પ્રતિપદા/૧. હરીશ મીનાશ્રુ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 35: Line 35:
કરે છે તું પ્યાલામાં ખાલી સુરાહી, કરું છું હું પ્યાલા સુરાહીમાં ખાલી
કરે છે તું પ્યાલામાં ખાલી સુરાહી, કરું છું હું પ્યાલા સુરાહીમાં ખાલી
{{Center|પુણ્યસ્મરણ : શૂન્ય પાલનપુરી }}
{{Center|પુણ્યસ્મરણ : શૂન્ય પાલનપુરી }}
સુરાલયમાં સિજ્દાની મસ્તી અલગ છે અને રિન્દની ખાસ રસ્મો નિરાળી
સુરાલયમાં સિજ્દાની મસ્તી અલગ છે અને રિન્દની ખાસ રસ્મો નિરાળી
કરે છે તું પ્યાલામાં ખાલી સુરાહી, અમે કરીએ પ્યાલા સુરાહીમાં ખાલી
કરે છે તું પ્યાલામાં ખાલી સુરાહી, અમે કરીએ પ્યાલા સુરાહીમાં ખાલી
Line 62: Line 61:
છે બગલાની પાંખોનાં પહેરણ તમારાં, અમારી તો કફની કફનથી સવાઈ
છે બગલાની પાંખોનાં પહેરણ તમારાં, અમારી તો કફની કફનથી સવાઈ
અમે માત્ર મુરશિદના મોંઢે ચડાવ્યા નફકરા નકારા ને મુફલિસ મવાલી
અમે માત્ર મુરશિદના મોંઢે ચડાવ્યા નફકરા નકારા ને મુફલિસ મવાલી
</poem>
=== ૩ ===
ફારશિયોના હરફ વસ્યા વિપ્રની વાણે
ગઝલ રેખતા તરફ ગમતા દીઠા ગાણે
પુણ્યસ્મરણ : કૃષ્ણરામ
નિત્ય ઉપવાસી રહીને એ ભર્યા ભાણે વસ્યા છે
જે તરસ ને તૃપ્તિની વચ્ચેનાં ઠેકાણે વસ્યા છે
અજનબી છે પણ અચાનક જાણપ્હેચાણે વસ્યા છે
ઠામઠેકાણુ નથી પણ ઠેકઠેકાણે વસ્યા છે
મનહૃદય અણિયાળ જેની પળના એંધાણે વસ્યાં છે
મર્મસ્થળ મધ્યે એ બારીકાઈથી બાણે વસ્યાં છે
ફારશીયોના હરફ તે વિપ્રની વાણે વસ્યા છે
ના, કલમકાગદ વિષે ના, એ સહજ પ્રાણે વસ્યા છે
જે ગઝલ ને રેખતામાં દેશ પરમાણે વસ્યા છે
કાફિયાનો વેશ પહેરીને ખરે ટાણે વસ્યા છે
હા, જુગલબંધી જલાલુદ્દીન રૂમી સાથે કરીને
જીભ પર સાક્ષાત્‌ માતા સરસતી જાણે વસ્યાં છે
ખોજમાં નીકળ્યા હતા જે કોઈ આદિ શબ્દની તે
ગૂજરાતીથી લઈને ઠેઠ ગિર્વાણે વસ્યા છે
લડખડે તો એનું મયખાનું જ મસ્જિદ થઈ જવાનું
જેના પેગંબર લીલીછમ દ્રાક્ષના દાણે વસ્યા છે
એમની પાસે નથી એકે ય તે અંગત ચહેરો
જે સ્વયંનાં કૈં પ્રતિબિંબોનાં પોલાણે વસ્યા છે
ફાટશે ના ફીટશે રંગત જરીકે આ પટોળે
રંગરસિયા તરબતર તાણે અને વાણે વસ્યા છે
આપણી સંકુલ કથાના એ જ છે નાયક મહોદય
