ભરત વિંઝુડાની ગઝલસંપદા/સહેજે નહીં

From Ekatra Foundation
Revision as of 10:09, 20 November 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૪૬
સહેજે નહીં

જીવું છું એમ સળવળવાનું, ટળવળવાનું સહેજે નહીં,
કવિતાઓ જ લખવાની બીજું કરવાનું સહેજે નહીં!

ભીતરમાં ને ભીતરમાં નાહી ધોઈ સૂઈ જાવાનું,
ઉઘાડી દ્વાર ઘરની બહાર નીકળવાનું સહેજે નહીં!

મહોબતનો કરી સ્વીકાર એવી શર્ત રાખે છે,
નજર સામે જ રહેવાનું અને મળવાનું સહેજે નહીં!

તમે એ બે જણાં વચ્ચેનું સંપર્કસૂત્ર સમજાવો,
કહેવાનું બધું ને સામે સાંભળવાનું સહેજે નહીં!

અગર આંખોમાં આવે આંસુ તો એકાંતમાં જઈને,
વહાવી નાખવાના એને પણ રડવાનું સહેજે નહીં!

બધાં એ રોશનીમાં શોભી ઊઠે એવું કરવાનું,
દીવાએ માત્ર બળવાનું છે, ઝળહળવાનું સહેજે નહીં!

(તમે કવિતા છો)