32,222
edits
(+ Text) |
(+ Pictures) |
||
| Line 2: | Line 2: | ||
{{Heading|વાર્તાકાર ધીરેન્દ્ર મહેતા|દર્શના ધોળકિયા }} | {{Heading|વાર્તાકાર ધીરેન્દ્ર મહેતા|દર્શના ધોળકિયા }} | ||
[[File: | [[File:Dhirendra Mehta 2.jpg|200px|right]] | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 13: | Line 13: | ||
તેમનો પ્રથમ વાર્તાસંગ્રહ ‘સમ્મુખ’ ૧૯૮૫માં પ્રગટ થયો, જેમાં ૨૬ વાર્તાઓ સંગૃહીત થયેલી છે. આ સંગ્રહમાં નારી સંવેદન, માંદગી, વૃદ્ધાવસ્થા અને સંબંધોના વિવિધ આયામો આલેખાયા છે. પ્રસ્તુત સંગ્રહની પ્રથમ વાર્તા ‘સમ્મુખ’ ધ્યાનાકર્ષક બની છે એમાં આલેખાયેલી સંવેદનની સૂક્ષ્મતા ને ઋજુતાને લઈને. બીમાર સાસુની સેવામાં નિમગ્ન બનેલી પુત્રવધૂ સાસુના મૃત્યુ પછી પતિ સાથેનું એકાંત માણવું વીસરી જાય એ હદે સામાન્ય રીતે વગોવાયેલા આ સંબંધમાં એકરૂપ બની છે. તો ‘અકારણ’માં શિક્ષિત પુત્રવધૂની સંવેદનાઓને પારખી ન શકતાં સાસુ આ સંબંધનું એક જુદું રૂપ વ્યક્ત કરે છે. તો ‘આગામી’ વાર્તામાં માતાની બીમારી કેન્દ્રમાં છે, પણ વાસ્તવમાં ત્રણ ભાઈઓ ને બહેન વચ્ચેનું માનસિક અંતર એક રોગગ્રસ્ત માહોલ ઊભો કરે છે. જે મૃત્યુની રાહ જોવાઈ રહી છે એ મૃત્યુને બદલે દબાતે પગલે જીવન આવીને ગોઠવાઈ જતું લાગે છે ત્યારે નાયકને થતો પ્રશ્ન વાર્તાને ચમત્કૃતિ ભણી લઈ જાય છે. | તેમનો પ્રથમ વાર્તાસંગ્રહ ‘સમ્મુખ’ ૧૯૮૫માં પ્રગટ થયો, જેમાં ૨૬ વાર્તાઓ સંગૃહીત થયેલી છે. આ સંગ્રહમાં નારી સંવેદન, માંદગી, વૃદ્ધાવસ્થા અને સંબંધોના વિવિધ આયામો આલેખાયા છે. પ્રસ્તુત સંગ્રહની પ્રથમ વાર્તા ‘સમ્મુખ’ ધ્યાનાકર્ષક બની છે એમાં આલેખાયેલી સંવેદનની સૂક્ષ્મતા ને ઋજુતાને લઈને. બીમાર સાસુની સેવામાં નિમગ્ન બનેલી પુત્રવધૂ સાસુના મૃત્યુ પછી પતિ સાથેનું એકાંત માણવું વીસરી જાય એ હદે સામાન્ય રીતે વગોવાયેલા આ સંબંધમાં એકરૂપ બની છે. તો ‘અકારણ’માં શિક્ષિત પુત્રવધૂની સંવેદનાઓને પારખી ન શકતાં સાસુ આ સંબંધનું એક જુદું રૂપ વ્યક્ત કરે છે. તો ‘આગામી’ વાર્તામાં માતાની બીમારી કેન્દ્રમાં છે, પણ વાસ્તવમાં ત્રણ ભાઈઓ ને બહેન વચ્ચેનું માનસિક અંતર એક રોગગ્રસ્ત માહોલ ઊભો કરે છે. જે મૃત્યુની રાહ જોવાઈ રહી છે એ મૃત્યુને બદલે દબાતે પગલે જીવન આવીને ગોઠવાઈ જતું લાગે છે ત્યારે નાયકને થતો પ્રશ્ન વાર્તાને ચમત્કૃતિ ભણી લઈ જાય છે. | ||
