31,397
edits
(Created page with "{{SetTitle}} {{Heading|ઊજમશી પરમાર |સંધ્યા ભટ્ટ}} 200px|right '''લેખક પરિચય :''' {{Poem2Open}} '''ઊજમશી પરમાર''' '''જન્મતારીખ : ૧૧-૬-૧૯૪૩, મૃત્યુ : ૮-૧-૨૦૧૮''' સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે જન્મેલ ઊજમશી પરમાર ૧૯...") |
(+1) |
||
| Line 2: | Line 2: | ||
{{Heading|ઊજમશી પરમાર |સંધ્યા ભટ્ટ}} | {{Heading|ઊજમશી પરમાર |સંધ્યા ભટ્ટ}} | ||
[[File: | [[File:Ujamashi Parmar.jpg|200px|right]] | ||
'''લેખક પરિચય :''' | '''લેખક પરિચય :''' | ||
| Line 22: | Line 22: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
પાંચ વાર્તાસંગ્રહોમાં એકસો દસથી વધારે ટૂંકી વાર્તાઓ આપનાર ઊજમશી પરમારનો પ્રથમ વાર્તાસંગ્રહ જ તેમને વાર્તાકાર તરીકે સ્થાપિત કરી દે છે. ૧૯૭૫માં પ્રકાશિત પ્રથમ વાર્તાસંગ્રહ ‘ઊંચી જાર નીચાં માનવી’નાં નિવેદનમાં તેઓ પોતાની કેફિયત નહિ આપતાં વાચકને જ વાર્તાઓ પ્રમાણવાનું ઇજન આપે છે, ત્યારે વાચકો અને અભ્યાસીઓ તેમની વાર્તાઓને વધાવી લે છે. અને આ પ્રથમ સંગ્રહને બે પારિતોષિક – સંદેશ સુવર્ણચંદ્રક અને ગુજરાત સરકારનું પ્રથમ પારિતોષિક મળે છે. જે વાર્તા પરથી સંગ્રહને શીર્ષક મળ્યું છે તે ‘ઊંચી જાર નીચાં માનવી’માં માનવીનું માન તેના આર્થિક મોભાને કારણે જ છે તે હકીકત વાર્તારીતિએ સ્ફુટ કરવામાં સર્જક સફળ રહ્યા છે. સામાન્ય ઘરનો તરુણ વયનો રવો ખાસ કામકાજ કરતો નથી. તેની મા તેને આ બાબતે ટપારતી રહે છે અને જેની સાથે તેનું નક્કી થયું છે તે લીલીને ત્યાં દાડી તરીકે કામ કરવા આવીશ એમ કહેવા મોકલે છે. લીલીની માને તો રવા માટે લાગણી છે અને રવો તેની પાસે જાય છે ત્યારે ‘રવજી’ તરીકે સંબોધે છે ને રવો રાજી થાય છે પણ લીલીના બાપ વીરાને મૂળથી જ રવા પ્રત્યે ખાર હતો, તેથી તે કરડાકીથી વાત કરે છે. પોતાની ઊંચી જાર વાઢવાનું રવાનું ગજું નહીં એમ કહેતા વીરાને રવો બરાબર જવાબ આપી દે છે ને પાછા વળતાં નેળીમાં લીલીનો નાજુક ગૌર હાથ પોતાના મજબૂત પંજામાં લે છે અને પ્રેમ વ્યક્ત કરે છે. લીલી પણ તેને શિખામણરૂપે રખડવામાં દહાડા ન ગુમાવવાનું કહે છે ને રવો કહ્યાગરા બાળકની માફક રસ્તે આગળ વધે છે પણ બબડતો જાય છે, ‘તું જ કયે લીલકી, જઈ જઈને ક્યાં જાવું? જાર એટલી ઊંચી છે કે કીધાંની વાત નહીં. ને અમે રીયા નીચાં માનવી. ખોરડું નીચું ને મોભો ય નીચો.’ (પૃ. ૯૬) | પાંચ વાર્તાસંગ્રહોમાં એકસો દસથી વધારે ટૂંકી વાર્તાઓ આપનાર ઊજમશી પરમારનો પ્રથમ વાર્તાસંગ્રહ જ તેમને વાર્તાકાર તરીકે સ્થાપિત કરી દે છે. ૧૯૭૫માં પ્રકાશિત પ્રથમ વાર્તાસંગ્રહ ‘ઊંચી જાર નીચાં માનવી’નાં નિવેદનમાં તેઓ પોતાની કેફિયત નહિ આપતાં વાચકને જ વાર્તાઓ પ્રમાણવાનું ઇજન આપે છે, ત્યારે વાચકો અને અભ્યાસીઓ તેમની વાર્તાઓને વધાવી લે છે. અને આ પ્રથમ સંગ્રહને બે પારિતોષિક – સંદેશ સુવર્ણચંદ્રક અને ગુજરાત સરકારનું પ્રથમ પારિતોષિક મળે છે. જે વાર્તા પરથી સંગ્રહને શીર્ષક મળ્યું છે તે ‘ઊંચી જાર નીચાં માનવી’માં માનવીનું માન તેના આર્થિક મોભાને કારણે જ છે તે હકીકત વાર્તારીતિએ સ્ફુટ કરવામાં સર્જક સફળ રહ્યા છે. સામાન્ય ઘરનો તરુણ વયનો રવો ખાસ કામકાજ કરતો નથી. તેની મા તેને આ બાબતે ટપારતી રહે છે અને જેની સાથે તેનું નક્કી થયું છે તે લીલીને ત્યાં દાડી તરીકે કામ કરવા આવીશ એમ કહેવા મોકલે છે. લીલીની માને તો રવા માટે લાગણી છે અને રવો તેની પાસે જાય છે ત્યારે ‘રવજી’ તરીકે સંબોધે છે ને રવો રાજી થાય છે પણ લીલીના બાપ વીરાને મૂળથી જ રવા પ્રત્યે ખાર હતો, તેથી તે કરડાકીથી વાત કરે છે. પોતાની ઊંચી જાર વાઢવાનું રવાનું ગજું નહીં એમ કહેતા વીરાને રવો બરાબર જવાબ આપી દે છે ને પાછા વળતાં નેળીમાં લીલીનો નાજુક ગૌર હાથ પોતાના મજબૂત પંજામાં લે છે અને પ્રેમ વ્યક્ત કરે છે. લીલી પણ તેને શિખામણરૂપે રખડવામાં દહાડા ન ગુમાવવાનું કહે છે ને રવો કહ્યાગરા બાળકની માફક રસ્તે આગળ વધે છે પણ બબડતો જાય છે, ‘તું જ કયે લીલકી, જઈ જઈને ક્યાં જાવું? જાર એટલી ઊંચી છે કે કીધાંની વાત નહીં. ને અમે રીયા નીચાં માનવી. ખોરડું નીચું ને મોભો ય નીચો.’ (પૃ. ૯૬) | ||
[[File:Unchi Jar Nicha Manvi by Ujamashi Parmar - Book Cover.jpg|200px|left]] | |||
આર્થિક અસમાનતાને કારણે ગામડામાં જોવા મળતા વર્ગભેદની સામે બે યુવાન હૈયાંનો નિર્ભેળ પ્રેમ સર્જકે આબાદ વ્યક્ત થવા દીધો છે. રવાની અલ્લડતા આભલાં સાથે રમત રમતાં રમતાં રસ્તામાં ચાલવાની તેની ક્રિયામાં જોઈ શકાય છે. અત્યંત સહજ રીતે ઊંચી જારનું પ્રતીક મોભાદાર લોકો માટે સર્જકે પ્રયોજ્યું છે. | આર્થિક અસમાનતાને કારણે ગામડામાં જોવા મળતા વર્ગભેદની સામે બે યુવાન હૈયાંનો નિર્ભેળ પ્રેમ સર્જકે આબાદ વ્યક્ત થવા દીધો છે. રવાની અલ્લડતા આભલાં સાથે રમત રમતાં રમતાં રસ્તામાં ચાલવાની તેની ક્રિયામાં જોઈ શકાય છે. અત્યંત સહજ રીતે ઊંચી જારનું પ્રતીક મોભાદાર લોકો માટે સર્જકે પ્રયોજ્યું છે. | ||
