલથી પણ તેના હાથમાં આ શાપિત રત્ન ના આવે તો તેનું પણ કથાનકના પુત્રની જેમ... તે ગમે તે રીતે આમાંથી છૂટવા માગતો હોવાથી તે રત્ન ફેંકી દે છે અને બહારગામ જતો રહે છે. અઠવાડિયા પછી સુબંધુ બીમાર પડે છે. કેમકે ગોવિંદરામે ફેંકી દીધેલ શાપિત રત્ન તેનો પુત્ર સુબંધુએ ઉપાડી લીધો હતો. વાર્તાના અંતે ગોવિંદરામ કહે છે, “બીજાને આપીને પોતાના ઉપરથી ભાર ઉતારવાની આ વૃત્તિમાં શાપિત રત્ન કરતાં પણ મોટો શાપ છે. માટે હજારો માનવબંધુ વચ્ચે રત્નને ફરતો રાખવો એના કરતાં મારે જ પહેરી રાખવો જોઈએ. જેથી શાપ ઘસાઈ એક દિવસ એ રત્ન શુદ્ધ બની જશે.’ આમ કહીને રત્નને ગોવિંદરામ પોતાની ડોકમાં પહેરી લે છે. ‘અજાણ્યો માણસ’ વાર્તા પણ પ્રથમ પુરુષ એકવચનમાં કહેવાયેલી વાર્તા છે. નરી આંખે જે દેખાતું હોય તેને જ સત્ય માનવું કેટલું ભ્રામક છે!! નાયકને સામાન્ય માણસની જેમ જ શરૂઆતમાં કીર્તિમંદિર ભવ્ય અને દિવ્ય લાગતું હતું, પણ અજાણ્યા માણસ સાથે નાયકની ચર્ચા થતાં જ આ વૈભવને જોવાનો નવો દૃષ્ટિકોણ મળે છે. જેને સમાજવાદી દૃષ્ટિકોણ કહીએ છીએ. જેમાં પ્રછન્ન રીતે ધૂમકેતુ આપણને જોવા મળે છે જે આગળની વાર્તા ‘પુરુષ અને સ્ત્રી’ વાર્તામાં પણ જોવા મળે છે. નાયક આ અજાણ્યા માણસ સાથે ચર્ચા કરતાં તેને સમજાય છે, આ નજર સમક્ષ વૈભવની પાછળ, મહત્ત્વાકાંક્ષી વીરોના સોનેરી સિંહાસનના પાયાઓ તે સામાન્ય મનુષ્યની ખોપડી પર ઊભા છે. ધનવાન લોકો ગરીબોના શોષણ પર ટકેલા છે. આમ, સામાન્ય માણસથી અજાણ્યા માણસ સુધીની યાત્રા વાર્તાનાયકની છે.

