કાવ્ય-આચમન શ્રેણી – રાવજી પટેલ/૩૩.રણની વચ્ચે લીલોતરી ને...

From Ekatra Foundation
Revision as of 12:08, 17 June 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૩૩.રણની વચ્ચે લીલોતરી ને...

રાવજી પટેલ

રણની વચ્ચે લીલોતરી ને
લીલોતરીમાં નાગ
હે મા ! તને ડસે.
ખેતર વચ્ચે ઝાકળિયું
ઝાકળમાં ઝૂલી આંખ,
કેર કાંટાળી, આંબલી ને
આંબલિયા પર મોર,
આંબો ઝૂક્યો આંખમાં ને
આંખ ઝૂકી ચોપાસ,
કાલી કાલી ભાષામાં
ભગવાન રડે ભેંકાર,
કાજળકાળું અંધારું ને
કાલા કાલા રામ.
રણની વચ્ચે લીલોતરી ને
લીલોતરીમાં નાગ
હે મા ! તને ડસે.
(અંગત, પૃ. ૫૨)