સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – સુન્દરમ્‌/સમર્થ અને સમભાવશીલ વિવેચક સુન્દરમ્‌: Difference between revisions

+૧
(+૧)
 
(+૧)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|સમર્થ અને સમભાવશીલ વિવેચક સુન્દરમ્‌|– કેસર મકવાણા}}

{{Poem2Open}}
{{Poem2Open}}
ગાંધીયુગના સમર્થકવિ-વાર્તાકાર સુન્દરમ્‌ જેટલા મોટાં ગજાના સર્જક છે, એટલા જ સમર્થ વિવેચક પણ છે. સંખ્યા અને ગુણની દૃષ્ટિએ એમનું વિવેચનકાર્ય સમૃદ્ધ છે. એમની પાસેથી સાહિત્યવિવેચનના ત્રણ ગ્રંથો મળે છે : ૧. ‘અર્વાચીન કવિતા’ (૧૯૪૬), ૨. ‘અવલોકના’ (૧૯૬૫) અને ૩. ‘સાહિત્ય ચિંતન’ (૧૯૭૮). આ ત્રણે ગ્રંથોમાં ‘સુન્દરમ્‌’નું વિવેચનકાર્ય સમાયેલું છે. ‘સુન્દરમ્‌’ની વિવેચનયાત્રા વિદ્યાપીઠની વિદ્યાર્થી અવસ્થામાં પુસ્તકોના પ્રતિભાવો-અવલોકનો રૂપે શરૂ થઈ હતી. એક સારા ભાવક તરીકે વિવેચના તરફ વળેલા સુન્દરમ્‌ પછીથી સાહિત્યનાં ઊંડા અભ્યાસુ અને ચિંતક તરીકે વિકસે છે. એમનાં વિવેચનોમાં ઊંડાણ અને ગાંભીર્ય હોવા છતાં પાંડિત્ય અને વિદ્વતાનો ભાર વરતાતો નથી. બલ્કે ઘણીવાર એમના વિવેચનો લલિતનિબંધ જેવા રસાવહ અને આકર્ષક બને છે.