કાવ્ય-આચમન શ્રેણી – રાજેન્દ્ર શાહ/૧૬. હો સાંવર થોરી અંખિયનમૈં

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧૬. હો સાંવર થોરી અંખિયનમૈં

હો સાંવર થોરી અંખિયનમૈં જોબનિયું ઝૂકે લાલ,
નાગર સાંવરિયો.
મોરી ભીંજે ચોરી ચુંદરિયાં તું ઐસો રંગ ન ડાલ,
નાગર સાંવરિયો.
તું નંદલાલરો છકેલ છોરો,
મૈં હૂં આહીર બેટી રી;
ફૂલનહાર ગલે મૈં, દૂજી
હાર રહેગી છેટી રી;
હો સાંવર લીની કેસર ઝારી, મૈંને લીનો ગુલાલ;
નાગર સાંવરિયો.
હો સાંવર થોરી અંખિયનમૈં જોબનિયું ઝૂકે લાલ,
નાગર સાંવરિયો.
હો બાજૈ ઢોલક, ડફ, બાંસુરિયાં,
વસંતરો રત ગાવૈ રી,
હો કોઈ કિસીકી સુન નહિ પાવૈ,
અપની ધૂન મચાવૈ રી;
હો રંગરંગમૈં હિલમિલ રુમઝૂટ ખેલત ભયે નિહાલ,
નાગર સાંવરિયો.
હો સાંવર થોરી અંખિયનમૈં જોબનિયું ઝૂકે લાલ,
નાગર સાંવરિયો.

(સંકલિત કવિતા, પૃ. ૮૭-૮૮)