કંસારા બજાર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
Kansara Bazar Manisha Joshi.jpg


કંસારા બજાર

સંપાદક: મિલિન્દ ગઢવી



ન ખૂણો, ન આડશ

એક અંધારા ખૂણા માટે રાતભર ઝઘડતા રહેલા કૂતરાઓના અવાજ વચ્ચે ક્યારે પરોઢ થઈ જાય છે, ખબર નથી પડતી. દિશાઓની ઉપરવટ જઈને પ્રસરી ગયું હતું અંધારું. અંધારાની આડશે જન્મેલા ખૂણાઓમાં લપાઈ ગયા હતા કૂતરાઓ. અત્યારે હવે, પરોઢના ફેલાતા જતા અજવાળામાં એ ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય ક્યાંય છે જ નહીં, જાણે અહીં ક્યારેય હતા જ નહીં ખૂણાઓ. ખૂણાઓને ન ભાળીને કૂતરાઓ હવે ચૂપચાપ વળી રહ્યા છે, પાછા, પોતપોતાની શેરીઓ તરફ. શેરીઓ લંબાય છે, લંબાય છે, તે છેક એનિમલ પાસ્ટ સુધી. નિરાશ કૂતરાઓ પીંખી નાખે છે, એકબીજાનાં શરીરને. ખૂલતા પરોઢમાં ખુલ્લું ચોગાન વધારે વિશાળ લાગે છે. હેબતાઈ ગયેલા કૂતરાઓ હવે માનવા લાગ્યા છે કે દિશાઓને કોઈ માર્ગ નથી હોતો, ને ખૂણાઓ કંઈ હૂંફાળા નથી હોતા. ચોગાન માથે તપતા સૂરજની સામે મોં ઊંચું કરીને ભસી રહ્યા છે કૂતરાઓ અને ખુલ્લા ચોગાનમાં ગલૂડિયાંને જન્મ આપી રહી છે કૂતરીઓ ન કોઈ ખૂણો, ન કોઈ આડશ.



હું અને મારાં ક્પડાં

ચંદ્ર આખો તારાઓથી ભરેલો ગોળ ગોળ ઘૂમી રહ્યો છે ખાલીખમ આકાશમાં પ્રકાશના શેરડા ફેંકતો. સોસાયટીનો ચોકીદાર બેટરીનો પ્રકાશ ફેંકી જુએ છે, બહાર સૂકાઈ રહેલાં મારાં કપડાંને એ ઓળખે છે. આજે સાંજથી લાઇટ નથી, અંધારા ઘરમાં ફરી રહેલા વંદાની બે ચળકતી આંખોની વચ્ચેથી હું એ આંખો જેવા જ નગ્ન શરીરે બહુ સિફતથી પસાર થઈ જઉં છું. મળી જાય છે, મીણબત્તી મેં જ્યાં હાથવગી રાખી હતી એનાં કરતાં કોઈક જુદી જ જગ્યાએથી. મીણબત્તીના પ્રકાશમાં મારાં કપડાંની ડિઝાઇન નિર્દોષ લાગે છે. રાત આખી મીણબત્તી સળગતી રહી. સવારે ઊઠી, ત્યારે ઘરમાં મીણનાં પૂતળાંઓ. માચ કપડાં પહેરીને ફરી રહ્યાં હતાં. ડોરબેલ વાગી ધોબી કપડાં ઈસ્ત્રી કરીને લાવ્યો હતો. મીણનાં પૂતળાંઓ સામે રહસ્યમય સ્મિત ફરકાવીને એ ચાલ્યો ગયો. ચા બનાવતી વખતે પ્રાયમસની સરસ વળ ચડાવેલી કેરોસીનથી તરબોળ વાટની

બ્લુ ફ્લેમ મને પ્રસન્ન કરી ગઈ. પ્રાયમસની કળ મારા હાથમાં છે અને આ બ્લુ હેવન પણ. પ્રાયમસની ઝાળ, આખા ઘરમાં પ્રસરે, મારાં બધાં જ કપડાં અને એ કપડાંની આદતો ધરાવતાં પેલાં મીણનાં પૂતળાં બળીને રાખ થઈ જાય તો કેવું સારું? આ ચિરંજીવ કપડાં કંઈ સળગે એવાં નથી. છેવટે, એક વાસણવાળીને બોલાવી મારાં કપડાં એને આપી દઈ, હું બદલામાં વાસણો ખરીદું છું. હવે એવું લાગે છે કે કપડાંનો આત્મા આ વાસણોમાં પ્રવેશી ગયો છે. ચાની તપેલીના તળિયે જામેલી કાળી મેશને હું ઘસ્યે જઉં છું, ઘસ્યે જઉં છું. માંજતાં માંજતાં તપેલીનું તળિયું અરીસાની જેમ ચમકી ઊઠે છે અને મને દેખાય છે મારાં કપડાંની એ જ અતિપરિચિત ભાત. હું જોઈ શકું છું, ઊંચે આકાશમાં, પવનમાં ખીલીઓ ઠોકીને બાંધેલી એક વળગણી પર મારાં એ જ, રોજ પહેરવાનાં કપડાં સૂકાઈ રહ્યાં છે સૂરજના સોનેરી પ્રકાશમાં દેદીપ્યમાન દીસતાં દૈવી છે મારાં કપડાં અને એથી પણ દિવ્ય છે, એનો કંટાળો.

તરસ ઉનાળાની બપોરની તરસ ચબૂતરા પર મૂકેલી માટીની ઠીબમાંથી પાણી પીતા નાનકડા પંખીના શરીરમાં સમાઈ શકે તેનાથી ઘણી વધારે હોય છે. “ઠંડી, ચાંદની રાતોમાં ટાઢી થયેલી માટીમાંથી બનાવેલું માટલું છે આ.” કુંભાર કહી રહ્યો છે, “કોઠે ટાઢક ન વળે તો કહેજો.” હું વિચારું છું, ઠંડી, લાંબી રાતોમાં બહાર પડી રહેલી એ એકલવાયી ઉદાસ માટીનું પાણી મને શું શાતા આપી શકશે? આ બપોર આવી તે કેવી કે હું આમ બેસી રહું છું પવનની એક લહેરખી માટે? થાય છે કે ઊતરી જઉં જમીનમાં ઊંડેઊંડે અળશિયાની માફક, ને શોષી લઉં માટીની બધી જ ભીનાશ. આ તરસ કંઈ નવી નથી. આખરે તો શરીરને જરૂર પડે છે પાણીની અને માટીને પણ જરૂર હોય છે, શરીરની. દર ઉનાળે, હું આમ જ દેહત્યાગ કરું છું અળશિયા રૂપે અને ઊગી નીકળું છું ફરી, તરસ્યા છોડવા રૂપે.


છળી મરે છે તરસ

તળાવ પુરાઈ જાય એટલે શું પુરાઈ જાય? તરસ? ગામને પાદરે આવેલો એક વિસ્તાર તેની ઓળખ ગુમાવી દે તેથી, વહેલી સવારે હળવેથી તળાવનાં પગથિયાં ઊતરીને આત્મહત્યા કરવા જઈ રહેલું કોઈ શું જીવી જાય છે? તળાવ આજે હોય, ને કાલે ન હોય. પણ અહીં ડૂબી ગયેલી એક લાશ નીતરતી રહે છે, તેનું પેટ દબાવો ને પાણી વછૂટે છે, ઘોડાપૂર જેવા. ડૂબી જાય છે કંઈ કેટલા ને છળી મરે છે તરસ.






વૃક્ષાર્પણ

પૂરમાં તણાઈ આવેલું એક વૃક્ષ છે તું. આટલાં વર્ષો થયાં હજી તારા ફળોમાંથી પાણી ટપકે છે. મારી તરસ ન ભાંગે એવું ડહોળાયેલું, મેટું, ક્ષારવાળું બેસ્વાદ પાણી. દાવાનળમાં સળગી ગયેલું એક વૃક્ષ છે તું. તારી રાખના ઢગલામાંથી ક્યારેક કોઈ ફળ મળી આવે છે. ગર્ભિત સીતાફળ કે રતું સફરજન કે ખાટાં બોર. એ ફળ શોધવા જતાં તારી શખના ઢગલામાં સળગતા રહી ગયેલા કોલસાથી મારા હાથમાં ચાઠાં પડી જાય છે. વંટોળમાં સાવ મૂળસોતું ઊખડી ગયેલું વૃક્ષ છે તું. તારાં કાચાં ખરી પડેલાં ફળોને હું ઘઉં ભરેલી કોઠીઓમાં રાખીને પકવું છું, તારી મીઠાશથી મારો કોઠાર મઘમઘી ઊઠે છે. જમીનમાં ઊંડો ખાડો ખોદી તારાં મૂળિયાં રોપી, માટી ભરાવીને હું તને સ્થિર કરું છું. તું ખીલી ઊઠે છે, કામણગારી નારિયેળી જેમ. તારું કોપરું, મલાઈ, કાથી, તેલ, રેસા બધું જ મારા માટે છે,


હું તને અઢેલીને બેસું? મારી આંખો હજી તો માંડ બિડાય છે ને તું એક અડાબીડ અરણ્ય બની જાય છે. સાવ પાસે પાસે ઊગી નીકળેલા તારા ખરબચડા, રૂક્ષ થડમાં બિચારાં ઘેટાંનાં માથાં અથડાય છે. તારી ઊંચી શાખાઓ ચોગમ ફેલાઈ ગઈ છે. તારાં પાંદડાંઓ વચ્ચેથી તો હવે સૂર્યનાં કિરણો પણ જોઈ નથી શકાતાં. મને મારગ આપ, વૃક્ષ, હું તને ક્યાં શોધું? થડમાં, ડાળમાં, પાંદડાઓમાં?










વૃક્ષ, નિરાધાર

મૂળ ખુલ્લાં દેખાય તેવું વૃક્ષ મને હંમેશ ડરામણું લાગે છે. પર્વતની ધાર પર ઊભેલાં એ વૃક્ષનાં મૂળિયાંને કોઈ આધાર નથી. ભેખડ તો ગમે ત્યારે તૂટી પડે. નીચેની ઊંડી ખાઈમાં ફંગોળાઈ રહેલા એ વૃક્ષને જોઈને લાગે છે, ધરતી જ છે સાવ છેતરામણી, ગમે ત્યારે છેહ દઈ દે. વૃક્ષમાં બાંધેલા માળામાં સૂતેલાં સેવાયા વગરનાં ઈંડાં ક્યાં પડ્યાં? ન વૃક્ષ, ન ઈંડાં. કાંઈ અવાજ નહીં, કાંઈ નહીં, હમણાં અહીં હતાં, હવે નથી. ભરી ભરી સૃષ્ટિમાંથી કંઈ આમ ઓછું થઈ જાય અને આસપાસ કોઈ ફરક સુધ્ધાં નહીં? નીચે ખાઈમાં કંઈ દેખાતું નથી, છતાં લાગે છે કે ઈંડાં હજી શોધી રહ્યાં છે, ગરમી ખાઈમાં પડેલી બંધિયાર હવામાંથી. વૃક્ષ હજી ઝાવાં નાખી રહ્યું છે. પર્વતની અવાસ્તવિક માટી પકડી લેવા માટે. નિરાધાર વૃક્ષ, નોંધારાં ઈંડાં, ખાઈમાં ઘૂમરાતા પવનમાં નિઃશબ્દ વલોપાત છે. પર્વતો સ્થિર, મૂંગામંતર


સાંભળી રહ્યા છે. અકળાવી નાખે તેવી હોય છે, આ પર્વતોની શાંતિ. મારે હવે જોવા છે, આખા ને આખા પર્વતોને તૂટી પડતા. ખાઈનું રુદન મોં ફાટ બહાર આવે તે માટે સાંભળવું છે.