‘પગીનું ટીલવું’ એક નોખી વાર્તા છે. પગી પ્રાણીપ્રિય વ્યક્તિ છે. તેના ઘરે સાપનાં બચ્ચાં પડ્યાં રહે છે. એક સફેદ કબૂતર તેને અત્યંત પ્રિય છે. તેને સૌ પગીનું ટીલવું કહે છે. પણ ક્યાંકથી એક વગડાઉ બિલાડો આવે છે ને ચણતાં કબૂતરમાંથી એકને લઈને પલાયન થઈ જાય છે. અત્યંત ક્રોધિત થયેલો પગી બિલાડાને માર મારવાના ઇરાદે કમાડ બંધ કરે છે પણ બને છે એવું કે બિલાડો જ પગીને મારી નાખે છે. જો કે વાર્તાકાર વાર્તાને અંતે કલાકીય સંયમને જાળવવાને બદલે સ્પષ્ટતા કરી આપે છે, ‘પશુ-પંખીઓનો સ્વભાવ રગેરગથી જાણનાર પગીની આ હાલત!!! શું એને ખબર નહોતી કે જાનવર મરણિયું બને ત્યારે... પણ ત્યારે એ ય ક્યાં મરણિયો નહોતો બન્યો? એણે ટીલવાના જીવની કિંમત અદા કરી હતી.’ (પૃ. ૧૯) | ‘પગીનું ટીલવું’ એક નોખી વાર્તા છે. પગી પ્રાણીપ્રિય વ્યક્તિ છે. તેના ઘરે સાપનાં બચ્ચાં પડ્યાં રહે છે. એક સફેદ કબૂતર તેને અત્યંત પ્રિય છે. તેને સૌ પગીનું ટીલવું કહે છે. પણ ક્યાંકથી એક વગડાઉ બિલાડો આવે છે ને ચણતાં કબૂતરમાંથી એકને લઈને પલાયન થઈ જાય છે. અત્યંત ક્રોધિત થયેલો પગી બિલાડાને માર મારવાના ઇરાદે કમાડ બંધ કરે છે પણ બને છે એવું કે બિલાડો જ પગીને મારી નાખે છે. જો કે વાર્તાકાર વાર્તાને અંતે કલાકીય સંયમને જાળવવાને બદલે સ્પષ્ટતા કરી આપે છે, ‘પશુ-પંખીઓનો સ્વભાવ રગેરગથી જાણનાર પગીની આ હાલત!!! શું એને ખબર નહોતી કે જાનવર મરણિયું બને ત્યારે... પણ ત્યારે એ ય ક્યાં મરણિયો નહોતો બન્યો? એણે ટીલવાના જીવની કિંમત અદા કરી હતી.’ (પૃ. ૧૯) | ||
| Line 30: | Line 30: | ||
આ સંગ્રહની ‘તનહાઈ’ અને ‘ટેટ્રાપૉડ’ એ બીજી વાર્તાઓ કરતાં કંઈક જુદા વાતાવરણ અને વળાંકની વાર્તાઓ છે. તો પહેલાં આ બે વાર્તાઓ જોઈએ. ‘તનહાઈ’માં પ્રવાસનવિભાગમાં કામ કરતા કથકને દરિયાકિનારાના એક બંગલાનું વિસ્તરણ કરવાનું કામ આવે છે. આ બંગલો નવાબ અને બેગમની જીવનકહાની છુપાવીને બેઠો છે. આ બંગલાનું ડ્રોઇંગ કરતી વખતે દરેક ખંડમાં, સ્નાનાગારમાં અને આદમ કદના આયનામાં કથકને ત્યાં રહી ગયેલાં પાત્રોનો અને તેમની સંવેદનાઓનો અહેસાસ થાય છે. આ વાર્તામાં સર્જકનું કવિપાસું ઉજાગર થાય છે! શાયરા વાજિદાબેગમની એકલતાની પીડા વાર્તાકાર ઉપસાવી શક્યા છે. આ માટે તેમણે ઝેબુન્નિસા ‘મખ્ફી’ની શાયરીને પ્રયોજી છે. દ્વિતીય પુરુષનું કથનકેન્દ્ર અહીં ધાર્યું નિશાન પાર પાડે છે અને તે દ્વારા ભૂત અને વર્તમાનનું સંનિધિકરણ વાર્તાને કલાત્મક પુટ ચઢાવે છે. વળી, ભૂતકાળનાં પાત્રોની સંવેદના કથકના