તે છતાં તે હાંસિયામાં સાવ કોરાણે વસ્યા છે
આખરી ઈચ્છા આ બોધિવૃક્ષની નિષ્પર્ણતા છે
એ ખરેખર પાનખર-સોંસરવા નિર્વાણે વસ્યા છે
મુરશિદે એવો તો હાકોટો કર્યો કે ભડ બધા યે
પાળિયેથી ફટ્ટ બેઠા થઈને ધિંગાણે વસ્યા છે
=== ૪ પંખીપદારથ ===
હજાર પાન
હજાર ફૂલ હજાર ફળ
હજાર હાથવાળું વૃક્ષ ઊભું છે
ને એની એકાદ હથેળીમાં હાજર છે
એક પંખી
એટલું બધું જીવંત
કે મૃતક જેટલું સ્થિર
પંખીને મિષે પૂછી શકાત વ્યાજબી પ્રશ્નો
યાયાવરીનાં અથવા યુયુત્સાનાં
પરંતુ ગુરૂ તો પૂછે છે સાવ સરળ પ્રશ્ન
ધનુર્ધરને : તને શું દેખાય છે, વત્સ?
વૃક્ષ? ડાળ? પાંદ? ફૂલ? ફળ? પંખી? ...
તંગ બનશે પ્રત્યંચા
એક પછી એક, સૌ સાધશે નિશાન, એકાગ્રતાપૂર્વક
સૌને ખબર છે :
જેને દેખાશે પૂરેપૂરા પંખી સાથે પૂરેપૂરું વૃક્ષ તે થશે પારધી
જેને દેખાશે પૂરેપૂરા પંખી સાથે પૂરેપૂરાં પાંદડાં તે થશે વ્યાપારી
જેને દેખાશે પૂરેપૂરા પંખી સાથે પૂરેપૂરાં પક્વ ફળ તે થશે ગૃહસ્થ
જેને દેખાશે પૂરેપૂરા પંખી સાથે પૂરેપૂરું પુષ્પ તે થશે પ્રણયી
જેને દેખાશે કેવળ પંખી તે થશે એકાકી
જેને દેખાશે કેવળ પંખીની આંખ તે થશે જોગી
પરંતુ
કેવળ પંખીને જ પૂરેપૂરી ખબર છે કે
જે જોઈ શકશે પંખીની આંખમાં સ્વયંની છબિ
એ જ બનશે બાણાવળી
જે સ્વયં હશે વિદ્ધ
તે જ કરશે સિદ્ધ
શરસંઘાન
હજાર હજાર હાથાવાળા વૃક્ષની
હજાર હજાર હથેળી પર
હજાર હજાર અભયમુદ્રા ધરીને
પંખી તો બસ હાજર છે
અણીની પળે
=== ૫ પોણા બે વીઘાના ખેતરવાળા માણસનો અહેવાલ ===
એની કને
પોણા બે વીઘાનું ખેતર હતું.
વાડમાં ચિભડાં, એક બે છીંડાં, શરાફનાં મીંડાં
સાત બારનો એક ઉતારો ને આખા ગામનો ઉતાર તલાટી હતો
બધાંયને હોય એમ એને ય હતાં, બાયડી છોકરાં.
બે બાખડી ભેંસો, પેટનું જૂનું દરદ,
પચ્ચી ફૂટનાં આંતરડાં, આવડી અમથી જઠર ને કંકાસિયો કૂવો.
મવડાની પોટલી ચડાવીને એ ધૂણ્યા કરતો, માતાજીનો ભૂવો.
રોજ રાત પડે ત્યારે
કણસરી દેવી આવીને
સાવ નાગડી થઈને એની દૂંટીમાં ફેરફૂંદરડી ખાય છે
એની જઠરમાં આજ લગી જેટલું ધાન ઓર્યું છે
એ બધાંમાંથી આખી રાત ફણગા ફૂટ્યા કરે છે, છોડવા ઊંચા વધતા જાય છે
ડૂંડા ને ડોડા બેસે છે
