ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/માવજી મહેશ્વરી: Difference between revisions

+1
(+1)
(+1)
Line 2: Line 2:
{{Heading|વાર્તાકાર માવજી મહેશ્વરી|કાન્તિ માલસતર }}

[[File: |200px|right]]   
[[File:Mavji Maheshwari.jpg|200px|right]]   
'''વાર્તાકારનો પરિચય :'''  
'''વાર્તાકારનો પરિચય :'''  
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 27: Line 27:
{{Poem2Open}}
{{Poem2Open}}
અનુઆધુનિકયુગના વાર્તાકાર માવજી મહેશ્વરી એક વિશિષ્ટ ભૌગોલિકતા ધરાવતા કચ્છના સાહિત્યકાર છે, એટલે સ્વાભાવિક રીતિ જ તેમના સાહિત્યમાં કચ્છનો પરિવેશ હોય. સામાન્ય રીતે કચ્છ પ્રદેશનું નામ આવે એટલે રણ અને દરિયો પ્રત્યક્ષ થાય એ સ્વાભાવિક છે પણ કચ્છની મૂળ ઓળખ તો કૃષિ અને પશુપાલન હતી. છતાં પણ માવજી મહેશ્વરીના પુરોગામી વાર્તાકારો જયંત ખત્રી, બકુલેશ, ધીરેન્દ્ર મહેતા, વીનેશ અંતાણીની વાર્તામાં ખેડૂત અને પશુપાલકોના જીવનનું આલેખન થયું નથી! માવજી મહેશ્વરીની ‘ભળભાખળું’, ‘વરસાદ’, ‘પલટાતો પવન’, ‘બાપાની માટી’ અને ‘ખોવાઈ ગયેલું ગામ’ જેવી વાર્તાઓમાં ખેડૂતનું જીવન બારીકાઈથી ઝીલાયું છે. ‘ભળભાખળું’ વાર્તામાં ખેડૂત મેઘરાજના પાત્ર નિમિત્તે ખેડૂતોની સ્થિતિ ઉજાગર થઈ છે. મેઘરાજની વરસાદ માટેની તીવ્ર ઝંખનાનું સાહજિક રીતે નિરૂપણ થયું છે. નાયકની વરસાદ આવશે કે નહિ તે અંગેની અવઢવ, ખેતીકામ છોડીને અન્ય વ્યવસાય અપનાવવાની અવઢવ સહજ રીતે વર્ણવાઈ છે. ભળભાખળું એટલે વહેલી સવારનું આછું અજવાળું, વાર્તાન્તે વરસાદનું એક બુંદ પડતાં મેઘરાજના જીવનમાં અજવાસ આવશેના સંકેત સાથે વાર્તા પૂર્ણ થાય છે. ‘વરસાદ’ વાર્તામાં વરસાદની રાહ જોતા ખેડૂતની મનઃસ્થિતિનું આલેખન છે.

[[File:Adrushya Divali by Mavji Maheshwari - Book Cover.jpg|200px|left]] 
કચ્છના ૨૦૦૧ના ભૂકંપ પછી કંપનીની વણથંભી વણઝાર સ્પેશિયલ ઇકોનોમિક ઝોનના નામે કચ્છમાં આવી, ખેતરો વેચાવા માંડ્યાં, આર્થિક બદલાવ આવ્યો, સામાન્ય માણસો પણ પૈસાદાર બન્યા, સાથોસાથ લોકોની જીવનદૃષ્ટિ, મૂલ્યો પણ બદલાયાં. વળી કંપનીઓના આગમનથી પર્યાવરણ-ખેતી પર માઠી અસર પડી. કચ્છની આ સામ્પ્રત સમસ્યાઓ માવજી મહેશ્વરી સિવાયના કચ્છના સર્જકોના સર્જનમાં વિશેષ જોવા મળતી નથી.  