હાલરડાં/પારણિયામાં પોઢો
Revision as of 08:54, 4 March 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પારણિયામાં પોઢો|}} <poem> ઓળોળોળો હાલ્ય હાલ્ય રે પ્રીતમ પારણિ...")
પારણિયામાં પોઢો
ઓળોળોળો હાલ્ય હાલ્ય રે
પ્રીતમ પારણિયામાં પોઢ્યો.
ઘણા સોનાનું પારણું ને કોરે વીજળી વ્રળકે.
પારણિયાને ફેર ફરતી રતન ચૂનીઓ ઝળકે.
- ઓળોળોળો.
સોનાની સાંકળીઓ સુંદર રેશમની છે દોરી,
ચાર ખૂણે ચંદરવા ટાંક્યા, વચ્ચે સૂરજની જોડી.
- ઓળોળોળો.
મોર ચકલીઓ પૂતળીઓ ને ઝૂમખડાં સોનાના,
રૂમઝૂમ રૂમઝૂમ બજી રહ્યાં મારા લાલ રહો ને છાના.
- ઓળોળોળો.
હીર ચીરનાં બાળોતિયાં ને હાથમાં ધાવણી ઝાલી,
લાડકવાયો બાળક ઝૂલે, મે'ર કરી મતવાલી.
- ઓળોળોળો.
ભીડ થઈ જશોદાને મંદિર જોવા છેલછબીલા,
પગતળિયે પિલાઈ ગયા પ્રેમીજન ભગતીવાળા.
- ઓળોળોળો.