માધ્યમથી તમારી પોતાની બને છે. ‘તનહાઈ’ એ એકથી વધારે વખત વાંચવી ગમે એવી વાર્તા બની છે. અભ્યાસી વાર્તાકાર બિપિન પટેલ લખે છે, | આ સંગ્રહની ‘તનહાઈ’ અને ‘ટેટ્રાપૉડ’ એ બીજી વાર્તાઓ કરતાં કંઈક જુદા વાતાવરણ અને વળાંકની વાર્તાઓ છે. તો પહેલાં આ બે વાર્તાઓ જોઈએ. ‘તનહાઈ’માં પ્રવાસનવિભાગમાં કામ કરતા કથકને દરિયાકિનારાના એક બંગલાનું વિસ્તરણ કરવાનું કામ આવે છે. આ બંગલો નવાબ અને બેગમની જીવનકહાની છુપાવીને બેઠો છે. આ બંગલાનું ડ્રોઇંગ કરતી વખતે દરેક ખંડમાં, સ્નાનાગારમાં અને આદમ કદના આયનામાં કથકને ત્યાં રહી ગયેલાં પાત્રોનો અને તેમની સંવેદનાઓનો અહેસાસ થાય છે. આ વાર્તામાં સર્જકનું કવિપાસું ઉજાગર થાય છે! શાયરા વાજિદાબેગમની એકલતાની પીડા વાર્તાકાર ઉપસાવી શક્યા છે. આ માટે તેમણે ઝેબુન્નિસા ‘મખ્ફી’ની શાયરીને પ્રયોજી છે. દ્વિતીય પુરુષનું કથનકેન્દ્ર અહીં ધાર્યું નિશાન પાર પાડે છે અને તે દ્વારા ભૂત અને વર્તમાનનું સંનિધિકરણ વાર્તાને કલાત્મક પુટ ચઢાવે છે. વળી, ભૂતકાળનાં પાત્રોની સંવેદના કથકના માધ્યમથી તમારી પોતાની બને છે. ‘તનહાઈ’ એ એકથી વધારે વખત વાંચવી ગમે એવી વાર્તા બની છે. અભ્યાસી વાર્તાકાર બિપિન પટેલ લખે છે, | ||
‘વાર્તામાં વાતાવરણ સરસ રીતે ઊભું કરવું એ ઊજમશીની લાક્ષણિકતા છે. આ સંદર્ભે સંગ્રહની બધી વાર્તાઓમાંથી અલગ તરી આવે એવી ‘તનહાઈ’ની જિકર કરવી રહી. આ વાર્તામાં ભૂતકાળની વાત કહેવા માટે વર્તમાન, ભવિષ્ય અને ભૂત એ ત્રણેયનો વિશિષ્ટ ઉપયોગ કર્યો છે. ત્રણે ય કાળના કેલિડોસ્કોપીક ઉપયોગને કારણે આ વાર્તા અલગ તરી આવે છે.’ (પૃ. ૩૦, ‘શબ્દસૃષ્ટિ’, ‘ટૂંકી વાર્તા અને હું’, ઑક્ટોબર-નવેમ્બર, ૨૦૦૯) | ‘વાર્તામાં વાતાવરણ સરસ રીતે ઊભું કરવું એ ઊજમશીની લાક્ષણિકતા છે. આ સંદર્ભે સંગ્રહની બધી વાર્તાઓમાંથી અલગ તરી આવે એવી ‘તનહાઈ’ની જિકર કરવી રહી. આ વાર્તામાં ભૂતકાળની વાત કહેવા માટે વર્તમાન, ભવિષ્ય અને ભૂત એ ત્રણેયનો વિશિષ્ટ ઉપયોગ કર્યો છે. ત્રણે ય કાળના કેલિડોસ્કોપીક ઉપયોગને કારણે આ વાર્તા અલગ તરી આવે છે.’ (પૃ. ૩૦, ‘શબ્દસૃષ્ટિ’, ‘ટૂંકી વાર્તા અને હું’, ઑક્ટોબર-નવેમ્બર, ૨૦૦૯) | ||
[[File:Lakh-manthi Ek Chahero by Ujamashi Parmar - Book Cover.jpg|200px|left]] | |||
