ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વ્યતિરેક
Revision as of 12:22, 3 December 2021 by KhyatiJoshi (talk | contribs)
વ્યતિરેક : ઉપમેયને ઉપમાન કરતાં ચઢિયાતું વર્ણવવામાં આવે ત્યારે વ્યતિરેક અલંકાર બને છે. ઉપમા, રૂપક વગેરે અલંકારોમાં ઉપમાન, ઉપમેય કરતાં ચઢિયાતું છે, એમ સ્વીકારવામાં આવે છે. જ્યારે અહીં ઉપમેયનો ઉત્કર્ષ અને ઉપમાનનો અપકર્ષ બતાવાય છે. જેમકે “એનું કલંકરહિત મુખ કલંકી ચન્દ્રમા જેવું નથી.”
જ.દ.