તો ‘પુરુષ અને સ્ત્રી’ (એક અનંત ચર્ચા) વાર્તામાં સદીઓ જૂની ચર્ચા છે કે ચઢિયાતું કોણ? પુરુષ કે સ્ત્રી? સાથેસાથે આધુનિક યુગમાં જે નવી વિચારધારાઓ જન્મી સમાજવાદ અને વ્યક્તિવાદ, તે વિશે ચાના ટેબલ પર બેઠા બેઠા ચર્ચા કરતા દેસાઈ મંજુલા, શિવલક્ષ્મી અને પાછળથી ચર્ચામાં જોડાતા પ્રોફેસર નવીનચંદ્ર. શ્રેષ્ઠ કોણ છે? તેની ચર્ચા લાંબા સમય સુધી ચાલી. સામસામેની દલીલમાં ક્યારેક સ્ત્રી ચઢિયાતી તો ક્યારેક પુરુષ ચઢિયાતો, ક્યારેક સમાજવાદ તો ક્યારેક વ્યક્તિવાદ. આ ચર્ચા દરમિયાન આ ઘરનો નોકર નરભોજી ચર્ચામાં કોઈપણ પ્રકારનો રસ લીધા વિના ઘરકામ કરે છે અને તેની પત્નીને કામમાં મદદ કરે છે. કેમ કે નરભોજી સ્ત્રી કે પુરુષ બંનેમાંથી એક પણ ન હતો. તે નોકર હતો. અહીંયાં બે વર્ગ વચ્ચે જોવા મળતો ભેદ છે. એક વર્ગ સમાજવાદની ચર્ચામાં અને બીજો વર્ગ કે જેને સમાજવાદ વિશે ખબર નથી, છતાં સમાજવાદી છે. આવા તાત્ત્વિક ભેદ સાથે આ વાર્તામાં ગૂઢ અર્થ પ્રગટ થાય છે. ‘વસ્ત્રત્યાગ’ નામની વાર્તામાં ગાંધીમૂલ્યોનું નિરૂપણ જોવા મળે છે. અસહકારના આંદોલનનું એલાન જ્યારે ગાંધીજી કરે છે ત્યારે વિદેશી ચીજવસ્તુઓ, વિદેશી ભણતર, વિદેશી વસ્ત્રો વગેરેનો બહિષ્કાર કરવાનું જણાવે છે. વાર્તામાં ભગવાન વણકર એ ખૂબ સારું વણાટકામ કરતો અને તેની પાસેથી રમાકાંત ઉપરાંત અનેક લોકો વસ્ત્રો લઈ જતા હતા, પણ તેનું મૃત્યુ થતાં તેનાં બંને સંતાન જગુ અને મોતી અનાથ થયાં. ધીમે ધીમે વિદેશી વસ્તુઓનું ઘેલું લાગતાં તેમની પાસેથી વસ્ત્ર ખરીદવાનાં બંધ થઈ ગયાં અને તેઓને કાળી મજૂરી કરવાના દિવસો આવી ગયા. દિવસે દિવસે પરિસ્થિતિ વધારે ને વધારે ખરાબ થતી જતી. એક દિવસ રમાકાંત અને સીતાને જગુ અને મોતી મળે છે. વિદેશી વસ્ત્રોના કારણે ખરાબ થતી પરિસ્થિતિની વાત કરે છે. વાત સાંભળીને રમાકાંતનું હૃદય પરિવર્તન થાય છે અને નક્કી કરે છે કે હવેથી તે વિદેશી વસ્ત્રોનો ત્યાગ કરશે અને સ્વદેશી વસ્ત્રો જ ધારણ કરે છે. ગાંધીયુગની આ વાર્તામાં ગાંધીમૂલ્યોનું નિરૂપણ જેમ કે, સ્વદેશી વસ્તુઓનો આગ્રહ અને સામાજિક સમરસતાનું નિરૂપણ આ વાર્તામાં જોવા મળે છે. તો બદલાતા યુવાવર્ગની માનસિકતાની વાત કરતી વાર્તા ‘ચમેલી’. આ વાર્તામાં ચમેલી હંમેશાં ખૂબ જ ખુશ રહેતી. ગામડાની ચમેલી લગ્ન બાદ શહેરમાં આવી જાય છે. આ છ મહિનામાં ચમેલીને કોઈએ ગંભીર જોઈ ન હતી. આજે તે ગંભીર હતી અને એની પાછળનું કારણ તેનો દિયર દિલીપ હતો. દિલીપ મિજાજથી સ્વતંત્ર અને સ્વચ્છંદી હતો. તે લગ્નજીવનને એક પ્રકારે બોજ માનતો હતો અને અનેક સ્ત્રીઓ પ્રત્યે તેની ખરાબ નજર હતી, જેમાં ભાભી પ્રત્યે પણ હતી. અનેક છોકરીઓનાં લગ્ન માટે માંગાં આવતાં પણ તે તરત ના પાડી દેતો. ચમેલીનો પતિ પ્રો. બળવંત શાંતમૂર્તિ હતા. તે તેમના નાના ભાઈ દિલીપના આ મિજાજને આંખ આડા કાન કરે છે, પણ જ્યારે પાણી માથા પરથી જાય છે ત્યારે તે કહે છે કે, તું લગ્ન કરીને ઘરસંસારની જવાબદારી ઉપાડતા શીખ અથવા કોઈ ધ્યેય સાથે જીવન જીવતા શીખ. દિલીપ જવાબ આપે છે કે, મને આ લગ્નનું ‘બોધરેશન’ ગમતું નથી. આવી વાતો સાંભળીને બલવંત જે જવાબ આપે છે એ જવાબમાં ધૂમકેતુની વાણી પ્રગટ થતી જોવા મળે છે. બલવંત કહે છે, જેમ તને ‘બોધરેશન’ ગમતું નથી, તેમ મને તારું કોઈ પણ ધ્યેય વિનાનું સ્વતંત્ર જીવન ગમતું નથી. હું એને એક પ્રકારની કાયરતા ગણું છું! સ્વતંત્રતાને ધ્યેય સાથે સંબંધ છે, નહિતર એ કાયરતા છે. ધ્યેય વિનાની સ્વતંત્રતા એ મૃત્યુ સમાન છે.