ને ભૂખી ભૂંજરવાડનાં ડોઝરાં ને ડૂંડ ભરાઈ જાય છે.
પણ કમબખત સવાર પડે છે ને બધાંને હગવા જવું પડે છે
ને બધું કર્યું કારવ્યું ધૂળમાં મળી જાય છે.
સાચું ખોટું તો રામ જાણે, –
એના દાદા કહેતાં કે એમના જમાનામાં
જાડી વડવાઈઓ જેવો વરસાદ પડતો
ને એને પકડીને હીંચકા ખાવાની એવી તો લ્હેર પડતી.
દાદો મારો હાળો એક નંબરનો ગપોડી
બળદિયાની જેમ હાંક્યા કરતો હશે ટાઢા પ્હોરની.
અત્યારે તો પાછલી ઓરડીમાં બાવાં બાઝતાં હોય એમ વાદળાં બાઝ્‌યાં છે.
એ હાથ વીંઝે છે
એના દાદાના જમાનાની વડવાઈઓ
હજી એવી ને એવી લટક્યા કરે છે
જો કે થઈ ગઈ ચે સૂકીભઠ, પણ છે મજબૂત, વાંધો નૈં આવે.
વરસાદની એક કોરી ધારને એ મફલરની જેમ વીંટાળે છે
ને દાદો આવીને એને એ... યે... ને એક મોટો હિંચકો ખવડાવે છે.
એક વાત કહી દઉં, છેલ્લી :
મોડી સાંજે અંધારું એને કૂતરાની જેમ સૂંઘતું હતું ને
ક્યાસ કાઢતા પાંચ પડછાયાઓની ફરતે
ટોળે વળ્યું હતું આખું ગામ
ઉપર વદ ચૌદશિયો ચન્દ્ર ખીલી રહ્યો હતો
ત્યારે બેચાર લંગોટિયા દોસ્તદારો
એની આ તરકીબ પર આફરીન થઈને
હાથ વીંઝતા હતા :
લ્હેર પડી જાય જો એકાદી વડવાઈ હાથમાં આવી જાય તો...
ને હા, એક બીજી વાત, –
એનો દાદો ગપોડી નહોતો.
=== ૬ ઊઘડવા વિષે ચિંતન ===
કશુંક ઉઘાડું જ રહે છે
કટાયેલા ઉજાગરાવાળું અથવા મિજાગરાવાળું
કશુંક ઉઘાડવું પડે છે આંસુ અથવા તેલ ઊંજીને
ને કશુંક
જૂના સંચના ચોરખાના જેવું
ઉઘાડવાના લાખ પ્રયત્ન છતાં ઊઘડતું નથી
જે વસ્તુ વાખેલી નથી એને ઉઘાડવાની નોબત આવે છે. ક્યારેક.
દાખલા તરીકે : ચીતરેલું તાળું
સૌનો સ્પષ્ટ અભિપ્રાય હોય છે કે
એ ફટ્ટ કરતુંક ઊઘડી જશે ચીતરેલી ચાવીથી
પણ એ રીતે તો
સમસ્યા બેવડ વળી જાય છેઃ સૌ શોધાશોધ કરવા મંડી પડે છે
ચીતરેલા તાળાની ચાવી
અથવા ચીતરેલી ચાવીથી ઊઘડી શકે એવું તાળું
અથવા બન્ને
છેવટે બચે છે એક જ વિકલ્પ : પરોવી દો એને
ચીતરેલી ચાવીઓના ચીતરેલા ઝૂડામાં
ભવિષ્યમાં કોઈ અકળ અને અનુકૂળ તાળું ઉઘાડવાની ગણત્રીથી
ઘણીવાર જૂના પ્રેમપ્રકરણની જેમ
અડધી ઉઘાડી રહી જાય છે કોઈ બારી
ઉઘાડી હોવા છતાં એને કેમે ય કરીને ઉઘાડી શકાતી નથી
ને મગદૂર છે કોઈની કે એને બંધ કરે?
