ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૩/જેઠાલાલ નારાયણ ત્રિવેદી

Revision as of 15:02, 30 December 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
જેઠાલાલ નારાયણ ત્રિવેદી

એઓ નાતે મોઢ ચાતુર્વેદી બ્રાહ્મણ છે. એમનો જન્મ મહા વદ આઠમ સં. ૧૯૬૪ ના રોજ એમના વતન રાંધેજામાં થયો હતો. એમના પિતાનું નામ નારાયણ પરભુરામ ત્રિવેદી અને માતાનું નામ જમનાબ્હેન હરજીવનભાઈના પુત્રી–છે. એમનું લગ્ન સં. ૧૯૮૧ના મહા વદ આઠમના રોજ દહેગામ તાલુકાના વાસણાચાંધરી ગામે સૌ. મંગળાગૌરી સાથે થયું હતું. પ્રાથમિક કેળવણી એમણે રાંધેજામાં લીધેલી અને માધ્યમિક વડોદરા અને અમદાવાદમાં. સન ૧૯૨૭માં તેમણે સ્કુલ લિવિંગ સર્ટિફિકેટની પરીક્ષા અમદાવાદ જીવકોરભાઈ ઈંગ્લિશ સ્કુલમાંથી પાસ કરી હતી. હમણાં તેઓ વડોદરા રાજ્યના મુલકી ખાતામાં નોકર છે. કવિતા અને સાહિત્ય એમના પ્રિય વિષયો છે. ચાલુ વર્ષમાં એમનું “કાચાં ફળ” એ નામનું વાર્તાનું પુસ્તક બહાર પડ્યું છે, તે ભવિષ્ય માટે એમના તરફથી હજુ વધુ સારી કૃતિઓ મળશે એવી આશા ઉપજાવે છે.

: : એમની કૃતિઓ : :

કાચાં ફળ સં. ૧૯૮૮