33,539
edits
(+૧) |
No edit summary |
||
| Line 14: | Line 14: | ||
‘સુન્દરમ્’ વિષયક સુરેશ દલાલ સંપાદિત ‘તપોવન’ ગ્રંથમાં ‘સુન્દરમ્’ના ‘અવલોકના’ની અવલોકના કરતાં ભુપેન્દ્ર ઉપાધ્યાય સુન્દરમ્ની વિવેચનાના પોતીકા ગુણોને આ રીતે પ્રમાણે છે : “સુન્દરમ્ એવી અનુકૂળ પરિસ્થિતિમાં છે કે એમની વિવેચનપ્રવૃત્તિને કેટલાક છાંટા નથી ઊડ્યા. સદ્ભાગ્યે એ અધ્યાપક નથી એટલે એમનું વિવેચન પૃથક્કરણ પાંડિત્ય અને અધ્યયન માટેના અનિવાર્ય પ્રસ્તારથી બચી ગયું. એ પત્રકાર કે વ્યવસાયી અવલોકન લખનારા નથી એટલે ઉપરછલ્લાપણું કે નાનીમોટી ગણતરીથી એમનું વિવેચન અલિપ્ત રહી શક્યું છે. એ સર્જક ખરા, પણ વિવેચન દ્વારા પોતાની સર્જનપ્રવૃત્તિની સાર્થકતા પૂરવાર કરવાની કપરી ફરજમાંથી ઉગરી ગયેલા અને છતાં ‘સુન્દરમ્’ની વિવેચનપ્રવૃત્તિમાં સંવેદન અનુભવતા સર્જક, રસ અને અભ્યાસની આરાધના કરતા અધ્યાપક અને વિવિધ સાહિત્યપ્રવૃત્તિના પ્રવાહોનો પરિચય અને સમજ આપનાર પત્રકાર દેખાય છે.” | ‘સુન્દરમ્’ વિષયક સુરેશ દલાલ સંપાદિત ‘તપોવન’ ગ્રંથમાં ‘સુન્દરમ્’ના ‘અવલોકના’ની અવલોકના કરતાં ભુપેન્દ્ર ઉપાધ્યાય સુન્દરમ્ની વિવેચનાના પોતીકા ગુણોને આ રીતે પ્રમાણે છે : “સુન્દરમ્ એવી અનુકૂળ પરિસ્થિતિમાં છે કે એમની વિવેચનપ્રવૃત્તિને કેટલાક છાંટા નથી ઊડ્યા. સદ્ભાગ્યે એ અધ્યાપક નથી એટલે એમનું વિવેચન પૃથક્કરણ પાંડિત્ય અને અધ્યયન માટેના અનિવાર્ય પ્રસ્તારથી બચી ગયું. એ પત્રકાર કે વ્યવસાયી અવલોકન લખનારા નથી એટલે ઉપરછલ્લાપણું કે નાનીમોટી ગણતરીથી એમનું વિવેચન અલિપ્ત રહી શક્યું છે. એ સર્જક ખરા, પણ વિવેચન દ્વારા પોતાની સર્જનપ્રવૃત્તિની સાર્થકતા પૂરવાર કરવાની કપરી ફરજમાંથી ઉગરી ગયેલા અને છતાં ‘સુન્દરમ્’ની વિવેચનપ્રવૃત્તિમાં સંવેદન અનુભવતા સર્જક, રસ અને અભ્યાસની આરાધના કરતા અધ્યાપક અને વિવિધ સાહિત્યપ્રવૃત્તિના પ્રવાહોનો પરિચય અને સમજ આપનાર પત્રકાર દેખાય છે.” | ||
સુન્દરમ્ વિવેચનપ્રવૃત્તિની મર્યાદા અને વિશેષતા બેઉ સમજે છે. ‘વિવેચન સર્જનનું મહત્ત્વ વધારનાર કે તેનું સ્થાન લેનાર પ્રવૃત્તિ નથી. કવિતા સમજવાની સંપૂર્ણ રીતિ તે કવિતા પોતે જ છે... વિવેચન કવિતાથી ભિન્ન પ્રસ્થાનવાળો વ્યાપાર છે. ભલે તે કવિતાને નામે કરાતો હોય... વાચક અને કાવ્ય બેનો પરસ્પર ભેટો જ જે કંઈ પરિણામ લાવવાનું હોય તે લાવી શકે... વિવેચને કવિતા વિશે અંતિમ સત્ય ઉચ્ચારવાનો દાવો છોડી દેવો જોઈએ.’ જેવા સત્યવચન વિધાનો વિવેચનની મર્યાદાને ચીંધી આપે છે. વિવેચનની આ મર્યાદા છતાં એની સાર્થકતાથી પણ સુન્દરમ્ અજાણ નથી. ‘જગતભરમાં ચાલી રહેલી સર્જનની અનંતલીલાનું અવલોકન જાતે જ શું મનોહર નથી?’ સુન્દરમ્ પૂછે છે ‘એનું ફળ શું?’ ને એમણે જ જવાબ આપ્યો છે : ‘જીવનના, જગતના, એમાં વ્યક્ત થતા સત્યના અને સૌંદર્યના, સત્યના સૌંદર્યના અને સૌંદર્યના સત્યના કંઈક અણસાર મેળવવા. આને સૌંદર્યના સત્યની યાત્રા કહી છે.’ | સુન્દરમ્ વિવેચનપ્રવૃત્તિની મર્યાદા અને વિશેષતા બેઉ સમજે છે. ‘વિવેચન સર્જનનું મહત્ત્વ વધારનાર કે તેનું સ્થાન લેનાર પ્રવૃત્તિ નથી. કવિતા સમજવાની સંપૂર્ણ રીતિ તે કવિતા પોતે જ છે... વિવેચન કવિતાથી ભિન્ન પ્રસ્થાનવાળો વ્યાપાર છે. ભલે તે કવિતાને નામે કરાતો હોય... વાચક અને કાવ્ય બેનો પરસ્પર ભેટો જ જે કંઈ પરિણામ લાવવાનું હોય તે લાવી શકે... વિવેચને કવિતા વિશે અંતિમ સત્ય ઉચ્ચારવાનો દાવો છોડી દેવો જોઈએ.’ જેવા સત્યવચન વિધાનો વિવેચનની મર્યાદાને ચીંધી આપે છે. વિવેચનની આ મર્યાદા છતાં એની સાર્થકતાથી પણ સુન્દરમ્ અજાણ નથી. ‘જગતભરમાં ચાલી રહેલી સર્જનની અનંતલીલાનું અવલોકન જાતે જ શું મનોહર નથી?’ સુન્દરમ્ પૂછે છે ‘એનું ફળ શું?’ ને એમણે જ જવાબ આપ્યો છે : ‘જીવનના, જગતના, એમાં વ્યક્ત થતા સત્યના અને સૌંદર્યના, સત્યના સૌંદર્યના અને સૌંદર્યના સત્યના કંઈક અણસાર મેળવવા. આને સૌંદર્યના સત્યની યાત્રા કહી છે.’ | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | <br> | ||