8,009
edits
No edit summary |
No edit summary |
||
Line 35: | Line 35: | ||
કરે છે તું પ્યાલામાં ખાલી સુરાહી, કરું છું હું પ્યાલા સુરાહીમાં ખાલી | કરે છે તું પ્યાલામાં ખાલી સુરાહી, કરું છું હું પ્યાલા સુરાહીમાં ખાલી | ||
{{Center|પુણ્યસ્મરણ : શૂન્ય પાલનપુરી }} | {{Center|પુણ્યસ્મરણ : શૂન્ય પાલનપુરી }} | ||
સુરાલયમાં સિજ્દાની મસ્તી અલગ છે અને રિન્દની ખાસ રસ્મો નિરાળી | સુરાલયમાં સિજ્દાની મસ્તી અલગ છે અને રિન્દની ખાસ રસ્મો નિરાળી | ||
કરે છે તું પ્યાલામાં ખાલી સુરાહી, અમે કરીએ પ્યાલા સુરાહીમાં ખાલી | કરે છે તું પ્યાલામાં ખાલી સુરાહી, અમે કરીએ પ્યાલા સુરાહીમાં ખાલી | ||
Line 62: | Line 61: | ||
છે બગલાની પાંખોનાં પહેરણ તમારાં, અમારી તો કફની કફનથી સવાઈ | છે બગલાની પાંખોનાં પહેરણ તમારાં, અમારી તો કફની કફનથી સવાઈ | ||
અમે માત્ર મુરશિદના મોંઢે ચડાવ્યા નફકરા નકારા ને મુફલિસ મવાલી | અમે માત્ર મુરશિદના મોંઢે ચડાવ્યા નફકરા નકારા ને મુફલિસ મવાલી | ||
</poem> | |||
=== ૩ === | |||
ફારશિયોના હરફ વસ્યા વિપ્રની વાણે | |||
ગઝલ રેખતા તરફ ગમતા દીઠા ગાણે | |||
પુણ્યસ્મરણ : કૃષ્ણરામ | |||
નિત્ય ઉપવાસી રહીને એ ભર્યા ભાણે વસ્યા છે | |||
જે તરસ ને તૃપ્તિની વચ્ચેનાં ઠેકાણે વસ્યા છે | |||
અજનબી છે પણ અચાનક જાણપ્હેચાણે વસ્યા છે | |||
ઠામઠેકાણુ નથી પણ ઠેકઠેકાણે વસ્યા છે | |||
મનહૃદય અણિયાળ જેની પળના એંધાણે વસ્યાં છે | |||
મર્મસ્થળ મધ્યે એ બારીકાઈથી બાણે વસ્યાં છે | |||
ફારશીયોના હરફ તે વિપ્રની વાણે વસ્યા છે | |||
ના, કલમકાગદ વિષે ના, એ સહજ પ્રાણે વસ્યા છે | |||
જે ગઝલ ને રેખતામાં દેશ પરમાણે વસ્યા છે | |||
કાફિયાનો વેશ પહેરીને ખરે ટાણે વસ્યા છે | |||
હા, જુગલબંધી જલાલુદ્દીન રૂમી સાથે કરીને | |||
જીભ પર સાક્ષાત્ માતા સરસતી જાણે વસ્યાં છે | |||
ખોજમાં નીકળ્યા હતા જે કોઈ આદિ શબ્દની તે | |||
ગૂજરાતીથી લઈને ઠેઠ ગિર્વાણે વસ્યા છે | |||
લડખડે તો એનું મયખાનું જ મસ્જિદ થઈ જવાનું | |||
જેના પેગંબર લીલીછમ દ્રાક્ષના દાણે વસ્યા છે | |||
એમની પાસે નથી એકે ય તે અંગત ચહેરો | |||
જે સ્વયંનાં કૈં પ્રતિબિંબોનાં પોલાણે વસ્યા છે | |||
ફાટશે ના ફીટશે રંગત જરીકે આ પટોળે | |||
રંગરસિયા તરબતર તાણે અને વાણે વસ્યા છે | |||
આપણી સંકુલ કથાના એ જ છે નાયક મહોદય | |||
તે છતાં તે હાંસિયામાં સાવ કોરાણે વસ્યા છે | |||