ભૂકંપ પછીના બદલાયેલા કચ્છની છબી માવજી મહેશ્વરીની ‘દરિયો’, ‘ખોવાઈ ગયેલું ગામ’, ‘બાપાની માટી’, ‘પલટાતો પવન’ વાર્તાઓમાં જોવા મળે છે. ‘દરિયો’માં સમુદ્ર પર નિર્ભર માછીમારોના જીવનની નક્કર છબી સાંપડે છે. અહીં વાર્તાનાયક સુલેમાન અઢી દાયકાથી દરિયામાં મછવો લઈ માછલી પકડવા જતો હતો. પણ સરકારે દરિયાની એક પટ્ટી કંપનીને વેચી દીધી ત્યારથી તે માછલાં પકડવા જઈ શકતો નથી. કારણ કે કંપની જે પાળો બાંધી રહી હતી એના કારણે એને દરિયે જવાનો રસ્તો જ બંધ થઈ ગયો, જે નેળમાંથી મછવા ઉપાડતા, પાળો બાંધવાને કારણે એ નેળ જ સુકાઈ ગઈ.  જે ચેરિયાના પાંદડાની નીચે માછલી ઈંડાં મૂકતી, એ ઝાડ જ ઉખડી જતાં માછલી ઈંડાં આપતી બંધ થઈ ગઈ. આમ, આ બધાં કારણોસર સુલેમાનની જેમ અનેક માછીમારો બેકાર થઈ ગયા. ખાસ કરીને ગામડાંના પરંપરાગત ધંધાઓને અને જમીનના ટુકડા પર જિંદગી કાઢનારા ખેડૂતોના ખેતરને વૈશ્વિકીકરણની ઘટના ગળી ગઈ. આ સમસ્યાઓને કારણે કેટલાંક ગામ ધરમૂળથી બદલાઈ ગયાં. બદલાયેલા ગામની તાસીર માવજી મહેશ્વરીએ ‘ખોવાઈ ગયેલું ગામ’ અને ‘પલટાતો પવન’ વાર્તામાં પણ ઉપસાવી છે.  કચ્છમાં કંપનીઓનો રાફડો ફાટતાં, બંદરો વિકસતાં અને પવન ચક્કીઓ નખાતાં ‘ખોવાઈ ગયેલું ગામ’ના જીવાબાપા અને ‘પલટાતો પવન’ના દાનસંગ જેવા કેટલાયે માટીઘેલા ખેડૂતોને પોતાની માટીની સાથોસાથ પોતાની આગવી પરંપરા, મૂલ્યો અને પરિવારથી વિખૂટા પાડી દીધા!  પારિવારિક સંબંધોમાં તિરાડો પાડી. કંપનીઓ આવતાં જમીનોના ભાવ ઊંચકાયા, જમીન વેચવાની રીતસરની હોડ લાગી હતી!  ક્યારેક તો જમીન વેચવાની ફરજ પણ પાડવામાં આવતી! ‘પલટાતો પવન’માં જમીનદલાલ ખેડૂત દાનસંગને કહે છે : ‘હવે પવન ફર્યો છે. મોકાનો લાભ લઈ લે. આ તો કંપનીઓ છે. એમની તાકાત સામે આપણે કંઈ નથી. એ કંઈ પણ કરી શકે છે. એટલામાં સમજી જા. જે લોકોએ જમીનો વેચી દીધી એ શું મૂરખા હતા? તારું ખેતર તને આપી-આપીને શું આપવાનું હતું? આ નપાણીયા મુલકમાં ખેતીના ભરોસે ન રહેવાય ભાઈ, તને ગણતરી આવડે છે? તારા ખેતરના ત્રણ કરોડ આવે ત્રણ કરોડ સમજ્યો?’ ત્યારે માટીઘેલા દાનસંગને થયું, ‘ભગાડિયો’ તો મારી પોતાની માટી છે. મારી જાત છે. હું મારી જાતને વેચું? ટૂંકમાં ઉદ્યોગ આવતાં પવન પલટાય છે, જેને કારણે ગામને પરિવારને ધરમૂળથી પલટાતું જોઈ દાનસંગ આઘાત પામે છે. દાનસંગ જેવી જ વ્યથા ‘ખોવાઈ ગયેલું ગામ’ના જીવાબાપા અને ‘બાપાની માટી’ના પરવતની છે.  પરવતના ખેતરની બરાબર આથમણી દિશામાં કંપનીવાળાઓએ ઊભી કરેલી પવન ચક્કીઓને કારણે જમીનના ભાવ ઉંચકાયા ને નવી પેઢીના યુવાનોને પૈસા રળી લેવાના અભરખા જાગે છે. ગામમાં જ્યારે જમીન વેચવાની રીતસરની હોડ લાગી હતી ત્યારે બાપાની માટી-ખેતરને બચાવવાનો પરવતનો સંઘર્ષ ઉલ્લેખનીય છે.   