પાર્થ બારોટ  
{{Poem2Close}}
બી.એ., એમ.એ., (ગોલ્ડ મેડાલિસ્ટ), NET, GSET
{{right|પાર્થ બારોટ}}<br>
પ્રાધ્યાપક ગુજરાતી વિષય
{{right|બી.એ., એમ.એ., (ગોલ્ડ મેડાલિસ્ટ), NET, GSET}}<br>
શ્રી જાનકી વલ્લભ આટ્‌ર્સ કૉલેજ, મુવાલ
{{right|પ્રાધ્યાપક ગુજરાતી વિષય}}<br>
મો. ૮૨૦૦૧ ૧૨૪૧૯
{{right|શ્રી જાનકી વલ્લભ આટ્‌ર્સ કૉલેજ, મુવાલ}}<br>
{{right|મો. ૮૨૦૦૧ ૧૨૪૧૯}}<br>

<big>'''ધૂમકેતુ (‘વનકુંજ’, ‘વનવેણુ’, ‘મંગલદીપ’ અને ‘ચન્દ્રરેખા’)'''</big>

'''રાઘવ ભરવાડ'''

{{Poem2Open}}
ધૂમકેતુ (‘વનકુંજ’, ‘વનવેણુ’, ‘મંગલદીપ’ અને ‘ચન્દ્રરેખા’)
 
રાઘવ ભરવાડ
 
ધૂમકેતુ ઉપનામે પ્રસિદ્ધ ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી ગુજરાતી ભાષાના મૂર્ધન્ય સર્જક છે. એમની પાસેથી પ્રાપ્ત થતી વાર્તાઓ ઇયત્તા અને ગુણવત્તાની દૃષ્ટિએ ઉત્તમ છે. ગુજરાતી ટૂંકીવાર્તા ‘ગોવાલણી’થી કલાત્મક બને છે, પણ ધૂમકેતુ એ સ્વરૂપને નવાં રૂપરંગે આપણી સામે મૂકી આપે છે, સાથોસાથ ટૂંકીવાર્તાના સ્વરૂપમાં પણ નવું પરિમાણ સિદ્ધ કરે છે. ટૂંકીવાર્તાને સાહિત્યરૂપી બગીચાનું અનુપમ પુષ્પ કહેનાર ગાંધીયુગના આ સર્જક પાસેથી ૨૪ જેટલા વાર્તાસંગ્રહો પ્રાપ્ત થાય છે. એમાં ‘તણખામંડળ’ના ચાર ભાગમાંની વાર્તાઓએ તો એમને વૈશ્વિક પ્રસિદ્ધિ અપાવી છે. સાથોસાથ ‘વનકુંજ’ (૧૯૫૪), ‘વનવેણુ’ (૧૯૫૬), ‘મંગલદીપ’ (૧૯૫૭) અને ‘ચન્દ્રરેખા’ (૧૯૫૯) જેવા વાર્તાસંગ્રહો પણ ઘણા મહત્ત્વના છે. જોકે, ‘તણખામંડળ’ની વાર્તાઓમાં ધૂમકેતુની વાર્તાકળાનો જે સુખદ અનુભવ થાય છે, તેવો આ વાર્તાસંગ્રહોમાં ઓછો થાય છે. છતાં આ સંગ્રહોમાં ધૂમકેતુ કેવાં કેવાં નિતનવાં વિશ્વોમાં લઈ જાય છે એ જોઈએ. ‘વનકુંજ’, ‘વનવેણુ’, ‘મંગલદીપ’ અને ‘ચન્દ્રરેખા’માં અનુક્રમે ૧૯, ૧૬, ૧૭ અને ૧૬ વાર્તાઓ પ્રાપ્ત થાય છે. આ દરેક વાર્તાનું વિહંગાવલોકન કરીએ.