વૃક્ષ, અવાસ્તવિક

હું કહું છું, આ વૃક્ષ તે જ બોધિવૃક્ષ, તે જ કદંબ, ને તે જ અશોક. આ જો તમે ન માનો તો પછી બુદ્ધ, કૃષ્ણ અને સીતાને શોધશો ક્યાં? વાસ્તવિકતા વિનાના એક વૃક્ષની આપણને સહુને જરૂર છે. મૂળિયાં વિનાના વૃક્ષના અર્કથી જીવતા રહેવાય તેટલું જ જીવન. એ વૃક્ષનું વર્ણન લખવાની હું શરૂઆત કરું છું ત્યાં જ, તેની શાખા-પ્રશાખા વીંટળાઈ વળે છે મારા હાથે. શબ્દ અને શબ્દ, અને શબ્દ વચ્ચે રહેલું અંતર હું પૂરી નથી શકતી હું હવે રઘવાઈ થઈ છું, આંખોની સામે જે કંઈ દેખાય એ બધું જ લખવા માટે. એક પુરાકલ્પિત વૃક્ષ વિસ્તરી રહ્યું છે. મારી બારીમાંથી ઘરની અંદર આવી રહ્યું છે. એ વૃક્ષમાં મારો નિવાસ છે અને એ વૃક્ષ જીવે છે શબ્દો વચ્ચેના અવકાશમાં. એ વૃક્ષનાં મૂળ શોધવા, એક રાજકુમાર વૃક્ષ પર ચડતો રહે છે, ચડતો રહે છે, નીચે એક રાક્ષસ કુહાડીનો ઘા કરે છે, એ વૃક્ષ પર. મૃત રાજકુમારોના દેહ, હું ગણું છું. આકાશને આંબતા એ વૃક્ષ પર હું વસું છું


ને એ વૃક્ષ જીવે છે, મારી જિજીવિષામાં. એ વૃક્ષનાં લાકડાં ક્યારેય સળગતાં નથી ને તેના પર કાંઈ ફળ-ફૂલ ઊગતાં નથી, છતાં મને પોષે છે એ વૃક્ષ. કલ્પનોની છાંયમાં એ મને સૂવડાવે છે ને શાખા-પ્રશાખાની સીમામાં એ મને જીવાડે છે. હું હવે મુક્ત છું કંઈ જ ન લખવા માટે.











શોધ

સાવ ખુલ્લા પડી ગયા છીએ આપણે. ત્વચાની આરપાર રુધિરતંત્રની અંદર, આંટી વળી ગયેલી શિરાઓમાં, ગઠ્ઠા બાઝી ગયેલી લાગણીઓ વચ્ચે, જીવલેણ વાયરસની જેમ ફરી વળતા વિચારો, બધું જ જોઈ શકીએ છીએ. જ્યારે અંદર કંઈ જ છુપાવવાનું ન હોય ત્યારે શું થાય?

આપણે નીકળી પડીએ, બહાર જંગલ, મહેલ, ખંડેરના ભોંયરાના રસ્તે કોઈ અજ્ઞાત ખજાનાની શોધમાં ખજાનો મળી જતો લાગે ત્યારે આપણે નિરાશ થયાનો ડોળ કરી, પાછા વળી જઈએ. ફરી નવો રસ્તો પકડી, આવીએ એ જ ખજાના તરફ અને ફરી પાછા વળી જઈએ. ઉંદર-બિલાડીની ભુલભુલામણી જેવા સહેલા રસ્તા છતાં આપણે અટવાઈએ ખજાનો ન મળે તે આપણા સૌના હિતમાં છે ખુલ્લાં શરીર અને ખુલ્લા ખજાના, જીવવા નહીં દે, પછી કોઈ કારણ.




ખીણ અને ખાલીપો

ખીણો સરકી રહી છે, ખાલીપામાં પહાડો તાકી રહ્યા છે, આકાશ તરફ, સ્વચ્છ અરીસા જેવા આકાશમાં દેખાય છે, પ્રતિબિંબ ખીણોનાં, પહાડોનાં અને આપણાં પણ.

બાલભવનમાં મૂકેલા પેલા અરીસાઓની જેમ આકાશ આપણાં લાંબાં, ઠીંગણાં, જાડાં, પાતળાં, પ્રતિબિંબ બતાવે છે.

આપણે થોડું હસીને ચૂપ થઈ જઈએ છીએ, અને એ ચિત્ર-વિચિત્ર પ્રતિબિંબોને પોતાનાં માનવાનો ઈન્કાર કરી દઈએ છીએ, તો એ પ્રતિબિંબ કોનાં? ખીણો અને આકાશની વચ્ચે પથરાયેલી હવામાં ગમગીની છવાઈ જાય છે. હવે આપણે મીટ માંડીએ છીએ દરિયા તરફ દરિયાની ભીની રેતીમાં અંદર સરકી જતાં જીવડાંઓને જોવામાં તલ્લીન થઈ જઈએ છીએ. અરીસાઓમાં વ્યાપી જાય છે, શૂન્યાવકાશ, ઉપેક્ષિત સમુદ્રનો. સમુદ્ર અને આકાશ વચ્ચે પથરાયેલી ભારે હવામાં જામેલાં વરાળના થર વરસી પડે છે, બસ, અમસ્તાં જ. અરીસાઓ પર ધુમ્મસ છવાઈ જાય છે. આપણે સુરક્ષિત છીએ, આ ધુમ્મસ અને આપણા ખાલીપા વચ્ચે.


મૃત્યેચ્છા

પાણીમાં શું કે પાણીની બહાર શું આ દેડકાને ચેન નથી કેવો ઉભડક બેસીને કંઈક ગાઈ રહ્યો છે. જોકે, એનું ગીત બધાને સાંભળવું છે. આ સાપ, ગઈ કાલે વૃક્ષની વાંકીચૂકી ડાળીઓમાં એવો સરકવા ગયો કે એનું આખું શરીર જ ખૂલે નહીં એવું ગૂંચળું વળી ગયું છે, તોયે નાનકડી ડોકીથી જોર લગાવીને ખસવા પ્રયત્ન કરી રહ્યો છે, ગીતની દિશામાં. આ મગરનાં જડબાં કોઈએ સીવી દીધાં છે કે શું? કેટલાય દિવસોથી કંઈ શિકાર કર્યા વગરનો દૂબળો થઈ ગયેલો મગર ધીમે ધીમે પાણીમાં ગરક થઈ રહ્યો છે.

એના ડૂબતા કાન દેડકાનું આછું પાતળું ગીત સાંભળી રહ્યા છે.

આ કાચબો કંઈ અચાનક જ ઊંધો પડી ગયો છે ઢાલ નીચે અને એનું સુંવાળું શરીર ખુલ્લું થઈ ગયું છે. પોતાના નાનકડા હાથપગથી સીધો થઈને ચાલવા પ્રયત્ન કરી રહ્યો છે, ગીતની દિશામાં.

આ સસલું, અજાણતાં કોઈ ઝેરી વનસ્પતિ ખાઈ ગયું લાગે છે. એનું હંમેશ ગરમ રહેતું ઉષ્માભર્યું શરીર હવે ઠંડું, શાંત સાંભળી રહ્યું છે, દેડકાના ગીતને તૂટક, કૂટક.

ઓહ, આ પંખીયે વરસાદનો ભાર સહન ન થતાં અહીં જ આવીને પડયું દેડકાનું ગીત સાંભળવા? નથી લાગતું કે આ ગીત મૃત્યુનું છે? નહીં તો શા માટે આમ, વરસાદી ઠંડકમાં મહાલતો કાચબો ઊંધો પડી જાય? કૂમળા ઘાસને બદલે સસલું ઝેરી ઘાસ ખાઈ જાય? શા માટે આમ, વરસાદમાં જ્યારે નદી બેઉ કાંઠે છલકાતી હોય ત્યારે જ ક્રીડા કરતો મગર ડૂબી જાય? ક્યારેક લાગે છે કે આ દેડકો નિર્દોષ છે. વર્ષાઋતુમાં ઉત્તેજિત થઈને આમ જ કંઈક ગાઈ રહ્યો છે. પણ નહીં, એ જેને બોલાવી રહ્યો છે, એ દેડકી તો નથી જ.

હું જાણું છું એની ડેથ-વિશને.





ઓસીકાની ખોળા

ઓસીકાની ખોળ પર ચીતરેલી રંગબેરંગી ભાતમાં છપાયેલાં હાથી, ઘોડા, ઊંટ અને જાસૂદ પર માથું ટેકવીને સૂઈ જઉં છું, ને અડધી રાત્રે હણહણતા અશ્વો ખરીઓ પછાડતા દોડે છે, મારી છાતી પર. ક્યાં જઈ રહ્યું છે આ અશ્વસૈન્ય? કોને જીતવા? કહે છે કે, હાથીઓને જીવવા માટે આખું જંગલ હોય છે, પણ મરવાનાં સ્થળ નિશ્ચિત હોય છે, ક્યાં જઈ રહ્યા છે આ હાથીઓનાં ઝૂંડ, મરવા માટે? બળબળતા રણમાં ડગલાં ભરતાં આ ઊંટ કઈ હિજરત માટે નીકળ્યાં છે? ઉગ, જાસૂદ, હાથી, ઘોડા ને ઊંટના રસ્તામાં ઉગ. વાળ, એમને પાછાં વાળ. સવાર થવામાં જ છે.





અંધારું

અંધારાના ઓળા ઊતરી આવ્યા છે, શહેર પર સાવ પાસે સૂતેલા પ્રિયજન નથી દેખાતાં હવે નરી આંખે. હાથ, આ બે હાથ, ફંફોસી રહ્યા છે, અજાણ્યા શરીરોને. ફર્નિચરની ધાર હાથને વાગે છે અને હાથ શરમાઈ જાય છે, અંધારું નહોતું ત્યારે ડર લાગતો હતો ખુરશી, ટેબલ અને ગ્લાસના સુરેખ આકારોથી.

અત્યારે હવે અંધકારનું એક આકારહીન આવરણ મને આહ્વાન આપી રહ્યું છે, અંધારું હવે ઘટ્ટ બન્યું છે, બરાબર મચ્યું છે, બરણીમાં ભરેલા અથાણાની જેમ સહેજ ખાટું પણ થયું છે. મને ગમે છે, જાતજાતનાં અંધકાર કૂવાનું અંધારું રાખોડી, થડનું અંધારું તપખીરિયું, તો, કોઠારનું અંધારું ઘઉંવર્ણું. અને આપણા શયનખંડનું અંધારું? ૮૪ લાખ યોનિઓના અંધકાર અહીં છે, તેની વચ્ચે, તારી ત્વચાના રંગને યાદ કરવા હું મથી રહી છું. ઘરનાં નળિયાં ઠેકીને ભાગી રહેલા અંધારાને તું રોકી રાખજે સવાર સુધી.


સહશયન

કોઈ જાદુઈ જનાવર જેવું શરીર છે તારું એક અંગ તૂટે અને સો નવાં અંગ જન્મે. શયનખંડની છતમાં દેખાતી તારાં નિતનવાં અંગોની સહસ રાશિઓ વચ્ચેથી હું શોધું છું પ્રેમની રાશિને. શયનખંડની દીવાલો પર શરીર ઘસતો હોય છે ત્યારે તું અદ્દલ લુચ્ચા શિયાળ જેવો લાગે છે. ભૂખ્યું રીંછ જેમ, સમુદ્રના મોજાંઓ સાથે ઊછળતી માછલીને પાણી વચ્ચેથી અધ્ધર ઝીલીને ખાઈ જાય એમ તું મને ચૂમે છે. ક્યારેક તારા શરીર પર શાહુડી જેવાં કાંટા ઊગે છે તો ક્યારેક તું સૂર્ય થઈને ઊગે છે મારા સ્તનો વચ્ચે અને સોનેરી બનાવી દે છે મારી ત્વચાને. શયનખંડમાં પથરાયેલી આપણા ભીના અવાજોની આર્દ્રતા પર તું રાત બનીને છવાઈ જાય છે અને શયનખંડ પર એક બાજ પક્ષી પાંખો ફફડાવતું બેસી રહે છે. પણ આજે બ્રહ્માંડનું અંધારું ચોમેર ફરી વળ્યું છે. તું અને રાત હવે ઓળખાતાં નથી, બાજ પણ અટવાઈ ગયો છે ક્યાંક, નથી આવી શકતો પોતાના માળા તરફ. એ વફાદાર પક્ષી જો નહિ આવે તો કોણ કરશે રખેવાળી આપણા શયનખંડની?