ઉઘાડવા જતાં ઉઘાડા પાડી દે છે કેટલીક વસ્તુઓ
ને તેથી જ
જાંઘ અને જીવનચરિત્ર જેટલી પોતીકી હોવા છતાં
એમને ઉઘાડવાની હિંમત ચાલતી નથી
પૃથ્વીની અર્ધીપર્ધી નકલ ઉતારતી હોય તે રીતે
ઊઘડે છે એકવડા બાંધાની શ્યામળી છત્રી
ને પોકારે છે બંડ આકાશની શ્યામલતા સામે
ઉત્તર તરફ ઊઘડતું બીજ અને બુંદ ઓસનું
ધીરેધીરે કરે છે આરોહણ મોક્ષ તરફ
મરસિયા વિનાનું શાંત મરણ ધારણ કરીને
સખીદાતારના દક્ષિણ કરની જેમ
મેઘ અને મેદુર પયોધર ઊઘડે છે દક્ષિણ દિશા પ્રતિ,
જાણે અનુકંપાનો અવરોહ
દેખીતી રીતે ઉત્તર તરફ ઊઘડેલી વસ્તુઓ પણ
ઊઘડતી હોય છે દક્ષિણ તરફ
કુટિલતાપૂર્વક
ત્યારે એકત્રિત થાય છે દુરિત ચાળણીમાં
દશે દિશામાં ઊઘડી જાય છે તે કંઠ હોય છે
અથવા સૂર્ય અથવા ચન્દ્ર અથવા ફૂલ અથવા પ્રેમ અથવા વિરહ
ઈંડું અને ઇચ્છા
ઊઘડે છે કેવળ બહારની તરફ
એ ઘડે છે સ્વયંને, ઊઘડે છે અને ઉઘાડનારને હિસ્સેદાર બનાવી મૂકે છે
પડળ, પિંડ અને પીડાનું
અંદર બહાર બન્ને તરફ ઊઘડતી
પેલી ગુહ્ય વસ્તુઓઃ ઘરગૃહસ્થી અને યોનિ –
એ ઊઘડે ને તમને ધકેલી મૂકે છે ઘઉંવર્ણા કારાગારમાં
એ ઊઘડે છે ને તમને ટેવ પડે છે સ્પર્શની, સહવાસની,
જન્માંતરોની ઉઘાડવાસની
એ ઊઘડે છે ને દુન્યવી અને દારૂણ બની જાય છે હોવું
જે વસ્તુઓ ઊઘડે છે
કેવળ અંદરની તરફ
તે હોય છે કવિતા, ઈશ્વર અને મરણ.
=== ૭ પાછોતરા વરસાદમાં ===
બધા દેવદૂતો આજે ઊડાઊડ કરે છે,
તીતીઘોડા ને વાણિયાને વેશે વનરાજીમાં, રાજીખુશીથી
આ ક્ષણે રંગ બદલી શકતો નથી તે આ કાચિંડો
કોઈક જન્મે સ્વયં વરૂણ હતોઃ
બિલાડીના ટોપ તળે એની જાતકકથાઓ ક્લોરોફિલમાં ઓગળી રહી છે
તાજી જ જન્મેલી દેડકીની કુંડળીમાં ગોઠવાઈ ગયું છે ગ્રહમાન :
દેહસ્થાને ઠેકા લગ્નસ્થાને કેકા ને પનોતી? – હવડ કૂવાને પાયે
જળના રેલાએ રઘવાટામં પૂરી દીધું છે કીડિયારું
ને એ શરીરોની કીડિયાસેરથી ગોરાડુ માટીમાં મૃત્યુની રતાશ ઊમેરાઈ છે
હર્ષશોકથી નિરપેક્ષ છે એમનાં ઝાંઝરનો ઢગલો : તીણો ત્રંત્રંકાર તમરાંનો, –
લીલ બાઝેલા મરડિયા પર શમી ગયો છે ઝંઝારવ
ફૂદાંની ખરી પડેલી પાંખો જોઈને ડઘાઈ ગયેલા શબ્દો
આજે વધારે જોરથી વળગી પડ્યા છે અભિધાને