‘વનકુંજ’ (૧૯૫૪) :
{{Poem2Close}}
'''‘વનકુંજ’ (૧૯૫૪) :'''
{{Poem2Open}}
આ વાર્તાસંગ્રહની પહેલી વાર્તા ‘ઝાંખી રેખા’ એક બાઈ, બાપજી અને કથક એમ ત્રણ પાત્રોની આસપાસ ઘટતી એક સામાન્ય ઘટનાને આલેખે છે. વાર્તામાં શિયાળાની ઠંડીમાં એક બાઈનું મૃત્યુ પામવું અને એક જડ માણસ જેની લોકો બાપજી માની સેવા કરતા એમનું ગાયબ થવાનો પ્રસંગ આલેખાયો છે, પણ એ આલેખનમાં કંઈ વિશેષ જણાતું નથી. પરંતુ બીજી વાર્તા ‘એક જીવનપ્રસંગ’ જરૂર ધ્યાન ખેંચે છે. ક્યારેક ક્યારેક એક આશ્વાસનરૂપે કહેલા બે શબ્દો સામેવાળાનું જીવન બનાવી દેતા હોય છે. કંઈક એવું આ વાર્તામાં બને છે. વછરાજ પેંડાવાળો એના પેંડાને કારણે આજુબાજુનાં ગામોમાં પ્રસિદ્ધ હતો પણ એના અવસાન પછી એની હાટડી બંધ પડી જાય છે. ત્યારે કથક વછરાજના ઘરની બે સ્ત્રીઓને કહે છે, ‘બેન! વછરાજભાઈ ભલે ગયા. પણ વછરાજભાઈની હાટડી બંધ થવી ન જોઈએ. એ તો નરસિંહ મહેતાની હૂંડી જેવી હાટડી હતી!’ આ સાંભળી બંને સ્ત્રીઓમાં નવું જોમ આવે છે ને ‘વછરાજ પેંડાવાળાની હાટડી’ પુનઃ રાબેતા મુજબ જીવંત બને છે. આ વાર્તામાં રજૂ થયેલ પ્રસંગ નાનકડો છે, પણ લેખકે એનું નિરૂપણ સચોટતાથી કર્યું છે. તો એવું જ કંઈક ‘અણનમ આત્મા’ વાર્તામાં પણ જોઈ શકાય છે. આ વાર્તામાં કાળના અનેક કારમા પ્રહારો છતાં અણનમ રહેલ ફલ્ગુડોશીની કથા છે. ફલ્ગુડોશીએ તેનો પતિ, ભાઈ અને ત્રણ દીકરા યુદ્ધમાં ખોયા છતાં તે નિત્ય આનંદમાં જ રહે છે. આ વાર્તા અત્યારના યુવાનોએ પણ વાંચવી જોઈએ. એકાદ પરીક્ષામાં નાપાસ થાય તો આપઘાત કરતા વિદ્યાર્થીઓએ ફલ્ગુડોશીના જીવનમાંથી પ્રેરણા લેવી જોઈએ.

‘એની સમજણ!’ વાર્તામાં બે વ્યક્તિઓની એકબીજા પ્રત્યેની સાચી ભાવના વ્યક્ત થઈ છે. સંબંધો તો ત્યારે તૂટે છે જ્યારે એમાં સ્વાર્થ રહેલો હોય. પણ એક મનુષ્ય જ્યારે સાચા મનથી અન્ય મનુષ્ય સાથે જોડાય છે, ત્યારે એ સંબંધ જીવનભર જોડાયેલો રહે છે. અહીં જમીનદાર અને સારંગી વગાડનાર અંધ વૃદ્ધ બંને એકમેક સાથે એવી જ રીતે જોડાઈ ગયા હતા. લેખકે આ બંને પાત્રો, જે લોહીના સંબંધથી જોડાયેલાં નથી છતાં એમનો સંબંધ અતૂટ છે એ સહજતાથી આલેખ્યું છે. ને એ સંબંધમાં જમીનદારના મૃત્યુ પછી પણ પૂર્ણવિરામ આવતું નથી. જમીનદારની ગેરહાજરીમાં પણ અંધ વૃદ્ધ વર્ષમાં એક વાર તેમને બંગલે આવી સારંગી વગાડે છે, એ પણ નિઃસ્વાર્થભાવે. એવી જ રીતે ‘માનવદીપ’ના વરજાંગમાં પણ પોતાના જ્ઞાતિભાઈઓ પ્રત્યેનો એવો સ્વાર્થરહિત પ્રેમ વ્યક્ત થયો છે. તે દરેકને વગર વ્યાજે પૈસા આપી મદદ કરતો. પણ તેના મૃત્યુ પછી તેણે ધીરેલ બારસો-પંદરસો રૂપિયામાંથી તેની પત્નીને માંડ ત્રણસો-સાડી ત્રણસો પાછા મળે છે એ જોઈ વાર્તાકથકનો માણસ પરથી વિશ્વાસ ઊઠી જાય છે. પરંતુ એક દિવસ બાજુના ગામમાંથી ગરીબ જણાતો રાઘવ ખોટીલો સામેથી રૂપિયા આપવા આવે છે એ જોઈ કથકને શ્રદ્ધા થાય છે કે હજી પણ માણસાઈ મરી પરવારી નથી. લેખકે વાર્તામાં સાચી માનવભાવનાને સહજતાથી રજૂ કરી છે. તો એની સામે ‘દયા ડાકણને ખાય’ એ કહેવતને ‘અપરાધનું રહેઠાણ!’ વાર્તા ચરિતાર્થ કરી બતાવે છે. નાયક દ્વારા પોતાના ઘરે કામ કરનાર અમથાને એના બાપાની દવા માટે દયા કરી દશ રૂપિયા આપવામાં આવે છે. પણ અમથો અને એનો પરિવાર એ દશ રૂપિયા પાછા આપવાને બદલે ગામ છોડી જતાં રહે છે. ને એ રીતે આપણા સમાજમાં-મનુષ્યોના સ્વભાવમાં રહેલ વિરોધાભાસ લેખકે આ બે વાર્તાઓ દ્વારા સુપેરે આલેખ્યો છે.