આખરી ઈચ્છા આ બોધિવૃક્ષની નિષ્પર્ણતા છે | |||
એ ખરેખર પાનખર-સોંસરવા નિર્વાણે વસ્યા છે | |||
મુરશિદે એવો તો હાકોટો કર્યો કે ભડ બધા યે | |||
પાળિયેથી ફટ્ટ બેઠા થઈને ધિંગાણે વસ્યા છે | |||
=== ૪ પંખીપદારથ === | |||
હજાર પાન | |||
હજાર ફૂલ હજાર ફળ | |||
હજાર હાથવાળું વૃક્ષ ઊભું છે | |||
ને એની એકાદ હથેળીમાં હાજર છે | |||
એક પંખી | |||
એટલું બધું જીવંત | |||
કે મૃતક જેટલું સ્થિર | |||
પંખીને મિષે પૂછી શકાત વ્યાજબી પ્રશ્નો | |||
યાયાવરીનાં અથવા યુયુત્સાનાં | |||
પરંતુ ગુરૂ તો પૂછે છે સાવ સરળ પ્રશ્ન | |||
ધનુર્ધરને : તને શું દેખાય છે, વત્સ? | |||
વૃક્ષ? ડાળ? પાંદ? ફૂલ? ફળ? પંખી? ... | |||
તંગ બનશે પ્રત્યંચા | |||
એક પછી એક, સૌ સાધશે નિશાન, એકાગ્રતાપૂર્વક | |||
સૌને ખબર છે : | |||
જેને દેખાશે પૂરેપૂરા પંખી સાથે પૂરેપૂરું વૃક્ષ તે થશે પારધી | |||
જેને દેખાશે પૂરેપૂરા પંખી સાથે પૂરેપૂરાં પાંદડાં તે થશે વ્યાપારી | |||
જેને દેખાશે પૂરેપૂરા પંખી સાથે પૂરેપૂરાં પક્વ ફળ તે થશે ગૃહસ્થ | |||
જેને દેખાશે પૂરેપૂરા પંખી સાથે પૂરેપૂરું પુષ્પ તે થશે પ્રણયી | |||
જેને દેખાશે કેવળ પંખી તે થશે એકાકી | |||
જેને દેખાશે કેવળ પંખીની આંખ તે થશે જોગી | |||
પરંતુ | |||
કેવળ પંખીને જ પૂરેપૂરી ખબર છે કે | |||
જે જોઈ શકશે પંખીની આંખમાં સ્વયંની છબિ | |||
એ જ બનશે બાણાવળી | |||
જે સ્વયં હશે વિદ્ધ | |||
તે જ કરશે સિદ્ધ | |||
શરસંઘાન | |||
હજાર હજાર હાથાવાળા વૃક્ષની | |||
હજાર હજાર હથેળી પર | |||
હજાર હજાર અભયમુદ્રા ધરીને | |||
પંખી તો બસ હાજર છે | |||
અણીની પળે | |||
=== ૫ પોણા બે વીઘાના ખેતરવાળા માણસનો અહેવાલ === | |||
એની કને | |||
પોણા બે વીઘાનું ખેતર હતું. | |||
વાડમાં ચિભડાં, એક બે છીંડાં, શરાફનાં મીંડાં | |||
સાત બારનો એક ઉતારો ને આખા ગામનો ઉતાર તલાટી હતો | |||
બધાંયને હોય એમ એને ય હતાં, બાયડી છોકરાં. | |||
બે બાખડી ભેંસો, પેટનું જૂનું દરદ, | |||
પચ્ચી ફૂટનાં આંતરડાં, આવડી અમથી જઠર ને કંકાસિયો કૂવો. | |||
મવડાની પોટલી ચડાવીને એ ધૂણ્યા કરતો, માતાજીનો ભૂવો. | |||
રોજ રાત પડે ત્યારે | |||
કણસરી દેવી આવીને | |||
સાવ નાગડી થઈને એની દૂંટીમાં ફેરફૂંદરડી ખાય છે | |||
એની જઠરમાં આજ લગી જેટલું ધાન ઓર્યું છે | |||
એ બધાંમાંથી આખી રાત ફણગા ફૂટ્યા કરે છે, છોડવા ઊંચા વધતા જાય છે | |||
