ગુજરાતી નારીસંપદા : કવિતા/ડાયરીમાં

Revision as of 00:14, 23 April 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
ડાયરીમાં

જાગૃતિ ફડિયા

એક નાનકડી સુંદર ડાયરીમાં
તારું ફક્ત મારે માટે જ કંઈક લખવું
અને મને આપીને કહેવું
કે વાંચીને ફાડી નાંખજે
એવું જ નથી શું
જિદગીનાં થોડાં જ વર્ષોના સહવાસમાં
સ્પંદનોનાં સાથિયા પૂરી
તારું આમ મને છોડી
ચાલ્યા જવું?
પાનાં તો ફાડી શકીશ
તુજથી છેડો કેમ ફાડીશ?

***