26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 168: | Line 168: | ||
તારી અને મારી | તારી અને મારી | ||
હવે આપણી નિયતી છે... | હવે આપણી નિયતી છે... | ||
</poem> | |||
===૯. મેડમ ક્યુરી=== | |||
<poem> | |||
મેડમ ક્યુરી, | |||
હું તમને ચાહતો હતો. | |||
પહેલા પગારથી પોરસાઈ ખરીદેલી | |||
પછી રૂમાલમાં વીંટાળી જતનથી જાળવેલી | |||
કબાટના ભેજીલા ખાનામાંથી, રાણીછાપ સિક્કા વચ્ચેથી, સેરવી લીધી | |||
કાંડાઘડિયાળ | |||
વિરહવ્યાકુળ એ મારા કાંડાને વીંટળાઈ વળી – | |||
અને મેડમ ક્યુરી, તમે યાદ આવ્યાં | |||
વચમાં રેડિયમ-ટિપ્ડ કાંટા જોજનોની મજલ કાપતાં ફરી ગયા | |||
એનાં અજવાળાં નાડીમાં ફરી વળ્યાંઃ | |||
ઘડીક લાગે એમાં બીડીની કસ ખેંચતાં જાગે એવા તિખારા, | |||
આસોના અમાવસી આભમાં ફૂટતા તારા, | |||
ઘડીક ખૂટી ગયેલા માટીના તેલથી બમણા બળે ભભકતી ફાનસની જોત, | |||
સાચું પૂછો : લાગે મારી ઓલવાતી જતી સ્મૃતિના છેલવેલ્લા ઝબકારા... | |||
મેડમ, તમસ એ જનની છે, | |||
અજવાળાં એનો આવિષ્કાર. | |||
હું મને આજે ફરી જ્યારે મળ્યો | |||
તમે સ્વયં ઝબકી ગયાં રેડિયમ થઈ. | |||
ક્યુરી, હું તમને હજી ચાહું છું... | |||
</poem> | |||
===૧૦. સર વૉટ, જેઇમ્સ=== | |||
<poem> | |||
સર વૉટ, જેઇમ્સ | |||
તમને ચાહતો રહ્યો છું વૉટ, જેઇમ્સ. | |||
હું છ વર્ષનો હતો | |||
કડકડતી ઠંડીમાં, ઘરના પાછલા બારણે, | |||
ચૂલા પર ચાની તપેલીથી ઊડતી હતી વરાળ – | |||
હથેળી શેકતો હતોઃ | |||
અદ્દલ એમ જેમ વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાં | |||
બાળવેશે તમે ચૂલા પરની ચાની કીટલીના ઢાંકણનું નર્તન | |||
અને ઊંચકી એ ઢાંકણ | |||
અંદરની ઘૂમરાતી વરાળ અવલોકી રહ્યા હતા. | |||
તમારા ચિત્તમાં ઘૂમરાતાં હતાં પિસ્ટન અને પૈડાં... | |||
ત્યારે હું ચૌદ વર્ષનો હતો. | |||
પાટા પર ભાગતી હતી ગાડી | |||
ગાડીના સલૂનમાં બારી બહાર હથેળી ધરી બેઠો હતો | |||
વીંઝાતી હવાથી પાછળ ઠેલાયા કરતી હથેળીમાં – | |||
ફાયરમેનના પાવડાથી ઊડેલી કોયલાની કણીઓ વાગતી હતી. | |||
એન્જિનના ભૂંગળામાંથી ઊઠતા હતા ધુમાડાના ગોટેગોટ, | |||
ભેગી પાછળની ટાંકીનાં ખદખદ પાણી પરની ઘૂમરાતી | |||
અને પિત્તળની નળીઓમાં ધસતી હતી વરાળ... | |||
આજે વયની ઢળતી સાંજે | |||
સામેની કીટલીનું ઢાંકણ ઊંચકી | |||
ચાની વરાળના પમરાટથી જગાડી રહ્યો છું જિજીવિષા | |||
હથેળીની રુક્ષ રેખાઓમાં પથરાઈ જતી રેલવે-લાઈનો પર | |||
વિદ્યુત ગાડીઓ પૂરપારટ આવ-જા કરી રહી છે– | |||
એમાં આઘે આઘેથી સાવ ઝાંખીપાંખી | |||
છુક્ છુક્ ભાગ્છુક સંભળાતી રહી | |||
તમને કેમ ન ચાહતો રહું વૉટ જેઇમ્સ, સર? | |||
</poem> | </poem> |
edits