ડૂંડા ને ડોડા બેસે છે | |||
ને ભૂખી ભૂંજરવાડનાં ડોઝરાં ને ડૂંડ ભરાઈ જાય છે. | |||
પણ કમબખત સવાર પડે છે ને બધાંને હગવા જવું પડે છે | |||
ને બધું કર્યું કારવ્યું ધૂળમાં મળી જાય છે. | |||
સાચું ખોટું તો રામ જાણે, – | |||
એના દાદા કહેતાં કે એમના જમાનામાં | |||
જાડી વડવાઈઓ જેવો વરસાદ પડતો | |||
ને એને પકડીને હીંચકા ખાવાની એવી તો લ્હેર પડતી. | |||
દાદો મારો હાળો એક નંબરનો ગપોડી | |||
બળદિયાની જેમ હાંક્યા કરતો હશે ટાઢા પ્હોરની. | |||
અત્યારે તો પાછલી ઓરડીમાં બાવાં બાઝતાં હોય એમ વાદળાં બાઝ્યાં છે. | |||
એ હાથ વીંઝે છે | |||
એના દાદાના જમાનાની વડવાઈઓ | |||
હજી એવી ને એવી લટક્યા કરે છે | |||
જો કે થઈ ગઈ ચે સૂકીભઠ, પણ છે મજબૂત, વાંધો નૈં આવે. | |||
વરસાદની એક કોરી ધારને એ મફલરની જેમ વીંટાળે છે | |||
ને દાદો આવીને એને એ... યે... ને એક મોટો હિંચકો ખવડાવે છે. | |||
એક વાત કહી દઉં, છેલ્લી : | |||
મોડી સાંજે અંધારું એને કૂતરાની જેમ સૂંઘતું હતું ને | |||
ક્યાસ કાઢતા પાંચ પડછાયાઓની ફરતે | |||
ટોળે વળ્યું હતું આખું ગામ | |||
ઉપર વદ ચૌદશિયો ચન્દ્ર ખીલી રહ્યો હતો | |||
ત્યારે બેચાર લંગોટિયા દોસ્તદારો | |||
એની આ તરકીબ પર આફરીન થઈને | |||
હાથ વીંઝતા હતા : | |||
લ્હેર પડી જાય જો એકાદી વડવાઈ હાથમાં આવી જાય તો... | |||
ને હા, એક બીજી વાત, – | |||
એનો દાદો ગપોડી નહોતો. | |||
=== ૬ ઊઘડવા વિષે ચિંતન === | |||
કશુંક ઉઘાડું જ રહે છે | |||
કટાયેલા ઉજાગરાવાળું અથવા મિજાગરાવાળું | |||
કશુંક ઉઘાડવું પડે છે આંસુ અથવા તેલ ઊંજીને | |||
ને કશુંક | |||
જૂના સંચના ચોરખાના જેવું | |||
ઉઘાડવાના લાખ પ્રયત્ન છતાં ઊઘડતું નથી | |||
જે વસ્તુ વાખેલી નથી એને ઉઘાડવાની નોબત આવે છે. ક્યારેક. | |||
દાખલા તરીકે : ચીતરેલું તાળું | |||
સૌનો સ્પષ્ટ અભિપ્રાય હોય છે કે | |||
એ ફટ્ટ કરતુંક ઊઘડી જશે ચીતરેલી ચાવીથી | |||
પણ એ રીતે તો | |||
સમસ્યા બેવડ વળી જાય છેઃ સૌ શોધાશોધ કરવા મંડી પડે છે | |||
ચીતરેલા તાળાની ચાવી | |||
અથવા ચીતરેલી ચાવીથી ઊઘડી શકે એવું તાળું | |||
અથવા બન્ને | |||
છેવટે બચે છે એક જ વિકલ્પ : પરોવી દો એને | |||
ચીતરેલી ચાવીઓના ચીતરેલા ઝૂડામાં | |||
ભવિષ્યમાં કોઈ અકળ અને અનુકૂળ તાળું ઉઘાડવાની ગણત્રીથી | |||
ઘણીવાર જૂના પ્રેમપ્રકરણની જેમ | |||
અડધી ઉઘાડી રહી જાય છે કોઈ બારી | |||