તો ‘પુનઃ પુનઃ’ વાર્તા તાજા જ નિવૃત્ત થયેલા ભૂપતરાયનાં મનોસંચલનો ઝીલતી વાર્તા છે. દેખીતી રીતે ભૂપતરાયને કોઈ દુઃખ નથી. તેમનું રહેવા-જમવાનું ને અન્ય સગવડો પૂરેપૂરી સચવાય છે, પણ એમાં સંબંધોની ઉષ્માનો અભાવ છે. | તો ‘પુનઃ પુનઃ’ વાર્તા તાજા જ નિવૃત્ત થયેલા ભૂપતરાયનાં મનોસંચલનો ઝીલતી વાર્તા છે. દેખીતી રીતે ભૂપતરાયને કોઈ દુઃખ નથી. તેમનું રહેવા-જમવાનું ને અન્ય સગવડો પૂરેપૂરી સચવાય છે, પણ એમાં સંબંધોની ઉષ્માનો અભાવ છે. | ||
[[File:Sammukh by Dhirendra Mehta - Book Cover.jpg|200px|left]] | |||
ફ્રીઝ થઈ ગયેલા ભૂપતરાયને વસ્તી છે માત્ર ભીંત પર ફરતી ગરોળીની. એનો પણ પુત્રવધૂ દ્વારા ઘાટ ઘડાઈ જતાં ભૂપતરાયના ગતિહીન જીવનમાં સાવ શૂન્યાવકાશ છવાઈ જાય છે. એ જ સવાર ને એ જ તારીખિયું ફાડવાની ક્રિયા કરતા ભૂપતરાયની બહારનાં ને અંદરનાં જગતની ગતિ ને સ્થગતિનો આંતર્વિરોધ સૂક્ષ્મ કરુણનું ભાજન બને છે. | ફ્રીઝ થઈ ગયેલા ભૂપતરાયને વસ્તી છે માત્ર ભીંત પર ફરતી ગરોળીની. એનો પણ પુત્રવધૂ દ્વારા ઘાટ ઘડાઈ જતાં ભૂપતરાયના ગતિહીન જીવનમાં સાવ શૂન્યાવકાશ છવાઈ જાય છે. એ જ સવાર ને એ જ તારીખિયું ફાડવાની ક્રિયા કરતા ભૂપતરાયની બહારનાં ને અંદરનાં જગતની ગતિ ને સ્થગતિનો આંતર્વિરોધ સૂક્ષ્મ કરુણનું ભાજન બને છે. | ||
[[File:Etalu badhu Sukh by Dhirendra Mehta - Book Cover.jpg|200px|left]] | |||
સર્જકનો બીજો સંગ્રહ ‘એટલું બધું સુખ’ ‘સમ્મુખ’ પછી બરાબર તેર વર્ષ પછી બહાર પડ્યો જેમાં પચ્ચીસ વાર્તાઓ સંગૃહીત થઈ છે. પ્રસ્તુત વાર્તાઓમાં રુગ્ણતા – શારીરિક ને માનસિક, બંને પ્રકારની ડોકાયા કરે છે. | સર્જકનો બીજો સંગ્રહ ‘એટલું બધું સુખ’ ‘સમ્મુખ’ પછી બરાબર તેર વર્ષ પછી બહાર પડ્યો જેમાં પચ્ચીસ વાર્તાઓ સંગૃહીત થઈ છે. પ્રસ્તુત વાર્તાઓમાં રુગ્ણતા – શારીરિક ને માનસિક, બંને પ્રકારની ડોકાયા કરે છે. | ||
