26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 129: | Line 129: | ||
હું ન હતો ન હઈશ | હું ન હતો ન હઈશ | ||
છું, કેવળ... | છું, કેવળ... | ||
</poem> | |||
===૭. પાંદડું=== | |||
<poem> | |||
અચાનક ઊડ્યું ત્યારે પરોઢ હતું | |||
કે હતી અમાવસ રાત? | |||
વર્ષા હતી કે હતો બળબળતો તાપ? | |||
મૂળથી માટીની રસકસ લઈ | |||
ડાળથી કૂંપળ લગીની યાત્રા, પાછળ રાખી કે લંબાવી? | |||
લીલાશથી પર, પીળાશથી પર, શેષ ફળથી પર | |||
પાણીમાં તરું કે હવામાં | |||
દવમાં જળું કે માટીમાં ભળું– | |||
તું મનમાં ન આણ | |||
ધ્યાનથી જો મને, બસ... | |||
</poem> | |||
===૮. કવિની કવિતા=== | |||
<poem> | |||
ઈશ્વર ભટકતો ફરે છે સદીઓથી | |||
એની નિયતી સંભારતો | |||
મધરાતોનો ખભે લાદી સંતાતો રઝળતો ફરે છે | |||
કાન ઢાંકી ઠોકાતા ખીલા | |||
ને છૂટતી ગોળીઓની સન સન ખાળતો | |||
રણમાં ફંગોળાતા ઝાંખરાં જેવો | |||
સીમાડે રવડતા જાનવરનાં હાડપિંજરમાં ટકી ક્યારેક | |||
દારૂગોળાના ખડકાયેલા ગંજ હેઠળથી છટકી ક્યારેક | |||
રાત રાતભર હીબકે ચઢે છે ઈશ્વર | |||
ફરતે વાંસવન ભડકે બળે છે | |||
તું ફફડીશ નહીં, આવ | |||
બીજી હમણાં જ મારા કેટલાક નગરજનોએ | |||
તને મૃત જાહેર કર્યો’તો | |||
મને દેશવટો દીધો તારી પાછળ | |||
મેં વસાવ્યું છે એક ઝૂંપડું ડુંગર ઓથે | |||
ફરી દીવો પેટાવ્યો છે દિવેલનો | |||
નાગલીનો રોટલો શેકીશ, તું ભોજન લેજે | |||
પાંદડાંની પથારી કરી છે, પોઢણ કરાવીશ | |||
આવતો રહે મારી કને, પ્રભુ, | |||
મારા ઢળતાં પોપચાંમાં વસી જા – | |||
તારી અને મારી | |||
હવે આપણી નિયતી છે... | |||
</poem> | </poem> |
edits