ઉઘાડી હોવા છતાં એને કેમે ય કરીને ઉઘાડી શકાતી નથી | |||
ને મગદૂર છે કોઈની કે એને બંધ કરે? | |||
ઉઘાડવા જતાં ઉઘાડા પાડી દે છે કેટલીક વસ્તુઓ | |||
ને તેથી જ | |||
જાંઘ અને જીવનચરિત્ર જેટલી પોતીકી હોવા છતાં | |||
એમને ઉઘાડવાની હિંમત ચાલતી નથી | |||
પૃથ્વીની અર્ધીપર્ધી નકલ ઉતારતી હોય તે રીતે | |||
ઊઘડે છે એકવડા બાંધાની શ્યામળી છત્રી | |||
ને પોકારે છે બંડ આકાશની શ્યામલતા સામે | |||
ઉત્તર તરફ ઊઘડતું બીજ અને બુંદ ઓસનું | |||
ધીરેધીરે કરે છે આરોહણ મોક્ષ તરફ | |||
મરસિયા વિનાનું શાંત મરણ ધારણ કરીને | |||
સખીદાતારના દક્ષિણ કરની જેમ | |||
મેઘ અને મેદુર પયોધર ઊઘડે છે દક્ષિણ દિશા પ્રતિ, | |||
જાણે અનુકંપાનો અવરોહ | |||
દેખીતી રીતે ઉત્તર તરફ ઊઘડેલી વસ્તુઓ પણ | |||
ઊઘડતી હોય છે દક્ષિણ તરફ | |||
કુટિલતાપૂર્વક | |||
ત્યારે એકત્રિત થાય છે દુરિત ચાળણીમાં | |||
દશે દિશામાં ઊઘડી જાય છે તે કંઠ હોય છે | |||
અથવા સૂર્ય અથવા ચન્દ્ર અથવા ફૂલ અથવા પ્રેમ અથવા વિરહ | |||
ઈંડું અને ઇચ્છા | |||
ઊઘડે છે કેવળ બહારની તરફ | |||
એ ઘડે છે સ્વયંને, ઊઘડે છે અને ઉઘાડનારને હિસ્સેદાર બનાવી મૂકે છે | |||
પડળ, પિંડ અને પીડાનું | |||
અંદર બહાર બન્ને તરફ ઊઘડતી | |||
પેલી ગુહ્ય વસ્તુઓઃ ઘરગૃહસ્થી અને યોનિ – | |||
એ ઊઘડે ને તમને ધકેલી મૂકે છે ઘઉંવર્ણા કારાગારમાં | |||
એ ઊઘડે છે ને તમને ટેવ પડે છે સ્પર્શની, સહવાસની, | |||
જન્માંતરોની ઉઘાડવાસની | |||
એ ઊઘડે છે ને દુન્યવી અને દારૂણ બની જાય છે હોવું | |||
જે વસ્તુઓ ઊઘડે છે | |||
કેવળ અંદરની તરફ | |||
તે હોય છે કવિતા, ઈશ્વર અને મરણ. | |||
=== ૭ પાછોતરા વરસાદમાં === | |||
બધા દેવદૂતો આજે ઊડાઊડ કરે છે, | |||
તીતીઘોડા ને વાણિયાને વેશે વનરાજીમાં, રાજીખુશીથી | |||
આ ક્ષણે રંગ બદલી શકતો નથી તે આ કાચિંડો | |||
કોઈક જન્મે સ્વયં વરૂણ હતોઃ | |||
બિલાડીના ટોપ તળે એની જાતકકથાઓ ક્લોરોફિલમાં ઓગળી રહી છે | |||
તાજી જ જન્મેલી દેડકીની કુંડળીમાં ગોઠવાઈ ગયું છે ગ્રહમાન : | |||
દેહસ્થાને ઠેકા લગ્નસ્થાને કેકા ને પનોતી? – હવડ કૂવાને પાયે | |||
જળના રેલાએ રઘવાટામં પૂરી દીધું છે કીડિયારું | |||
ને એ શરીરોની કીડિયાસેરથી ગોરાડુ માટીમાં મૃત્યુની રતાશ ઊમેરાઈ છે | |||
હર્ષશોકથી નિરપેક્ષ છે એમનાં ઝાંઝરનો ઢગલો : તીણો ત્રંત્રંકાર તમરાંનો, – | |||