Line 392: Line 403:
‘એક ભૂલ - એક જીવન’માં કવિરાજ પન્નગ દ્વારા અજાણતાં થયેલ ભૂલ એમના જીવનમાં કેવી ઊથલપાથલ મચાવે છે એ જોવા મળે છે. જીવનમાં કેટલીક વાતો ન જાણીએ એ જ હિતાવહ હોય છે. પણ કવિરાજ પન્નગ તો હઠ કરીને એમણે પોતે કરેલ ભૂલ જાણી દુઃખી થઈ જાય છે. કવિની ભૂલ માત્ર એટલી જ હતી કે એમણે કાલ્પનિક રીતે તિલોત્તમા નામની સ્ત્રીને કવિતારૂપે પ્રેમપત્ર લખ્યો હતો, જે પત્ની પ્રમદાના હાથમાં આવી જાય છે અને એ આઘાતમાં તે મૃત્યુ પામે છે. મરતા પહેલાં પ્રમદા દીકરા છેલને પણ આ વાત જણાવી પિતા-પુત્ર વચ્ચેના સંબંધમાં ખટાશ ઊભી કરે છે. પછી છેલ પણ ઘર છોડીને જતો રહે છે ને આપણા કવિરાજ એકલા, નિરાધાર બની રહે છે.

આ સિવાય પેન ચોરાઈ ગયા પછી એને પાછી મેળવવા બીજા પંદર રૂપિયાનું નુકસાન વેઠનાર નાયકની કથાને રજૂ કરતી ‘પાર્કર પેન!’, ધર્મશાળામાં થતી ચોરીને અટકાવવાની યુક્તિને રજૂ કરતી ‘ધર્મશાળામાં’, પ્રાકૃતિક સૌંદર્યની સાથે બે સુંદર સ્ત્રીને જોયેલાં દૃશ્યને આલેખતી ‘એક દૃશ્ય!’, સામાન્ય મનુષ્ય કરતાં નોખા વિચાર ધરાવનાર ને એ વિચારો માત્ર હવાઈ ન રહેતાં તેનું આચરણ કરનાર ‘અ લખ’ નામધારી યુવાનનો પરિચય કરાવતી ‘હવાનો આદમી’, ગેરસમજણોના મહાન સમુદ્રમાંથી અને મૂર્ખાઈભરેલી સ્પર્ધામાંથી ઊભી થતી દુઃખભરી વેદના/કરુણાને ઉજાગર કરતી ‘ત્રણ કુટુંબ : એક કરુણતા!’, હૃદયમાં સ્વજન સમાન થઈ બેઠેલ સૌંદર્ય સ્વજનના ઘા કરતાં પણ કેટલો વધારે કાતિલ ઘા મારી જાય છે ને મનુષ્ય શૂન્ય બની જાય છે એ હકીકતને વ્યક્ત કરતી ‘જીવનની શૂન્યતા’ આદિ વાર્તાઓમાં પણ લેખક સરળ, સહજ ભાષા દ્વારા આપણી સમક્ષ ખડા થયા છે. આ વાર્તાઓમાં મર્યાદાઓ ઘણી મળશે પણ એમાં માનવીય ભાવનાની, માનવતાની થયેલી અભિવ્યક્તિ જરૂર ધ્યાન ખેંચે છે.