પડછાવું

આ પ્રકાશ રોજ આવી જાય છે ઘરમાં. સૂરજનો હોય કે પછી આખી રાત બહાર ચાલુ રહેતી સ્ટ્રીટ લાઈટનો – પથરાઈ જાય છે, ભીંતો પર. બદલાય છે રૂમ પ્રમાણે, વહેંચાય છે બારીના સળિયા પ્રમાણે, તૂટે છે દરવાજા પ્રમાણે. એને આવડે માત્ર પડછાવું. બારી સામેની ભીંત પર એ પડછાય છે, અદલ બારી બનીને. રૂમની વચ્ચોવચ, હું ઊભી રહું છું મૂંઝાયેલી. આખરે નક્કી કરું છું કે, આ જ બારી સાચ્ચી, અને કૂદી પડું છું એ બારીમાંથી બહાર. પડછાયાની બારી, રોજ મને આપે છે, એક નવું જીવતદાન.







પ્રવેશદ્વાર

કોઈ બારસાખ પર સૂઈ ગયેલા કિબૂતરના શરીરમાંથી અનાયાસ ખરી પડેલાં સાદાં પીંછાં જેવા દિવસો પસાર થઈ રહ્યા છે. બહાર ભવ્ય તડકો પથરાયેલો રહે છે, છતાં આ નિસ્તેજતા? મન થાય છે કે કોઈ આદિવાસીની નજરે ન ચડી હોય એવી ગુફામાં ચાલી જઉં અને પ્રવેશદ્વાર પર પહાડ જેવો મોટો પથરો મૂકી દઉં. ગુફાની ઉપર વરસાદનાં ફોરાં ટપકે તે અવાજને ગુફાના હવડ અંધકારમાં હું સાંભળું. વરસાદના મારાથી પોચી થઈ ગયેલી ગુફાની દીવાલોને હું મારી રિક્તતાથી ફરી મજબૂત બનાવું. એ ગુફાની અંદર કલાત્મક પ્રવેશદ્વારો બનાવું અને પછી કોઈના જ આવવાની રાહ ન જોઉં.





સંધ્યાટાણે

મારી આંખો પાછળ મેં કંઈક છુપાવી લીધું છે. ડૉક્ટર બિચારો ઓપરેશન પર ઓપરેશન કર્યું જાય છે. આંખો પરથી સફેદ પટ્ટી હળવેકથી ઉતારીને સામે ઊભો રહે છે. આશાસ્પદ ચહેરે પૂછે છે, હવે દેખાય છે? હવે દેખાય છે? હું કહું છું, ના. એને ક્યાં ખબર છે, કે સંધ્યાટાણે સાવરણીથી ઘરમાં ઝાડુ વાળવાનો અપરાધ કરતી વખતે, મને સ્પષ્ટ દેખાય છે, કોપાયમાન થયેલા ત્રિદેવ સુધ્ધાં. અરે, અંધ નાગણો આવે છે મારી પાસે અને માથું નમાવીને પૂછે છે, એમના નાગના હત્યારાઓ વિષે. જન્મજન્માંતરોની આરપાર જુએ છે મારી દૃષ્ટિ. પણ નથી ઓળખી શકતી એક ધૂંધળા ચહેરાને. બકરીના તાજા, હૂંફાળા દૂધની સેડ કોઈ મારી આંખોમાં નાંખે છે. આંખોમાં એવી ગલીપચી થાય છે કે ન પૂછો વાત. નહીં, આનાથી વધુ હવે કંઈ જ નથી યાદ.




સંવાદ

તૂટી ગયેલી, કાચની એક શીશીના રંગીન ટુકડા ભેગા કરતાં આંખો લોહીલુહાણ થઈ હતી. ફાટેલાં કપડાં સાંધતાં આંખો જીર્ણ થઈ હતી. ધુમ્મસમાં નજર લંબાવતાં આંખોમાં પાણી નીકળ્યાં હતાં એક સાંજે, તને ન જોઈને તારા ઘરનાં પગથિયાં પરથી આંખો ઘસાઈને નીચે પડી ગઈ હતી. ક્યારેક તારી રાહમાં ઊંઘમાં પણ ખુલ્લી રહી જતી હતી આંખો. આપણે ફરતાં રહેતાં અજાણ્યા પ્રદેશોમાં, આંખોને શી ખબર, શું સાચું ને શું સપનું? એવું લાગે છે, આંખોની કીકીઓ ખૂબ લાંબે સુધી ફરીને હવે પાછી ઠરીઠામ થઈ છે, આંખોમાં હવે શાંતિ પથરાઈ છે. દૂરનું અને નજીકનું બધું બરાબર દેખાય છે. બોલ, તૂટી ગયેલો એ સંવાદ હવે ફરી ક્યાંથી શરૂ કરું? બર્ફીલા પહાડો સાથે અથડાઈને આવેલી આ આંખો હવે તારા ઘરની દીવાલોના સ્નો-વ્હાઇટ રંગ વચ્ચે રહી શકશે.



પૂનમના પ્રકાશમાં

પૂનમના ચંદ્ર અને એની આગલી રાતના ચંદ્ર વચ્ચે ખાસ ફરક નથી હોતો, સિવાય કે એક દિવસ જેટલો. એક દિવસ – આંગળીના વેઢે ગણી શકાય એટલો અને છતાં વિસ્મૃતિના પટ જેવડો લાંબો. વારાણસી ઘાટ જેવો છે એ દિવસ, ક્યાં ક્યાંથી લોકો આવી ચડે મોક્ષ માટે અને પડી જાય ઉકળતા તેલની કડાઈઓમાં, ચૌદશના ચંદ્ર અને પૂનમના ચંદ્ર વચ્ચે ફરક હોય છે, એક રાતનો પણ, બે માથા, છ હાથ અને ચાર પગ. આવા ખોડખાંપણવાળા બાળક જેવી એક રાત જન્મે છે, કોઈ સુશીલ સગર્ભાના પેટથી અને મરી જાય છે તરત. ચૌદશના ચંદ્રને હું જોઈ રહી છું. પૂનમનો ચંદ્ર, હજી કેટલો પ્રકાશમાન હશે?





રાત સાથે રતિ

હવે તો કરવી જ પડશે રતિ, આ રાત સાથે. હંમેશાં મારી ઉપર પથરાયેલી રહેતી આ રાતને એક વાર મારી નીચે સૂવડાવીને જોવી છે. આખરે ક્યાં સુધી માન્યા કરવાના પવિત્ર, આ અંધારાને? હવે એક વાર આંખો ખુલ્લી રાખીને કરી મૂકવી છે, હતપ્રભ, આ રાતને. રાતનો વિનયભંગ કરવાની રીત તો જોકે ઘણી છે. એક વાર બસ, રાતરાણીની સુગંધથી મોહિત થયા વગર મારે જોવું છે, રાતરાણીના લીલા બીજમાંથી કેવી રીતે ખીલે છે આ સફેદ ફૂલ. નહીં, નથી ખુલી રાખી શકાતી આંખો આ કાળી, અંધારી રાતમાં. આંખો આંજી દેતા સૂરજ સામે હું જોઈ શકું પણ આ રાત સામે નહીં. મારો કોઈ કાબૂ જ ન હોય તેમ દષ્ટિ સરી જાય છે કોઈ સાવ જ અગોચર પ્રદેશમાં. જઈને સૂઈ જાય છે. ખૂબ બધાં ચામાચીડિયાં લટકતાં હોય તેવી કોઈ સીમમાં. ચામાચીડિયાના લીસા શરીર પરથી રાત સરી જાય છે અને હું સવારે શોધતી રહી જઉં છું સગડ વિનાની સીમને.

વ્હેલનું શરીર

સિનેમાના પડદા પર સમુદ્રમાં આવેલા તોફાનનું દૃશ્ય હતું. હું એકીશ્વાસે જોઈ રહી હતી, ત્યાં અચાનક, મોટી વ્હેલ માછલીએ મોઢું ખોલ્યું અને મને ખેંચી લીધી. હું મારા રૂમમાં હોત તેના કરતાં વધુ સુરક્ષિત છું, એના શરીરમાં. એના શરીરમાં મારા શરીરની કોઈ વૃદ્ધિ નથી, એ મને સૌથી વિશેષ ગમે છે. જોકે, આ વ્હેલ હવે વૃદ્ધ થવા આવી છે. સમુદ્ર તટે આવતાં સહેલાણીઓને રીઝવવા અગાઉની જેમ એ પાણીમાંથી બહાર આવી ઊંચે ઊંચે ઉછાળા નથી મારતી. વ્હેલ મરી જશે ત્યારે મારે ફરીથી મારા રૂમમાં આવી જવું પડશે.

મને ખરેખર ડર લાગે છે, હવા-ઉજાસનો. મારા રૂમમાં મને નથી જોઈતો સૂર્યપ્રકાશ. જીવનથી ભાગીને હું ક્યાં જઈને રહું?





વ્હેલનું હાડપિંજર

મ્યુઝિયમમાં એક મહાકાય વ્હેલનું હાડપિંજર જોયું. હેલના હાડકાં પર બાઝેલી ધૂળ જોઈને થયું કે આ આખું મ્યુઝિયમ એક અફાટ, ઘૂઘવતો સમુદ્ર બની જાય. હેલના હાડપિંજરના પોલાણોમાં પાણી ભરાય અને તેની ખાલી પાંસળીઓમાંથી વહેતા પાણીના નાદથી સંગીત ઉત્પન થાય. દરિયામાં આખે આખા વ્હાણને ગળી જનારી આ વ્હેલ અત્યારે આવી સાવ નિર્જીવ? શક્ય છે ક્યારેક દરિયો ફરી વળે આ મ્યુઝિયમ પર અને ફરી જીવતી થાય વ્હેલ. એના રાક્ષસી દાંત ભૂક્કો બોલાવી દેશે આ કાચના શો કેસના. નિદ્માણ નથી આ વ્હેલ. જુઓ, હજી પણ સમુદ્રનાં મોજાં અફળાય છે ખડકો સાથે ભાન ભૂલે છે દિશાઓ ને અદશ્ય થાય છે વ્હાણો ક્ષિતિજ પરથી.





વ્હાણના સઢ

વ્હાણોનો કાફલો ડૂબી ગયો છે દરિયામાં પણ બચી ગયા છે સઢ. આ સફેદ સઢ ક્યારેક કણસે હૉસ્પિટલમાં પડેલા દર્દીની ચાદર જેમ, તો ક્યારેક હોય, શાંત, મૃત શરીર પર ઓઢાડેલી ચાદર જેવા. સઢ ઘણીવાર પંખી થઈને. રાહ જુએ છે વ્હાણોની. વ્હાણના આગમન. વખતે આગળ. આગળ ઊડતા આવે. છે અને બંદર પર વેરાતા અનાજના દાણા ચણે છે. બંદર પર બધાને ખબર છે કે દરિયાના પાણી નહીં ડૂબાડી શકે આ. સઢને. સઢમાં પવન ભરી તેની ગાંસડીઓ બનાવી સઢને નાખી દેવાય છે વ્હાણના ભંડકિયામાં મધદરિયે પવન ભરેલી ગાંસડીઓ ખુલી જાય છે અને સઢ દોરી. જાય છે વ્હાણોને, ફરી એક વાર તોફાન તરફ.  દરિયાના તળિયે

ઊંડે, હજી ઊંડે સમુદ્રના પેટાળમાં રાત પડી ને અંધારામાં જળચરોની આંખોના અજવાળાએ. રસ્તો ચીંધ્યો. ડૂબી ગવેલું વ્ઠાણ ફરી બેઠું થયું. સજીવન થયા મુસાફરો પોતપોતાની જગ્યાઓ. પર.

એક પછી. એક લુપ્ત નગરો મળતા ગયા સમુદ્રના તળિયેથી. મુસાફરો તેમનાં ઘર ઓળખી લઈને ઊતરી ગયા. હવે વ્હાણ એકલું, દરિયાના તળિયે, સાચાં મોતીના ઝાંખા ઝાંખા પ્રકાશમાં રઝળી રહ્યું છે ખારવાઓના સપનામાં. ખારવાની વહુની કોરીધાકોર આંખોમાં લંગર બંધાય. છે એક અવગતે ગયેલા વ્હાણનાં.