લીલ બાઝેલા મરડિયા પર શમી ગયો છે ઝંઝારવ | |||
ફૂદાંની ખરી પડેલી પાંખો જોઈને ડઘાઈ ગયેલા શબ્દો | |||
આજે વધારે જોરથી વળગી પડ્યા છે અભિધાને | |||
પંખી માત્રનાં પગ પલળીને એવા દીસે છે જાણે કૂણાંકોમળ દીંટાં ને | |||
ડાળીઓને ન્હોર ભેરવી થિર થવા મથે છે લોહીની સગાઈ | |||
બધાં પીછાં, ખબર નહીં શાથી, ઈમોશનલ થઈ જઈને, | |||
પાંદડીઓ બની ગયાં છે | |||
ને બધાં જ જીવજનાવરની તગતગતી આંખો પાણીનાં ટીપાં | |||
પૃથ્વીના પેટમાંથી મનગમતી ભૂમિતિ ઉઠાવીને | |||
વ્હાલેશરી વેલાઓ વેંત વેંત વધે છે | |||
ચલાયમાન દૃષ્ટિની સાથે ચળી જાયછે ચંચળ ભાત, | |||
પાંદડાંના કૅલિડોસ્કોપમાં | |||
એક અજનબી બીજ પી ગયું છે લીલાગરનું એક બુંદ | |||
તે એના પેટમાં લથડિયાં ખાય છે એક ઓળખીતું કલ્પવૃક્ષ, લયપૂર્વક | |||
ગઈ રાતના તારાઓનું ડહોળું દ્રાવણ સંઘર્યું હોય | |||
એવા ઉદાસ ચળકારા છે ચારે બાજુ ફેલાયેલાં ખાબોચિયાંમાં | |||
ધનુષ્યની જેમ સવાર બપોર લગી લચી ગઈ છે પણ | |||
હવામાં સાંજનો સનકારો વર્તાય છે | |||
જાણે અજવાસને સમયનું ભાન જ નથી | |||
ચટકો ભરીને હમણાં જ કોઈ જીવડું પગની પિંડીએ | |||
ઊમળકાથી ઢીમણું કરી ગયું છે, એની કવિતા જેવી ખંજવાળ આવે છે | |||
પ્રાચીન હસ્તલિખિત પોથીના પાનાંઓ જેવા | |||
લેન્ડસ્કેપથી ભરેલા આ રસ્તે | |||
હું આમ તો નીકળ્યો છું કશાક દુન્યવી કામે | |||
ત્યાં, બે ખેતરવા છેટે, ગઈ કાલના વરસાદની પાછળ ચાલ્યા જતા જોઉં છું વાન્ગ વેઈ અને ર્યોકાનને | |||
એટલે વળી જાઉં છું અહીંથી જ પાછો | |||
=== ૮ બનારસ ડાયરી – કાવ્યગુચ્છમાંથી === | |||
==== બનારસ ડાયરી – ૬ ==== | |||
કપાસનું જીંડવું ફાટ્યું હોય | |||
એવો પ્રફૂલ્લિત ચન્દ્ર ઉદય પામી રહ્યો હતો | |||
કબીરના મસ્તક ઉપર. | |||
મને થયુંઃ | |||
ખરો ચન્દ્રમૌલિ તો આ બેઠો, | |||
ચાંદનીના લીંપણવાળી ભીંતને અઢેલીને, – | |||
કાશીવિશ્વનાથને તો લોકો નાહક એ નામે ખીજવે છે. | |||
મેં કહ્યું : સાહેબ, | |||
દિવસની તો મને થોડી થોડી ખબર પડે છે, | |||
પણ આ રાત, – આ રાત તો મને બિલકુલ સમજાતી નથી. | |||
તમરાંના અવાજના | |||
આરોહ અવરોહના આધારે | |||
આ રાત્રિની સરળતા અને કુટિલતાને સમજવાની છે, કબીરે કહ્યું | |||
વનસ્પતિવિદ્, ફૂલદાનીનો સજવૈયો કે ઝાકળનાં ટીપાં | |||
બધાં જ આ પાંદડાને લીલું સમજે છે. | |||
લીલું અર્થાત્ ભાતભાતના લીલા રંગનું, લીલાપૂર્વક. | |||
પણ જેવો ચન્દ્ર ઉદય પામે છે આકાશમાં | |||