‘વનવેણુ’ (૧૯૫૬)
‘વનવેણુ’ (૧૯૫૬)
{{Poem2Close}}
‘વનવેણુ’ વાર્તાસંગ્રહની પ્રથમ વાર્તા ‘અંધારકૂવો!’ એના કથકને કારણે જુદી પડે છે. ધૂમકેતુના આ ચારેય સંગ્રહમાં પહેલી વાર કથક તરીકે સ્ત્રી આવે છે. કથાનાયિકા બહુ જ સુંદર, ગુણવાન, અનન્ય પ્રતિભા ધરાવે છે. પરંતુ તેના આ ગુણો જ તેના ખરા દુશ્મન બને છે. તેને પોતાની સુંદરતાનો અહમ્‌ આવી જાય છે કે આજુબાજુ કોઈને ગણકારતી નથી. પરિણામે જીવનના અંતે તે એકલતા અનુભવે છે, પ્રેમભૂખી થઈ રહે છે પણ તેને કોઈ સથવારો મળતો નથી. ને તે પોતાના અંધકારમય જીવનમાં એકલી ટળવળે છે. જીવનમાં કશું જ શાશ્વત નથી, માટે અહમ્‌ ન કરવો એવો સંદેશ આ વાર્તા સાદી ભાષામાં રજૂ કરે છે. સંગ્રહની બીજી વાર્તા ‘ભ્રમ’ જગતમાં મનુષ્યો કેવા કેવા ભ્રમમાં જીવતા હોય છે તેને ઉજાગર કરે છે. ગણપતરાવને મતે શ્યામલાલ સાધુ સમાન સજ્જન પુરુષ છે. કારણ કે શ્યામલાલનો બાહ્ય વર્તાવ જ એવો હતો. પણ આ ગણપતરાવનો ભ્રમ હતો. ને એમનો એ ભ્રમ શ્યામલાલનો જ મોટો પુત્ર ચંદનલાલ તોડે છે. ચંદનલાલના મતે સજ્જન જેવા જણાતા શ્યામલાલે જ તેમના ઘરમાં ત્રણ-ત્રણ ખૂન કર્યાં છે અને ઘરનું ખેદાન-મેદાન કર્યું છે. એ પણ માત્ર એક શંકાને લીધે કે નાનકાની વહુને થયેલ બાળક અન્યનું છે. આમેય કહેવાય છે ને કે વહેમની કોઈ દવા નથી એ અહીં સાચું ઠરે છે.

પહાડી પ્રદેશના કાવ્યમય સૌન્દર્યનો સાક્ષાત્કાર કરાવતી ‘જોહરી’ સ્ત્રીઓના થતા શોષણને તથા વેશ્યાઓના જીવનને આલેખતી વાર્તા છે. જોહરી અને રાધા બંને બહેનપણી છે. બંને યુવાન હતી ને બંનેની વૃદ્ધ માતાઓ એમને ધંધામાં મૂકી રૂપિયા કમાવાની આશા રાખે છે. પરંતુ આ બંને તેમની આશાઓ પર પાણી ફેરવી દે છે. વાર્તામાં પ્રણયત્રિકોણ પણ જોવા મળે છે. જોહરી અને રાધા બંને કંચનના પ્રેમમાં પડે છે. કંચન પહેલાં જોહરીને પ્રેમ કરતો હોય છે, પણ પછી તે ગરીબ જોહરીને બદલે ધનવાન રાધા તરફ આકર્ષાય છે. તેથી જોહરી દુઃખી થઈ સાધ્વી બને છે. સમય જતાં કંચન અને રાધા ગરીબ બને છે એટલે કંચન રાધાને ધંધો કરવા માટે મારે છે. પરિણામે રાધા ઘરનો ત્યાગ કરે છે. રઝળપાટ દરમિયાન જોહરી સાથે એનો મેળાપ થાય છે ને જોહરી બિમાર કંચનની દવા કરવા જાય છે ત્યારે ‘બેટા’ કહી બોલાવે છે. બધાને જોહરીમાં ‘માતૃભાવ’ દેખાય છે. ને ત્યારે રાધાને મનમાં થાય છે, ‘ક્યાં જોહરી અને ક્યાં પોતે?’ મનુષ્યે કરેલાં કર્મો આ ભવમાં જ ભોગવવાનાં છે એ વાત કેટલી સહજતાથી આ વાર્તામાં રજૂ થઈ છે.