ગુજરાતી નારીસંપદા : કવિતા/તમે છો વહેમમાં

Revision as of 02:53, 23 April 2026 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|તમે છો વહેમમાં|જિગીષા રાજ}} {{center|<big><big>'''⯐'''</big></big>}} {{Block center|<poem> ભરતીમાં હોય સાત દરિયાનો પ્રેમ ને આવે જો ઓટ એવા પ્રેમમાં તો માનજો કે તમે છો વહેમમાં! વાદળની વચ્ચેથી આવતું કિરણ હોય ને ઊગે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
તમે છો વહેમમાં

જિગીષા રાજ

ભરતીમાં હોય સાત દરિયાનો પ્રેમ
ને આવે જો ઓટ એવા પ્રેમમાં
તો માનજો કે તમે છો વહેમમાં!
વાદળની વચ્ચેથી આવતું કિરણ હોય
ને ઊગે જો ઈન્દ્રધનુ પશ્ચિમમાં,
વ્હાલમની સાથે ભીંજાવ નહીં પ્રેમમાં
તો માનજો કે તમે છો વહેમમાં!
છલકાઈ જવાની હોય આવી મોસમ
ને વરસી પડો પહેલાં વરસાદમાં,
ઊભરાઈ જવાય નહીં એમ જો પ્રેમમાં
તો માનજો કે તમે છો વહેમમાં!
મુશળની ધારે જો હૈયું હરખાય નહીં,
ને ઊલટે ના લાગણી હરખમાં,
આવું જો કંઈ પણ થાય ના પ્રેમમાં,
તો માનજો કે તમે છો વહેમમાં!

***