રાત્રિ છલકાય છે પોતાના વિશાળ પાત્રમાંથી | |||
ને | |||
પંખીનો કર્બુર, મધુકામિનીનો શ્વેત, થડનો કથ્થાઈ ને મનુષ્યનો ઘઉંવર્ણ | |||
– અરે સ્વયં પાન પણ પોતાની ક્લોરોફિલીંગ્સ સમજી શકતું નથી – | |||
બધાં જ ઓગળી જાય છે પોતપોતાના વિકારોમાં. | |||
એટલે જાગરણના ઉજાસમાં આ રાત્રિને ધારી ધારીને જોયા કરવી | |||
એ જ એકમાત્ર ઉપાય છે | |||
રાત્રિને સમજવાનો. | |||
ગાઢ થતા જતા અંધકારમાં | |||
એ ક્ષણે એટલું તો આછુંપાતળું સમજાયું કે | |||
મને દિવસ પણ સમજાતો નથી. | |||
==== બનારસ ડાયરી – ૧૦ ==== | |||
મને | |||
કોણ જાણે કેમ | |||
પણ આકારો રચવા બહુ ગમે છે. | |||
બચપણમાં કાગળ પર આડાઅવળા લીટા પાડીને | |||
કિશોરવયમાં જળમાં આંગળી ઝબકોળીને | |||
જરાક મોટો થયો ત્યારે | |||
પવનમાં ઝીણી કાંકરીની જેમ મોગરાની કળી ફેંકીને | |||
રચાતી ભાતીગળ રેખાઓ આસક્તિપૂર્વક જોયા કરતો. | |||
જુવાનીમાં તો બીજનો ચન્દ્ર ઝટપટ | |||
પૂર્ણિમાનો સ્તનાકાર ધારણ કરી લે | |||
એ હદે રાત્રિના પ્રહર પર કેલિ-ગ્રાફી કરતો. | |||
જોકે હજી આધેડવયે પણ મનમાં ભીને વાન મોનસુન નાખીને | |||
સૂનમૂન બેઠો બેઠો | |||
ઇન્દ્રવર્ણના ચાપ ચીતર્યાં કરું છું. | |||
તો શું છે આ આકાર? ને શું છે આ આસક્તિ? – મેં પૂછ્યું. | |||
હું તો જાણે હોઉં જ નહીં એમ | |||
વણકરજી તો તલ્લીન હતા ખટ્ખટાખટ્ ખટ્ખટાખટ્ | |||
એક કાને સંભળાયેલો આ કોલાહલભર્યો સંસાર | |||
બીજા કાનેથી સરકી જતો હતો બહાર. | |||
વચમાં પરોઢિયાના રંગનો દોરો તૂટ્યો તે કાળજીપૂર્વક સાંધ્યો | |||
મુરઘાની ટાંગ ને મુલ્લાંની બાંગને અલગ પાડતી ક્ષિતિજની લકીર તાણી | |||
પછી દડબલામાંથી જુવારનો મુઠો ભરી કાશીનાં કબૂતરોને | |||
ચણ નાખ્યા, બીજને સમજાવી પટાવીને બે પાંચ પાંદડીઓ ઉગાડી | |||
સાંજ ઢળતાં જ બોબિન પર આખ્ખો દહાડો વીંટી લીધો | |||
ને દીવેટે દીવેટે આચમની જેટલાં અજવાળાં ઉગાડ્યાં | |||
ને એ સાથે જ દસાશ્વમેધ ઘાટે | |||
હજાર હજાર તેજપાંખડીઓ બ્રહ્માંડાકારે ઘુમરાવા લાગી. | |||
હું તો જાણે હોઉં જ નહીં એમ આ બધું જોવામાં તલ્લીન હતો. | |||
ત્યાં અચાનક વણકરજીએ | |||
આજે જ વણેલી એક ચાદર મારી સામે પાથરી : | |||
એમાં કેસરી પરોઢિયું, | |||
ક્ષિતિજની તિર્યક્ લકીર, | |||
જુવારના ગોળાકાર દાણા, ત્રિકોણાકાર ચાંચુડીઓ, | |||
પાંદડીના હૃદયાકાર બુટ્ટા ને અંડાકાર તેજવલય : સમગ્ર આકારસંહિતા | |||