ઋતુપ્રવાસ

રેતીના ઢગમાં બચ્ચાઓને જન્મ આપીને કાચબી પાછી જતી રહી છે, દરિયામાં. નાનકડાં બચ્ચાં હવે દોડી રહ્યાં છે દરિયા તરફ અને દરિયો ખસી રહ્યો છે, આઘો ને આઘો. બચ્ચાઓ જાણે નહીં, કીને કહેવાય ભરતી, ને કોને કહેવાય ઓટ. પણ; આવી ઓટ તો નથી જોઈ મછેરાઓએ પણ. દરિયો જો આમ હાલી નીકળે તો શું થાય? સ્થળાંતર કરી રહેલા દરિયાની પાછળ દોડી રહી છે માછલીઓ. અને મરજીવાઓની આંખો સ્તબ્ધ છે, ખુલ્લા પડી ગયેલા રત્નોના ઝગમગાટથી દરિયામાં તરી રહેલા કાચબા નથી ઓળખી શક્તા હવે દરિયામાં ભળેલા નવા પાણીના પ્રવાહોને. આ કયા ત્રક્તુપ્રવાસે નીકળ્યો છે દરિયો? શું કાચબીનાં બચ્ચાં આંતરી શકશે દરિયાને? જોકે, આ તો ખાલી એક સવાલ, બાકી, અહીં ક્યારેક દરિયો હતો. અહીં ક્યારેક કાચબાઓની. સ્મશાનભૂમિ હતી. અહીં ક્યારેક, એવા દસ્તાવેજ ઘણા છે મારી પાસે. પણ ક્યારેક અમસ્તા જ કોઈ સવાલ કરવાનું મન થાય ત્યારે હું પૂછું છું, પેલા રઝળતા કાચબીના બચ્ચાઓની જેમ, કે તમે ભાળ્યો ક્યાંય દરિયાને? અને દરિયાનો રેતાળ પટ ચૂપ થઈ જાય છે. પ્રહસન

ચોમેર બરફના પર્વતો છે, અને હું, પેંગ્વિનનાં ટોળાં વચ્ચે, ઘેરાયેલી બેઠી. છું. પૂર્વજ જેવા પેંગ્વિન તેમનાં ભરાવદાર શરીરોમાં હિમપુરૂષના જન્મની કહાણીઓ. છુપાવીને ઊભાં છે, હું હજી એક સવાલ કરું છું ને બરફના પર્વેતો પાણી થઈને વહેવા માંડે છે. પૂરમાં ઘસડાઈ જતા પેંગ્વિન સાથે હું પણ વહી નીકળું છું. પાછળ રહી જાય છે હિમપુરુષનું પ્રહસન.









હિમપ્રદેશ

અહીં રોજ રચાય છે હિમના પર્વતો અને પહાડી. પ્રાણીઓ, પોતાનાં શિંગડાંથી એ પર્વતો તોડીને, રોજ નવી નવી કેડીઓ કંડારતાં ખૂંદી વળે છે, હિમપ્રદેશને. ક્યારેક હિમના કરાઓ નીચે ઢંકાઈ જાય છે પહાડી પ્રાણીઓનાં આખાં ને આખાં ટોળાં અને એમ રચાઈ જાય છે, દિવ્ય શિખરો. સૂરજનાં પહેલાં પહેલાં કિરણો જ્યારે એ શિખરો પર પડે ત્યારે અંદરથી ડોકાતા પ્રાણીઓના ચહેરા અલૌકિક લાગે છે. પણ પછી, જેમ સૂર્ય જલદ બને તેમ બરફ ઓગળે, શિખરો ધ્રૂજી ઊઠે, મોટી મોટી તિરાડો પડે, અને અંદરથી જીવતાં થાય એ પ્રાણીઓ. માથું ધુણાવી, બરફ ખંખેરી, ચાલવા માંડે એ પ્રાણીઓ પોતપોતાના માલિકની માલસામાન ભરેલી ગાડીઓને ખેંચતાં હિમની સડકો પર, એમના તંદુરસ્ત, લટકતા આંચળમાંથી ગરમ ગરમ દૂધ, હિમની કેડીઓ પર ટપકે તેમાંથી પળવારમાં રચાઈ જાય હિમના કરા અને ફરી હિમપર્વત નીચે દટાઈ જાય આ પ્રાણીઓ. આ અહીંનો નિત્યક્રમ છે. આ પ્રાણીઓના શરીરની જૈવિક ગરમી જ જિવાડે છે અહીં સૂર્યને.


કૃષ્ણપલ્લવી

હું ઓળખું છું કૃષ્ણપલ્લવીના છોડને, અને મેં ભોગવી લીધું છે કૃષ્ણનું શરીર પણ. યમુનામાં સૂતેલા નાગ મારા શરીરને ભીંસમાં લેતા અને કૃષ્ણના શરીરના સહસ ટુકડાઓ થતા એ રાતની હું સાક્ષી છું. મારી અંદરનું કોઈ વિશ્વ હવે મારાથી અજાણ્યું નથી.






આરસપુરષ

સજીવન થઈ જાય એ બીકથી ક્યારેય અડતી નથી એ પુરુષના શિલ્પને. પણ મને ખબર છે એના ગુપ્ત જાતીય જીવનની. સંગેમરમરના મહેલમાં કેદ એક રાણીની પાસે એને જવું પડે છે, વાનર બનીને. રાણી એને ભોગવે છે, એક અનંત રાત સુધી. રોજ તે આ પુરુષને કોઈ નવી કલાકૃતિમાં ઢાળે છે. ગઈ કાલે જ મેં એને જોયો હતો. ગ્રીસના એક ચિત્રમાં. સુદઢ શરીરવાળો એક યુવાન શરબતના ગ્લાસ હાથમાં લઈ ગુલામ બનીને ઝૂકીને ઊભો. હતો. હું જાણું છું, આરસ પુરુષના શિલ્પમાં અદલ એ . ગુલામ જેવા જ સ્નાયુઓ છે. અને ચહેરા પર એવો જ થાક છે.







વૃદ્ધપુરુષ

પરસાળે, મજબૂત સીંદરીનો ખાટલો ઢાળી બેઠો છે એક વૃદ્ધપુરુષ. તેની યાદોમાં વલોવાતા માખણની, ચીકાશ છે. તેની ત્વચામાં રૂઝાવા આવેલા ઘાની મીઠી ચળ છે. તેના મનમાં પાણીમાં ઠારેલાં લાકડાંનો ઉદ્વેગ છે. બાજુમાં ભાંભરતા વાછરડાંનો અવાજ તેને સંભળાતો નથી. ઘરની ખડીકામ કરેલી ભીંતમાં જડેલાં આભલાં સૂરજના પ્રકાશમાં ઝબકીને તેને પજવે છે, તેના વજનદાર ચહેરા પરની સુરેખ કરચલીઓ સહેજ ખેંચાય છે. લીંપણ કરેલી જમીન પર ઊપસી આવેલાં વરસાદી ભીનાશનાં ધાબાં તે જુએ છે. અને પછી, પોતે પણ ઊભો થઈને ચાલી નીકળે છે, વરસાદી ભેજના પદચિહ્ન પર.





વનપુરુષ

વનપુરુષની છાતી પર ઊગેલા વાળ જેવાં વૃક્ષો પર હું હાથ પસારું છું. અને ક્યાંકથી વનના કોઈક ખૂણે સિંહોએ અડધા ખાઈને છોડી દીધેલા કૌઈ મૃત પ્રાણીના શરીરની વાસ આખા વનમાં ફેલાઈ જાય છે. તેની વચ્ચે બીજી એક તીતવ્ર ગંધ પ્રસરે છે. વનદેવતાના પરસેવાની. વનમાં સતત કશુંક બનતું રહે છે, વનચંપો ખીલે છે, મુરઝાય છે. માટી પ્હાડ બને છે, પ્હાડ ગુફા બને છે, ગુફા આકાશ બને છે, તો. એ આકાશ નીચે દબાઈને કોઈ સસલું આખું વન માથે લઈ લે છે. વનનાં વૃક્ષો હવે ઘરડાં થયેલાં લાગે છે પણ વનપુરુષની છાતી પરના વાળ. હજી સફેદ નથી થયા. પાનખરમાં ખરી પડેલાં પીળાં પાંદડાંના ઢગલા પર એક સફેદ પંખી શાંતિથી બેઠું છે, ત્યાં સુધી, વૃક્ષો ઊડીને ક્યાંય નહીં જાય. વનપુરુષની વાતો સાંભળતાં વૃક્ષો જમીનમાં ઊંડે ઊંડે મૂળ પસારી રહ્યાં છે. જમીનની અંદર એક બીજું વન છે, મૂળિયાઓનું. એકબીજામાં ગૂંચવાઈ ગયેલા મૂળિયાઓની વચ્ચેથી ઊગી નીકળે છે કોઈ નવું જ અજાણ્યું વૃક્ષ. વનપુરુષના વશમાં નથી હવે આ વન.

પર્વતપુરુષ

દૂર દેખાતો એ. સુરેખ. પર્વત કોઈ પુરુષ જેવો લાગે છે. એ પર્વત ત્યાં સ્થિર છે, અને એ પુરૃષ મારા ઉપર ઝળૂંબી રહ્યો છે, એ પર્વત પર ઊગેલાં ઝાડી-ઝાંખરાં મને ઈજા પહોંચાડે છે. એ. પુરુષના શબ્દો મને હતી ન હતી કરી નાખે છે. નાગપંચમીના એ. પર્વત પર મેળો ભરાય ત્યારે મને અચૂક ડંખે છે નાગ. લથડિયાં ખાતી એ. પર્વતનાં પગથિયાં ઊતરી હું ઘરે પહોંચું, ત્યારે એ પુરુષ મેળામાંથી ખરીદેલી કાચની લીલી બંગડીઓ મારા હાથમાં પહેરાવે છે. ઢળતી સાંજે, હું બારી પાસે બેસીને કલાકો. સુધી. એ પર્વતને જોયા કરું છું. એ. પુરુષ ક્યારે મારી પાછળ. આવીને ઊભો રહી જાય. છે, ખબર જ નથી પડતી. એ પર્વત મારી નજીક ખસે છે અને હું વિવશ, એ પુરુષ તરફ.




અશ્ચપુરુષ

તું કેવી રીતે હોઈ શકે મારો જીગિત*? તું મારા કરતાં તારા અશ્વોને વધારે ચાહે છે, તારા હાથમાંથી હવે છૂટી ગયાં છે, પલાણ. ઘોડાઓ દો.ડયે જાય છે, પવન સાથે વાતો કરતા, અને તું, બસ જીત્યા કરે છે, નવા નવા પ્રદેશોને, પણ હું હજી હારી નથી તારી સામે. તારા ઘોડારમાં પાગલ અશ્વો સૂઈ જાય ત્યારે, ક્યારેક નજર પરોવજે મારી આંખોમાં. સાંકળોમાં જકડાયેલા કેદીથી તિશેષ તું કંઈ જ નથી. તારા અશ્વો કરતાં પણ પાણીદાર છે મારી પીઠ. શક્તિથી તરબતર, હણહણતા અશ્વોના પગ તળે કચડાઈને મરી જવું, એ. તારી અંતિમ ઇચ્છા છે તે હું જાણું છું. પણ, તું એક વાર મારા પગ તરફ તો. જો. જો, મારા પગમાં ખરીઓ ફૂટી છે. મારી પાસેથી જ મળશે તને એક જીગિતનું મોત.

  • જીગિત : રશિયન ભાષામાં અર્થ છે એક કુશળ ઘોડેસવાર




અશ્વ, મૃત

અશ્વની પીઠ પર છે, મૃત અસવાર, અશ્વ હવે ફરતો ફરતો ક્યાં જઈ પહોંચશે? એક અસવાર બેઠો છે,. મૃત અશ્વ પર, અશ્વ પવનવેગે ઊડે, તેની રાહ જોઈને. અશ્વ ક્યારે ઊડશે? એક નગર મૃત અશ્ચોનું, એક નગર મૃત અસવારોનું. અશ્વો અને અસવારોનાં અસ્થિ એકમેકમાં ભળી ગયાં છે. ખરીઓ અને ખોપરીઓ વચ્ચે અટવાઈ રહ્યાં છે, સપનાઓ, કોઈ શોધે છે ગતિ, તો કોઈ શોધે છે, વિસામો, જીતેલા પ્રદેશો ખૂબ પાછળ રહી ગયા છે. આ અસવારોને. હવે રોકવા ક્યાં? આ પ્રાણવાન અશ્ચોને હવે દાટવા ક્યાં?







