ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વ્યાઘાત

From Ekatra Wiki
Revision as of 12:25, 3 December 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


વ્યાઘાત : કોઈક વડે કોઈક વસ્તુ જે રીતે સિદ્ધ થઈ હોય તે જ વસ્તુને તે જ રીતે બીજો કોઈ નિષ્ફળ બનાવી દે કે ફોક કરી નાખે તે વ્યાઘાત અલંકાર કહેવાય. જેમકે “(શિવનાં) નેત્રોથી દગ્ધ કામદેવને પોતાનાં નેત્રોથી જ પુનર્જીવિત કરનાર અને (એ રીતે) શિવનો પરાજય કરનાર તે સુંદરીઓની હું સ્તુતિ કરું છું.” જ.દ.