‘કૅન્સર’, ‘આટલું બધું સુખ’માં માંદગી વાર્તાના કેન્દ્રમાં છે. પણ તેમ છતાં એ વાર્તાઓને માત્ર શારીરિક રુગ્ણતાની વાર્તાઓ જ કહી શકાય તેમ નથી. ‘કૅન્સર’ વાર્તામાં કૅન્સરગ્રસ્ત પાત્ર તો નિમિત્તમાત્ર છે. આ રોગ ખરેખર ઊછરે તો છે પ્રેમાળ સ્વજનો પ્રત્યે ભારોભાર કટુતાથી વર્તનાર મોટા ભાઈમાં, પુત્રવધૂની ગંભીર બીમારીને ટાંકણે ઘરના સમારકામ માટે આવશ્યક વસ્તુઓ મંગાવવાની ચિંતા કરતા બાપુજીના સ્વકેન્દ્રી વલણમાં. આ બંને પાત્રનો રુક્ષ વ્યવહાર સંવેદનશીલ નાયક તેમ જ અન્ય પાત્રોને વેદનાની કસકમાં ઊંડા ઉતારી દે છે. ખરેખર કૅન્સરગ્રસ્ત કોણ, એ પ્રશ્ન વાર્તાને અંતે સહૃદયને ઉદાસ બનાવે છે. શીર્ષકની વ્યંજના વાર્તાનું પ્રત્યાયન સાધવામાં સફળ બને છે. | ‘કૅન્સર’, ‘આટલું બધું સુખ’માં માંદગી વાર્તાના કેન્દ્રમાં છે. પણ તેમ છતાં એ વાર્તાઓને માત્ર શારીરિક રુગ્ણતાની વાર્તાઓ જ કહી શકાય તેમ નથી. ‘કૅન્સર’ વાર્તામાં કૅન્સરગ્રસ્ત પાત્ર તો નિમિત્તમાત્ર છે. આ રોગ ખરેખર ઊછરે તો છે પ્રેમાળ સ્વજનો પ્રત્યે ભારોભાર કટુતાથી વર્તનાર મોટા ભાઈમાં, પુત્રવધૂની ગંભીર બીમારીને ટાંકણે ઘરના સમારકામ માટે આવશ્યક વસ્તુઓ મંગાવવાની ચિંતા કરતા બાપુજીના સ્વકેન્દ્રી વલણમાં. આ બંને પાત્રનો રુક્ષ વ્યવહાર સંવેદનશીલ નાયક તેમ જ અન્ય પાત્રોને વેદનાની કસકમાં ઊંડા ઉતારી દે છે. ખરેખર કૅન્સરગ્રસ્ત કોણ, એ પ્રશ્ન વાર્તાને અંતે સહૃદયને ઉદાસ બનાવે છે. શીર્ષકની વ્યંજના વાર્તાનું પ્રત્યાયન સાધવામાં સફળ બને છે. | ||
| Line 22: | Line 22: | ||
તો ‘પાંદડી’ વાર્તામાં મા-બાપ વિનાની એક છોકરી પોતાની પુત્રીને ઉછેરવા માટે ઘેર લઈ આવતાં દંપતીની વાત છે. પાંદડીની દિનચર્યાને ચૂપચાપ જોયા ને સંવેદ્યા કરતો સમસંવેદનશીલ નાયક એના પ્રત્યે છૂપો સમભાવ અનુભવે છે. પાંદડીના હાથમાં જ તેની પુત્રી સુરખી ક્રમશઃ ઊછરતી રહી છે ને મોટી થઈ ગઈ છે. ધીમે ધીમે તેને પાંદડીની જરૂર રહેતી નથી. | તો ‘પાંદડી’ વાર્તામાં મા-બાપ વિનાની એક છોકરી પોતાની પુત્રીને ઉછેરવા માટે ઘેર લઈ આવતાં દંપતીની વાત છે. પાંદડીની દિનચર્યાને ચૂપચાપ જોયા ને સંવેદ્યા કરતો સમસંવેદનશીલ નાયક એના પ્રત્યે છૂપો સમભાવ અનુભવે છે. પાંદડીના હાથમાં જ તેની પુત્રી સુરખી ક્રમશઃ ઊછરતી રહી છે ને મોટી થઈ ગઈ છે. ધીમે ધીમે તેને પાંદડીની જરૂર રહેતી નથી. | ||