અશરીર

મારી નજર સામે એક વળ ખાઈ રહેલું શરીર છે, એ શરીર કોઈ પશુનું છે, પક્ષીનું છે, કે પછી મારું છે તેની મને જાણ નથી. પીડાથી ત્રસ્ત એ શરીરને જોઇને થાય છે, કેવું હોતું હશે અ-શરીર, જેણે ક્યારેય વેદના જ નહીં અનુભવી હોય? અહીં તો મારી નજર સામે છે, સૂજી ગયેલા સ્નાયુઓ, મરડાઈ ગવેલી ડોક, બહાર આવી ગયેલી આંખો અને તૂટી ગયેલાં હાડકાં. છૂટાં પડી, ગયેલાં શરીરના અવયવો પીડારહિત હોય તેવું લાગે છે, પીડાનું સોત, કોઈ સ્થૂળ શરીર, વળ ખાઈ રહ્યું છે મારા મનમાં અને હું વેદનાથી બેહોશ થઈને લવારી ડરું છું, બણબણતાં જંતુઓની ભાષામાં. પીડાનું સ્ત્રોત કોઈ સ્થૂળ શરીર હવે વિરાટ રૂપ ધારણ કરી રહ્યું છે. એ શરીરનો ચહેરો હું શોધી રહી છું, મારા પ્રિયજનોમાં.




આયામ

સમયનો આયામ વિસ્તરીને પડ્યો છે, આપણી વચ્ચે. તું મને જીવનની. ઉત્કટતાથી ઝંખે છે અને હું મૃત્યુથી આકર્ષાઈને તારી પાસે આવવા માગું છું. હું રાહ જોઉ છું તારી ભડકે બળતી ચિતા જોવાની. સ્મશાનમાંથી પાછી આવીને હું ફરી થોડું જીવીશ. તારી ચિતામાં ઝંપલાવ્યા તિના જ મારી ચામડી પર ઊઠી આવશે. દાઝવાનાં નિશાન. શિશુની કુમળી ત્વચા. લઈને તું ફરી જન્મશે અને પ્રેમ કરશે એક દાઝેલી ત્વચાવાળી સ્ત્રીને. આપણે. નિયતિનાં સંતાનો છીએ. સમયનો આયામ. ભલે રહેતો આપણી વચ્ચે.







કૃતક નથી

સમુદ્ર અહીં પૂરો થાય છે, હવે શરૂ થાય છે જમીન. જમીન પર આમ તો ઘાસ ઊગે, જરખ દોડે કે દર બનાવે અજગર. પણ આ જમીન જરા જુદી છે, અહીં ગાંડા બાવળની જેમ ઇચ્છાઓ ઊગે. છે, ચાર પગે દોડે છે સપનાંઓ, ને મનમાં છેક ઊંડે સુધી પેસી ગયેલા ભય, દર બનાવે છે અજગર જેવાં. આ જમીન પર ઠેરઠેર દેખાય છે, કોઈક પગેરું. જે લઈ જાય એક શરીર સુધી. આ જમીન કૃતક નથી અને જ્યાં જવું છે એ શરીર પણ સાચું જ છે. રોમરોમથી પરિચિત છે એ શરીર. અને આંખ સામે પથરાયેલી છે આ જમીન. છતાં ડર લાગે છે પગ ઉપાડતાં. મહામાનવ તરફનું આ પગેરું ક્યાંક દોરી તો નહીં જાય વેંતિયાઓના પ્રદેશમાં? સમુદ્ર અહીં પૂરો થાય છે. હવે, આપણે આવી પહોંઆ છીએ. ચાલી ન શકાય એવી જમીન પર.




ગતિ

શું છે અહીં? કંઈ જ તો નથી. અને. છતાં તમરાનો અવાજ ઝડપથી ચલાવ્યા ડરે છે, મને પોતાની સાથે, સાથે.












અર્થ, આકાશનો

એક પંખી વરસાદમાં ભીજાઈને બેઠું છે. એની પાંખમાંથી નીતરતું પાણી ભીની કરી દે છે મારી પરસાળને. પરસાળ પર ચાલતાં એ લપસી પડે છે અને મારા અચેતન પગમાં એક અકથ્ય ધ્રુજારી ફરી વળે છે. સંકોચાઈને બેસી ગયેલા એ. પંખીને જોઈને એવું લાગે છે, જાણે આકાશમાં ક્યાંક સ્થગિત થઈ ગઈ છે પંખીઓની હાર. દિશાશૂન્ય પવન અને ભીની, અશક્ત પાંખ, આકાશનો અર્થ બસ એટલો જ? વ્ડિલચેર ફેરવતી હું પરસાળમાં પહોંચું છું અને એ પંખીને મારા ખોળામાં લઈ, મરવાની જગ્યા કરી આપું છું.








રેતી ભરેલી નાવ

રેતી ભરેલી એક નાવને હું વહેતી મૂકું છું. જા, જા, ડૂબી જા દરિયાને તળિયે પણ, એ. નાવ તો અચાનક પરગ્રહના પ્રકાશપુંજ જેવી ઝડપે ઊડી ગઈ આકાશમાં. જુઓ, હવે, ખીચોખીચ તારાઓના ઝૂંડ વચ્ચે, અટવાવેલી પડી છે. મબલખ તારાઓની રોશનીમાં રસ્તો ભૂલી ગઈ લાગે છે એ નાવ. તારાઓ વચ્ચે ફસડાઈ પડેલી નાવ જેવા ચિત્રનું એક તારાઓનું ઝૂમખું હવે આકાશમાં સ્થિર થઈ ગયેલું દેખાય છે. મેં તો કહ્યું જ હતું. અહીંથી આગળ, નથી કોઈ વિશ્વ હવે.








સાર્વજનિક બાગ

આ એક સાર્વજનિક બાગ છે. અહીં તમે ખાસ રંગીન ફુવારાની રોશનીમાં, ઠંડકમાં બેસવાનો. મૂડ લઈને આવ્યા હો. અને ફુવારા બંધ હોય એવું બની શકે. અહીં લોન પર પાણી છાંટેલું ન હોય કે મેંદીની વાડ બરાબર કાપેલી ન હોય તો ફરિયાદ ન કરવી. આસપાસ વેરવિખેર સુકાં પાંદડાં પડયાં હોય તો પાંદડાનો ઢગલો ડરી, જાતે જ એક દીવાસળી ચાંપી દેવી પણ એ માટે આભારની ઝાઝી. અપેક્ષા ન રાખવી; કારણ કે અહીં તો રોજ અસંખ્ય પાંદડાં ખરતાં હોય છે. અને જો તમારે, એ. સૂકાં પાંદડાંને પગ તળે ચચરતાં ચાલવું હોય તો તેમ કરો. બાગમાં ગોઠવેલી સંગેમરમરની મૂર્તિને જોઈને ઉદાસ થવું હોય તો પણ બાગ એ સારી જગ્યા છે. અહીં તમારી તરસને સંતોષવી પણ પાણીના નળ સાથે સાંકળથી બાંધેલા ગ્લાસને છોડવાની કોશિશ ન કરવી હિતાવહ છે. આ એક સાર્વજનિક બાગ છે.





ઉદાસી

ઉદાસીનું જન્મસ્થાન પેલું દૂર દેખાઈ રહ્યું છે, એ મંદિર જ છે. ભાવિકોની બંધ આંખો તળેથી અંધારું પેદા થાય છે, અંધારું વકરે છે. ભક્તજનો ઝનૂનથી થાળી-મંજીરાં વગાડે છે. આરતીનો. એકધારો અવાજ મંદિરમાં પ્રસાદ માટે આમતેમ રઝળી રહેલા ઉંદરને બેબાકળો બનાવી દે છે. રાત્રે પૂજારી, મંદિરને તાળું મારી સૂઈ જાય એટલે વ્યગ્ર ઉદર દેવીનાં વસ્ત્રો કાતરી ખાય છે. લજ્જાની મારી દેવીએ આત્મહત્યા કરી લીધી છે. ઉંદર પણ પાંજરામાં મૃત પડયો છે, પૂજારીએ. મૂકેલો ઝેર ભેળવેલો પ્રસાદ ખાઈને. સવારે મંદિર, મૂર્તિ વિનાનું, સાવ ખાલી ખાલી ભક્તો નિરાશ વદન, ઉદાસ ઉદાસ શોધી રહ્યા છે, કૌઈ નવી દેવીને.






વિસ્તરે છે રણ

તળાવમાં તળિયે પથરયેલા માટીના થર જે ક્યારેક તળાવમાં નહાવા પડેલા કિશોરોના જીવ ખેંચી લે તેવા લપસણા હતા તે આજે, નજર સામે નિષ્પાપ દેખાય છે. વસૂકી ગયેલી ગાય જેવી એક સ્ત્રી વાછરડાના મૃત દેહને પંપાળી રહી છે. રણવચાળે એક ઘુડખર નિષ્પલક ઊભું છે. સમજાતું નથી કે આજે, અનરાધાર વરસાદ વચ્ચે પણ દુકાળનાં આ દશ્યો કેમ નજર સામે તરવરે છે? લીલાંછમ વૃક્ષો પર નથી ઠરતી મારી આંખ. ત્વચા પ૨ જીવી રહ્યું છે, અવિરત એક રણ. જંગલી બાવળ ચૂસી રહ્યા છે, શરીરના ક્ષાર. રણના એક છેડેથી બીજે છેડે દોડે છે ઘુડખર, વેગથી, વિસ્તરે છે, રણ, બમણા વેગથી.






વેર

મદારીની ઝોળીમાં સાથે રહેતા સાપ અને નોળિયાની વેરવૃત્તિ તો વર્ષોથી નષ્ટ થઈ ગઈ છે. છતાં આ મદારી ભેગાં કરી રહ્યો છે બાળકોને, સાપ અને નોળિયાના શરીર ત્રાટકે છે એકબીજા પર, અવશ. સાપની ઝરતી ચામડી, નોળિયાના ઘા પર લાગેલી ધૂળ. શૂરાતન વધે છે, લોહી. વિનાનાં બે શરીર લડી રહ્યાં છે જુઓ, પૂરી તાકાતથી.









માછીમારોને

હું જાણું છું, મિત્રો, કે સૂરજ ઊગે અને આથમે છે ત્યારે દરિયો માત્ર એક પશ્ચાદભૂ હોય છે. દરિયાદેવ પાસે તમે વધેરેલા નારિયેળના પાણીની આ. ધસમસતા મોજાં સામે શી વિસાત? સુસવાટા મારતા દરિયાઈ પવનને પાણી પર દોરેલી સરહદની લીટી ન દેખાય એ તમારો ગુનો નથી. પણ તમારી વાર્તાઓમાં દરિયાને ખલનાયક કહેવાનો નિષેધ છે. દરિયાપારની જેલના. અધિકારીઓ તમને કોઈક સજા સંભળાવે છે, એમની ધર્માંધ બોલીમાં, દરિયો તો. વર્ષોથી એ સજા કાપી રહ્યો છે. પાણી અને પવન વહેંચાઈ ગયા પછી દરિયા પાસે હવે રઘવાટ સિવાય રહ્યું છે શું? ચારે તરફ પાણી અને આસપાસ માણસનો એક દીકરો નહીં. જેલમાં રહીને તમે ઊલેચો દરિયાને, એને નથી દિવસ કે રાતનું ભાન. બહાર સૂરજ ઊગે કે આથમે દરિયો માત્ર એક પશ્ષાદ્ભૂ છે. એની પૃષ્ઠભૂમિમાં ડૂબી ગયેલી જેલ, સ્થળ-સમયથી પર છે. આ કારાવાસ અનાયાસ છે. તમે તો દરિયાના દેશના. જેલને હલેસું બનાવીને નીકળી પડો. ખૂંદી વળો રઘવાટને. દરિયો આપમેળે શાંત થઈ જશે.

પાણી એટલે?

એક દરિયાઈ પંખી, ખબર નહીં, એને શું થયું, કે એણે ધીમેથી. પાંખો સંકોરી લીધી, અને દરિયાનાં મોજાં સાથે ભળી ગયું. ખડક સાથે અથડાઈને. ફીણ ફીણ થતાં એ. પંખીને હું જોઈ રહી, જળસૃષ્ટિ ૫૨ આખું જીવન ઊડતા રહેવા છતાં જળને ઓળખી ન શકનાર એ પંખીએ. શું આજે જાણી લીધાં હશે, જળને? હું ઊભી થઈને, દરિયાના પાણીનો ખોબો ભરી એક ઘૂંટ, ગળા નીચે ઉતારું છું.