પંખી માત્રનાં પગ પલળીને એવા દીસે છે જાણે કૂણાંકોમળ દીંટાં ને
ડાળીઓને ન્હોર ભેરવી થિર થવા મથે છે લોહીની સગાઈ
બધાં પીછાં, ખબર નહીં શાથી, ઈમોશનલ થઈ જઈને,
પાંદડીઓ બની ગયાં છે
ને બધાં જ જીવજનાવરની તગતગતી આંખો પાણીનાં ટીપાં
પૃથ્વીના પેટમાંથી મનગમતી ભૂમિતિ ઉઠાવીને
વ્હાલેશરી વેલાઓ વેંત વેંત વધે છે
ચલાયમાન દૃષ્ટિની સાથે ચળી જાયછે ચંચળ ભાત,
પાંદડાંના કૅલિડોસ્કોપમાં
એક અજનબી બીજ પી ગયું છે લીલાગરનું એક બુંદ
તે એના પેટમાં લથડિયાં ખાય છે એક ઓળખીતું કલ્પવૃક્ષ, લયપૂર્વક
ગઈ રાતના તારાઓનું ડહોળું દ્રાવણ સંઘર્યું હોય
એવા ઉદાસ ચળકારા છે ચારે બાજુ ફેલાયેલાં ખાબોચિયાંમાં
ધનુષ્યની જેમ સવાર બપોર લગી લચી ગઈ છે પણ
હવામાં સાંજનો સનકારો વર્તાય છે
જાણે અજવાસને સમયનું ભાન જ નથી
ચટકો ભરીને હમણાં જ કોઈ જીવડું પગની પિંડીએ
ઊમળકાથી ઢીમણું કરી ગયું છે, એની કવિતા જેવી ખંજવાળ આવે છે
પ્રાચીન હસ્તલિખિત પોથીના પાનાંઓ જેવા
લેન્ડસ્કેપથી ભરેલા આ રસ્તે
હું આમ તો નીકળ્યો છું કશાક દુન્યવી કામે
ત્યાં, બે ખેતરવા છેટે, ગઈ કાલના વરસાદની પાછળ ચાલ્યા જતા જોઉં છું વાન્ગ વેઈ અને ર્‌યોકાનને
એટલે વળી જાઉં છું અહીંથી જ પાછો
=== ૮ બનારસ ડાયરી – કાવ્યગુચ્છમાંથી ===
==== બનારસ ડાયરી – ૬ ====
કપાસનું જીંડવું ફાટ્યું હોય
એવો પ્રફૂલ્લિત ચન્દ્ર ઉદય પામી રહ્યો હતો
કબીરના મસ્તક ઉપર.
મને થયુંઃ
ખરો ચન્દ્રમૌલિ તો આ બેઠો,
ચાંદનીના લીંપણવાળી ભીંતને અઢેલીને, –
કાશીવિશ્વનાથને તો લોકો નાહક એ નામે ખીજવે છે.
મેં કહ્યું : સાહેબ,
દિવસની તો મને થોડી થોડી ખબર પડે છે,
પણ આ રાત, – આ રાત તો મને બિલકુલ સમજાતી નથી.
તમરાંના અવાજના
આરોહ અવરોહના આધારે
આ રાત્રિની સરળતા અને કુટિલતાને સમજવાની છે, કબીરે કહ્યું
વનસ્પતિવિદ્‌, ફૂલદાનીનો સજવૈયો કે ઝાકળનાં ટીપાં
બધાં જ આ પાંદડાને લીલું સમજે છે.
લીલું અર્થાત્‌ ભાતભાતના લીલા રંગનું, લીલાપૂર્વક.
પણ જેવો ચન્દ્ર ઉદય પામે છે આકાશમાં
રાત્રિ છલકાય છે પોતાના વિશાળ પાત્રમાંથી
ને
પંખીનો કર્બુર, મધુકામિનીનો શ્વેત, થડનો કથ્થાઈ ને મનુષ્યનો ઘઉંવર્ણ
– અરે સ્વયં પાન પણ પોતાની ક્લોરોફિલીંગ્સ સમજી શકતું નથી –