એક વાર પાંદડીના મામા પાંદડીને લેવા આવે છે, તેનાં લગ્ન લેવાનાં હોઈને. ઘરમાં એકલો નાયક જ હાજર છે. પાંદડીનું ચાલ્યા જવું એના મનમાં એક કસક ઊભી કરે છે, પણ પાંદડીનાં ગયા પછી ઘરમાં પ્રવેશતી શોભના બોલી ઊઠે છે, ‘આમ જુઓ તો હવે એનું કામ પણ શું હતું?’ નાયકને પ્રશ્ન થાય છે, ‘આ કોણ બોલ્યું?’ | એક વાર પાંદડીના મામા પાંદડીને લેવા આવે છે, તેનાં લગ્ન લેવાનાં હોઈને. ઘરમાં એકલો નાયક જ હાજર છે. પાંદડીનું ચાલ્યા જવું એના મનમાં એક કસક ઊભી કરે છે, પણ પાંદડીનાં ગયા પછી ઘરમાં પ્રવેશતી શોભના બોલી ઊઠે છે, ‘આમ જુઓ તો હવે એનું કામ પણ શું હતું?’ નાયકને પ્રશ્ન થાય છે, ‘આ કોણ બોલ્યું?’ | ||
[[File:Hu Ene Jou E Pahela by Dhirendra Mehta - Book Cover.jpg|200px|left]] | |||
‘હું એને જોઉં એ પહેલાં’ લેખકનો ત્રીજો વાર્તાસંગ્રહ છે. આ સંગ્રહની મહત્ત્વની વાર્તાઓ જોઈએ તો પહેલી છે. ‘હું એને જોઉં એ પહેલાં’. આ વાર્તાની નાયિકા મીતા બાળકની માતા બનવાથી વંચિત રહી જાય છે. તેની ક્ષુબ્ધ મનોદશા જોઈને નાની બહેન ગીતા, મીતા માટે બાળકને જન્મ દેવા તૈયાર થાય છે. મીતા ને ગીતા એ દિવસોમાં એક જુદા જ પ્રકારનું અદ્વૈત અનુભવે છે. બહેન માટે બાળકને જન્મ આપતી, આખીય પ્રક્રિયા દરમિયાન બાળક પ્રત્યે તદ્દન તટસ્થ રહેલી ગીતાનો પ્રસૂતિ સમયનો પ્રતિભાવ એના નારીત્વને ચીંધતો, સહૃદયને મૂક બનાવતો, આ રીતે અભિવ્યક્ત થયો છે. ‘ગીતાએ મીનાને લઈ લેજે.’ ગીતામાંની સ્ત્રીનો આ સળવળાટ કેવો તો ચુપકીદીથી બહાર આવી ગયો છે! | ‘હું એને જોઉં એ પહેલાં’ લેખકનો ત્રીજો વાર્તાસંગ્રહ છે. આ સંગ્રહની મહત્ત્વની વાર્તાઓ જોઈએ તો પહેલી છે. ‘હું એને જોઉં એ પહેલાં’. આ વાર્તાની નાયિકા મીતા બાળકની માતા બનવાથી વંચિત રહી જાય છે. તેની ક્ષુબ્ધ મનોદશા જોઈને નાની બહેન ગીતા, મીતા માટે બાળકને જન્મ દેવા તૈયાર થાય છે. મીતા ને ગીતા એ દિવસોમાં એક જુદા જ પ્રકારનું અદ્વૈત અનુભવે છે. બહેન માટે બાળકને જન્મ આપતી, આખીય પ્રક્રિયા દરમિયાન બાળક પ્રત્યે તદ્દન તટસ્થ રહેલી ગીતાનો પ્રસૂતિ સમયનો પ્રતિભાવ એના નારીત્વને ચીંધતો, સહૃદયને મૂક બનાવતો, આ રીતે અભિવ્યક્ત થયો છે. ‘ગીતાએ મીનાને લઈ લેજે.’ ગીતામાંની સ્ત્રીનો આ સળવળાટ કેવો તો ચુપકીદીથી બહાર આવી ગયો છે! | ||