પાણી વિના

નદીની સુક્કીભઠ્ઠ રેતીમાં દાઝતા છેલ્લા શ્વાસ લેતા મગર તરફડી રહ્યા છે, હવે તો. આ નકામો જ આડે આવતો નદી પરનો પુલ તૂટી જાય, ટ્રેનો ઊથલી પડે નીચે, તો અંત આવી જાય, આ મગરનો. અને પાણીની શોધમાં એક ગામથી બીજે ગામ રઘવાયા થઈને ભટકતા આ મુસાફરોનો. હવે તો બસ, આ ભડકે બળતી રેતીને જ મુઠ્ઠા ભરીને ખાવાની, આ જ રેતીમાં નવપરિણીતાએ. પગલાં પાડવાનાં, અને આ જ રેતીનો વેપાર કરવાનો. રેતીમાં વંટોળ આવે ત્યારે પણ આંખો ખુલ્લી રાખીને જોવાનાં, પાણી વગર જીવતાં શીખી ગયેલાં મગરનાં, બચ્ચાંને.






સ્વર

શહેરના જાહેરમાર્ગ પરથી પસાર થતાં વાહનોના અને આમ આદમીઓના ઘોંઘાટ વચ્ચે, જમીનમાં દટાયેલા ટેલિફોનના દોરડાઓમાંથી પસાર થઈ રહેલા તારા મૃદુ સ્વરોને હું સાંભળું છું. તારા અવાજની ધ્રુજારી મારા પગને આગળ વધતા રોકી રહી છે. તારા સ્વરો. મને કંપનોની દુનિયામાં લઈ જાય છે. જ્યાં એક વૃદ્ધ રહે છે. એક વૃદ્ધ, જેના હાથનાં આંગળાં ગૂંચવાઈ ગયાં છે અશક્તિને લીધે. એક વૃદ્ધ, જે રિસિવરને બરાબર પકડી નથી શકતો. તારો અવાજ, એ. વૃદ્ધના કાનના જર્જરિત પડદાઓ પર ઝેલાયા વિના જ ટેલિફોનના દોરડાઓમાં અટવાતો. અસંખ્ય લોકોના પગ તળે કચડાઈ રહ્યો છે. જો તું કોઈ ટેલિફ્રેન્ડ હોય તો મને મળ. તારા માદક અવાજની મને જરૂર છે.





લીલોદુકાળ

ખેતરોમાં પગ સમાણાં પાણી છે. ખેડૂતોએ. ખેતરોમાં વેરેલાં બીજ જાણે આંખોમાંથી ઊગી નીકળ્યાં હોય તેમ જ્યાં જુઓ ત્યાં લીલા છોડ છે. પાણીને પચાવી ન શકવા છતાં, બેબાકળા, ઊભા છે હજી છોડ, ખેતરમાં તરી રહ્યાં છે, સાપ ને ઇંયળ - જીવતાં કે મૂઆં, શું ખબર. ખેડૂતોની ઓસરીમાં ખડકાયેલા ધાનના ઢગ વહી નીકળ્યા છે ઘર બહાર ખેતરોમાં પાક નષ્ટ કરવા આવ્યા હતા. એ ઝેરી કીટક, હવે સાંભળી રહ્યા છે ત્રાજવામાં તોલાઈ રહેલા ડૂસકા ભરતા લણણીના ગીતને. વજનદાર, ખાલી મણની. ચુપકીદી સર્વત્ર છવાયેલી છે, કહે છે કે લીલોદુકાળ છે આ.







ધ્યાનખંડ

આશ્રમના ચિંતન-મનનથી ઝૂકી, ઝૂકી જતાં. વૃક્ષોના પવનમાં મારી આંખો મીંચાય છે અને બંધ આંખો પાછળ. દેખાય છે, વિશાળ ધ્યાનખંડો. ધ્યાનખંડની જાજમની નીચે પગની ધૂળની સાથે દબાઈ ગવેલો કોલાહલ હું જોઈ શકું છું.

ધ્યાનખંડની દીવાલ પરના પોપડા સહેજ ખરે છે અને હું ધ્યાનમાંથી ઝબકી જઉં છું. મારાં ચિત્તની અશાંતિ અહીંની દીવાલોને ખેરવી નાખશે તો? આશ્રમની બહાર આવી ગયા પછી હવે હું જાતજાતના અવાજ, ઘોંઘાટને પ્રેમ કરતાં શીખી રહી છું. અસંખ્ય અવાજો મારા કર્ણપટલ પર અથડાય છે અને. હું દરેક અવાજને ધ્યાનથી સાંભળું છું. કોઈ અવાજને કોઈ અર્થ નથી છતાં હું દરેક અવાજના આરોહ-અવરોહ ખૂબ શાંતિથી સાંભળું છું. મારા ધ્યાનખંડમાં જબરો કોલાહલ છે.





પ્રાર્થના

આજે ફરી એક વાર, રસ્તે ચાલતાં પેલો કાગળનો. ડૂચો પગમાં અટવાયો. એ કાગળ પર અનંત. યુગોની એક પ્રાર્થના લખાયેલી છે. હસ્તાક્ષર મારા જ છે. એ. જ કેટલીક ઇચ્છાઓ છે. વરદાન માગવા માટે, હું રોજ ખરતા તારાઓને હાથમાં ઝીલી લેવા દોડું છું. તેજવિહીન, શક્તિવિહીન તારાના આકારના પથ્થરોનો મારા ઘર પાસે ઢગલો ખડકાઈ ગયો છે. પથ્થરોના ઢગલા નીચે દબાયેલી ઈચ્છાઓ સહેજ સળવળે છે અને ઘેર કથ્થાઈ રંગના પાષાણો વચ્ચેથી કોઈ છોડની લીલી કૂંપળો ફૂટી નીકળે છે. આ. છોડનાં બીજ તે. પથ્થર, ઘડીકમાં તારા તો ઘડીકમાં તમરાં. તમરાંઓના અવાજ તળે, તતફફ કરતી ઈચ્છાઓ તારા બનીને તળાવમાં ખરે છે. તળાવની પાળે કપડાં ધોતા ધોબીઓ પાણી પર સાબુનાં ફીણ ફેલાવી દે છે. નીચે ડૂબી જાય છે કંઈ કેટલાંયે તમરાં. તમરાંઓની લાશો તળે તેજ ફેલાવે છે તારા. તારાઓના તેજ તળે શાંત થઈ જાય છે પથ્થર, પથ્થરો તળે એક પ્રાર્થના, સાબુનાં ફીણ જેવી.

દરવાજો

આ દરવાજાને નથી કશું અંગત કે બિનંગત છતાં એના હોવા માત્રથી બે વિશ્વ વહેંચાઈ જાય છે, સાવ નોખાં નોખાં. જાહેર અને ખાનગી એ બે વિશ્વ વચ્ચે છે આ દરવાજો. ક્યારેક અતિ સભ્ય અને શાલીન, બંધ, તો ક્યારેક સાવ ખુલ્લો ફફાસ. દરવાજાની પાછળ નથી કોઈ સાત ઓરડા છતાં કાન દઈને સાંભળો તો...., નહીં, નહીં, રહેવા દો, કંઈક તો રહેવા દો. ગોપિત. અહીં નથી કોઈ સાંકળ ખખડાવનાર કે નથી કોઈ ખોલનાર, છતાં છે, આ દરવાજો, એની આ પાર કે પેલે પાર, જવું છે ઘણાને, પણ. આમથી ઉબરો ઓળંગીને અંદર પ્રવેશ કરવો કે પછી તેમથી ઉંબરો, ઓળંગીને બહાર નીકળી જવું, તેનો નિર્ણય કોઈ નથી લઈ શકતું. આગળ પાછળ કશું જ ન હોવા છતાં આ દરવાજો અકળાવી નાખે છે લોકોને. તેમ છતાં કોઈ તોડી નથી નાખતું આ દરવાજાને. ક્યારેક બંધ, ક્યારેક ખુલ્લો, ક્યારેક અધખુલ્લો, આ દરવાજો છે હજી.  વિષાદ

આ જ વાદળાંઓ હતાં, આ જ વૃક્ષો હતાં, આમ જ, ગરમાળાનાં પીળાં ફૂલો રસ્તા પર ખરી રહ્યાં હતાં. છતાં આજે સાંજમાં વિષાદ છે. અકારણ આજે મને વિચાર આવે છે મહિનાઓ પહેલાં ગામની સડક ક્રોસ કરતાં મરી. ગયેલાં ઘેટાંઓનો અને પોતાની મોંઘી. મિરાત ઘેટાંઓ માટે આંસુ સારતી રબારણ આઈમાનો. ગામની સીમ એ ઘેટાંઓની યાદમાં હજી ઉદાસ, છે. એ. ગમગીની આજે મને પણ ઘેરી વળી છે. આનંદના કોઈ અકુદરતી આવેગમાં ખેંચાઈ જવા હું ઇચ્છું છું. પણ રહી રહીને મને યાદ આવે છે ઘેટાંઓની રુવાંટીનો સ્પર્શ. એ. દિવસે ડામર-રોડ ૫૨ ઘેટાંના લોહીના ડાઘ મેં જોયા હતા. વરસાદમાં એ ડાઘ ધોવાઈ ગયા, તે પછી અનેક ત્રક્તુઓ પસાર થઈ ગઈ છે. હું હજી આ શહેરમાં શોધું છું, એક માંસલ સ્પર્શ. સાંજ વધારે નિસ્પૃહ થતી લાગે છે.




સ્વર

શહેરના જાહેરમાર્ગ પરથી પસાર થતાં વાહનોના અને આમ આદમીઓના ઘોંઘાટ વચ્ચે, જમીનમાં દટાયેલા ટેલિફોનના દોરડાઓમાંથી પસાર થઈ રહેલા તારા મૃદુ સ્વરોને હું સાંભળું છું. તારા અવાજની ધ્રુજારી મારા પગને આગળ વધતા રોકી રહી છે. તારા સ્વરો. મને કંપનોની દુનિયામાં લઈ જાય છે. જ્યાં એક વૃદ્ધ રહે છે. એક વૃદ્ધ, જેના હાથનાં આંગળાં ગૂંચવાઈ ગયાં છે અશક્તિને લીધે. એક વૃદ્ધ, જે રિસિવરને બરાબર પકડી નથી શકતો. તારો અવાજ, એ. વૃદ્ધના કાનના જર્જરિત પડદાઓ પર ઝેલાયા વિના જ ટેલિફોનના દોરડાઓમાં અટવાતો. અસંખ્ય લોકોના પગ તળે કચડાઈ રહ્યો છે. જો તું કોઈ ટેલિફ્રેન્ડ હોય તો મને મળ. તારા માદક અવાજની મને જરૂર છે.





અર્થ વગરના હંસ

સ્વર્ગમાં ઊગતાં ફૂલોનાં મૂળ. જમીનમાં ખૂંપેલાં નથી હોતાં. મારાં સપનાંઓને કોણ પૂરાં પાડે છે ખાતર અને પાણી? એ ફૂલોના છવ્વવેશી રંગો ભૂલ્યા ભુલાતા નથી. લાલ રંગમાં થોડો સફેદ રંગ હું ભેળવું છું. પણ ગુલાબીને બદલે કૅનવાસ પર ઊપસી આવે છે, બ્લ્યુ રંગ. કોરાધાકોર આકાશ જેવો. આવું કેમ એ હજી સમજાય તે પહેલાં તો. એ આકાશમાં રાત પડી જાય છે. સફેદ રાતોમાં કાળા રંગના હંસોનું ટોળું તરતું રહે છે. બસ, આમ જ ઢોળાઈ જાય છે, રંગો મારા હાથે, કૅનવાસ પર. રાત સફેદ હોય તેથી શું? હંસ કાળા હોય તેથી શું? અર્થ રંગને છે કે હંસને? અર્થ વગરના હંસ, છબછબિયાં કરી રહ્યા છે, સરોવરમાં, અર્થ વગરના રંગ, ડૂબી ગયા છે, સરોવરમાં, એ સરોવરમાં ફરી ખીલ્યાં છે, કમળ. હું ચીતરી રહી છું, કમળ સફેદ ગુલાબી, પીળાં અને કાળાં કમળ.

