ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અંત્યપદાનુવૃત્તિ

From Ekatra Wiki
Revision as of 07:41, 20 November 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


અંત્યપદાનુવૃત્તિ (Anadiplosis) : પંક્તિના અંતભાગમાં આવતો મહત્ત્વનો શબ્દ પછીની પંક્તિના પ્રારંભમાં પુનરાવર્તન પામે એને અંત્ય પદની અનુવૃત્તિ એટલેકે ‘અંત્યપદાનુવૃત્તિ’ કહેવાય. જેમકે હરીન્દ્ર દવેની પંક્તિ : ‘ફૂલ કહે ભમરાને/ભમરો વાત વહે ગુંજનમાં/માધવ ક્યાંય નથી મધુવનમાં’ ચં.ટો.