‘ઘઉં વીણતી સ્ત્રીઓ’માં ઘઉં વીણવાની પ્રક્રિયાના સંકેત દ્વારા મનોસંચલનોની ભાત પ્રતીકાત્મક અભિવ્યક્તિ પામી છે. સોસાયટીની ભદ્ર કુટુંબની ગણાય તેવી સ્ત્રીઓ ઘઉં વીણતાં વીણતાં વાત તો માંડે છે પડોશમાંની કોઈ વહુ પ્લમ્બર સાથે ભાગી ગયાની. પણ એની સાથોસાથ આ સ્ત્રીઓનું મનોજગત ઊઘડતું રહે છે. ઘઉં ને જવના ભેદનો વારંવાર થતો ઉલ્લેખ આ સ્ત્રીઓના મનોજગતનો પરિચય કરાવતો રહે છે. | ‘ઘઉં વીણતી સ્ત્રીઓ’માં ઘઉં વીણવાની પ્રક્રિયાના સંકેત દ્વારા મનોસંચલનોની ભાત પ્રતીકાત્મક અભિવ્યક્તિ પામી છે. સોસાયટીની ભદ્ર કુટુંબની ગણાય તેવી સ્ત્રીઓ ઘઉં વીણતાં વીણતાં વાત તો માંડે છે પડોશમાંની કોઈ વહુ પ્લમ્બર સાથે ભાગી ગયાની. પણ એની સાથોસાથ આ સ્ત્રીઓનું મનોજગત ઊઘડતું રહે છે. ઘઉં ને જવના ભેદનો વારંવાર થતો ઉલ્લેખ આ સ્ત્રીઓના મનોજગતનો પરિચય કરાવતો રહે છે. | ||
| Line 31: | Line 31: | ||
તો ‘હુમલો’ વાર્તામાં સાસુ સરસ્વતી દમથી પીડિત છે. પુત્રવધૂ મધુ એની પૂરી માવજતથી કાળજી લે છે. કેટલાય સમયથી એ સાસુ માટે કરીને ક્યાંય બહાર જતી નથી. આ વાત એ સહજભાવે ટેલિફોનમાં કોઈ પાસે વ્યક્ત કરે છે ત્યારે સાસુજી એ સાંભળી જાય છે. મધુને મુક્ત રાખવા એ મથે છે ને પોતાને થતા દમના હુમલાને એ છુપાવે છે. ખાસ કરીને રાતના સમયે. | તો ‘હુમલો’ વાર્તામાં સાસુ સરસ્વતી દમથી પીડિત છે. પુત્રવધૂ મધુ એની પૂરી માવજતથી કાળજી લે છે. કેટલાય સમયથી એ સાસુ માટે કરીને ક્યાંય બહાર જતી નથી. આ વાત એ સહજભાવે ટેલિફોનમાં કોઈ પાસે વ્યક્ત કરે છે ત્યારે સાસુજી એ સાંભળી જાય છે. મધુને મુક્ત રાખવા એ મથે છે ને પોતાને થતા દમના હુમલાને એ છુપાવે છે. ખાસ કરીને રાતના સમયે. | ||