સમુદ્રની ખારાશ

સમુદ્રને સર્કજામાં લઈ લેવા માગતા ઓક્ટોપસની નજરે તું મને જુએ છે અને હું તારી આંખોમાં માછલી બનીને રહેવા તૈયાર થઇ જઉં છું. તું કહે છે કે મારા શરીરમાં માછલીના કાંટા નથી. હું કહું છું કે તારી આંખોમાં સમુદ્રની ખારાશ નથી. અને ફરી. એક વાર, અગાધ સમુદ્રમાં આપણે. ખોવાઈ જઈએ. છીએ. જો, હું પાછી આવી છું. રંગબેરંગી, કાંટાળી માછલી બનીને તરી રહી છું. પણ તારી નજર મારા પર નથી. તું હવે મરજીવો બનીને શોધે છે, માત્ર સાચાં મોતીને. અને ફરી એક વાર, અગાધ સમુદ્રમાં આપણે ખોવાઈ જઈએ. છીએ. હવે તેં છીપની જેમ આંખો મીંચી દીધી છે, અને હું તારી આંખોમાં મોતી બનીને પાકવા તૈયાર થઈ જઉં છું. સમુદ્રને જોઈ ન શકતા પણ સાંભળતાં રહેતા અંધની જેમ આપણે એકમેકમાં ઊછરીએ છીએ, અને ફરી એક વાર અગાધ સમુદ્રમાં આપણે. ખોવાઈ જઈએ છીએ.




હિમાળો

આ હિમાળો હવે લાંબું જીવવા નહીં દે. પવનના ઠંડા સુસવાટા સાથે. ઊડતી ઠરી ગયેલાં તાપણાંઓની રાખ મારી ઝામર આંખોમાં વીંઝાઈ રહી છે. મને જરૂર છે, મારા ભરવાડની અથવા તો એક ઘેટાની. ભરવાડ જો હોત તો એની પાઘડીના વળમાં વીંટી લેત આ કાતિલ પવનને. ભરવાડ જો હોત તો એના દોહાની રંગતમાં પવન પણ માથું ડોલાવતો બેસી રહેત. ભરવાડને હવે આ નિર્જન વગડામાં ક્યાં શોધવા જઉં? એટલે બૂચ, બૂચ કરીને બૂચકારું છું. આ પાસેના ઘેટાને. એ ઘેટુંયે મને જાણી ગયું છે પાસે જ નથી આવતું કે હું એના શરીર પરના કાળા, જ્થ્થાદાર વાળ ઉતારીને. એક ગરમ ધાબળો વણી શકું. હાથમાં અસ્ત્રો લઈને હું દોડી રહી છું. ઘેટાની પાછળ પાછળ. લાગે છે, આ હિમાળો હવે લાંબું જીવવા નહીં દે.



દરિયાના તળ

દરિયા પર દોડતા અશ્વનો તબડક તબડક અવાજ એ આખી રાત મને સંભળાતો રહ્યો. સવારે જોયું તો દરિયાની ભીની રેતી પર ઊઠી આવતા તેના ડાબલાનાં નિશાન ક્યાંય દેખાયાં નહીં. જળચરોના મડદાં વચ્ચે એક અજાણ્યું શરીર અશ્વનું પડયું હશે ક્યાંક દરિયામાં હવે. અકરાંતિયો અશ્વ પેટ ફાટી જાય તેટલું પાણી પીધા કરશે એને ખબર નથી કે જળઘોડો બનીને કેમ જીવાય. તેની ફાટી આંખોએ હું ઉલેચી રહી. છું દરિયાને. દરિયાનાં તળ આટલાં નજીક હશે. તેવું નહોતું ધાર્યું.







પાછળ ફરીને જોવું

પાછળ ફરીને જોવું ક્યારેક ગમે છે. તું નથી તેની ખાતરી થઈ જાય. છે. મને યાદ છે એ દિવસ, મંદ હવામાં પક્ષીઓ ધીમાં ઊડતાં હતાં. તું કંઈક બોલ્યો હતો, ને એ. પછી તડકો પથરાયો હતો. રસ્તાઓને સોનેરી ઉઘાડ આવ્યો હતો. અને આજે? સરુનાં વૃક્ષોમાંથી વેરણછેરણ થઈને આવતાં સૂર્યનાં કિરણો. મારી આંખ સામે નૃત્ય કરી રહ્યાં છે. પવનથી પાંદડાઓ હલે છે અને સૂર્યકિરણોનો નાચ તેમ તેમ આક્રમક બનતો. જાય છે લાગે છે કે તું છે, અહીં જ ક્યાંક, તું છે.






અવાવરુ અંગતતા

મુંબઈમાં જૂહુ-ચોપાટી પર દોડતા શણગારેલા ઘોડા રાત્રે ક્યાં જઈને સૂએ છે તે જોવા હું તેમની પાછળ પાછળ જઉ છું. તબેલાના લીલા ઘાસના ચારા વચ્ચેથી શોધી કાઢું છું તેમની આંખોને. હાં, એ જ, સતત. મારો પીછો કરતી હતી એ જ આ આંખો. હવે શું કરું? દાટી દઉં એને જમીનમાં? સતત મને તાકી રહેતું કોઈ હવે નહીં રહે? મારી અંગતતા હવે અવાવરુ નહીં રહે?








ખાલી અંતર

ટ્રેન હજી ઝડપથી દોડે તો સારું. નહીં તો આ બારી બહાર દેખાતાં ખુલ્લાં મેદાનો પ્રવેશી જશે. મારી અંદર. વગડાના આ ખુલતા જાંબલી રંગનાં ફૂલો ચકિત કરી નાંખશે મને. આ અજાણ્યાં ગામ જાણે જન્માંતરોના મારા જન્મસ્થળ હોય તેવા હકથી રસ્તામાં આવે છે અને હું કંઈ જ નથી કરી શકતી. થોડી વાર પહેલાં દેખાતા હતા એ હિંસક લાગતા થોર હવે કપાયેલા, ઢગલામાં પડેલા દેખાય છે. જાણે બાવડા વગરના માણસો સૂતા હોય ને હાથ વગર વીંઝાઈ રહેલા માણસ જેવી હવા, તેને ચીરી જતી આ ટ્રેન હવે ક્યાંક રોકાય તો સારું. એક ગામથી બીજે ગામ વચ્ચેના ખાલી અંતરોમાં, ક્યાંક, હું વસી જવા માગું છું.   વિક્લાંગ યાત્રા

હું ટ્રેનમાં બેસું છું ત્યારે મારા વિચારો. જાણે ટ્રેનના વિકલાંગોના ડબ્બામાં બેસી જાય છે. ટ્રેન; એક અવશ. શરીર જેમ ફંગોળાય છે એકથી બીજા ગંતવ્યસ્થાન તરફ. અજાણ્યાં હવા, પાણી, આકાશ મને સ્પર્શી લેવા મથે છે, પણ મંદ બુદ્ધે કંઈ ગ્રહી શક્તી નથી. હોઠના એક ખૂણેથી ટપકતી લાળ સાથે સરી જાય છે અજાણી સમજણ. હું સ્થિર, સુગ્રથિત બેઠી છું. ઇન્ડીકેટર ખાલી છે, પ્લેટફોર્મ સૂનાં છે. ટ્રેન ચોમેર ફરી. વળીને. સમેટાઈ જાય છે મારી અંદર, જાણે મદારીના પોટલામાં સાપ વીંટાઈ જાય, સાપનાં હાડકાં તૂટવાના અવાજ મને સંભળાય. છે મારું વિકલાંગ શરીર સહેજ સળવળે છે અને ધમણની જેમ હાંફતી, પોરો ખાતી ટ્રેનમાં ફરી અજંપો ફરી વળે છે.


છત નીચે

છેક તાળવેથી ખેંચીને લંબાવે છે જીભ તોયે સરકી જાય છે જીવડાં આ ગરોળીની જીભ તળેથી, ભૂખ્યા પેટે ક્યાં સુધી પકડી શકશે એ છતને? આ ગરોળી જો ફ્લાઈંગ લીઝર્ડ બનીને ઊડી જશે તો આ છત તો તૂટી જ પડવાની. હવામાં બાચકાં ભરીને ગરોળી કદાચ. જીવી જશે પણ આ ગગનચુંબી ઇમારતનું શું થશે? આવી બટકણી છતવાળા ઘરમાં આપણે ક્યાં સુધી સાથે રહી શકીશું? ઉચાટ જીવે ગરોળીને જોઈએ છીએ, ક્યાં સુધી પકડી રાખશે એ છતને?









લાળના હીંચકેથી

ગોળ ગોળ ઘૂમી રહ્યો છે કરોળિયો. કેમ આજે નથી બંધાતું જાળું ? ઝૂલી રહ્યો છે, કરોળિયો, લાળના હીંચકા પર. કોના માટે બાંધવું નવું જાળું? ગબડી. પડ્યો છે, કરોળિયો. શરીરમાંથી વહી ગયું છે બધું ઝેર ઝેરના ચાખનારા હતા કોઈ કે હવે આવશે? સુંદર જાળાની મહેલાત છોડીને, ખુલ્લા તડકામાં ચાલી નીકળ્યો છે, કરોળિયો, ખડક ને ખંડેરની બહાર, કોઈ જાળું હવે એને રોકી શકે તેમ નથી. લાળ વગરના ખાલી શરીરવાળો, કરોળિયો. અશરીર, જઈ રહ્યો છે, ક્યાં?









હિજરત

માલધારીઓ હિજરત કરી ગયા છે. પાછળ મૂકી ગયા છે, એક ચૂલો સળગતો. ખબર નહીં, ક્યારે, કોણ ભૂખ્યું આવી ચડે? ચૂલો જો પાણી છાંટીને ઠારી દેવાય તો. અગ્નિ નારાજ થઈ જાય. ચૂલાના અડધા ઝરી ગયેલા કોલસાની સામે. દયામણી નજરે જોઈ રહ્યા છે પાછળ એકલાં રહી ગયેલાં સીમનાં ઝાડ. આવશે કોઈ ભૂખ્યું જણ? વૃક્ષો વચ્ચેથી સરસરાતી હવાની એક લહેરખી આવી. ચડી. ઠરી જવા આવેલી ચૂલાની આગ, ફરી પ્રજ્વલિત થઈ. સીમનાં ઝાડ, અગ્નિને આહુતિ આપવા, તૈયાર થઈ ગયાં. માલધારીઓ નજર પહોંચે ત્યાં સુધી વળી વળીને જોઈ રહ્યા છે, તેમના નેસડાનાં ઝાડને સળગતાં. માલધારીઓ હવે બેઠા છે, ત્રણ ઈંટ ચૂલાના આકારે ગોઠવી રાખી છે. અગ્નિને પેટાવવા કાઠીઓ છે. અગ્નિને હવા આપવા પૂઠું છે. એમ તો મુઠ્ઠી ધાન પણ ક્યાં નથી, પણ ભૂખ, ભૂખ ક્યાં છે?



બે હાથ, રસનીતરતા

બહાર મારી હવેલીની હરાજી થઈ રહી છે. હું પણ એની ન ઓછી, ન વધારે એવી એકાદ અસ્પષ્ટ કિંમત બોલીને ચૂપ થઈ જઉં છું. મને ભેટ મળેલી માટીની એક દેગ હતી એ હવેલીમાં, એ દેગમાં રાંધેલું, હું કેટલાયને જમાડતી તોવે કદી ખૂટતું નહીં. અત્યારે હવે વેરાન પડેલી એ હતવેલીનો કાટમાળ ખસેડું છું તો મળી આવે છે, મારા બે રસનીતરતા, પ્રેમાળ હાથ. માટીની દેગનાં ઠીકરાં હું ફરી ભેગાં કરું છું અને રાંધું છું મારી એકલીની રસોઈ, તો પણ ખૂટે છે.