[[File:Pavan by Mavji Maheshwari - Book Cover.jpg|200px|left]]  
[[File:Vijog by Mavji Maheshwari - Book Cover.jpg|200px|left]]
[[File:Surprize by Mavji Maheshwari - Book Cover.jpg|200px|left]]
[[File:Khovai gayelum Gam by Mavji Maheshwari - Book Cover.jpg|200px|left]]
માવજી મહેશ્વરીની આ વાર્તાઓ થકી એ વાત સ્પષ્ટ થાય છે કે કચ્છમાં ઔદ્યોગીકરણને કારણે બાહ્ય વાતાવરણ જે ઝડપે બદલાય છે તે ઝડપે વ્યક્તિનું આંતર મન બદલાતું નથી, પરિણામે આંતર-બાહ્ય સંઘર્ષ ઊભો થાય છે. આ પરિસ્થિતિમાં વ્યક્તિ ક્યાંક પરિસ્થિતિ સાથે સમાધાન કરે છે તો ક્યાંક નથી કરી શકતો. ‘દરિયો’ વાર્તાનો નાયક સલીમ કે ‘બાપાની માટી’નો નાયક પરવત સમાધાન કરતા નથી. જ્યારે ‘પલટાતો પવન’નો દાનસંગ અને ‘ખોવાઈ ગયેલું ગામ’ના જીવાબાપા સમયને પારખીને સમાધાન કરી લે છે! આમ, ભૌતિક સુખની દોટમાં માનવીય મૂલ્યોનો કેવો છેદ ઉડી જાય છે તે આ વાર્તાઓમાં જોવા મળે છે. વૈશ્વિકીકરણને કારણે ભૌતિક સુખાકારી તો આવી પણ તેની સાથોસાથ જીવન મૂલ્યોનું ધોવાણ પણ થયું તે સહજ રીતે આ વાર્તાઓમાં ઝીલાયું છે.

માવજી મહેશ્વરીની ‘કાટમાળ’ વાર્તામાં ધરતીકંપથી થયેલી તારાજીનું વર્ણન થયું છે. અહીં તેમની ‘ભળી ગયેલા ચહેરા’ વાર્તાનું પણ સ્મરણ થાય, તેમાં ધરતીકંપને કારણે વૈધવ્ય અને તે પછીની સંવેદનોની સંકુલતા ધ્યાનપાત્ર છે.

[[File:Dhummas by Mavji Maheshwari - Book Cover.jpg|200px|left]]
[[File:Zampo by Mavji Maheshwari - Book Cover.jpg|200px|left]]
[[File:Ratt by Mavji Maheshwari - Book Cover.jpg|200px|left]]
માવજી મહેશ્વરીની વાર્તાઓમાં નારીની અનેકવિધ વેદના-સંવેદના આલેખાઈ છે. ‘રણ’ વાર્તામાં રણની વેરાનતા જેવી જ વેરાનતા નાયિકાના જીવનમાં છે. વાર્તામાં રણ સ્ત્રીના પ્રતીક તરીકે આલેખાયું છે. અહીં સ્ત્રીના એકાકી જીવનની વાત, સ્ત્રીના સ્ખલનની વાત નોખી રીતે ગૂંથાઈ છે. ‘જોગણ’ વાર્તામાં અવાવરું મંદિરના પ્રાંગણ થકી લખમીના જીવનને ઉજાગર કરવામાં આવ્યું છે. ‘જોગણ’ વાર્તાની નાયિકા લખમી કદરૂપી હોવાને કારણે જ તેનો પતિ તેને છોડી દે છે. વક્રતા તો એ છે કે લખમીના દીકરાનાં લગ્ન તેની જ ભત્રીજી સાથે થાય છે, લખમીનો ભાઈ તેના લગ્નમાં આશીર્વાદ આપવા માટે વિનવે છે. લખમીને ઘડીક તો પતિને ત્યાં જઈને સંભળાવી દેવાનું મન થાય છે પણ મનમાં સતીનું સ્વપ્ન આવતાં તેને આધ્યાત્મિક અનુભૂતિ થાય છે અને બદલો લેવાનું જતું કરે છે! લેખકે ઉચિત રીતે જ તળાવડીની સાથે લખમીના વ્યક્તિત્વનું અનુસંધાન રચી આપ્યું છે.  