પણ છેલ્લે મૃત્યુ ભણી લઈ જતો દમનો હુમલો સરસ્વતીનું નિશ્વેત થયેલું શરીર છુપાવી શકતું નથી. એ વ્યંજનામાં મનુષ્યમાં રહેલું સ્વાભિમાન ને સાથોસાથ સાસુ-વહુના સંબંધોમાં પરસ્પર પ્રવર્તતી હૂંફ એ બંને લાગણીઓને લેખક કુશળતાથી વ્યક્ત કરે છે. | પણ છેલ્લે મૃત્યુ ભણી લઈ જતો દમનો હુમલો સરસ્વતીનું નિશ્વેત થયેલું શરીર છુપાવી શકતું નથી. એ વ્યંજનામાં મનુષ્યમાં રહેલું સ્વાભિમાન ને સાથોસાથ સાસુ-વહુના સંબંધોમાં પરસ્પર પ્રવર્તતી હૂંફ એ બંને લાગણીઓને લેખક કુશળતાથી વ્યક્ત કરે છે. | ||
[[File:Ganthai Gayelu Lohi by Dhirendra Mehta - Book Cover.jpg|200px|left]] | |||
‘ગંઠાઈ ગયેલું લોહી’ એ લેખકનો ચોથો વાર્તાસંગ્રહ. જેમાં પંદર વાર્તાઓ સમાવિષ્ટ છે. આ વાર્તાઓમાં માનવીય સંબંધો કેન્દ્રસ્થાને છે. ‘ન કહેવાયેલી વાત’માં માતાની વિદાય પછી એકલા પડેલા પિતા-પુત્રી અને પછીથી એકલા પડેલા પિતાની એકલતા આલેખાઈ છે. તો ‘નંદિની’, ‘પપ્પા’ અને ‘ઘૂંટણનો વા’ એની લાક્ષણિકતાઓને લઈને લાંબી ટૂંકી વાર્તા બને છે. માનવસંબંધમાં બદલાતાં રૂપ અહીં દરેક વાર્તામાં નવી રીતે આલેખાય છે. ‘ગંઠાઈ ગયેલું લોહી’માં માંદગી ભોગવીને મૃત્યુ પામેલા પતિ સાથેના ગંઠાઈ ગયેલા સંબંધોની વેદના સૂક્ષ્મ અભિવ્યક્તિ પામી છે. | ‘ગંઠાઈ ગયેલું લોહી’ એ લેખકનો ચોથો વાર્તાસંગ્રહ. જેમાં પંદર વાર્તાઓ સમાવિષ્ટ છે. આ વાર્તાઓમાં માનવીય સંબંધો કેન્દ્રસ્થાને છે. ‘ન કહેવાયેલી વાત’માં માતાની વિદાય પછી એકલા પડેલા પિતા-પુત્રી અને પછીથી એકલા પડેલા પિતાની એકલતા આલેખાઈ છે. તો ‘નંદિની’, ‘પપ્પા’ અને ‘ઘૂંટણનો વા’ એની લાક્ષણિકતાઓને લઈને લાંબી ટૂંકી વાર્તા બને છે. માનવસંબંધમાં બદલાતાં રૂપ અહીં દરેક વાર્તામાં નવી રીતે આલેખાય છે. ‘ગંઠાઈ ગયેલું લોહી’માં માંદગી ભોગવીને મૃત્યુ પામેલા પતિ સાથેના ગંઠાઈ ગયેલા સંબંધોની વેદના સૂક્ષ્મ અભિવ્યક્તિ પામી છે. | ||
તો ‘અરે, નિમેષભાઈ, તમે?’માં પિતાના મૃત્યુ પછી એમનું ખાતું બંધ કરાવવા ગયેલ પુત્રની ઓળખાણ માગતા સરકારી ખાતાની જડતાને વ્યક્ત કરતી આ કૃતિમાં, વાર્તાનાયકનું છેડાયેલું વિસ્મય આલેખાયું છે. પોતાની ઓળખાણ કોઈએ શા માટે પૂછવી જોઈએ, જ્યારે એ આટલો પરિચિત હોય? એ પ્રશ્ન નાયકને બાઘાઈની હદે પહોંચાડે છે. | તો ‘અરે, નિમેષભાઈ, તમે?’માં પિતાના મૃત્યુ પછી એમનું ખાતું બંધ કરાવવા ગયેલ પુત્રની ઓળખાણ માગતા સરકારી ખાતાની જડતાને વ્યક્ત કરતી આ કૃતિમાં, વાર્તાનાયકનું છેડાયેલું વિસ્મય આલેખાયું છે. પોતાની ઓળખાણ કોઈએ શા માટે પૂછવી જોઈએ, જ્યારે એ આટલો પરિચિત હોય? એ પ્રશ્ન નાયકને બાઘાઈની હદે પહોંચાડે છે. | ||