સુખ

ગ્રામ્યગીતોની કમાડબંધ ડેલીમાં સમેટાઈ ગયું છે મારું સુખ. પહોળો થતો જાય છે લાલચટાક સેંથો. ને નજર હવે નથી પહોંચતી પાદર સુધી. શાંત ગોધૂલી સભર બનાવી દે છે મારા શ્વાસને છતાં એકથી બીજી ઓસરીમાં ફરી વળીને હું શોધું છું સુખ નામના પ્રદેશને. વિશાળ મેદાનો પર વહી આવતાં પાણી દોડી દોડીને પથરાઈ જાય આખા મેદાન પર છતાં છૂટી 'જાય ક્યાંક ક્યાંક થોડીક થોડીક જમીન. દૂરથી જુઓ તો લાગે જાણે દોડતું હરણ. અથવા તો જે ધારો એ. અહીં આ કમાડબંધ ડેલીની દીવાલો નાની-મોટી થતી રહે છે, મ્યુલર લાયરની આકૃતિની જેમ. અને પછી ક્યારેક પડછાયાઓ વધારે ન લંબાવી શકવાથી ઊભી રહે છે, લાચાર બનીને.





વિલોપ

પાણીના તળિયે શેવાળમાં ઉગેલી સુંદર વનસ્પતિઓમાં છૂપાઈ જવા દોડતી માછલીઓનાં ટોળાં વચ્ચેથી પકડી લો, મને, બહાર કાઢો. સિંહ, હંફાવો મને હરણાંની જેમ વાઘ, ચૂંથી નાખો મારા આંતરડાને. કીડીઓ, ઘસડી જાઓ મારા તસુ તસુને. જંગલમાં ચોમેર પ્રવર્તતા ભૂખના સામ્રાજ્યમાં હું અલોપ થઈ જવા ઇચ્છું છું ફાડી ખાઓ મને. એ જ એક રીત બચી છે હવે મારી ભૂખ સંતોષવાની.









પ્રવાસ

હીલ સ્ટેશન પર સવારી માટે તૈયાર ઊભા રહેલા જાતવાન ઘોડા મને ગમે છે ઘણ તેમની પીઠ પર લદાયેલું વજન જાણે મારી પીઠ પર હોય એમ મને થડવી નાંખે છે. પ્હાડ પરની નાની નાની કેડીઓ મારા પગને સંકોચી નાખે છે. ઘોડાની લાદની સતત ભીની સુગંધથી મારું માથું દુખી આવે છે. દરિયા નજીકના ગેસ્ટહાઉસના મારા કમરામાં નવા જન્મી રહેલા દરિયાઈ જીવોના અવાજ સંભળાયા કરે છે, આખી રાત. સવારે નાસ્તામાં સી-ફૂડ ખાતી વખતે દરિયાના રહસ્યો મારી સામે મુકાયેલી પ્લેટમાં છતા થઈ જાય છે. રણ મને રેતીની ડમરીઓમાં છૂપાવે છે અને પ્રગટ કરે છે. મને ગમે છે રોજ રોજ મરવું ને રોજ રોજ જીવવું. હું પ્રગટ થઉં છું ત્યારે આખો દિવસ મને કચડતા રહેતા ઊંટ થાકીને સૂઈ ગવા હોય છે. જંગલમાં રસ્તો ભૂલી જઈને હું સેંકડો પુનઃજન્મ મેળવું છું પક્ષીઓના માળા, મધપૂડા, થડની બખોલ, સાપના દર અને સિંહની ગુફા હું બધે જ ફરી વળું છું.

  છુપાઈને જોઉં છું, સૂતેલા જીવનને. મને વ્હાલ આવે છે, જંગલી મધમાખીઓ પ૨ અને પછી હું તાપણું સળગાવું છું. ઉડાઉડ કરતી વ્યગ્ર મધમાખીઓને જોઈને હું રડી પડું છું. મધની મીઠી. સુગંધ ઘોડાની લાદની ભીની સુગંધ અંતે તો એક જ. પ્રવાસ ચાલુ રહે છે. જીવન અટકી જાય છે. શેની કવિતા લખું હવે? દરિયાની કે પ્હાડની, રણની કે અરણ્યની?









અર્થ, વાસણોના

તપેલીમાંથી ગ્લાસમાં ગ્લાસમાંથી થાળીમાં અને થાળીમાંથી ત્રાંસમાં દૂધ ઠલવાય છે. દૂધ કે નજર? ત્રાંસ ઊંચો પર્વત બને છે અને દૂધ તેમાંથી વહેતું ઝરણું બને છે. પછી ત્રાંસ વિશાળ જમીન બનીને પથરાય છે અને દૂધ લાંબી નદી બને છે. દૂધ ત્રાંસમાં ન સમાઈ શક્યું કે નજરમાં? પૃથ્વીના વણખેડાયેલા પ્રદેશો જેવા પ્રવાહી વગરનાં ખાલી વાસણો અન્યમનસ્ક, અર્થસભર અભેચઈ પર પડયાં રહે છે. વાસણોમાંથી વહી ગવેલા પદાર્થો દશ્ય-શ્રાવ્ય, સઘન ખેંચે છે નજરને, તાણી જાય છે, દૂર-સુદૂર. અર્થ, વાસણના કદ જેટલા સીમિત, રહી જાય છે, પાછળ. આંખમાં સમાઈ ન શકતી દષ્ટિ તપેલીમાંથી ઊભરાવેલા દૂધ સાથે ઢોળાઈ જાય છે. દૂધ ઢોળાવાના અપશુકન રસોડાની જમીન પરથી ઊઠીને. આખા જીવન પર છવાઈ જાય છે.   કંસારા બજાર

માંડવીની કંસારા બજારમાંથી પસાર થવાનું મને ગમે છે. ‘ચિ. મનીષાના જન્મ પ્રસંગે’ આ શબ્દો મમ્મીએ. અહીંથી ખરીદેલા વાસણો પર કોતરાવ્યા હતા. વર્ષો વીત્યાં. મારા હાથ-પગની ચામડી બદલાતી રહી અને એ વાસણો પણ, ઘરના સભ્યો જેવાં જ, વપરાઈને, ઘસાઈને. વધુ ને વધુ પોતાનાં બનતાં ગયાં. એ વાસણોની ત્તિરાડને રેણ કરાવવા હું અહીં કંસારા બજારમાં આવું છું ત્યારે સાથે સાથે સંધાઈ જાય છે મારાં છૂર્યો છવાયાં વર્ષો પણ. ગોબા પડેલા, ટીપાઈ રહેલાં વાસણોના અવાજ કાનમાં ભરી લઈ, હું અહીંથી પાછી જઉં છું ત્યારે ખૂબ સંતોષથી જઉં છું. આ વાસણો જ્યાંથી લીધાં હતાં એ. દુકાન કઈ, એ દુકાનદાર કોણ કાંઈ ખબર નથી, છતાં આ બજારના ચિરકાલીન અવાજ વચ્ચેથી હું ચૂપચાપ પસાર થતી હોઉં છું ત્યારે સતત એમ લાગ્યા કરે છે કે હું અને આ અવાજ ક્યારેય મરતા નથી. નવાં નવાં દંપતી અહીં આવે છે. મારા માટે નવું નામ પસંદ કરીને વાસણો ૫૨ કોતરાવીને મને તેમના ઘરે લઈ જાય છે.

છું જીવું છું વાસણોનું આયુષ્ય અથવા તો, બેસી રહું છું. માંડવીની કંસારા બજારમાં જુદી જુદી વાસણોની દુકાનોનાં પગથિયાં પર ધરાઈ જઉં છું. બત્રીસ પકવાન ભરેલી થાળીથી, મૂંઝાઈ જઉં છું એક ખાલી વાટકીથી. વાસણો ઠાલાં ને વાસણો ભરેલાં, તાકે છે મારી. સામે. તત્ત્વવિદૂની જેમ ત્યાં જ, અચાનક, કોઈ વાસણ ઘરમાં માંડણી પરથી પડે છે ને તેનો અવાજ આખા ઘરમાં રણકી ઊઠે છે. હું એવી અસ્વસ્થ થઈ જઉં છું જાણે કોઈ જીવ લેવા આવ્યું હોય. વાસણો અને જીવન વચ્ચે હાથવ્હેંત જેટલું છેટું, ને વ્હેંત, કંસારા બજારની લાંબી સાંકડી ગલી જેવી ક્યાંથી શરૂ થાય ને ક્યાં પૂરી થાય એ સમજાય તે પહેલાં વ્હૅતના વેઢા વખતની વખારમાં કંઈક ગણતા થઈ જાવ, કંસારા બજારનો અવાજ ક્યારેય સમૂળગો શાંત નથી થતો. બજાર બંધ હોય ત્યારે તાળા મારેલી દુકાનોની અંદર નવાંનકોર વાસણો ચળકતાં હોય છે. ને એ ચળકાટમાં બોલતા હોય છે નવાં સવાં જીવન થાળી વાટકા અને ગ્લાસથી સભર થઈ ઊઠતાં ને એંઠાં રહેતાં જીવન હું જીવ્યા કરું છું ગઈ કાલથી પરમ દિવસથી તે 'દિ થી.

મનીષા જોષી – પૂર્ણીમા તરફ જતી આઠમના ચંદ્રની કવિતા,

મનીષા જોષી સદ્યતન કવવિત્રી છે. પરંપરાને આંચકો. આપવાનો એમનો હેતુ નથી, પણ એ અંધશ્રદ્ધાથી પરંપરાને સ્વીકારતા નથી. એમને માટે સમુદ્રમંથનની વાત પૌરાણિક નથી. અહીં તો “નિક સમુદ્ર્મથન' છે. મંદિર આશ્ચાસનનું ધામ નથી, પણ “ઉદાસીનું જન્મસ્થાન' છે. મંદિરની દેવી આત્મહત્યા કરી લે છે. ભક્તો માટે મંદિર છે, પણ મૂર્તિ વિનાનું. ધ્યાનખંડમાં પણ એમને. કોલાહલ સંભળાય છે, શરીરની પણ ઓળખ નથી રહી. કોનું શરીર છે એની તલાશ છે. એ શરીરનો ચહેરો શોધવાની મથામણ શબ્દો દ્વારા મનીષાએ શિલ્પિત કરી, છે. ઉદાસ થવા, માટે સાર્વજનિક બાગ એમને સારી જમા લાગે છે. પાણીના નળ. સાથે સાંકળથી બંધાયેલા ગ્લાસનો સંબંધ તરસને છિપાવે છે કે પછી. એની તીવ્રતા વધારે છે. જાહેર અને ખાનગી વિશ્વના કોસ રેડ પર એમના શબ્દો ક્યારેક ટોળું થઈને તો. ક્યારેક સાવ એકલવાયા હોય એમ ઝૂર્યા કરે છે. કાગળના ડૂચામાં પ્રાર્થના અટવાઈ ગઈ છે. આ કવયિત્રી નર્વા નર્વા કલ્પનો લઈને આવે છે. કલ્પન છે છતાં પણ એની ભરમાર નથી. કાળના વાતાવરણને ઉપકારક કલ્પનો યોજીને કવિતા સ્વર્યસિદ્ધ થાય છે. કલ્પન એ કાવ્યની આંતરિક ઉત્તેજના છે. શબ્દનો કૅફ નથી. કલ્યનનું મ્યુઝિયમ કરવાર્મા મનીષાને રસ નથી.

મનીષાની કવિતાનું વિશ્વ આપણને જાણીતા ચિરપરિચિત વિશ્થી દૂર દૂર લઈ જાય છે અને આપણો એક નવા વિશ્વમાં પ્રવેશ કરાવે છે. એમની કવિતામાં શિંગડાંથી પર્વતો તોડતાં પ્રાણીઓ છે. “આ પ્રાણીઓનાં શરીરની જૈવિક ગરમી જ જિવાડે છે અહીં સૂર્યને. મનીષા કલ્પન દ્વારા વેદનાને અનાવૃત નથી કરતી, પણ એને આવૃત્ત કરે છે. આવૃત્તનાં પણ આવર્તનો નથી. અહીં આદિમતા અને નાગરિકતાનો સ્પર્શ અને સંયોગ છે. માણસ જેવા માણસને એવી એક અનુભૂતિમાં રચવું ગમે જેમાં પાર વિનાની કરુણતા સંગોપાવેલી છે.

ગુજરાતી કવિતાના આકાશમાં આઠમના ચંદ્ર જેવી કવિતા પૂ્ર્ણીમા થઈને અવશ્ય પ્રગટશે એટલું તો એમની અત્યારની કવિતા પરથી લાગે. છે.

-સૃ.દ.