બધાં જ ઓગળી જાય છે પોતપોતાના વિકારોમાં.
એટલે જાગરણના ઉજાસમાં આ રાત્રિને ધારી ધારીને જોયા કરવી
એ જ એકમાત્ર ઉપાય છે
રાત્રિને સમજવાનો.
ગાઢ થતા જતા અંધકારમાં
એ ક્ષણે એટલું તો આછુંપાતળું સમજાયું કે
મને દિવસ પણ સમજાતો નથી.
==== બનારસ ડાયરી – ૧૦ ====
મને
કોણ જાણે કેમ
પણ આકારો રચવા બહુ ગમે છે.
બચપણમાં કાગળ પર આડાઅવળા લીટા પાડીને
કિશોરવયમાં જળમાં આંગળી ઝબકોળીને
જરાક મોટો થયો ત્યારે
પવનમાં ઝીણી કાંકરીની જેમ મોગરાની કળી ફેંકીને
રચાતી ભાતીગળ રેખાઓ આસક્તિપૂર્વક જોયા કરતો.
જુવાનીમાં તો બીજનો ચન્દ્ર ઝટપટ
પૂર્ણિમાનો સ્તનાકાર ધારણ કરી લે
એ હદે રાત્રિના પ્રહર પર કેલિ-ગ્રાફી કરતો.
જોકે હજી આધેડવયે પણ મનમાં ભીને વાન મોનસુન નાખીને
સૂનમૂન બેઠો બેઠો
ઇન્દ્રવર્ણના ચાપ ચીતર્યાં કરું છું.
તો શું છે આ આકાર? ને શું છે આ આસક્તિ? – મેં પૂછ્‌યું.
હું તો જાણે હોઉં જ નહીં એમ
વણકરજી તો તલ્લીન હતા ખટ્‌ખટાખટ્‌ ખટ્‌ખટાખટ્‌
એક કાને સંભળાયેલો આ કોલાહલભર્યો સંસાર
બીજા કાનેથી સરકી જતો હતો બહાર.
વચમાં પરોઢિયાના રંગનો દોરો તૂટ્યો તે કાળજીપૂર્વક સાંધ્યો
મુરઘાની ટાંગ ને મુલ્લાંની બાંગને અલગ પાડતી ક્ષિતિજની લકીર તાણી
પછી દડબલામાંથી જુવારનો મુઠો ભરી કાશીનાં કબૂતરોને
ચણ નાખ્યા, બીજને સમજાવી પટાવીને બે પાંચ પાંદડીઓ ઉગાડી
સાંજ ઢળતાં જ બોબિન પર આખ્ખો દહાડો વીંટી લીધો
ને દીવેટે દીવેટે આચમની જેટલાં અજવાળાં ઉગાડ્યાં
ને એ સાથે જ દસાશ્વમેધ ઘાટે
હજાર હજાર તેજપાંખડીઓ બ્રહ્માંડાકારે ઘુમરાવા લાગી.
હું તો જાણે હોઉં જ નહીં એમ આ બધું જોવામાં તલ્લીન હતો.
ત્યાં અચાનક વણકરજીએ
આજે જ વણેલી એક ચાદર મારી સામે પાથરી :
એમાં કેસરી પરોઢિયું,
ક્ષિતિજની તિર્યક્‌ લકીર,
જુવારના ગોળાકાર દાણા, ત્રિકોણાકાર ચાંચુડીઓ,
પાંદડીના હૃદયાકાર બુટ્ટા ને અંડાકાર તેજવલય : સમગ્ર આકારસંહિતા
પરોઢ અને સંધ્યાના રંગોમાં વણાયેલી હતી
એ ચાદર ખંખેરી તો આકાશમાં ઉદીયમાન ગ્રહનક્ષત્રો, ભૂમિતિપૂર્વક,
બાસ્તા જેવી એ નિરાકાર ચાદર મારા ભણી ફેંકીને
વણકરે કહ્યું :
  જ્યોં કી ત્યોં ધર દીન્હી ચદરિયા


