કાવ્ય-આચમન શ્રેણી – રાજેન્દ્ર શાહ/૧૭. આયોજી વૈશાખ લાલ

From Ekatra Wiki
Revision as of 06:33, 15 December 2021 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૧૭. આયોજી વૈશાખ લાલ

આયોજી વૈશાખ લાલ આયોજી રે,
ટૂંકી એની પોતડી ને લાંબી એની ચાલ,
અંગરખું નહિ પ્હેરિયું,
ઉપરણે ઓઢી રે એણે અંદાવાદી શાલ;
આયોજી વૈશાખ લાલ આયોજી રે.
જંગલનો ર્‌હેનાર જોગી, લોચન એનાં લાલ,
રાખે રગદોળ્યું છતાં
સો સૂરજનાં તેજે એનું ઝળકી ઊઠે ભાલ;
આયોજી વૈશાખ લાલ આયોજી રે.
ભોળો રે મા’દેવ આયો, બમ્‌બમ્ બોલે ગાલ,
પાછળ અંબા આવતી,
વાગે છે એના રથની હો ઝાઝી ઘૂઘરમાળ,
આયોજી વૈશાખ લાલ આયોજી રે.
(સંકલિત કવિતા, પૃ. ૮૮-૮૯)