લખમીના વ્યક્તિત્વમાં થતા પરિવર્તન અંગે લેખકે ઉચિત ભૂમિકા રચી આપી છે એટલે એ પરિવર્તન અણધાર્યું લાગતું નથી. ‘વળગાડ’ની નાયિકા લખમી પોતાનું શોષણ કરનાર ભૂવા પર હુમલો કરીને બદલો લે છે. આ વાર્તા નિમિત્તે ભૂત-ભૂવાનું જગત આલેખાયું છે. ‘હોળી’, ‘શિકારી’ અને ‘બાકોરું’ વાર્તામાં નારીશોષણ કેન્દ્રમાં છે. ‘બાકોરું’ વાર્તામાં મંદિરના સમારકામમાં શિથિલ ચારિત્ર્યની ચંદ્રિકાનો ફાળો સ્વીકારવામાં આવતો નથી! આથી ચંદ્રિકા મનોમન રિબાય છે. તેને થાય છે કે શું મારા રૂપિયા લેવાથી ભગવાન અભડાઈ જતાં હશે!? વાસ્તવમાં તો મંદિરની ભીંતમાં નહિ પણ સમાજવ્યવસ્થામાં બાકોરું પડી ગયું છે.

‘બે કિનારા અને નદી’, ‘રમત’, ‘નદી’ અને ‘લીરેલીરા’ જેવી વાર્તાઓમાં પુરુષ દ્વારા નારી સન્માનને પહોંચાડાતી ઠેસ કેન્દ્રમાં છે.  ‘લીરેલીરા’ વાર્તામાં રશીદાની ઇચ્છા છતાં લગ્ન પછી તેના પતિને કારણે બી.એડ. કરવા મળતું નથી. વાર્તાને અંતે આવતું વાક્ય રશીદાની સ્થિતિનો નિર્દેશ કરે છે. ‘બાલદીમાંથી ઊભરાતું ચોખ્ખું પાણી ગટરમાં જઈ રહ્યું હતું.’ ‘સપનું’ વાર્તામાં પિતૃસત્તાક સમાજવ્યવસ્થા વચ્ચે માતાની દીકરીને કલેક્ટર બનાવવાની ઇચ્છા આલેખાઈ છે. ‘રમત’ વાર્તામાં ત્રણ વર્ષના લગ્નજીવન પછી આશાના પતિ નિખિલ મૃત્યુ પામે છે, એ પછી આશાને તેમના જેઠ દ્વારા જાણવા મળે છે કે નિખિલને અન્ય સ્ત્રી સાથે પણ સંબંધ હતો.  આમ, પતિ દ્વારા છેતરાયાની પીડા છે. પન્નાલાલ પટેલની ‘વાત્રકને કાંઠે’નું સ્મરણ કરાવતી વાર્તા ‘બે કિનારા અને નદી’નું કથાનક અનોખું છે. વાર્તામાં મૃત્યુ પામેલી નારીના બે પતિ વચ્ચેના સંવાદમાં વાર્તા આગળ વધે છે. આ વાર્તા એ રીતે અનોખી છે કે નારીને સમજવાનું ગજુ પુરુષનું નથી તો સામે પક્ષે પુરુષ જ નારીની ભાવનાને સમજી શકે છે. ‘કડલાં-કાંબી’ પ્રસન્ન દાંપત્યજીવનની વાર્તા છે. વાસમાં રાસડા ચાલી રહ્યા છે પણ વાર્તાનાયક વેલજીનું મન તો નાની બેનની ચિંતામાં છે. નાનપણમાં જ માતા-પિતા