26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 211: | Line 211: | ||
ગંગા જમના નાંગળ નાખી, ઘેર વળાવી બેઠો છું... | ગંગા જમના નાંગળ નાખી, ઘેર વળાવી બેઠો છું... | ||
::પાટ ઉપર દીવો પેટાવી બેઠો છું... | ::પાટ ઉપર દીવો પેટાવી બેઠો છું... | ||
</poem> | |||
===૮. ઝીલણ ઝીલવાને!=== | |||
<poem> | |||
સરખી સાહેલીઓ ટોળે મળીને કાંઈ | |||
::ગ્યાંતાં જુમનાજીને તીર, ઝીલણ ઝીલવાને! | |||
વેણુ વાગે ને સૂતી નગરી જાગે, | |||
::મન મથુરાને મારગે અધીર, ઝીલણ ઝીલવાને! | |||
લહેરે લહેરે ચડ્યાં ભર રે જોબન, | |||
::મારી નાડીઓના વેગ નહીં થીર, ઝીલણ ઝીલવાને! | |||
ના’વા ઊતરીએ તો નખની મરજાદ, | |||
::અમે કાચી કાયાનાં અમીર, ઝીલણ ઝીલવાને! | |||
આ કાંઠે બેડાં ને સામે કાંઠે તેડાં, | |||
::પછી છૂટાં મેલ્યાં’તાં શરીર, ઝીલણ ઝીલવાને! | |||
ચોગમ ચડ્યાં કંઈ ચંપાના ઘેન, | |||
::અમે નીર જેવાં નીરે ધર્યાં ચીર, ઝીલણ ઝીલવાને! | |||
ઘેરી ઘેરી વાંસળીએ ઘેર્યું ગગન, | |||
::અમે અડોઅડ ઊઘડ્યાં મંદિર, ઝીલણ ઝીલવાને! | |||
વાડી ખીલી ને ખીલ્યો મોગરો ને, | |||
::કાંઈ શીતળ વાયા સમીર, ઝીલણ ઝીલવાને! | |||
</poem> | </poem> |
edits