[[File:Bas Ek Aatali Vaat by Dhirendra Mehta - Book Cover.jpg|200px|left]] | |||
‘બસ, એક આટલી વાત’ એ પાંચમાં વાર્તાસંગ્રહમાં એકવીસ વાર્તાઓ છે. જેમાં ‘હું સોગંદ ખાઈને કહું છું કે’માં પોતાના મકાનનો કબજો બીજા પાસેથી લેવાના સંદર્ભે નાયકની મૂંઝવણ મનોવૈજ્ઞાનિક ઢબે રજૂ થઈ છે. ‘દાદાજીઓ’માં વૃદ્ધાશ્રમમાં મુકાતા ને પછી અન્યો દ્વારા દત્તક લેવાતા વૃદ્ધોની વાત મૂકીને આધુનિક કુટંબજીવનની કરુણ ગંભીર વિડંબના લેખક આલેખે છે. ને ‘કૂંચી’ જેવી વાર્તામાં સંવેદનને સમજી શક્યાની સૂક્ષ્મ કસક વ્યક્ત થઈ છે. તો ‘મૃત શેષ’ વાર્તા સાતેક લીટીમાં જ ચમત્કૃતિ સર્જે છે. | ‘બસ, એક આટલી વાત’ એ પાંચમાં વાર્તાસંગ્રહમાં એકવીસ વાર્તાઓ છે. જેમાં ‘હું સોગંદ ખાઈને કહું છું કે’માં પોતાના મકાનનો કબજો બીજા પાસેથી લેવાના સંદર્ભે નાયકની મૂંઝવણ મનોવૈજ્ઞાનિક ઢબે રજૂ થઈ છે. ‘દાદાજીઓ’માં વૃદ્ધાશ્રમમાં મુકાતા ને પછી અન્યો દ્વારા દત્તક લેવાતા વૃદ્ધોની વાત મૂકીને આધુનિક કુટંબજીવનની કરુણ ગંભીર વિડંબના લેખક આલેખે છે. ને ‘કૂંચી’ જેવી વાર્તામાં સંવેદનને સમજી શક્યાની સૂક્ષ્મ કસક વ્યક્ત થઈ છે. તો ‘મૃત શેષ’ વાર્તા સાતેક લીટીમાં જ ચમત્કૃતિ સર્જે છે. | ||
ધીરેન્દ્ર મહેતાની વાર્તાઓમાં મોટા ભાગનાં પાત્રો પોતાના એકાકીપણામાં જીવે છે. આ એકાકીપણું અતડા કે ઘમંડી વલણમાંથી જન્મ્યું નથી પણ જે-તે પાત્રોની સમજદારીમાંથી નીપજ્યું છે. આ પાત્રો છે તો આમસમાજમાંથી જ આવેલાં, સમાજ વચ્ચે જ રહેલાં, શ્વસતાં, પણ એમની વિચારશીલતા એમને જંપવા દેતી નથી. એ દરેકને પોતપોતાની કસક છે. | ધીરેન્દ્ર મહેતાની વાર્તાઓમાં મોટા ભાગનાં પાત્રો પોતાના એકાકીપણામાં જીવે છે. આ એકાકીપણું અતડા કે ઘમંડી વલણમાંથી જન્મ્યું નથી પણ જે-તે પાત્રોની સમજદારીમાંથી નીપજ્યું છે. આ પાત્રો છે તો આમસમાજમાંથી જ આવેલાં, સમાજ વચ્ચે જ રહેલાં, શ્વસતાં, પણ એમની વિચારશીલતા એમને જંપવા દેતી નથી. એ દરેકને પોતપોતાની કસક છે. | ||