બીજી વાર્તાનું શીર્ષક છે તે પ્રમાણે ‘ટેટ્રાપૉડ’ના પ્રતીકથી થયેલી બે પરિસ્થિતિની વાત છે. મા વગરના ભાઈ-ભાંડુને સાચવવામાં મોટોભાઈ ભાર અનુભવે છે ત્યારે તેનો રંગીન મિજાજનો મિત્ર તેને ટેટ્રાપૉડ પાસે ચસકેલ થઈને રખડતા હૂપાને બતાવે છે. જેણે પોતાના ભાઈને દરિયામાં ગુમાવેલો છે અને જે સતત પોતાનો નાનો ભાઈ મળી આવશે તેની રાહમાં છે! ટેટ્રાપૉડ તોફાની મોજાંનો માર ખાળવા માટે બનાવવામાં આવતું ચાર પાંખિયાનું સાધન છે જે કોઈ પણ પરિસ્થિતિને સહે છે. માણસની પણ આ જ નિયતિ છે! | બીજી વાર્તાનું શીર્ષક છે તે પ્રમાણે ‘ટેટ્રાપૉડ’ના પ્રતીકથી થયેલી બે પરિસ્થિતિની વાત છે. મા વગરના ભાઈ-ભાંડુને સાચવવામાં મોટોભાઈ ભાર અનુભવે છે ત્યારે તેનો રંગીન મિજાજનો મિત્ર તેને ટેટ્રાપૉડ પાસે ચસકેલ થઈને રખડતા હૂપાને બતાવે છે. જેણે પોતાના ભાઈને દરિયામાં ગુમાવેલો છે અને જે સતત પોતાનો નાનો ભાઈ મળી આવશે તેની રાહમાં છે! ટેટ્રાપૉડ તોફાની મોજાંનો માર ખાળવા માટે બનાવવામાં આવતું ચાર પાંખિયાનું સાધન છે જે કોઈ પણ પરિસ્થિતિને સહે છે. માણસની પણ આ જ નિયતિ છે! | ||
ઊજમશીની વાર્તાઓમાં તત્કાલીન ગ્રામ્ય સમાજ, તેમની ખેતીકામની દૈનંદિની, એમની વિટંબણાઓ અને સ્ત્રીઓની અવદશા બરાબર ઝિલાયાં છે. ‘તળાવમાં તરતા થાપા’, ‘તિખારા’, ‘અવલંબન’ સ્ત્રીપાત્રોની વાર્તા છે. ‘તળાવમાં તરતા થાપા’ની પૂનમ એક એવી સ્ત્રી છે જેને પતિએ પહેલી જ રાતે ગડદાપાટુથી નવાજીને ત્યજી દીધી છે! ત્યારે ય તે બબડીને રહી ગઈ છે, ‘નહોતી ગમતી તો પાંચસેં માણસુંની વચાળે હાથ નહોતો ઝાલવો..’ (પૃ. ૨૩) પોતાની રીસ તે પિતાના ઘરમાં બાંધેલાં ઢોર સાથે સંવાદ કરીને કાઢે છે! તેની એકેએક ક્રિયામાં તેની અકળામણ, ગુસ્સો, હતાશા જેવા ભાવોને સર્જક સાદ્યંત વ્યક્ત કરે છે. એ રીતે આખી વાર્તા વાંચવા જેવી છે. એક ઉદાહરણ આપું તો, | ઊજમશીની વાર્તાઓમાં તત્કાલીન ગ્રામ્ય સમાજ, તેમની ખેતીકામની દૈનંદિની, એમની વિટંબણાઓ અને સ્ત્રીઓની અવદશા બરાબર ઝિલાયાં છે. ‘તળાવમાં તરતા થાપા’, ‘તિખારા’, ‘અવલંબન’ સ્ત્રીપાત્રોની વાર્તા છે. ‘તળાવમાં તરતા થાપા’ની પૂનમ એક એવી સ્ત્રી છે જેને પતિએ પહેલી જ રાતે ગડદાપાટુથી નવાજીને ત્યજી દીધી છે! ત્યારે ય તે બબડીને રહી ગઈ છે, ‘નહોતી ગમતી તો પાંચસેં માણસુંની વચાળે હાથ નહોતો ઝાલવો..’ (પૃ. ૨૩) પોતાની રીસ તે પિતાના ઘરમાં બાંધેલાં ઢોર સાથે સંવાદ કરીને કાઢે છે! તેની એકેએક ક્રિયામાં તેની અકળામણ, ગુસ્સો, હતાશા જેવા ભાવોને સર્જક સાદ્યંત વ્યક્ત કરે છે. એ રીતે આખી વાર્તા વાંચવા જેવી છે. એક ઉદાહરણ આપું તો, | ||
