સોરઠિયા દુહા/60
Revision as of 06:10, 5 July 2022 by MeghaBhavsar (talk | contribs)
કર પર પે’રે કડાં, કર પર કર મેલે નહિ;
ઈ માણસ નૈ પણ મડાં, સાચું સોરઠિયો ભણે.
સોરઠિયો કહે છે, કે હે માનવીઓ, માણસ હાથમાં સોના–રૂપાનાં કડાં ભલે પહેરે, પણ એ પહેરનાર પોતાનો હાથ જો બીજાના હાથ ઉપર મૂકીને કાંઈ દાન દઈ શકતો ન હોય તો એની દોલત બધી નકામી છે, એ જીવતો મૂએલો સમાન છે.