</poem>
=== ૯ ચન્દ્ર વિષે ચાટુક્તિઓ – કાવ્યગુચ્છમાંથી ===
 
 
==== ચન્દ્ર વિષે ચાટુક્તિઓ – ૧ ====
 
ન માગવાનું માગી બેસે છે
ક્યારેક કોઈ કવિ :
ભાષા પહેલાં તો મૂંઝાઈ મરે છે
પછી તરત એને જડી આવે છે
એ ચન્દ્રપટુને પટાવવાનો એક મિથીકલ નુસખો
જળ ભરેલી થાળીમાં ઊતરી આવે છે ચળકતું ચાંદરણુ
કવિ બની જાય છે પ્રસન્ન
ને ભાષા ધન્ન
પણ ખરી મુશ્કેલી હવે શરૂ થાય છે
 
જળ ભરેલી થાળીમાં ગોઠી ગયું છે
કૂપમંડૂક ચન્દ્રને
એ હવે આકાશમાં પાછો જવા તૈયાર નથી
 
ચન્દ્રનો ડૂચો કરીને આકાશમાં ફંગોળી દેવા
કવિ ચીડાઈને જળમાં હાથ ઝબોળે છે,
પણ એવું કરવાથી કૈં ચન્દ્ર હાથમાં આવતો નથી
ઊલટાનો
કવિ જરાક ચોળાઈ જાય છે
ભાષા જરાક ડહોળાઈ જાય છે
ને થાળમાં ખળભળે છે ખંડિત ઉજાસની ચબરખીઓ
ને એમ થતી રહે છે કવિતા
ચન્દ્ર વિષે ચાટુક્તિઓ – ૫
 
હજી પૂરો ચન્દ્રોદય પણ નથી થયો
 
પાંચમાં માળના ફ્લૅટની બારીમાંથી
એક આધેડ
જૂના ફિલમી ગીતની તરજ પર
લક્કડખોદની જેમ ફરમાઈશ કરે છે
એક બોલીવુડન ચન્દ્રની
ક્યાંક
થોડીક ઉપવાસી સ્ત્રીઓ
ચાળણી થઈ ગયેલા સંસારની આરપાર
અસંખ્ય પિક્સેલવાળા કોઈ પુરુષના ચહેરાની સાથે
અસંખ્ય પિક્સેલવાળા ચન્દ્રનો
કડવો કોલાજ રચવા મથે છે
ક્યાંક
કોઈ જીદ કરે છે
અવઢવમાં પડેલી ઈદની
તો ક્યાંક કોઈ યાચે છે
ચન્દ્રને મિષે મિષ્ટાકાર મોદકનો
ત્યારે
રિલીજીયસલી ઊગતા રહેલા ચન્દ્રને
રિલીજીયસલી ઊગવું પડે છે, ફરી ફરી, ના છૂટકે
 
હજી પૂરો ચન્દ્રોદય પણ નથી થયો
ને કબરમાં સિલેબસની સંકડાશે સૂતેલો
ગુજરાતીનો એક કવિ-અધ્યાપક
ઊર્મિમાંદ્ય સ્વરે
‘આજ મહારાજ જલ પર ઉદય જોઈને...’
એવું બબડે છે
 
 
 
ડાયીંગ ડિક્લેરેશનની જેમ
હું બારી બહાર દૃષ્ટિ ફેંકું છું
એક ચીની કવિતાની પોથી ખોલીને
એક ઠેકાણે આંગળી મૂકું છું :
‘જો, આને કહેવાય ચન્દ્ર...’
 