પરોઢ અને સંધ્યાના રંગોમાં વણાયેલી હતી | |||
એ ચાદર ખંખેરી તો આકાશમાં ઉદીયમાન ગ્રહનક્ષત્રો, ભૂમિતિપૂર્વક, | |||
બાસ્તા જેવી એ નિરાકાર ચાદર મારા ભણી ફેંકીને | |||
વણકરે કહ્યું : | |||
જ્યોં કી ત્યોં ધર દીન્હી ચદરિયા | |||
=== ૯ ચન્દ્ર વિષે ચાટુક્તિઓ – કાવ્યગુચ્છમાંથી === | |||
==== ચન્દ્ર વિષે ચાટુક્તિઓ – ૧ ==== | |||
ન માગવાનું માગી બેસે છે | |||
ક્યારેક કોઈ કવિ : | |||
ભાષા પહેલાં તો મૂંઝાઈ મરે છે | |||
પછી તરત એને જડી આવે છે | |||
એ ચન્દ્રપટુને પટાવવાનો એક મિથીકલ નુસખો | |||
જળ ભરેલી થાળીમાં ઊતરી આવે છે ચળકતું ચાંદરણુ | |||
કવિ બની જાય છે પ્રસન્ન | |||
ને ભાષા ધન્ન | |||
પણ ખરી મુશ્કેલી હવે શરૂ થાય છે | |||
જળ ભરેલી થાળીમાં ગોઠી ગયું છે | |||
કૂપમંડૂક ચન્દ્રને | |||
એ હવે આકાશમાં પાછો જવા તૈયાર નથી | |||
ચન્દ્રનો ડૂચો કરીને આકાશમાં ફંગોળી દેવા | |||
કવિ ચીડાઈને જળમાં હાથ ઝબોળે છે, | |||
પણ એવું કરવાથી કૈં ચન્દ્ર હાથમાં આવતો નથી | |||
ઊલટાનો | |||
કવિ જરાક ચોળાઈ જાય છે | |||
ભાષા જરાક ડહોળાઈ જાય છે | |||
ને થાળમાં ખળભળે છે ખંડિત ઉજાસની ચબરખીઓ | |||
ને એમ થતી રહે છે કવિતા | |||
ચન્દ્ર વિષે ચાટુક્તિઓ – ૫ | |||
હજી પૂરો ચન્દ્રોદય પણ નથી થયો | |||
પાંચમાં માળના ફ્લૅટની બારીમાંથી | |||
એક આધેડ | |||
જૂના ફિલમી ગીતની તરજ પર | |||
લક્કડખોદની જેમ ફરમાઈશ કરે છે | |||
એક બોલીવુડન ચન્દ્રની | |||
ક્યાંક | |||
થોડીક ઉપવાસી સ્ત્રીઓ | |||
ચાળણી થઈ ગયેલા સંસારની આરપાર | |||
અસંખ્ય પિક્સેલવાળા કોઈ પુરુષના ચહેરાની સાથે | |||
અસંખ્ય પિક્સેલવાળા ચન્દ્રનો | |||
કડવો કોલાજ રચવા મથે છે | |||
ક્યાંક | |||
કોઈ જીદ કરે છે | |||
અવઢવમાં પડેલી ઈદની | |||
તો ક્યાંક કોઈ યાચે છે | |||
ચન્દ્રને મિષે મિષ્ટાકાર મોદકનો | |||
ત્યારે | |||
રિલીજીયસલી ઊગતા રહેલા ચન્દ્રને | |||
રિલીજીયસલી ઊગવું પડે છે, ફરી ફરી, ના છૂટકે | |||
હજી પૂરો ચન્દ્રોદય પણ નથી થયો | |||
ને કબરમાં સિલેબસની સંકડાશે સૂતેલો | |||
ગુજરાતીનો એક કવિ-અધ્યાપક | |||
ઊર્મિમાંદ્ય સ્વરે | |||
‘આજ મહારાજ જલ પર ઉદય જોઈને...’ | |||
એવું બબડે છે | |||
ડાયીંગ ડિક્લેરેશનની જેમ | |||
હું બારી બહાર દૃષ્ટિ ફેંકું છું | |||
એક ચીની કવિતાની પોથી ખોલીને | |||
એક ઠેકાણે આંગળી મૂકું છું : | |||
‘જો, આને કહેવાય ચન્દ્ર...’ | |||