‘આ પશુડાં ય આજ તેના હાથના પરશને પાછો ઠેલતાં હતાં, ‘એલાંવ, હું તો વન-વનની દાઝેલી છું. માણસું તો નગણી જાત્ય છે, પણ તમે ય પીટ્યા કાં મારું દખ હમજતાં નથી? આમ હડસેલી હડસેલીને આઘી કાં કાઢો?’ (પૃ. ૨૧-૨૨) | ‘આ પશુડાં ય આજ તેના હાથના પરશને પાછો ઠેલતાં હતાં, ‘એલાંવ, હું તો વન-વનની દાઝેલી છું. માણસું તો નગણી જાત્ય છે, પણ તમે ય પીટ્યા કાં મારું દખ હમજતાં નથી? આમ હડસેલી હડસેલીને આઘી કાં કાઢો?’ (પૃ. ૨૧-૨૨) | ||
[[File:Harohar by Ujamashi Parmar - Book Cover.jpg|200px|left]] | |||
‘તિખારા’ની શાંતુને સુંદરજી નામે માંદલો વર મળ્યો છે જે આખો દિવસ પથારીમાં પડ્યો પડ્યો ‘આ લાવ, તે લાવ’ કરે છે ને સેવા કરાવ્યા કરે છે. સામેના ઘરમાં રહેતા કાભઈ આ બધું જુએ છે ને શાંતુને નાની-મોટી મદદ કરે છે. પણ એક દિવસ સુંદરજી અવસાન પામે છે. કાભઈની પત્ની તેજુ માંદી છે તેથી શાંતુ હવે તેની સેવામાં લાગે છે. કાભઈ શાંતુના ઘરે આવવાનો ફાયદો લે છે ને એક દિવસ સુંદરજીની જેમ તેજુનો પણ ઉપાય કરીશ એમ કહે છે. સર્જક લખે છે કે શાંતુને થાય છે, | ‘તિખારા’ની શાંતુને સુંદરજી નામે માંદલો વર મળ્યો છે જે આખો દિવસ પથારીમાં પડ્યો પડ્યો ‘આ લાવ, તે લાવ’ કરે છે ને સેવા કરાવ્યા કરે છે. સામેના ઘરમાં રહેતા કાભઈ આ બધું જુએ છે ને શાંતુને નાની-મોટી મદદ કરે છે. પણ એક દિવસ સુંદરજી અવસાન પામે છે. કાભઈની પત્ની તેજુ માંદી છે તેથી શાંતુ હવે તેની સેવામાં લાગે છે. કાભઈ શાંતુના ઘરે આવવાનો ફાયદો લે છે ને એક દિવસ સુંદરજીની જેમ તેજુનો પણ ઉપાય કરીશ એમ કહે છે. સર્જક લખે છે કે શાંતુને થાય છે, | ||
‘કાભઈ જાણે ‘સુંદરિયો’ બોલવાના બદલે મોઢામાંથી તગારું ભરીને અડાયાના તિખારા તેની છાતી ઉપર ઠાલવી ગયો હોય!’ (પૃ. ૨૯) | ‘કાભઈ જાણે ‘સુંદરિયો’ બોલવાના બદલે મોઢામાંથી તગારું ભરીને અડાયાના તિખારા તેની છાતી ઉપર ઠાલવી ગયો હોય!’ (પૃ. ૨૯) | ||
| Line 55: | Line 55: | ||
ઊજમશી પરમારની વાર્તાઓ તળ પ્રદેશનો સર્જનાત્મક દસ્તાવેજ છે. | ઊજમશી પરમારની વાર્તાઓ તળ પ્રદેશનો સર્જનાત્મક દસ્તાવેજ છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
સંધ્યા ભટ્ટ | {{right|સંધ્યા ભટ્ટ}}<br> | ||
બારડોલી | {{right|બારડોલી}}<br> | ||
મો. ૯૮૨૫૩ ૩૭૭૧૪ | {{right|મો. ૯૮૨૫૩ ૩૭૭૧૪ }}<br> | ||
Email : Sandhyanbhatt@gmail.com | {{right|Email : Sandhyanbhatt@gmail.com}}<br> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = શિરીષ પંચાલ | |||
|next = ભરત નાયક | |||
<br>{{HeaderNav2 | |||
|previous = | |||
|next = | |||
}} | }} | ||