ફરમાઈશથી કંટાળી ગયેલો ચન્દ્ર
દુનિયાની ભીડને વિખેરવા મથે છે :
‘બારીબારણાં બંધ કરીને સૌ પોતપોતાના ઘેર જાવ
આજે ચન્દ્રગ્રહણ છે.’
 
==== ચન્દ્ર વિષે ચાટુક્તિઓ – ૬ ====
 
એ રઝળુ છે
દેશદેશાવર ખેડતો રહે છે
વણજવિહારી
 
ઉંબર કને ઉતારે છે પ્રવાસ-મલિન પગરખાં
જાણે પહાડો, નદીઓ, અરણ્યો, મરૂથળો
ને જનપદોના જીપ્સી અભરખા
વર્ષો બાદ પાછો ફર્યો છે એ
વિરહી,
હાશ! હવે ગિરહી
 
હળવે રહીને એ કાઢે છે
એના મેલાદાટ થેલામાંથી
એક ઉપહાર, પરણેતર માટે : મોંઘા મૂલનો પરદેશી ચન્દ્ર
 
 
ગૃહિણી પણ ખોલે છે એની સ્ત્રીધનનો દાબડો :
હળદરના ડાયવાળો, હીંગના વઘારની ગંધવાળો
આટલા દહાડા જતનથી સાચવી રાખેલો
 
સ્હેજ ચોળાયેલો
દેશી ચન્દ્ર.
 
અભિસારિકાની જેમ એ
ઘરના હિસાબની ડાયરીમાં
અડોઅડ દાબી દે છે બન્ને ચન્દ્ર
 
સકળ સૃષ્ટિ શમી ગઈ છે અંધકારના સમ પર
ચમકે છે કપૂરના ટૂકડા : તિલકકામોદના સ્વરો જેટલા શુદ્ધ
આ દ્વિતીય પ્રહરના તારકો
ઘરમાં
બેઠું છે આશ્લેષા નક્ષત્ર
ને બહાર નિશાટને નીકળ્યો છે એક સર્વદેશી ચન્દ્ર
 
આજે એનું ખાસ કશું કામ નથી
પૂનમ હોવા છતાં
એનું રોજીંદું મ્હો પડવા જેટલું પડી ગયું છે
 
==== ચન્દ્ર વિષે ચાટુક્તિઓ – ૯ ====
 
અમારે વૃદ્ધિ
અમારે ક્ષય : અમે સદાયે સૂતકી
અમારા અંગરાગ રાખોડી
રંગવિહોણી કાયા ને પરછાંઈ નરી ભભૂતકી
 
 
 
તમારા રવિભાણ સંપ્રદાયને તો
સાત રંગનો પિટારો ને કિરણકુમળી કૂંચી
નિત ઉદયઅસ્તના રંગહુલાસ
ને અરુણવર્ણ વર્ણાનુપ્રાસ
 
દ્વીજચન્દ્રને ઓછું આવે એ તો જાણે સમજી શકાય
પૂર્ણિમાના ચન્દ્રને ય રંગરાગની વાતે તો લાગી આવે છે
 
કોઈકે કહ્યું :
જા, મિલ ઉસ નુક્તા-નવાઝસે
હાસિલ કર ઉસકી રઝા-મંદી
વો ગજબનો તાંત્રિક હે : મુરાદ તેરી પૂરી કર દેગો
વો ગજબનો રંગરેઝ હે : ચૂનર તેરી રંગ દેગો
 
ભૂમિતિ બની જાય છે ભૂમા
ને ચન્દ્ર, એક વર્તુળ, ગઝલનુમા
રાતું
નારંગી
  કેસરી
પીત
 
આકુળવ્યાકુળ દિગંત શોધ્યા કરે છે
પ્રતિપદાથી પૂર્ણિમા પર્યંત
પણ
હવે ક્યાંય જડે એ, –
ઈહલોકનો ઈન્દુ
રઝાના રહસ્યલોકમાં જે કેવળ બિન્દુ