ફરમાઈશથી કંટાળી ગયેલો ચન્દ્ર | |||
દુનિયાની ભીડને વિખેરવા મથે છે : | |||
‘બારીબારણાં બંધ કરીને સૌ પોતપોતાના ઘેર જાવ | |||
આજે ચન્દ્રગ્રહણ છે.’ | |||
==== ચન્દ્ર વિષે ચાટુક્તિઓ – ૬ ==== | |||
એ રઝળુ છે | |||
દેશદેશાવર ખેડતો રહે છે | |||
વણજવિહારી | |||
ઉંબર કને ઉતારે છે પ્રવાસ-મલિન પગરખાં | |||
જાણે પહાડો, નદીઓ, અરણ્યો, મરૂથળો | |||
ને જનપદોના જીપ્સી અભરખા | |||
વર્ષો બાદ પાછો ફર્યો છે એ | |||
વિરહી, | |||
હાશ! હવે ગિરહી | |||
હળવે રહીને એ કાઢે છે | |||
એના મેલાદાટ થેલામાંથી | |||
એક ઉપહાર, પરણેતર માટે : મોંઘા મૂલનો પરદેશી ચન્દ્ર | |||
ગૃહિણી પણ ખોલે છે એની સ્ત્રીધનનો દાબડો : | |||
હળદરના ડાયવાળો, હીંગના વઘારની ગંધવાળો | |||
આટલા દહાડા જતનથી સાચવી રાખેલો | |||
સ્હેજ ચોળાયેલો | |||
દેશી ચન્દ્ર. | |||
અભિસારિકાની જેમ એ | |||
ઘરના હિસાબની ડાયરીમાં | |||
અડોઅડ દાબી દે છે બન્ને ચન્દ્ર | |||
સકળ સૃષ્ટિ શમી ગઈ છે અંધકારના સમ પર | |||
ચમકે છે કપૂરના ટૂકડા : તિલકકામોદના સ્વરો જેટલા શુદ્ધ | |||
આ દ્વિતીય પ્રહરના તારકો | |||
ઘરમાં | |||
બેઠું છે આશ્લેષા નક્ષત્ર | |||
ને બહાર નિશાટને નીકળ્યો છે એક સર્વદેશી ચન્દ્ર | |||
આજે એનું ખાસ કશું કામ નથી | |||
પૂનમ હોવા છતાં | |||
એનું રોજીંદું મ્હો પડવા જેટલું પડી ગયું છે | |||
==== ચન્દ્ર વિષે ચાટુક્તિઓ – ૯ ==== | |||
અમારે વૃદ્ધિ | |||
અમારે ક્ષય : અમે સદાયે સૂતકી | |||
અમારા અંગરાગ રાખોડી | |||
રંગવિહોણી કાયા ને પરછાંઈ નરી ભભૂતકી | |||
તમારા રવિભાણ સંપ્રદાયને તો | |||
સાત રંગનો પિટારો ને કિરણકુમળી કૂંચી | |||
નિત ઉદયઅસ્તના રંગહુલાસ | |||
ને અરુણવર્ણ વર્ણાનુપ્રાસ | |||
દ્વીજચન્દ્રને ઓછું આવે એ તો જાણે સમજી શકાય | |||
પૂર્ણિમાના ચન્દ્રને ય રંગરાગની વાતે તો લાગી આવે છે | |||
કોઈકે કહ્યું : | |||
જા, મિલ ઉસ નુક્તા-નવાઝસે | |||
હાસિલ કર ઉસકી રઝા-મંદી | |||
વો ગજબનો તાંત્રિક હે : મુરાદ તેરી પૂરી કર દેગો | |||
વો ગજબનો રંગરેઝ હે : ચૂનર તેરી રંગ દેગો | |||
ભૂમિતિ બની જાય છે ભૂમા | |||
ને ચન્દ્ર, એક વર્તુળ, ગઝલનુમા | |||
રાતું | |||
નારંગી | |||
કેસરી | |||
પીત | |||
આકુળવ્યાકુળ દિગંત શોધ્યા કરે છે | |||
પ્રતિપદાથી પૂર્ણિમા પર્યંત | |||
પણ | |||
હવે ક્યાંય જડે એ, – | |||
ઈહલોકનો ઈન્દુ | |||
રઝાના રહસ્યલોકમાં જે કેવળ બિન્દુ |