ગુમાવ્યા પછી વાર્તાનાયક વેલજી નાની બહેન વાલુને ઉછેરે છે. આર્થિક સંકડામણને કારણે વાલુના ત્રણ વર્ષથી લગ્ન ઠેલાતાં જાય છે અને એથીયે વિશેષ તો વાડીની ઓરડીમાં યુવાન કાનજીને વાલુ સાથે અડપલાં કરતાં જોઈ જાય છે તેથી તે વ્યથિત છે. એમાંય વળી કાકીના વેણ ‘જુવાન છોકરી કાચી હાંડલી કે’વાય.’ સાંભળીને તે વધારે વ્યથિત થઈ જાય છે. એ દરમિયાન જ તે ઘેર આવે છે ત્યારે પત્ની સાથે વાલુના લગ્ન કરવા સંદર્ભે વાત કરે છે ત્યારે પત્ની કહે છે, ‘ઈ હવે મારે જોવાનું છે. તું ચિંતા શાની કરશ...!’ પણ નેણુ એ ક્ષણે ચંદ્ર જેવા સંતાન માટે શરીર સંબંધ બાંધવા વિહ્‌વળ છે. ને વેલજી પણ એમાં ઓતપ્રોત થઈ જાય છે, એ જ ઘડીએ વેલજીને નેણુના કડલાં-કાંબીનો અવાજ ખટકે છે. ત્યારે નેણુ કહે છે, ‘એ કાલથી નંઈ કરે. આ જ છેલ્લી વાર સાંભળી લે...’ આ જ વાર્તાની ખરી ક્ષણ છે. નેણુને પોતાના ઘરેણાં કડલાં-કાંબી વેચીને નણંદના લગ્નના ખર્ચને પહોંચી વળવા માટેનો ઉપાય મળી ગયો છે. આમ, ભાભીનું નણંદ માટેનું વાત્સલ્ય નોંધપાત્ર છે. લેખકે વેલજી-નેણુના ભાવને વ્યક્ત કરવા માટે ઉચિત વાતાવરણ નિર્માણ કર્યું છે, દા.ત. ‘ઢોલીએ નવેસરથી ખેંચેલી દોરીને લીધે ઢોલની માદાનો રણકાર અને નરનો ઘેરો નાદ એકબીજામાં ભળી જઈ રાતને રોકી રાખતા હતા.’ અહીં વેલજી કરતાં નેણુનું વ્યક્તિત્વ સબળું છે.  કચ્છના શ્રમિક કુટુંબોમાં પુરુષની સરખામણીમાં સ્ત્રી વધારે નીડર અને આત્મવિશ્વાસવાળી હોય છે. નેણુ જેવું જ ગુણિયલ વ્યક્તિત્વ બીજા ઘણાં પાત્રોનું છે. ‘છૂટકારો’ વાર્તામાં દાયણ રોમત પ્રસુતિની પીડામાંથી ગંગાને તો છૂટકારો અપાવે છે, પણ પોતે નિઃસંતાન હોઈ તેનો પતિ હસણ સંતાન માટે બીજી સ્ત્રી ગુલબાનુંને ઘરમાં બેસાડવાનો છે એ વરવી વાસ્તવિકતા તેને પીડે છે. રોમત ગંગાની પ્રસૂતિ કરાવે છે એ ઘડીએ જ તેને પોતાના ખાટલામાં પડેલી ગુલબાનું દેખાય છે અને ઓરડા બહાર સંતાન ઝંખતો તેનો પતિ હસણ હસતો દેખાય છે! લેખકે ગંગાની શારીરિક પીડા અને રોમતની આંતરિક પીડાનું સંનિધિકરણ રચ્યું છે. વાર્તામાં ‘આ પીડા નથી ગાંડી... આ પીડા નથી.’ની પુનરુક્તિ રોમતની વેદનાને તીવ્રતા આપે છે.  ગુજરાતીમાં પ્રસૂતિની સંવેદનાને વાચા આપતી ઝાઝી વાર્તા લખાઈ નથી એ સંદર્ભમાં પણ આ વાર્તા નોંધપાત્ર છે.