પ્રતિપદા/૧. હરીશ મીનાશ્રુ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૧. હરીશ મીનાશ્રુ|}} === કાવ્યસંગ્રહોઃ === {{Poem2Open}} ધ્રિબાંગસુંદર એ...")
 
No edit summary
Line 31: Line 31:


=== ૨ ===
=== ૨ ===
<poem>
તને એકમાંથી બહુની તમન્ના, બહુથી મને એક જોવાની ઈચ્છા
કરે છે તું પ્યાલામાં ખાલી સુરાહી, કરું છું હું પ્યાલા સુરાહીમાં ખાલી
{{Center|પુણ્યસ્મરણ : શૂન્ય પાલનપુરી }}
સુરાલયમાં સિજ્દાની મસ્તી અલગ છે અને રિન્દની ખાસ રસ્મો નિરાળી
કરે છે તું પ્યાલામાં ખાલી સુરાહી, અમે કરીએ પ્યાલા સુરાહીમાં ખાલી
ઊંચકીએ જો કર તો પ્રજળતી મશાલો વળી વીંઝીએ હાથ તો રંગતાળી
પ્રલયની ક્ષણો કે પ્રણયની ક્ષણોમાં રહ્યો ના ફરક : કેટલા ભાગ્યશાળી
ઘડી બે ઘડીમાં જ સોંપી જવાના, હતી એવી ને એવી પૃથ્વી તમારી
મુબારક હો તમને આ મટકી અધૂરી, ભરેલી જે અડધી અને અડધી ખાલી
સ્મરણનો અને અંતરસનો અનુભવ : તરસ તે પરાકોટિ રસનો અનુભવ
ન પીશું ન પાશું સહજ ઊભા રહીશું, ફક્ત હોજે કૌસરમાં ચરણો પખાળી
અનોખી છે શરિયત ને શ્રદ્ધા અનેરી, અદાઓ અમારી ઈબાદતની નોખી
તમે જેને ઝાકળ-ભીનું પુષ્પ કહો છો, અમે કહીએ રહેમતની ફાટેલ પ્યાલી
પણે કલ્પવૃક્ષોનાં પર્ણો ચરે છે કોઈ કામરૂદેશની કામધેનુ
અમારી અરજ : મંદ લહરી પવનની અને લીમડાની મીંઠી એક ડાળી
તમે આજ આવ્યાં કે બેઠાં છે અઢળક કબરની કનેના સરગવાને ફૂલો
બીજી તો કઈ રીતે છે વ્યક્ત કરવા અવાચક રહીને અમારી ખુશાલી
સરવડાંની માફકત વરસતી કયામત, ગણી લઈને એને ય નમણી નિયામત
અમે ઘૂંટ પર ઘૂંટ ભરતા રહીશું શબદના ઝીણા વસ્ત્રથી આમ ગાળી
છે બગલાની પાંખોનાં પહેરણ તમારાં, અમારી તો કફની કફનથી સવાઈ
અમે માત્ર મુરશિદના મોંઢે ચડાવ્યા નફકરા નકારા ને મુફલિસ મવાલી
</poem>